![]() |
Mittal Patel distributes caste certificate to kansiya families |
"We have lived in the village for years, but no one has paid attention to us."
This sentence is often heard from many people, and every time I hear it, it saddens me. The person living in the village is an inseparable part of the village, so why does no one pay attention to their condition?
When working with marginalized or deprived communities, we have to travel from village to village, and in almost all of them, the people living in these settlements express the same complaint.
Tatosangam, a village in Mehsana district, is home to Kangsiya families who have lived there for generations. They earn their livelihood by selling bangles, baskets, and mats. They have built their homes with mud in the place where they live. However, they constantly live in fear of being evicted. Our work is to make sure that these families live without fear. The government also supports us in this effort.
The government has promised them plots of land to give them peace of mind, where they won't have to fear eviction. As part of the process of applying for land, we ensure that these families receive all necessary documentation. The Kangsiya families living in Tatosangam did not have caste certificates.
With the help of VSSM worker Rizwanbhai and the compassion of the Social Welfare Department, these families were provided with caste certificates.
All the families insisted that we visit their settlement. They believed that if the government saw their situation firsthand, they would be able to raise their concerns with more authority. We visited their settlement and distributed the caste certificates.
Now, we hope that all these families will soon have residential plot ownership with an address in their name.
‘અમે વર્ષોથી ગામમાં જ રહીએ પણ અમારા પર કોઈએ ધ્યાન ન દીધું’
આ વાક્ય અનેકોના મોંઢે સાંભળવાનું થાય ને જ્યારે પણ એ સાંભળુ ત્યારે મન ખીન્ન થઈ જાય. ગામમાં રહેનાર વ્યક્તિ ગામનું અભીન્ન અંગ ગણાય છતાં એમની સ્થિતિ તરફ કોઈ કેમ નહીં જોતા હોય?
વિચરતી જાતિઓ કે વંચિતો સાથેના કામો અર્થે ગામડે ગામડે અનેક વસાહતમાં ફરવાનું થાય ને જેટલી પણ વસાહતમાં જઈએ તેમાંની મોટાભાગની વસાહતોમાં રહેતા લોકોની આ રાડ.મહેસાણા જિલ્લાનું તાતોસણગામ. કાંગસિયા પરિવારો વર્ષોથી ગામામાં રહે. બંગડી, બોરિયા બકલ વેચવાનો ધંધો કરે. કાચા છાપરા પણ એ જે જગ્યા પર રહે ત્યાં એમણે બાંધ્યા. પણ સતત ભય જગ્યા ખાલી કરાવી દેશોનો લાગ્યા કરે. અમે આવા પરિવારોને નિર્ભય કરવાનું કામ હાથ ધર્યું છે. સરકાર પણ આ કાર્યમાં અમને ખુબ સહયોગ કરે. રહેણાંક અર્થે પ્લોટ એ એમને આપેલું નિર્ભયપાણનું વચન. જ્યાંથી કોઈ જગ્યા ખાલી કરાવશેનો ડર ન લાગે. પ્લોટ મેળવવા અરજી કરીએ એ પ્રક્રિયાના ભાગરૃપે જ આ પરિવારોને તમામ પૂરાવા મળે તેવા પ્રયત્નો કરીએ. તાતોસણામાં રહેતા પરિવારો પાસે પણ જાતિ પ્રમાણપત્ર નહીં.
VSSMના કાર્યકર રીઝવાનભાઈની મદદથી અને સમાજ કલ્યાણ કચેરીની લાગણીથી આ પરિવારોને પ્રમાણપત્ર મળ્યા.
બધા પરિવારોનો આગ્રહ હતો એક વખત વસાહતમાં તમે આવો. સ્થિતિ જોશો તો સરકાર ને અમારી વાત તમે વધારે ભાર પૂર્વક કહી શકશો
એવું એમનું માનવું હતું. તે ખાસ એમની વસાહતમાં ગયા. જાતિપ્રમાણપત્રનું વિતરણ પણ કર્યું.
બસ હવે આ બધા ઝટ પોતાની માલીકીની સરનામાવાળી જગ્યાવાળા થાય તેમ ઈચ્છીએ.
![]() |
VSSM Cordinator Rizwanbhai helps Kangsiya families to get their caste certificates |
![]() |
Mittal Patel with the Kangsiya families |