Wednesday, May 01, 2019

We need your support to help us take care of orphan parents ….

Nomadic and deprived elders at L.P.Savaninagar Deesa
 The orphaned and unprivileged children find numerous sponsors and angle guardians, but the elders who are rendered destitute because of age, poverty and children who have decided to look away,  have few empathisers. I request you to join us to become caretakers of elderly who have no one else to turn to.

Mittal Patel with elderly woman
In Nava Deesa’s L. P. Savani Nagar there are 12 elderly who have no one to look after them. These people have worked hard, earned and raised families, they also begged when they were too weak to work but now they can barely get up and move. If someone is kind enough she/he comes and gives them food otherwise they just sleep with empty bellies. Some have lost their vision, some can’t walk, some have children who too are extremely poor to be able to take care of parents.

It is always said,  that it is a blessings to be born as human however, after watching the pain and misery of these elders a prayers escapes from within requesting almighty to not be born as human again.

Community Kitchen for elderly at Deesa
We have initiated a community kitchen to provide lunch and dinner to these elderly of L. P. Savani Nagar. The cost per individual is Rs. 1600 per month.

I request you to sponsor an elder just like you would sponsor a child.

Yes, we are aware of government schemes for the destitute, widow and elderly hence, please refrain from advising on them.

Dependence of OldAge
The elderly pension helps them with medication and clothing. We are requesting for grains.

For further details please call Ms. Dimple Parikh on 9099936019.

Make your donations to 'Vicharta Samuday Samarthan Manch' or 'VSSM' .

Our bank details are

Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857

If using PAYTM the number is : 9909087669. The number belongs to VSSM’s Finance Manager.

The images shared here will help throw light on the narrative above.

Mittal Patel having food at community kitchen at Deesa
માવતર અનાથ થયા છે. એમને જીવનની પાછલી અવસ્થા સુખેથી જીવવા મદદની જરૂર છે.

અનાથ અથવા તકવંચિત બાળકોના પાલક આજે ઘણા બને છે અને એ બાળકનો નિભાવ ખર્ચ પણ ઘણા આપે પણ આજે આપને એવા માવતરના પાલક બનવા વિનંતી કરી રહી છું. જેમનું આ દુનિયામાં કોઈ નથી.

નવા ડીસામાં એલ.પી. સવાણી નગરમાં 12 વડિલો રહે છે. જેમની સંભાળ રાખનાર કોઈ નથી. કામ થતુ તુ ત્યાં સુધી એમણે કર્યું. હાથ પગ નબળા પડ્યા પછી ભીખ માંગવાનું કર્યું. પણ હવે તો ચલાતુયે નથી. વસાહતમાંથી કોઈને દયા આવેને કોઈ ખવડાવી દે તો ચાલે. બાકી ભૂખ્યા રહેવાનું.

તમામ જીવ સૃષ્ટિમાં માણસનો અવતાર સૌથી શ્રેષ્ઠ એવું માનવામાં આવે પણ આ વડિલોને જોયા પછી આવો અવતાર જો શ્રેષ્ઠ કહેવાય તો ભગવાનને ફરી માણસ તરીકે જનમ ના આપવા વિનંતી કરુ..

કોઈ આંખે અંધ છે, કોઈ ચાલી શકતુ નથી. કોઈને દિકરા છે પણ એ પોતાનુ પુરુ કરી શકતા નથી એવામાં વડીલો તો પ્રાથમિકતામાં ક્યાંથી આવે?

અમે બપોર અને સાંજ આવા વડિલોને જમાડવાનું શરૃ કર્યું છે. એક વૃદ્ધનો માસીક ખર્ચ લગભગ 1600 આવે છે.

આપને બાળકની જેમ આ વડિલોના પાલક બનવા વિનંતી કરી રહી છું.

મહેરબાની કરી સરકારની વૃદ્ધ પેન્શન યોજના કે ફલાણી યોજનામાં જોડવાની સલાહ ના આપવા વિનંતી.

વૃદ્ધ પેન્શન મળે તો એમને દવા અને કપડાં કાજ કામ આવે.

વધુ માહિતી માટે ડિમ્પલબેન પરીખ - 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.

આપને અનાજનું દાન કરવા પણ વિનંતી.

આપના અનુદાનનો ચેક 'Vicharta Samuday Samarthan Manch' અથવા 'VSSM' ના નામનો લખશો.

અમારા બેંક એકાઉન્ટની વિગતો નીચે મૂજબ છે:

Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857

આપ આપનું અનુદાન પેટીએમ પર આ નંબર પર પણ મોકલી શકો છો: 9909087669. આ નંબર સંસ્થાના ફાયનાન્સ મેનેજરનો છે.

ફોટોમાં જેમની સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરી છે એ માવતર દેખાય છે.
#mittalpatel #vssm #nomadictribes #nomadsofinfia


Harsh reality- homeless Meer families get "Above" Poverty Line (APL-2) Cards...

