Showing posts with label Nomadic Tribes of Gujarat. Show all posts
Showing posts with label Nomadic Tribes of Gujarat. Show all posts

Thursday, January 02, 2025

Thank you Well-Wishers this wedding ceremony was not possible without your support...

"Our daughters are getting married, but we are unable to afford the expenses; can you help?"

This is from a Vadia village in Banaskantha. It is customary for daughters to get married in this village.

For the first time in 2012, VSSM helped in marrying off daughters in this village. Since then, every year, more daughters have gotten married, and we have been a part of this process.

Five daughters from the village have just completed their 12th grade and are now pursuing a General Nursing course.

The face of the village is slowly changing.

We helped with the expenses for the weddings of three daughters. Respected Alimbhai Adatiya, Tusharbhai Bheda, and Viralbhai Shah… With a simple message to these three relatives asking for help with the wedding expenses, all three agreed to contribute, and we thank them for immediately becoming part of this noble cause. We are grateful to all of you.

Weddings often involve dancing and music, but here, the tradition of Rajasthan's Ghoomar dance is more prevalent. Many children from the village stay in our hostel, and we celebrate Navratri with great enthusiasm here.

The children are good at playing Garba, and we all joined in the celebration. The elders also participated in the Garba dance.

We hope that such moments of joy continue to come frequently in the village.

#vssm #mittalpatel"

‘અમારી દિકરીઓના વિવાહ છે પણ ખર્ચમાં અમે પહોંચી નહીં શકીએ તમે મદદ...’

બનાસકાંઠાનું વાડિયા. દિકરીઓ પરણે એ આ ગામમાં ઈચ્છીત. 

પહેલીવાર 2012માં VSSM એ આ ગામમાં દીકરીઓને પરણાવી. એ પછી તો દર વર્ષે દીકરીઓ પરણવા માંડી ને અમે એમાં નિમિત્ત બન્યા. 

ગામની પાંચ દીકરીઓએ હમણાં ધો.12 પુરુ કર્યું ને હવે એ જનરલ નર્સિંગ કોર્સ કરી રહી છે.

ગામની શકલ ધીમી ગતિએ બદલાઈ રહી છે.

ત્રણ દિકરીઓના લગ્નના ખર્ચમાં મદદરૃપ થયા. આદરણીય અલીમભાઈ અદાતિયા, તુષારભાઈ ભેદા અને વિરલભાઈ શાહ.. એક મેસેજ આ ત્રણે સ્વજનોને કર્યો ને દિકરીઓના લગ્નમાં મદદરૃપ થશો તો રાજી થઈશુંનુ કહ્યું ને ત્રણે સ્વજનોએ તુરત આવા કાર્યમાં સહભાગી બનાવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો. અમે સૌના આભારી છીએ... 

લગ્ન એટલે નાચ-ગાન પણ હોય. પણ અહીંયા રાજસ્થાનની ઘૂમરનું ચલણ વધારે. પણ ગામના ઘણા બાળકો અમારી હોસ્ટેલમાં ભણે અને અમે અહીંયા નવરાત્રી ધામધૂમથી કરીએ.

બાળકોને ગરબા સરસ આવડે. તે અમે સૌએ ગરબા રમ્યા. બાળકો સાથે વડિલો પણ ગરબામાં સહભાગી થયા.

આનંદની આવી પળો વાડિયામાં અવારનવાર આવતી રહે તેવી શુભભાવના...

#vssm #mittalpatel

Wedding Gifts at Vadia

Mittal Patel attends wedding ceremony in Vadia

Mittal Patel dances at Vadia Wedding Ceremony

Wedding Gifts at Vadia

Wedding gifts at Vadia

The beautiful moments at Vadia Marriage
 Ceremony

Wedding Gifts at Vadia

Wedding Gifts at Vadia


Tuesday, November 08, 2016

VSSM fight for the missing file of caste crtificate

A couple of months back VSSM’s  Harshad went to the office of Block Development Officer with a file containing applications  for  obtaining caste certificate for 15 individuals belonging to Chuvaliya Koli community. However, the TDO refused to accept the file citing that it is not the job of his office to issue such certificates. Harshad tried his level best to explain to the officer that for the authority to process the applications of the applicants living in the rural areas has been given to the Taluka Development Officer. But the TDO was in no mood to listen to the reasoning and refused to accept the file!!!

