Friday, March 12, 2021

VSSM helps destitute elderly like Laxmi Ma with ration and other medical needs...

A couple of weeks ago I had written about Laxmi Ma and the care she provided to her son who was not keeping well. Since she did not have money they could not visit a doctor, the son lay under a blanket on a charpoy near the house.  “Can you see what is wrong with him?” she had requested. The condition of Maheshbhai had shaken us.

 I returned to Ahmedabad but the images of Laxmi Ma and ailing Maheshbhai refused to move away from my sight. I asked our team member Rajnjibhai to take him to a doctor. Sanjaybhai also lived in the vicinity so both of them together took  Maheshbhai to a clinic. The oxygen level in the body was very low. We spoke to Janakiben, the local political leader who helped us get Mahesbhai admitted to a local hospital. Further investigations revealed that Mahesbhai’s organs are failing, for a week the medical staff worked hard to treat him.  Rajnibhai was with Laxmi Ma all the while, she was relieved that treatment was reaching him but not happy with the fact that her son was in the hospital.

 Almost after a week, Maheshbhai breathed his last at the hospital. It was tough to break the news and explain this to Laxmi Ma. The last rites were also performed by Rajnibhai, Sanjaybhai and other friends.

 VSSM helps destitute elderly like Laxmi Ma with ration and other medical needs. The project that started with one elderly now reaches 150.

 The support you provide helps us reach and provide them with the peace they need during the fag end of their life. The work does bring peace and contentment to all. We are grateful for all that you are to the initiative.

Our hardworking team at the office and field is the backbone of this project. They ensure that the ration reaches these elderly between the 1st to 5th of every month.

 The elders who are not capable of cooking for themselves are helped by neighbours. A system has been worked out where the neighbours cook for them. We must bring everyone together in this effort of the greater good. “We are not at anyone’s mercy now, we are not destitute anymore!!” these elders share whenever I meet them.

This indeed is a huge impact.

 Thank you, Almighty for leading us through this.

Glimpses of some of the 150 elders we reached in March 2021.

ખેડાના લક્ષ્મીમાની વાત અહીંયા લખેલી. બિમાર દીકરાને એ સાચવે. દવા માટેના પૈસા નહીં ને મહેશભાઈ માથે ગોદડું ઓઢી પડ્યા રહે. હું એમને મળી ત્યારે લક્ષ્મીમાએ ફરિયાદ કરતા કહેલું જુઓને આ કશું ખાતો નથી.. સ્થિતિ જોઈને હું હચમચી ગયેલી. 

અમદાવાદ પરત આવી પણ લક્ષ્મીમા ને એમનો દીકરો મહેશભાઈ આંખો સામેથી જાણે ખસે જ નહીં. દવાખાને લઈ જવા અમારા કાર્યકર રજનીભાઈને કહ્યું. ત્યાં નજીકમાં સંજયભાઈ પણ રહે. બેઉ મિત્રો મહેશભાઈને દવાખાને લઈ ગયા. ઓક્સિજન લેવલ ઘણું ઓછુ આવ્યું. કોઈ દાખલ ન કરે. મૂળ સતત ગોદડું ઓઢેલું એટલે કદાચ ઓક્સિજન ઓછો પણ આ કોને સમજવું હતું?

સ્થાનીક રાજકીય આગેવાન જાનકીબેનની મદદથી એમને બીજા દિવસે દાખલ કર્યા. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, શરીરના બધા જ પુરજા બગડી રહ્યા છે. હોસ્પીટલના સ્ટાફે એક અઠવાડિયું  મહેશભાઈ બચે એ માટે કોશીશ કરી. અમારા રજનીભાઈ પણ સતત ખડે પડે. લક્ષ્મીમા ને તો દીકરાની દવા થાય એ ગમે પણ હોસ્પીલમાં રાખ્યાે એ ગમે નહીં..

