Friday, April 14, 2017

The never ending pain of being born as Dafer…

The current living conditions of Dafer

Have you ever wondered how it is to be born as a Dafer?? Allow us to share…


Naseeb is being hounded by the Savarkundla Police. There is nothing wrong Naseeb has done but for some reasons the police has decided to arrest him. The police visit his shanty every day.  His wife was in the last few weeks of her pregnancy, the police approached her and asked for information on Naseeb’s whereabouts, threatening her in the process. This police threat traumatized Naseeb’s wife who went into premature labor and eventual delivery of a still born child. “Ben, our life is ruined!!”

And this is just one story, we can share hundreds of such living tales…

Honestly,  it is extremely painful and traumatic to live a life as Dafer. The community feels that the even the wild animals have a better chance to life than them. They aren’t shooed away. The villagers ask them to move out of their village periphery and like it or not they need to follow the dictates. The Dafer always say, “Had we been humans we would have enjoyed all the rights but we are Dafer not humans!!” The law makers, authorities, society or the police, no one listens to Dafer who have nowhere else to go but raise a helpless plea to almighty, “Why did you allow us to be born as Dafer!!” 

ડફેર તરીકે જન્મવું કેટલું પીડનારુ છે. હજારો તકલીફો, વેદના અને એને લઈને જુદા જ મૂંઝારા પણ એ કોઈનીયે સામે વ્યક્ત ના કરાય. ઈશ્વર મંદિર, મસ્જિદમાં અને ક્યાંકખુલ્લા આકાશમાં હોવાનું માનીએ એટલે આકાશની સામે બે હાથ ઊંચા કરીને ડફેર તરીકે શીદને જનમ આપ્યો એવુંયે ઘણીવાર બોલાય. ગામવાળા આવીને સીમ ખાલીકરવા કહે અને ના જવું હોય તોય સીમ ખાલી કરીને જતા રહેવાનું. આના કરતા તો જંગલી જાનવર તરીકે જન્યા હોત તો સારુ થાત કોઈ આમ હડઘૂત કરીને કાઢી તો નામુકત. પણ ના અમે તો જાનવરની કક્ષાનાય નહીં.. અમે તો ડફેર. માણસ તરીકે જન્મેલાને કેટલાક અધિકાર આપ મેળે મળે પણ અમે તો ક્યાં માણસ છીએ... 

નસીબને સાવરકુંડલા પોલીસ શોધી રહી છે. નસીબ ભાગી રહ્યો છે અણે કોઈ ગુનો કર્યો નથી. પણ પોલીસે તો કોઈ પણ હિસાબે નસીબને પકડવાનું ધાર્યું છે. નસીબનાછાપરે રોજ પોલીસ આવે. એની પત્નીને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. બાળક જન્મે એની સાથે રમવાના ઓરતા પડતા મુકી નસીબને ભાગતા ફરવાનું. એની પત્ની પાસેપોલીસે આવી નસીબનો પત્તો પુછ્યો, થોડી ધમકી પણ આપી. આ ધમકીની નસીબની પત્નીને એવી ફડક બેસી ગઈ કે પ્રસુતિની પીડા તત્કાલ ઉપડી અને બાળક મરેલુંઅવતર્યું. ધૂળ પડી અમારા જીવતરમાં બેન...

આવી તો કેટલીયે જીવતી વાર્તાઓ ડફેરોની અંદર ધરબાયેલી પડી છે....  


Relations that destiny built…

Gafarbhai Dafer
“Ben, please look after my family if this illness takes me away!!”

“Gafarbhai, have faith nothing will happen!”

Gafarbhai had recently suffered a stroke which left him paralyzed.

“I have lost hope and there is no one except you who cares for our wellbeing, please take care of them!”

Gafarbhai resides in Sanand’s Rethal village. He is one of those Dafer who gave up unlawful activities after getting to know VSSM. It was the beginning of VSSM’s journey when I came into contact of Gafarbhai and Iyava’s Latifbhai. In the past, these men must have taken up robbery and loot to meet the hunger pangs of their children. But that was history. Both these men were of my father’s age yet called me Ben, meaning sister in Gujarati. During the season of wheat, knowing that I love Ponk they would come over to Sarkhej with wheat ponk(tender wheat berries that is delicacy in Gujarati cuisine). “So, did you both ask the farm owner before harvesting these wheat berries??” I would inquire.

Both would burst into a very warm and honest laugh before replying in affirmation.

Later, Gafarbhai began farming as a mean to earn living. Latifbhai is no more but his children still call  me Foi/paternal aunt and reach out to me in times of need.

It is this trust and faith these nomadic families have in us that keeps me going. They are sure I will be there to take care of them whenever they need me, cause to them I am their guardian. Very often I feel that these are the relations that were destined to happen,  I pray to Almighty to always provide me with the strength and understanding that allows me to uphold their trust in me.

‘બેન મને લકવાની અસર થઈ ગઈ સે મને કાંક થઈ જાય તો તમે મારા કટુંબના ધણી થાજો...’

‘અરે એવું ના બોલો ગફારભાઈ તમને કશું જ નહીં થાય...’

‘પણ મને હવે મારો બહુ ભરોહો નહીં રહ્યો અને તમારા વના બીજુ અમારું કોઈ સેય નઈ... ધાન રાખજો હો બેન..’

ગફારભાઈ સાણંદ પાસેના રેથળ ગામની સીમમાં રહે. તેમને હમણાંથી લકવાની અસર થઈ ગઈ છે. એક વખત સુધી #ગુનાહિતપ્રવૃતિ પણ કરી. પણ પછી સમજાવટથી બધુ મુક્યું. #ડફેરો સાથે કામ શરુ કર્યું એ વખતે ઈયાવામાં રહેતા લતીફભાઈ અને રેથળમાં રહેતા ગફારભાઈના પરિચયમાં આવવાનું થયેલું. વખાના માર્યા ક્યારેક આડા રસ્તા લઈ લેતા, બંને જણાએ પછી તો ચોરી મુકી દીધી. ઉંમરમાં મારા પપ્પા કરતાય મોટા પણ મને બેન કહે. ઘઉંની સીઝનમાં પોંખ લઈને સરખેજ સુધી આપવા આવે. હું પાછી પુછુ કે, ખેતરના ધણીને પુછ્યા વના પોંખ માટે ઘઉં લીધા કે? બંને હસે અને પુછીને લીધા સે બાપલા.. એવો હસતા હસતા જવાબ આપે.

તે પછી તો ગફારભાઈએ ભાગવા ઘઉં વાવવાનું કર્યું. લતીફભાઈ હવે નથી રહ્યા પણ એમના દીકરા આજેય ફોઈ કહીને બોલાવે. 

#વિચરતીજાતિના દરેકને કેટલો ભરોસો છે અમારા ઉપર. કોઈના ધણી થવું એટલે કાળજી લેવાની વાત આવી અને એ કાળજી હું લઈશ એવી એમને ખાત્રી છે.. ક્યું ઋણાનુંબંધ છે આ પરિવારો સાથે સમજાતું નથી... પણ એમનો ભરોસો કાયમ જાળવી રાખુ તેવી સમજણ કુદરત આપે તેવી પ્રાર્થના...

ફોટોમાં ગફારભાઈ...