Officials trying to search the missing file…..
 Harshad was left with no choice but to take the file to the District Collector’s Office and deposit it there. One and half months passed by but there was no official intimation on the progress of the applications. Hence Harshad decided to follow-up on the matter. A visit to the Collector’ office revealed that the authorities there were still struggling to decide where to send the file for processing, at TDO or Mamlatdar’s office??!! Harshad showed them the official notification on the matter and the file was sent to the TDO’s office.  A few days later when Harshad followed-up the matter with the Chotila TDO’s office he was told that they hadn’t received any such file!! When Harshad informed to take the matter for RTI the filed suddenly showed-up from their cupboard..again a few days later when Harshad  visited the TDO office the reply he got was shocking- "the file has been taken back by someone from the organisation, so now file the applications again!!!”

This hasn’t happened for the first time, somehow the files containing applications of individuals and families belonging to nomadic and de-notified communities keep playing peek-a-boo with the officials. Is it because the authorities are careless or does it reflect their discriminatory mindsets towards the nomadic communities….. Nonetheless one thing is for sure, the government officials sure like playing a never ending game of peek-a-boo with the files of these poor families…. 

Hope someday they decide to take a break and stop playing such games with poor and vulnerable families…..

“ફાઈલ ખોવાઈ ગઈ છે હવે નવેસર થી અરજી કરો “VSSM ને જવાબ મળ્યો
VSSMનાં કાર્યકર હર્ષદે ચોટીલા તાલુકાના નાવા ગામમાં રહેતા ચુંવાળીયા કોળી જાતિના ૧૫ વ્યક્તિઓની જાતિ પ્રમાણપત્ર કઢાવવાની અરજી લઈને અરજદારો સાથે ચોટીલા તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા. પરંતુ, તાલુકા વિકાસ અધિકારીએ અરજી સ્વીકારવાની ના પાડી. હર્ષદ દ્વારા ટીડીઓને સમજાવવામાં આવ્યું કે, નિયમ પ્રમાણે ગ્રામ્ય સ્તરે રહેતા પરિવારોને જાતિપ્રમાણપત્ર આપાવની સત્તા તેમની છે. પણ તેઓ કશું સાંભળવા જ રાજી નથી. 
છેવટે કંટાળીને હર્ષદે જાતિ પ્રમાણપત્ર મેળવવા તૈયાર કરેલી ફાઈલ કલેક્ટર કેચરીમાં જમા કરાવી. દોઢ મહિના જેટલો સમય વિત્યો છતાં કોઈ જવાબ ના આવતા તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, કલેક્ટર કચેરી મૂંઝવણમાં છે કે આ ફાઈલ ટીડીઓ કે મામલતદાર કોને મોકલવી. હર્ષદે ત્યાં પણ ઠરાવ વિશે વાત કરીને ટીડીઓ કચેરીએ ફાઈલ મોકલવા જણાવ્યું. ફાઈલ ટીડીઓ કચેરીએ મોકલવામાં આવી. હવે થોડા દિવસ બાદ ચોટીલા ટીડીઓમાં ફોલોઅપ કરતા જવાબ મળ્યો કે આવી કોઈ ફાઈલ અહીં આવી જ નથી. હર્ષદે આરટીઆઈની વાત કરતા તરત જ ફાઈલ તેમની તિજોરીમાંથી મળી આવી.
થોડા દિવસ બાદ ફરીથી ફોલોઅપ કરવા હર્ષદ ચોટીલા ટીડીઓ કચેરીના વહીવટી વિભાગમાં પહોંચ્યા તો ત્યાંથી જે જવાબ મળ્યો એ ચોકાવનારો હતો કે “સંસ્થામાંથી કોઈ ભાઈ આવ્યા હતા અને ફાઈલ લઇ ગયા છે તો ફાઈલ ઓફિસમાંથી નથી મળી રહી હવે એક કામ કરો ફાઈલ ખોવાઈ ગઈ છે તો નવેસરથી અરજી કરો”. 
આ આખો અનુભવ બેદરકારી કે અણસમજણ કરતા પણ વધુ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પ્રત્યે તેમની માનસિકતા છતી કરે છે. VSSM આ પરિવારોની સરકારી સ્તરે કરેલી રજૂઆતોનું સતત ફોલોઅપ કરે છે પણ જો ફોલોઅપ ના થાય તો આ રીતે કેટલી ફાઈલો ગુમ થાય... 
ત્યાં સુધી ચુંવાળિયા કોળી પરિવારોને જાતિ પ્રમાણપત્ર ઝટ મળે તેવી આશા...
ફોટોમાં ફાઈલ શોધતા કચેરીના કર્મચારીઓ

Tuesday, July 21, 2015

Madaari families receive Voter ID cards as a result of VSSM’s efforts

Madaari families receive Voter ID cards as a result of VSSM’s efforts
The Madaari nomadic families living in Ahmedabad’s Garudiya Tekra recently acquired their Voter ID cards. Inspite of living in the area for years these families did not have any identity proofs. VSSM has ben striving to ensure that these families get their various citizenry documents. VSSM has been regularly carrying out campaigns with the support of Chief Electoral Officer to ensure the nomadic community members get their Voter ID cards. As a part of this campaign, 40 individuals of Garudiya Tekra got their Voter ID cards. 