આખરે મહેશભાઈએ અંતીમ શ્વાસ દવાખાનામાં જ લીધો. લક્ષ્મીમાને રજનીભાઈ માંડ સમજાવી શકેલા.. અંતિમવીધી પણ રજનીભાઈને સંજયભાઈ જેવા લાગણીશીલ મિત્રોએ મળીને કરી. 

આવા ખુબ તકલીફમાં જીવતા માવતરોને રાશન આપવાનું અમે દર મહિને કરીએ. 

એક માવતરથી શરૃ કરેલું આ કાર્ય 150 માવતરો સુધી પહોંચ્યું.. 

સમાજ સહયોગ કરે માટે આ બધુ થઈ શકે.. પણ સાચુ કહુ જીવને સાતા આપનારુ આ કાર્ય.. મદદ કરનાર પ્રિયજનોનો ઘણો આભાર..

અમારા સંનીષ્ઠ નિષ્ઠાવાન કાર્યકરોના લીધે આ બધુ થાય 1 થી 5 તારીખમાં અચૂક રાશન માવતરોને પહોંચી જાય એવું એ લોકો કરે.. ઓફીસમાં બેઠેલા ને ગામોમાં ફરતા બેઉ કાર્યકરોની ભૂમિકા આમાં મહત્વની...

જે માવતર રાંધી ન શકે તેને આડોશી પાડોશી રાંધીને જમાડે તેવી વ્યવસ્થાઓ પણ કરી.. મૂળ માનવતાનું કાર્ય બધાને જોડવા તો પડે...

માવતરોને મળુ ત્યારે એ લોકો કહે, અમે નોધારા નથી.. ને હવે કોઈની ઓશિયાળી નથી. 

કેટલી મોટી વાત..

હે રામ તારો આભાર.. તે જ તો આ સુઝાડ્યું...

માર્ચમાં 150 માવતરોને રાશન આપ્યું એમાંથી કેટલાકના ફોટો.. 

#MittalPatel #vssm #elder

#ElderlyCare #elderpeople

#manvaj #RationDistribution

#foodsecurity #humanity

The elderly man with his ration kit provided by VSSM

The elderly couple with their ration kit provided by VSSM


The elderly woman with her ration kit provided by VSSM


The elderly couple with their ration kit provided by VSSM


The elderly woman with her ration kit
provided by VSSM

The elderly woman with her ration kit 
provided by VSSM

The elderly woman with her ration kit provided by VSSM


         The elderly woman with her ration kit
 provided by VSSM



VSSM has requested the District Collector to ensure these families receive plots...

The community leader showing list of homeless families to
Mittal Patel

“Alcohol is prohibited here if we find any of  our fellow community men drunk, we adorn him with clothes and jewellery of our women and take him around the settlement.” It may sound a little too harsh,  but this is a custom followed by the Fulvadee community we work with.

Patan’s Harij has a substantial concentration of Fulvadee community. Many years ago, the government had stepped in and provided plots to many families but many were still left without one. VSSM has requested the District Collector to ensure these families receive plots. We are hopeful that they will receive it by 2022,  along with assistance to build a house. Our respected Prime Minister has pledged house for all homeless by 2022  these families fall into this category.

The Vadee couples lead an itinerant lifestyle, the keep wandering in search of work hence,  their children are never a part of any mainstream school. Education is key to progress for this community. The government does run a seasonal hostel in Harij, but the number of children is huge and not all can be accommodated. VSSM has built a hostel for these children in Banaskantha’s Kankar village. The children will be able to stay there and attend the public school in their village. Harij also needs a similar facility.

The community had been calling to see me for a very long time. I was with this community recently when they requested plots for the remaining families. The community leaders had already prepared a list of homeless families and showed us their current living condition. Sharing the glimpse of it here….

'અમારામાં દારૃની બંધી છે અગર ભૂલથી કોઈ દારૃ પી જાય તો અમે અમારી બહેનોના કપડાં અને શણગાર એ ભાઈને પહેરાવીએ અને પછી આખી વસાહતમાં એને ફેરવીએ..'

આપણે જેને પછાત ગણીએ છીએ એ ફુલવાદી સમુદાયનો આ રિવાજ.. 

