Tuesday, August 22, 2023

We hope for greater awareness of the villagers and get the conservation of water work done in their respective villages...

Mittal Patel at gogapura watermanegement site

The significance of water is felt where there is scarcity. Recently I went to Dubai. I went for a Desert Safari & then bought 4 bottles of 500 ml of water. i had to shell out Rs 1,000 for 2 liters of water.It doesn't rain in Dubai so they have plants that desalinate sea water into drinking water. This is expensive. So they have understood the value of water.

We are blessed by nature with abundant rainfall. Even then by the time summer arrives we have scarcity of water. Water levels have fallen to dangerous levels. Especially in North Gujarat the condition is extremely worrisome.

We started water conservation work in North Gujarat.

This year we completed the digging of 250 lakes with the help of well-wishers who are associated with VSSM.  In the picture that you see , we completed the digging of a lake in  Gogapura in 2023. Fortunately the area had good rains and the lake filled up in time.

Respected Shri Ulhasbhai in memory of his father helped us in this work. What a wonderful homage to his dear father. This became possible because Shri Ulhasbhai is sympathetic to the work that we are doing.

The season for digging lakes is now over. The forthcoming season will start from January 2024. We expect that all villagers in the country rise and get the conservation of water work done in their respective villages. This will protect them from scarcity of water in future. 

We have set a target of 50 lakes for the next season. If we get cooperation from all concerned we will definitely accomplish this mission.

પાણીનું મહત્વ જ્યાં પાણીની મુશ્કેલી છે ત્યાં જઈએ તો વધારે સમજાય. હમણાં દુબઈ જવાનું થયું. રણ સફારી કરી એક દુકાનેથી પીવાના પાણીની 500 મી.લી.ની ચાર બોટલ લીધી. દુકાનદારને આ ચાર બોટલના 1000 રૃપિયા ચુકવ્યા. 

ત્યાં વરસાદ નહીંવત જેવો. દરિયાના પાણીમાંથી એ પીવાલયક પાણી બનાવે.

એટલે પાણીના મુલ્યને એ બરાબર સમજે છે.

આપણે ત્યાં કુદરતની રહેમ છે. વરસાદ મન મુકીને વરસે છતાં આપણા ત્યાં પણ ઉનાળો આવતા પાણીની મુશ્કેલીઓ સર્જાય. ભૂગર્ભજળ તો દેખીતી રીતે ભયંકર ઊંડા. ખાસ કરીને ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો સ્થિતિ ચિંતા જનક છે.

અમે ઉત્તર ગુજરાતમાં જળસંચયના કાર્યો શરૃ કર્યા. 

250 તળાવો ગાળવાનો આંકડો આ વર્ષે સંસ્થા સાથે સંકળાયેલા સ્નહેજનોની મદદથી પૂર્ણ કર્યો. ફોટોમાં દેખાય એ ગોગાપુરાગામનું તળાવ અમે 2023માં ગળાવ્યું. ને વરસાદે જબરી રહેમ કરી તે સરસ ભરાયું. 

આદરણીય ઉલ્લાહસભાઈ પે માસ્ટરે તેમના પિતાની યાદમાં આ તળાવ ગળાવ્યું. કેવી સુંદર સ્મરણાંજલી. મુંબઈમાં રહેતા ઉલ્હાસભાઈની અમારા કાર્યો માટે લાગણી ઘણી માટે આ થઈ શક્યું. 

તળાવો ગળાવવાની આ સીઝન તો પુરી થઈ. આવતી સીઝન જાન્યુઆરી 2024 થી શરૃ થશે. એ વખતે દેશ આખાના ગ્રામજનો જાગે ને પોતાના ત્યાં પાણીના કાર્યો કરે જેથી ભવિષ્યને સુરક્ષીત કરી શકાય. અમે પણ આવતી સીઝનમાં 50 તળાવો કરવાનો લક્ષાંક નક્કી કર્યો છે. સૌ સહયોગ કરશે તો આ મનોરથ પણ પૂર્ણ થશે. 

#MittalPatel #vssm  #watermanagement #gujarat #bnaskantha #villagelife #careforvillage



Gogapura lake filled with rainwater


No comments:

Post a Comment