The members are delighted on receiving an important document wh
ich would help them prove their identity. “ I am an astrologer and wander a lot for this purpose. I face frequent harassment from villagers and police who ask me my where about and address, now with this card I shall be easily able to prove it. Thanks to VSSM we now have our identity proofs. We are struggling with  the allotment of residential plots, if the government grants that we will have a permanent address for sure…” says  Nennath  a community  leader from the settlement. 

vssmની મદદથી મદારી પરિવારને મળ્યા મતદારકાર્ડ

અમદાવાદના ગરુડીયા ટેકરા પર વિચરતા સમુદાયમાંના મદારી સમુદાયના પરિવારો વર્ષોથી રહે. પણ આ પરિવારો પાસે પોતાની ઓળખના કોઈ પુરાવા નહિ.. વિચરતા સમુદાયના લોકોને મતદાર કાર્ડ મળે એ માટે vssm દ્વારા છેલ્લા ઘણા વખતથી સમય સમયાંતરે મુખ્ય નિર્વાચન અધિકારીની મદદથી ઝુંબેશ કરીએ છીએ.. આ ઝુંબેશમાં ગરુડીયા ટેકરા પર રહેતાં ૪૦ પુખ્ત વયના મદારી વ્યક્તિઓને મતદાર કાર્ડ મળ્યાં. 
આ પરિવારો ખુબ રાજી છે. આ વસાહતના આગેવાન નેનનાથ કહે છે તેમ,’ અમે જોશ જોવાનું કામ કરીએ છીએ અને એ માટે હું વિચરણ કરું છું. ઓળખના આધારો ના હોય એટલે ઘણીવાર ગામના લોકો અને પોલીસ હેરાન કરતાં મારી પાસે મારા સ્થાઈ સરનામાનાં પુરાવા માંગતા પણ હવે નિરાંત છે. vssm સંસ્થાના કારણે આજે અમારી પાસે અમારી ઓળખના આધારો થયા છે. હજુ રહેવા માટેના પ્લોટ સરકાર આપે એ માટે મથીએ છીએ... જો એ મળી જાય તો કાયમ માટેનું એક સરનામું પાક્કું થઇ જાય..’

ફોટોમાં મતદાર કાર્ડ અને vssmની મદદથી મળેલાં અન્ય આધારો સાથે મદારી પરિવારો...


Thursday, July 09, 2015

VSSM’s concern over the endless harassment of nomadic communities by police results in a meeting presided by Additional Director General of Police

Goverment authorities invite vssm to sort out Dafer community issues 
The unlawful harassment of nomadic communities especially that of the Dafer by the state police  has been our concern for a very long time. Over the years, through this platform, we have shared with you  numerous instances of victimisation of the nomadic families. The concerns  had also been shared with state Police Chief, who organised a meeting headed by Shri. Vinod Kumar Mall, Additional D. G. P - Prevention of Atrocities of SC/ST and weaker sections on 9th June 2015. The major demand was immediate end of harassment,  unlawful detention and atrocities on  the Dafer  and other  nomadic families, cooperation of the Department of Police in enabling the Dafer families access residential plots by working closely with the Revenue Department. 

Shri. Vinod Kumar is a concerned and sympathetic police officer. “It is necessary that we work constructively towards ensuring these families find work and get home to build their lives. We have never heard Dafer looting in crores, Rs. 1000 or 2000 and that too to feed his family not to become rich. If they are provided permanent homes, education for their children, opportunities to  earn livelihood the families will not be required to get involved in any such activity,” we salute such compassion and understanding. At the end of the meeting it was decided that the police will write to the revenue department for speedy allotment of residential plots to the Dafer families. The department also agreed to act with humility with these communities to release advisory of the same during the monthly meeting with the district police chiefs. It was also decided that detention of the Dafer youth just because the police are falling short of new cases will also be stopped.  