પાટણના હારીજ પાસે એમની ઘણી મોટી વસતિ.. સરકારે વર્ષો પહેલાં એમનાંમાના કેટલાકને રહેણાંક અર્થે પ્લોટ ને ઘર બાંધવા સહાય કરેલી પણ હજુ ઘણા પરિવારો રહી જાય છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. 

આશા છે 2022 પહેલાં આ પરિવારોને પ્લોટ ફળવાય ને ઘર બાંધવા મદદ પણ મળે. મૂળ આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન દરેક ઘરવિહોણાને ઘર આપવાનું છે માટે..

વાદી સમુદાયમાં મા- બાપ કામ ધંધા અર્થે વિચરણ પણ ઘણું કરે. એટલે બાળકોનું ભણવાનું ખાસ થાય નહીં. હારીજમાં સરકાર સીઝનલ હોસ્ટેલ ચલાવે પણ બાળકોની સંખ્યા અહીંયા ઘણી એટલે ઘણા બધા બાળકો રહી જાય છે.. 

અમે બનાસકાંઠાના કાંકરેજના કાકરગામમાં વાદી પરિવારોના ઘરોની સાથે સાથે એક હોસ્ટેલ પણ બાંધી છે જ્યાં બાળકો રહી શકે ને ભણી શકે. 

બસ આવી જ કોઈ વ્યવસ્થા હારીજમાં થાય તો બધુ બરાબર.. 

મૂળ શિક્ષણ આવશે તો આ સમાજનો વિકાસ પણ ઝડપથી થશે માટે...

હું હારીજ એમની વસાહતમાં ગઈ મૂળ ઘણા વખતથી એ બોલાવતા માટે અને સૌએ રહેવા પ્લોટ આપવા વિનંતી કરી, આગવાને પરિવારની યાદી બતાવી અને ઘરવિહોણાની સ્થિતિ પણ એમને બતાવી...જે તમને બતાવી રહી છું.

#MittalPatel #vssm #nomadic

#denotified #snakecharmer

#community #culture #Rules

#goverment #housing #Banaskantha


The Vadi Community people called Mittal Patel to
see their current living condition


The current living condition of nomadic families

The current living condition of nomadic families


Wednesday, March 10, 2021

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve...

Mittal Patel visits water management site

One does not need to keep lecturing on the need for water and lake deepening; it is a fact that if the lakes can retain monsoon waters the groundwater tables in the vicinity will rise.  VSSM carries participatory water management programs in Banaskantha district where certain regions are in such dire need of water conservation initiatives and the absence of it might result in an apocalyptic scenario.  

The water of Sardar Sarovar has been boon to many water-starved regions of Gujarat. As the outreach of Narmada water increases,  we observe an increasing trend of reverse migration of families who had left this parched landscape return to their native and begin tiling their farms once again. The government has taken up the task of filling the lakes by laying pipelines from the canal to lakes.

This year’s budget has provisions for filling up lakes within 3 kilometres radius of canal or pipeline, this has been raised by a kilo-meter. This indeed is a much-needed step in addressing the chronic water crisis in the region.  But the lakes farther from 3-kilometres also need to be covered, one can encourage community participation for the same. The farmers are hungry for water and they will spend it to get it to their village. The villages where average rainfall is very less and the groundwater tables have depleted to below 1000 feet require urgent redressal of the water crisis and a more acute one that is looming on the horizon. The 60 villages of Lakhni, Lavana have no option but to depend on underground water. The region needs support and encouragement to adopt rainwater harvesting methods like lake deepening, bunding, farm-ponds etc.

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve. A committee needs to be set up to monitor the work and progress, it is crucial to conduct social audits at regular intervals during the process.

The lakes VSSM deepened at Doodhwa, Kataav, Kankar villages did fill up with rainwater,  but they also need water from Narmada because rains aren’t a normal occurrence in this region. Only then will the groundwater tables rise and enable farmers to take 2-3 crops.

The images are of Doodhwa, Kataav and Kankar lakes.