Mittal Patel meets meer families of deesa

‘We are Meer Fakir…’ the 60 families living in Deesa have been saying this for past 60 years. Meer Fakir follow both faiths, Islam and Hindu. They pray to Allah and cannot imagine their existence  without worshiping the Goddess. It seems they have absorbed and imbibed  the true spirit of Indian  culture. Yet, we have resisted accepting and including them all these years.

It is become immensely difficult for us to obtain their proofs of residence. VSSM’s Mahesh has been able to get their Voter ID cards, Adhar cards but the applications for ration cards refuse to move forward.
 A Meer family showing the documents they have

The administration of Banaskantha has always been supportive but they too need a little nudge from time to time. We brought this matter to the notice of Shri. Ishwarbhai Parmar, Minister for Social Justice and Empowerment. His PA took Shri. Vijaybhai took personal interest and instructed the Mamlatdar to issue ration cards to these families. However, when the families received the cards they were APL category 2 cards, which are practically useless for these extremely poor families.

A Meer family showing their APL-2 card
“Ben, these cards do not bring us even a single speck of grain! What do we do with them?”

Category 2 cards are those ration cards that economically well off families like us receive. How do these families who live in tethered shanties get issued such cards baffles us!! The families earn their living as manual labour while those incapable of putting in hard work retort to begging as a means of earning. It is for such individuals and families that the Antyodaya ration card assures that there is atleast some food on the plate.

The reason for sharing my thoughts here is because a lot of officials and administrators read our facebook posts, it’s an humble request to all of them to look within,  empathise with these families and do the needful. Only that will do justice to these families.

And to our friends in Deesa, please cooperate and work together to provide residential plots to these Meer families. Aren’t the one of us?

The pictures reveal what these families need and their story by one of their own Salimbhai Meer.  

અમે #મીર ફકીર એવું જુના ડીસામાં 40 વર્ષથી રહેતા 60 પરિવારો કહે.
હીંદુ અને મુસ્લીમ બેય ધર્મ આ પરિવારો પાળે. 
તેઓ કહે અમે અલ્લાહની બંદગી કરીએ પણ માતાજી વિના અમને ના ચાલે. 
ભારતીય સંસ્કૃતિની સાચી ધરોહર સમા આ સમાજને અપનાવવાનું શાને નથી થતું તે સમજાતું નથી.

આ પરિવારોનો રહેઠાણનો પુરાવો મેળવવો અમારે માટે મહામૂસીબત સમુ બની ગયું છે.
મતદારકાર્ડ, આધારકાર્ડ તો VSSMના કાર્યકર મહેશે કઢાવી આપ્યા. પણ રેશનકાર્ડનું કામ કચેરીમાં આગળ વધે નહીં.

આમ તો બનાસકાંઠાનું વહીવટીતંત્ર સહયોગ ઘણો કરે પણ એને ક્યાંક ઘક્કા મારવા પડે.
રેશનકાર્ડ ના નીકળતા હોવાની વાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારને કરી અને તેમના પી.એ.શ્રી વિજયભાઈએ અંગત રસ લઈને મામલતદાર શ્રીને કાર્ડ કાઢવાની સૂચના આપી.

પણ કાર્ડ હાથમાં આવ્યા ત્યારે એપીએલ.2 કેટેગરીના કાર્ડ જોઈને આ પરિવારો નિરાશ થયા.
'બેન આમાં તો અનાજનો એક દાણોય મળતો નથી. આવા કાર્ડને હુ કરવાના?'
મને અને તમને મળે એવા કાર્ડ આ પરિવારોને મળ્યા. જબકી તેમની રહેણાકની સ્થિતિ જોતા તેમને અંત્યોદય કે બીપીએલ કાર્ડ મળવા જોઈએ.
મીર પરિવારો છૂટક મજૂરી તો કેટલાક મજૂરી ના કરી શકે તેવા ભીક્ષાવૃતિ પર નભે છે. ત્યારે રેશનકાર્ડ એમના માટે ધાન મેળવવાનો મોટો આધાર છે.

અહીંયા આ પોસ્ટ લખવા પાછળનો આશય ઘણા અધિકારી મિત્રો ફેસબુક પર લખાતી અમારી પાસે પોસ્ટ વાંચે છે આ બધા મિત્રોને માનવતા દાખવી ક્યાંક જાત તપાસ કરીને કામ કરવાનું કરવા વિનંતી કરુ છું. જો આમ થશે તો દરેક તે સાચો ન્યાય આપી શકાશે.

બાકી જુના ડીસાના પ્રિયજનોને આ મીર પરિવારોને રહેવા માટે જમીન ફાળવવાની બાબતમાં સહકાર આપવા વિનંતી..

આખરે આ પરિવારો પણ આપણામાંના જ એક છે...
ફોટોમાં સલીમભાઈ મીર પોતાની વાત કરી રહ્યા છે. અન્ય ફોટોમાં દેખાતી સૌની હાલત જોઈને નક્કી કરવાનું કે, આ પરિવારોને શાની જરૃર છે..

#MittalPatel #Meer #Fakir #NomadsOfIndia #Bnaskantha Ishwar Parmar #Empathy #OneSolution #PolicyMaking #Pathetic #Residentialplots #rashancard #voterid #aadharcard #antyodayacard #BPLCard