Under the circumstances when  the police detains anybody from the community our dilemma is whom should do we speak to immediately, to which Shri Mall gave us his phone number and that of Shri.Bhaati,  Deputy Police Chief. 

The difference in the attitude and approach of the senior and junior police officials always confuses us!! We hope and pray that the beginnings at the end of this meeting remain positive….

In the picture - Letter to VSSM by the Police Department. 

vssmની રજૂઆતથી વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ 

વિચરતા સમુદાયો ઉપર થતાં પોલીસ અત્યાચાર સંદર્ભે રાજ્ય પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેમણે આ સંદર્ભે એડીશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિનોદ કુમાર મલ્લની અધ્યક્ષતામાં તા.૯ જુન ૨૦૧૫ના રોજ એક બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં વગર ગુને ડફેર પરિવારો પર થતાં પોલીસ અત્યાચાર અને એજ રીતે વિચરતા પરિવારોના વસવાટના સ્થળે આવીને ખોટી રીતે અટકાયત કરવાનું, હેરાન કરવાનું પોલીસ દ્વારા કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ અને ડફેર પરિવારોને સ્થાઈ રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે પોલીસ વિભાગ પણ મહેસુલ વિભાગ સાથે વાટાઘાટો કરે એ બાબતે રજૂઆત કરી. 

શ્રી વિનોદ કુમાર ખુબ જ સંવેદનશીલ અધિકારી એમણે કહ્યું, ‘આ પરિવારોને સ્થાઈ આવાસ અને રોજગાર મળે એ દિશામાં નક્કર પ્રયત્ન થવા જ જોઈએ.. કોઈ ડફેરે કરોડોની લુંટ કરી હોય એમ સાંભળ્યું નથી. રૂ.૧૦૦૦ કે ૨૦૦૦ની લુંટ કરે અને એ માટે કેટલું જોખમ ઉઠાવે.. આ લુંટ પેટ ભરવા માટે જ છે માલદાર થવા નથી.. એમને સ્થાઈ આવાસ અને બીજી સુવિધા મળે, બાળકો ભણતા થશે તો આ બધામાંથી આ પરિવારો નીકળી જશે..’ અધિકારીગણની આ સંવેદનાને સલામ...

બેઠકને અંતે અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જીલ્લામાં રહેતા ડફેર પરિવારોને પ્રથમ તબક્કામાં ઝડપથી રહેણાંક અર્થે જમીન મળે એ માટે પોલીસ વિભાગ મહેસુલ વિભાગને લખશે. સાથે સાથે દર મહીને જીલ્લા પોલીસ વડા સાથે થતી બેઠકમાં પણ વિચરતી જાતિના કિસ્સામાં નમ્રતાથી વર્તવા બાબતે સ્પસ્ટ સુચના આપવાનું વિભાગે સ્વીકાર્યુ. પોલીસ દ્વારા ખાલી કેસ બતાવવા આ પરિવારના યુવાનોની અટકાયત થાય છે એ ન થાય એ માટે પણ સ્પસ્ટ સુચના આપવાનું નક્કી થયું.

‘વિચરતી જાતિના વ્યક્તિઓને ખોટી રીતે પોલીસ લઇ જાય ત્યારે અમે તત્કાલ કોઈ સાથે વાત કરી શકીએ એ અંગે વ્યવસ્થા ગોઠવાય તો ખુબ સારું કામ થઈ શકે એ અંગે બેઠકમાં વાત કરી તો શ્રી મલ્લ સાહેબે એમનો જ ફોન નં. આપ્યો અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાટી સાહેબે
પણ ગમે ત્યારે આ અંગે ફોન કરવાની વિનમ્રતા દાખવી..

ફોટોમાં બેઠક માટે પોલીસ વિભાગ દ્વારા vssm ને પાઠવેલો પત્ર

નીચેના સ્તરના પોલીસકર્મી અને ઉપરી પોલીસ કર્મીના વર્તનમાં આટલો ફરક કેમ છે? એ પ્રશ્ન છે. ખેર સારું થશે એવી આશા છે અને આ શરુઆતનો અંત સારો આવે એવી પ્રાર્થના કરીએ છીએ..

Friday, May 22, 2015

VSSM Advocacy For Vansfoda Families of Gujarat

At last they are allowed a road to reach their land….

VSSM Advocacy For Vansfoda Families of GujaratIn July last year we had written about these Vansfoda families of Jesda who weren’t allowed to access the residential plots allotted to them by the government. The friction was with a  group of farmers who did not want these families to settle in  vicinity. The writeup for today is in continuation of the previous story…..