તળાવની જરૃરિયાત વિષે ઝાઝુ બોલવાનું કે ભાષણ કરવાના નહોય.. પણ તળાવોમાં ભરાતા પાણીના લીધે જ ધરતીના પેટાળ પાણીથી ભરેલા રહે..

અમારો જળસંચયને લઈને વધારે અનુભવ બનાસકાંઠા જિલ્લાનો.ત્યાંના કેટલાક વિસ્તારમાં પાણીના કાર્યો કરવા અત્યંત જરૃરી નહીં તો આગામી સમયમાં સ્થિતિ ભયંકર થશે એવું જણાય છે.

નર્મદાના પાણી ઘણા વિસ્તારમાં આશિર્વાદ રૃપ બન્યા છે. પાણી નહોતા એટલે સ્થળાંતર કરી ગયેલા ઘણા લોકો આજે ગામમાં પરત આવીને ખેતી કરતા થયા છે. સરકારે પણ કેનાલ કે પાઈપલાઈન થકી તળાવો ભરાવવાનું કાર્ય આરંભ્યું છે.

સરકારે જાહેર કરેલા આ વર્ષના બજેટમાં પાઈપલાઈન કે કેનાલની આસપાસના બે કિ.મી.ની ત્રીજીયામાં આવતા તળાવો ભરાવવાની વાતને આગળ વધારતા હવે ત્રણ કિ.મીની ત્રીજીયામાં આવતા તળાવો ભરવાની વાત કરી છે અને એ માટે પૈસા પણ ફાળવ્યા છે. આભાર.. આ થવું જ જોઈએ..

પણ એક વાત હજુ વધારે.. ત્રણ કિમી થી વધારેની ત્રીજીયા વાળા તળાવોય આવરીયે. આમાં લોકોની ભાગીદારી પણ કરી શકાય. મારા ખ્યાલથી પાણીની જે ખેડૂતોને ભૂખ છે તે તો પોતાના ખર્ચેય આ કાર્ય કરશે.જ્યાં વરસાદ ઓછો છે ને પાણીના તળ 1000 થી વધુ ઊંડા ગયા છે. ત્યાં સઘન કાર્ય જરા ઉતાવળે કરવાની જરૃર છે.  જેમ કે અનુભવે કહુ તો બનાસકાંઠાનો લાખણી, લવાણા વાળો વિસ્તાર લગભગ 60 ઉપરાંત ગામોમાં બોરવેલ સિવાય પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટેની ઉત્તમ વ્યવસ્થાઓ તળાવો, ખેતતલાવડીઓ, ખેતરમાં કંપાર્ટમેન્ટ બંડીંગ વગેરેને પ્રોત્સાહનની જરૃર છે. 

આ સિવાય જળસંચયના કાર્યો માટે ફળવાયેલા પૈસા એકદમ યોગ્ય રીતે ખર્ચાય તો સરકારનો ઉદેશ્ય બર આવશે. તળાવો માટે જે પૈસા ખર્ચાય એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવા કમીટીનું ગઠન થવું જરૃરી છે. દેખરેખ, સોસીયલ ઓડીટની વાત કરવી પડે એવી સ્થિતિ છે. કારણ સવાલ પાણીનો છે.. 

અમે બનાસકાંઠામાં દૂધવા, કટાવ, કાકરગામમાં તળાવો ગાળેલા એ તળાવો વરસાદી પાણીથી તો ભરાયા પણ નર્મદાના પાણીથીયે એ ભરાયા જેના લીધે તળમાં ફરક પડે ને ખેડૂતો બે- ત્રણ પાક પણ લઈ શકે...

ફોટોમાં #દૂધવા, #કટાવ અને #કાકરનું #તળાવ..  

#MittalPatel #vssm #water

#savewater #waterrecharge

#watermanagement #goverment

#budget #environment #climatechange



This year’s budget has provisions for filling
 up lakes within 3 kilometres radius of canal
or pipeline, this has been raised by a kilo-meter. 

