Showing posts with label devipoojak community. Show all posts
Showing posts with label devipoojak community. Show all posts

Friday, December 21, 2018

Samjuben Devipujak's Wisdom...

Mittal Patel with Samjuben Devipujak
Her’s is a unique name,‘Samjhu’ meaning understanding…and  Samjhuben is one of those rare individuals who puts into practice the meaning of her name. Samjhuben Devipujak and her family live on a farm  that they have rented for farming. Hers is a house made of tin sheets, tarpaulin and a tiled floor. Extremely neat and welcoming. The way it was kept and arranged won my admiration for Samjuben.

Recently, VSSM with support of ONGC gifted gas connections to nomadic families. Our team member Ilaben has been orienting and explaining these families on  the usage of  LPG but Samjuben has begun using it since Diwali. She created a platform using bricks and a kota-stone slab because they were told that the stove has to be on the higher level to the cylinder.  She followed the instruction to the T. The kitchen is now a pleasant workspace with containers and required stuff neatly lined up on the shelves Samjhuben has erected to store them.

Samjuben Devipujak explaining her story to Mittal Patel
Samjhuben’s understanding and wisdom left me spellbound…


ગુજરાતી માં અનુવાદ 
સમજુબહેન નામ કેવું સરસ.સાણંદ પાસેના એક ખેતરમાં સમજુબહેન દેવીપૂજકનો પરિવાર ભાગવી ખેતી કરે. ખેતરમાં જ છાપરાં કર્યા છે. પણ ઘરની સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી.

બહારથી સ્વચ્છ દેખાતા ઘર અંદરથી કેવા છે તે જોવા છાપરાંમાં ડોકિયું કર્યું ને વાહ બોલાઈ ગયું.

Samjuben's wisely organised kitchen
તાજેતરમાં જ vssm દ્વારા ઓએનજીસીની મદદથી એમને ગેસનું કનેક્શન આપ્યું હતું. અમારા કાર્યકર ઈલાબહેન હજુયે બધાને ગેસ કેમ વાપરવો એ શીખવી રહ્યા છે ત્યારે સમજુબહેને તો દિવાળીમાં ગેસ પર રાંધવાનું ચાલુ કરી દીધુ.
અને સૌથી વધુ આનંદ ગેસ સીલીન્ડરથી સ્ટવ ઊંચો હોવો જોઈએ એવું ગેસ કનેક્શન આપતી વખતે એમને શીખવેલું તે એનું બરાબર પાલન કરેલું.

થોડી ઈંટો લાવીને હાથેથી બે પાળી કરી અને એની ઉપર કોટાસ્ટોન મુકીને ઊભુ રસોડુ કર્યું ને બાજુમાં ચા - ખાંડના ડબ્બા હાથ વગા રહે એ માટે અભરાઈ બનાવી. જોઈને જ મજા પડી ગઈ.

સમજુબહેનની સમજણ પણ વારી જવાયું.

Friday, September 21, 2018

We will look better if we start drinking water without asking Caste...

Mittal Patel making a rotla at Kadvikaki's house
As soon as we say that we are coming to the Devipoojak settlement today, Kadviakaki asks what will we eat. I like Bajri Rotla and Olo (meshed spiced brinjal), then she makes it with affection. 

Sometimes she packs it and sends when she comes to know that Bhalabhai or Karshankaka is coming to the office. 

When we went to the settlement a few days back, Bhalabhai’s wife asked, “Ben, do you know how to make rotlas?”

I have not made many rotla but at some point I had. But I tried and the rotla was made the way it is seen in the photo.  

When we started working in this settlement, nobody was even asking for water. I used to wonder why they are not even offering water. But then I came to know that the society keeps untouchability from them. They think that you also definitely won’t drink the water. So, they only don’t even offer. But then I started asking for water and telling them I will come to eat at their place to these families living in scarcity. 

Kadvikaki in her house
With having these meals, the thin line also disappeared, they stopped getting scared of me and I became one of them.  

These days, when it is four in the evening and I don’t find food, I go to the settlement and tell them to make a rotla and tea. And I eat it with due ownership.

We will look better if we start drinking water without asking caste and creed. 


ગુજરાતી રૂપાંતર

કડવીકાકી દેવીપૂજક વસાહતમાં આજે આવીશું એવું કહીએ કે તુરત શું ખાશો એવો પ્રશ્ન પુછે. બાજરીનો રોટલો ને ઓળો મને ભાવે તો એ ભાવથી બનાવી આપે. ક્યારેક તો ભલાભાઈ કે કરશનકાકા ઓફીસ આવવાના છે એવી ખબર પડે તો ભાથુ બાંધીને મોકલાવે.

Kadvikaki preparing tea on her chulha
થોડા દિવસ પહેલાં વસાહતમાં ગયા ને જમવા બેસતા પહેલાં ભલાભાઈની વહુએ પુછ્યું, તે હે બેન તમને રોટલા ઘડતા આવડે?

બહુ ઘડ્યા નથી પણ જેવા તેવા ક્ડેયારેક ઘડેલા ખરા. પણ લાવો હું પ્રયત્ન કરુ ને ફોટોમાં દેખાય છે એવો રોટલો ઘડાયો.

કામ શરૃ કર્યું તે વખતના દિવસોમાં વાસહતના કોઈ પીવાનું પાણી પણ ના આપે. મને નવાઈ લાગતી કેમ કોઈ પાણીનુંયે પુછતુ નથી પણ પછી ખબર પડી કે લોકો, સમાજ એમનાથી આભડછેટ રાખે છે એટલે તમે પાણી નહીં જ પીવો એમ માનીને એ લોકો નહોતા પુછતા પણ પછી સામેથી પાણી ને અછતમાં જીવતા આ પરિવારોને હું તમારા ત્યાં જમીશ એવું કહેવાનું શરૃ કર્યું.

ને આ જમણથી અમારી વચ્ચે જે થોડી ઘણી ભેદ રેખા હતી, મને એમનામાં ભેળવતા એ લોકો ડરતા એ બધુએ મટી ગયું ને હું એમનામાંની એક થઈ ગઈ.

આજે તો કામમાં ક્યારેક ચાર વાગી જાયને જમવાનું ના જડે તો વસાહતમાં જઈને જરા રોટલો ઘડી દો ને થોડી ચા બનાવી દો એમ કહીને અધિકારભાવથી ચા રોટલો ખાઈ લઉં છું. 

જાતપાત પુછ્યા વગર દરેકના ઘરે પાણી પીતા થઈશું તો વધુ રૃડા લાગશું...