The nomadic families that are extremely marginalised are unable to feed their large broods in absence of regular income. There are families who go to sleep hungry in such case Antyoday cards help in atleast ensuring the children are fed a decent meal.
We are thankful to the additional collector and Mamlatdar Shri Shivraj Gilva and his team fro taking prompt and just decisions.
Until the ‘Right to food Act’ comes into force we need many such just decisions from our officials…..
નવા ડીસામાં ૪૨ વિચરતા પરિવારોને અંત્યોદયકાર્ડ ફાળવાયા
વિચરતી જાતિની આર્થિક સ્થિતિને સમજી જરૂરિયાતવાળા પરિવારોની અન્નસુરક્ષા જળવાય એ જરૂરી છે. નવો ‘રાઈટ ટુ ફુડ એક્ટ’ આવ્યો છે પણ હજુ એનો અમલ ક્યારે થશે એ પ્રશ્ન છે. આવામાં અધિકારીઓ આ પરિવારોની પરિસ્થતિ સમજી એમના માટે સહાનુભુતિપૂર્વક વિચારી એમને મદદરૂપ થાય તે અગત્યનું છે..
બનાસકાંઠાનું વહીવટી તંત્ર ખુબ સકારાત્મક રીતે દરેક વંચિત પરિવારો માટે વિચારી રહ્યું છે. એના પ્રમાણો એક પછી એક મળ્યા જ કરે છે. નવા ડીસામાં રહેતાં આર્થિક રીતે નબળાં ૫૨(બાવન) પરિવારોને અંત્યોદય કાર્ડ મળે એ માટેની vssmની રજૂઆતને ધ્યાને લઈને પ્રાંત કલેકટર શ્રી અને મામલતદાર શ્રી દ્વારા ૫૨(બાવન) માંથી ૪૨ પરિવારોને અંત્યોદયકાર્ડ આપ્યા. બાકીના ૧૦ કાર્ડ પણ એકાદ અઠવાડિયામાં મળી જશે.
અંત્યોદય રેશનકાર્ડમાં અનાજનો જથ્થો BPL રેશનકાર્ડ કરતા વધારે મળે છે એટલે આ પરિવારોને અનાજ સંદર્ભે ઘણી રાહત થઇ જશે.
બનાસકાંઠા વહીવટીતંત્ર અને સાથે સાથે મામલતદાર શ્રી શિવરાજ ગીલવા અને એમની ટીમનો આ તબક્કે વિશેષ આભાર માનીયે છીએ.
ફોટોમાં અંત્યોદયકાર્ડ સાથે પરિવારો..