The lake VSSM deepened fill up with rainwater

Mittal Patel discusses water management 

The government has taken up the task of filling the lakes by
laying pipelines from the canal to lakes.

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater


Tuesday, March 09, 2021

VSSM request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022...

Mittal Patel meets mir families of Ratanpur village
in Kheda district

 “Ben, please do something to help us get a house. We have been staying in Ratanpur for a very long time; we even have identity proofs of this village yet we cannot have a house. Living next to a highway gets scary at night!” Darghbhai Mir, a community leader residing at Matar’s Ratanpur shared the plight of his community. 

“Since you have been staying here for so long are your names on the BPL list?”

“That we do not know, but why BPL?”

“Our Prime Minister has pledged to provide homes to all homeless by 2022. So if your name is on the BPL list you might have already been surveyed for the house!”

“So wouldn’t it be possible now?”

“We have appealed, so it should happen!”

Everyone dreams of a house; we request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022. 

'બેન આ રહેવાનું કોક ઠેકાણું પાડોને. આ રતનપુરામાં અમે ઘણા ટેમથી પડ્યા સીએ. અમારા બધા ઓધારો ઓયના પણ બળ્યું આ રહેવા બલ્લે ઘર નથી થતું.અમે પાસા પડ્યા સીએ રોડની બાજુમોં એટલે રાત વરત બીકેય ઘણી રે.'

ખેડાના માતરના રતનપુરામાં રોડની બાજુમાં રહેતા મીર આગેવાન દરઘાભાઈએ આ રજૂઆત કરી..
'ગામમાં વર્ષોથી રહો તે બીપીએલ યાદીમાં તમારા નામ ખરા કે નહી?'
'ઈની અમન ખબર નહીં... પણ બીપીએલ ચમ?'
'આપણા વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં તમારા જેવા ઘરવિહોણા પરિવારોના ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે. જો બીપીએલ યાદીમાં નામ હોત તો કદાચ તમારો સર્વે થઈ ગયો હોત એટલે પુછ્યું'
'તે હવે નહીં થાય'
'થશે.. આપણે રજૂઆત કરી છે..'
ઘરનું સમણું બધાને હોય.. રતનપુરામાં રહેતા આ મીર પરિવારોને 2022 પહેલાં રહેવા જગ્યા ને એના માથે ઘર બાંધવા સહાય મળી જાય તેવી કલેકટર શ્રીને વિનંતી...


The current living condition of nomadic families

The current nomadic settlement of nomadic families

Mir families sharing their plight with Mittal Patel


Some incident help us better understand the living conditions of many such families...

Five individuals along with their family members came 
to VSSM's head office

“Does anyone remove roof shades without permission? Did you like being labelled  a thief?”

“I am sorry, it was a grave mistake on my part. But, what should we do? Our children are shivering in cold, the condition was worst as they drenched in rains.”

“Where do you stay?”

“Our shanties are on the banks of a river!”

“What are your means to earn a living?”

“We grow vegetables.”

“How much does that fetch you?”

“You only tell me, how much can a basket of brinjals earn me?”

“Have you eaten your meal?”

 “No, Ben…”

This is an incident from a settlement we had built. 4-5 individuals had removed roof shades of the houses we had built and used those roofs to cover their own homes. Incidentally, their theft was caught. VSSM’s Jayantibhai and community leader Gorakhnathji believed to talk to them instead of handing them over to the police. Hence, these five individuals had come to our office along with their families, they feared consequences. As we learnt they hadn't eaten, we immediately arranged for their meal, a thought that left them amazed.

“Ben, we are sorry. We will never repeat  this in our life.”

“I am sure you will never do this again. But I want to help improve your economic condition. Can’t you do something else in life? Think about it!! If you wish to do that we are ready to help you. And about the house, you already have plots sanctioned by the Government,  we shall try to speed up the allotment process and ensure you receive aid to build a house on it. But remember not to repeat your mistake.” I ensured and instructed.

Later we talked about religion and karma and before parting, they took a pledge of their deity to never engage in any unlawful activity. I am sure they will remain committed to their pledge.