On 27th November 2013, the government ordered allotment of residential plots to  27 Vansfoda Families a of Jesda village in Patan’s Sami block. Inspite of the order accessing the plots was an issue as the approach to allotted plots was blocked by a group of farmers. It started by laying thorny bushes on the approach track, later somehow they established that the land was theirs, brought it under their fields and began farming on it. “It is not a thoroughfare but our land” was the message they succeeded in sending across. When walking on the land wasn’t allowed building homes was out of question.  How to reach the allotted plots was a question lurking towards  both,  the families and the VSSM team!! 

Vicharta Samuday Samarthan Manch - VSSM has been trying to resolve this issue ever since it first emerged in 2013, but did not reach a breakthrough. Atlas, we spoke about the issue to the district collector Shri. Thicker Saheb, requesting him to intervene and do the needful. Shri Thakkar gave clear instructions to DILR office  as a result of which after one and a half years of allotment of plots a road to access these plots  was measured out and a strict instruction was given to the farmers to observe restrain and not to encroach the road. The vested interest groups from the village did oppose but this time the authorities did not budge. This time the  direct orders from the collector made a difference. We are thankful to the officials and authorities who have enabled the Vansfoda families a Nomadic Tribes of Gujarat to  access their land and begin a new phase of their life. 

The plan now is to proceed towards planning and commencing construction of homes for these families. ..

In the picture.. A copy of letter written to the Collector  by DILR office  with reference to the clearing of encroachment  and the officials measuring the land.

આખરે રસ્તો ખુલ્લો થયો... અને માપી આપવામાં આવ્યો..
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં રહેતા વાંસફોડા પરિવારોને ૨૭ નવેમ્બર ૨૦૧૩ના રોજ રહેણાંક અર્થે પ્લોટ આપવાનાં હુકમો થયા. હુકમ તો થયો પણ આ પરિવારોને પ્લોટ માટે ફાળવેલી જગ્યા પર જવાના રસ્તે ગામના ખેડૂતોએ દબાણ કરી દીધું હતું. રસ્તો ખેતરમાં વાળી એમાં ધાન ઉગાડી દીધું હતું અને ‘આ રસ્તો નથી પણ અમારી જ જગ્યા છે’ એમ પ્રસ્થાપિત કરી દીધું હતું. રસ્તો ખુલ્લો થાય તો આ પરિવારોના ઘરો બનાવવાનું કામ આરંભી શકાય. નહિ તો ફાળવાયેલા પ્લોટ સુધી કેવી રીતે પહોચવું એ પ્રશ્ન મુખ્ય હતો.. ખેડૂત જગ્યા પોતાની માલિકીની છે એમ કહીને પગે ચાલવા દેવામાં પણ વાંધો લેતા આવામાં ઘર બાંધવાનો સામાન લઈને આવતાં વાહનને તો ક્યાંથી ચાલવા દે??

આખી ઘટના સંદર્ભે કેટલીયે રજૂઆતો કરી પણ પરિણામ મળતું નહોતું. આખરે કલેકટર શ્રી ઠક્કર સાહેબને રજૂઆત કરી અને આ પ્રશ્નનું સમાધાન કરવા વિનંતી કરી. આપણી રજૂઆત સંદર્ભે કલેકટર શ્રી એ ‘જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી – પાટણ’ને સ્પસ્ટ સુચના આપી અને દોઢવર્ષ પછી તા.૦૫/૦૫/૧૫ના રોજ અધિકારી ગણની હાજરીમાં રસ્તો માપી આપવામાં આવ્યો અને ખેડૂતને રસ્તા પર ફરી દબાણ નહિ કરવાની સુચના આપવામાં આવી. ગામનાં કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો પણ કલેકટર શ્રીની સ્પસ્ટ સુચના હોવાના કારણે બધું થઇ શક્યું. બસ હવે આ પરિવારોના ઘર બાંધવાની દીશામાં ઝડપથી આગળ વધીશું.
જેસડાના વાંસફોડા પરિવારોને તેમનો રસ્તો અપાવવામાં મદદરૂપ થનાર તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કરીએ છીએ..

ફોટોમાં દબાણ દુર થઈ ગયા સંદર્ભે ‘જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી – પાટણ’ દ્વારા કલેકટર શ્રીને લખેલો પત્ર અને બીજા ફોટોમાં રસ્તાની માપણી કરતાં જમીન દફતરના અધિકારી..