“Why didn’t we hand them over to police, there are chances they might turn into repeated delinquents,” one of our team members remarked.

“Instead of questioning a hungry why did he steal a roti, to ensure he receives proper meal is more important to me. Also, no one is delinquent at birth, it is the circumstances that make to take such unfortunate steps. We must act compassionately and guide them towards the right path.”

I have refrained from using the name of the village for a very obvious reason. But such episodes help us better understand the living conditions of many such families.

 'પુછ્યા વગર કોઈના ઘરનાં પતરાં કાઢી લેવાય? તમારા માથે ચોરનું લેબલ લાગ્યું તમને એ ગમ્યું?'

'ભૂલ થઈ ગઈ. માફ કરી દ્યો..પણ વખાના માર્યા આ કર્યું. અમારાં છોકરાં ટાઢે ઠરે, ચોમાસામાં તો હાલત ખરાબ થઈ જતી એટલે'

'તમે ક્યાં રહો?'

'નદીના ભાઠામાં. છાપરાં કરીને'

'કામ શું કરો છો?'

'શાકભાજી વાવીએ'

'તે મળે કેટલું?'

'શું મળે બેન? બખડિયું રીંગણાં નીકળે એ વેચીયે ને એમાંથી જે મળે તેમાંથી ગુજારો ચાલે..'

'તમે જમીને આવ્યા છો?'

'ના બેન..' અમે એક વસાહત બાંધેલી ને એ વસાહતમાં બાંધેલા ઘરો પરથી પાંચેક વ્યક્તિઓએ પતરાં કાઢી લીધા ને પોતાના છાપરે ઢાંક્યા. પણ ચોરી પકડાઈ ગઈ. અમારા કાર્યકર જયંતીભાઈ ને ગોરખનાથની લાગણી આ પરિવારોને પોલીસને સોંપવા કરતા આપણે એમની સાથે વાત કરીએ એવી. એટલે પતરાં લેનાર પાંચેય વ્યક્તિ બહુ બીતા બીતા ઓફીસ આવેલા. સાથે એમની પત્ની ને નાના બાળકો પણ આવ્યા. અમારી વચ્ચેના આ વાર્તાલાપમાં એ જમ્યા નહોતા નો ખ્યાલ આવ્યો ને તુરત એમના માટે પહેલાં ચા - નાસ્તાની વ્યવસ્થા કરવા કહ્યું..

પાંચેય વ્યક્તિને આ વર્તનથી સખત નવાઈ લાગી.. એકે કહ્યું, 

'બેન ભૂલ થઈ ગઈ હવે જીંદગીમાં નહીં કરુ..' મે કહ્યું, 

'મને ખાત્રી છે તમે ફરી નહીં કરો. પણ તમારી સ્થિતિ સુધરે એવું કાંઈક કરવું છે.. તમે બીજા વ્યવસાય ન કરી શકો? વિચારીને ક્યો.. જો એ કરવું હોય તો અમે તમને મદદ કરીશું.. ને રહી વાત ઘરની તો સરકાર અને કલેક્ટર શ્રીએ લાગણી રાખી તમને પ્લોટ ફાળવ્યો છે એનો કબજો ઝટ મળી જાય ને એના ઉપર ઘર બાંધવા તમને મદદ પણ કરીશું.. પણ હવે પછી આવી ભૂલ નહીં કરવાની...'

એ પછી ધર્મ કર્મ બધાની ઘણી લાંબી વાતો થઈ... છેલ્લે બધાએ પોતાની કુળદેવીના નામે ચોરી ન કરવાના સોગંદ લીધા.. એ લોકો સોગંદ પાળશે અનો મને વિશ્વાસ છે.. 

અમારા એક કાર્યકરે પુછ્યું, 'આપણે પોલીસને કેમ ન સોંપ્યા, કદાચ એ રીઢા ગુનેગાર બની પણ બની શકે?' ને મારો જવાબ, 

'રોટલી ચોરનારને ચોરી કેમ કરી એમ કહીને સજા કરવી એના કરતા એને ભરપેટ ભોજન કેવી રીતે મળી શકે તેની વ્યવસ્થા કરવી મારે મન વધારે ઊચીત છે.. વળી દરેક વ્યક્તિ જન્મજાત ગુનેગાર નથી હોતા. સંજોગો એને ગુનેગાર બનાવે છે. ત્યારે એણે અપનાવેલા માર્ગેથી એને પ્રેમથી પાછો વાળવો એજ વધારે ઊચીત..'

ગામનું નામ નથી લખ્યું મૂળ એ જણાવવું યોગ્ય ન લાગ્યું. પણ કેવી બાબતો આપણી સામે આવતી હોય છે તેનો આછેરો ખ્યાલ આવે માટે આ પ્રસંગ લખ્યો.. 

#MittalPatel #vssm #citiznry

#Citizen #CitizenRights #humanity

#humanrights #advocacy

#HumanDignity #nomadic

#nomadsofindia



May Almighty bless Lasu Ma and Kaka with a continued love for each other...

The couple specially came to Mittal Patel

 A couple from Banaskantha’s Shiya village rekindle our faith in love and care…

 “Lasu Ma, was Lala Kaka visually impaired from the beginning or….?”

 “No-no, he was able to see when we got married, the issue began after our marriage.”

 “Ma, you know how it is!! If this had been the fate of a wife, the husband would marry someone else. So why did you not think of doing something like that?” I joked. 

 “This must be my destiny, what if the new partner was an alcoholic? It was my fate, I had no choice but to accept it!” Lasu Ma smiled while sharing this. 

 Lasu Ma has been managing the household and family, working hard as manual labour she even married off her two daughters. But Lasu Ma has grown old now, she cannot work as manual labour. The economic condition of both their daughters isn’t healthy enough to support her, so Lasu Ma had been left with no choice but to beg for a living. She would take Kaka along to neighbouring villages for begging and whatever was given helped this old couple sustain themselves. 

 Fakruddinbhai, the village Sarpanch and others from the community helped the couple obtain a ration card that can help them avail monthly ration. But ration only isn’t enough to sustain them through the month. Hence, the couple had to set out and beg for food. 

 Lakhu Ma can manage to keep going but Kaka is weak and physically incapable of walking the long distance to beg. Yet, he endures all the pain and walks along with Lakhu Ma. On days he is not feeling well the couple stays home and eats whatever is available of might also stay hungry. 

 Over time, VSSM has come across numerous such destitute elderly. The Mavjat – elderly care program was an outcome of the need to provide for such elderly so that they don’t sleep hungry. 

We were at Shiya village recently to monitor the tree plantation drive. The couple had specially come to meet us. They pushed open the gate to the cemetery. Lasu Ma entered first, followed by Kaka. Lasu Ma was holding one end of a walking stick, Kaka held the other end as she led Kaka to us. We chatted for a long, Lasu Ma would patiently explain everything to Kaka who had hearing difficulty. The love and care she showered on Kaka reminded me a poem by Shri Suresh Dalal “Ek Dosi Haju Dosa ne Vahal Kare Che” - the old lady still loves her old man!! 

May Almighty bless such couples with a continued love for each other. 

 And gratitude to our team members Naranbhai and Eshwarbhai who find such deserving elderlies. And as always, we hail the support you all provide to help us reach them. It does make us wonder, how would we carry on without your support! 

 કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલની આ કવિતા જેવું જ દૃશ્ય બનાસકાંઠાના શિયાગામમાં જોયું..

'લસુ મા આ લાલા કાકાને પહેલેથી આંખે નહોતું દેખાતુ કે પછી?'

'ના ના લગન કર્યા તાર તો એમને આંખે ભળાતું'તુ પણ લગન પછી આ તકલીફ થઈ..'

મે જરા હળવા મૂડમાં લસુમાને કહ્યું, 'તે હે મા આપણામાં તો આવું કાંઈક થાય તો એમને મૂકીને બધા બીજે જતા રે, તે તમે કેમ ન ગયા?'

'બીજે જઈને હું કરુ? કરમમાં લખેલું આ મુકુ અન બીજે જવું ન તો કણ દારૃડિયો મલ તો?'

એમ કહીને લસુ મા થોડુ હસ્યા. લાલાકાકાની આંખોના દિવા ઓલવાયા પછી ઘરની આખી જવાબદારી લસુ મા પર આવી. લસુ માને બે દીકરીઓ જે એમણે મહેનત મજૂરી કરીને  પરણાવી.હવે લસુમાની ઉંમર થઈ. મજૂરી કરી શકે તેવી ક્ષમતા ન રહી.  દીકરીઓની સ્થિતિ નબળી એય કાંઈ લાંબી મદદ ન કરી શકે. આખરે લસુ માએ પેટ ગુજારા માટે ભીક્ષાવૃતિનો રસ્તો અપનાવ્યો. કાકાને લઈને એ આજુબાજુના ગામમાં માંગવા જાય ને જે મળે તેમાંથી બેઉં પોતાનું પુરુ કરે. 

ગામના આગેવાન શેફુદ્દીનભાઈ ને અન્યોએ આ બેઉને રાશન મળે તેવું રાશનકાર્ડ કઢાવી આપ્યું ને સરકારની સહાય મળે તેવી વ્યવસ્થા પણ કરી આપી પણ એ બધાથી કાંઈ આખો મહિનો ન નીકળે એટલે માંગવા તો જવું જ પડે...

વળી કાકાની શારિરીક ક્ષમતાય નબળી એટલે લાંબુ ચાલી પણ ન શકે છતાં વખાના માર્યા શરીરની મર્યાદા અવગણીને એ પરિતાપ વેઠ્યા કરે. ક્યારેક બિમારી કે કોઈ તકલીફના લીધે માંગવા ન જઈ શકાય અને ઘરમાં કશું પડ્યું  ન હોય તો ભૂખ્યા બેસવાનો વારોય આવે... 

અમે આ નોધારા માવતરોને દર મહિને રાશન આપીએ મૂળ એમને ભૂખ્યા સુવુ ન પડે તે માટે.. 

શિયાના કબ્રસ્તાનમાં અમે વૃક્ષો વાવેલા તે એ જોવા શિયા જવાનું થયું.. એ વખતે આ બેઉ ખાસ મળવા આવ્યા. 

કબ્રસ્તાનનો દરવાજો ખોલી લસુ મા ને એમની પાછળ લાલા કાકા પ્રવેશ્યા.  લસુમાએ પોતાના હાથમાં લાકડીનો એક છેડો પકડેલો ને બીજો છેડો કાકાએ પકડેલો. લસુ મા કાકાને દોરીને અમારી પાસે લાવ્યા. અમે ઘણી વાતો કરી. 

કાકાને બહુ સંભળાય નહીં પણ લસુ મા એમને બધુ બરાબર ખુબ પ્રેમથી સમજાવે... કાકા પ્રત્યેની તેમની કાળજી - પ્રેમ જોઈને મને સુરેશ દલાલની એક ડોશી હજુ ડોસાને વહાલ કરે છે વાળી કવિતા યાદ આવી... 

ભગવાન આ માવતરોનો પ્રેમ અમર રાખે ને એમને બધી વ્યાધીઓથી બચાવે એવી પ્રાર્થના... 

અમારા કાર્યકર નારણભાઈ ને ઈશ્વરભાઈનો આભાર. તેઓની ભૂમિકા આ માવતરોને શોધવાની મુખ્ય... 

બાકી મદદ કરનારની તો જે(જય)....એના વગર આ સાતા આપે એવું કાર્ય ક્યાં થવાનું હતું?

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #RationDistribution

#Banaskantha #Gujarat


Lasu Ma was holding one end of walking stick and Kaka
held the other as she led Kaka to meet Mittal Patel

Lasu Ma would patiently explain everything to Kaka
who had hearing difficulty

Mittal Patel with elderly couple, villagers of shiya village and
VSSM team members