Saturday, June 22, 2019

VSSM intends launch a mega Tree Plantation Drive in villages of Banaskantha this year...

Mittal Patel spokes at Karma Paarayan
Have you imagined life on a planet devoid of trees??

As we continue business as usual, we are all preparing  ourselves for a future where an oxygen cylinder will always tag us everywhere. And we are clueless on from where  will we bring the oxygen to fill up those cylinders.  

Is this the legacy we intend to leave behind for our coming generations? If yes, the future generations will curse us for all our careless actions.

Mittal Patel spoke about the need to plant and raise trees
in Bepan village
To save whatever is left and to contribute towards leaving a greener legacy, VSSM intends launch a mega Tree Plantation Drive in villages of Banaskantha this year. So far 40 villages have been identified and have shown willingness to take ownership of the plantatin drive in their village. VSSM has been conducting primary meetings with community leaders and youth in each of these villages. 
Mittal Patel spoke about the need to plant and raise trees in
Bepan village
Paragbhai, the young and enthusiastic Sarpanch of Sui block’s Bepan village had identified land for plantation of trees and we were on our way to have a look at it. While we were travelling, VSSM’s Naranbhai receives a call insisting we hurry up. “The Parayan (religious discourse) is our village is on, the people who have come to listen parayan should also listen to our message on Tree Plantation. Hence,  hurry up please!!” Paragbhai insisted.

Mittal Patel spoke on our Karma 
We rushed as much as we could but we still couldn’t manage to reach before 3. The Paarayan was over at 10 yet all of them decided to remain seated under this extremely hot conditions. The hot winds were unbearable and all of them had also skipped their lunch.

During the Paarayan, respected Shri Moraribapu spoke on Ramkatha, on our Dharma  while I got an opportunity to  speak  on our Karma. I spoke about the need and urgency to plant  and raise trees. By the end of the paarayan, the women present pledged to raise 3 trees. This was their offering to protect the environment of their village.

In the sizzling 45 degrees temperature, pledging to make Bepan green again deserves all our respect. It is a commitment  that is pure and powerful.

I hope Paragbhai’s pledge to plant 3000 trees becomes a reality this monsoon.

Pictures of the Karma Paarayan I spoke at…. 

વૃક્ષ વગરની દુનિયામાં જીવી કેમ શકાય?

ઓક્સીજન સીલીન્ડ સાથે જીવવાની આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ. મૂળ તો પ્રદુષણ વધી રહ્યું છે એને લઈને.
પણ આ સીલીન્ડરમાં ભરવા ઓક્સીજન તો વૃક્ષો જ આપવાનાને?

આપણી આવનારી પેઢી આપણને ગાળો ના દે. એ માટેય આ પૃથ્વી પહેવા જેવી રાખવાના આશયથી અમે તો વૃક્ષારોપણનું કામ હાથ ધર્યું છે.

આ વર્ષે 40 ગામોમાં વૃક્ષારોપણ ગામની ભાગીદારીથી કરવાના છીએ. 
જે માટે નક્કી થયેલા ગામોમાં બેઠકો શરૃ થઈ ગઈ છે.

સુઈગામ તાલુકાનું બેણપ ગામ. ઉત્સાહી સરપંચ પરાગભાઈએ વૃક્ષારોપણ માટે જગ્યા પસંદ કરી રાખી હતી અને એ જગ્યા જોવા અમારે જવાનું થયું. 
તેમનો અમારા નિષ્ઠાવાન કાર્યકર નારણભાઈ પર ફોન આવે.
'ઝટ આવો. ગામમાં પારાયણ બેસાડી છે. આ પારાયણ સાંભળવા આવેલા લોકો સાથે વૃક્ષારોપણ બાબતે વાત થાય એટલે ઝટ આવો.'

ઉતાવળ કરી છતાં પહોંચતા 3 વાગી ગયા. લૂ વાતી હતી. છતાં સવારના 10 વાગ્યાના લોકો પારાયણ પત્યા પછી પણ અમારી વાત સાંભળવા રાહ જોઈને ભૂખ્યા બેઠા હતા.

પારાયણમાં બાપજીએ તો ધર્મની વાતો કરી. મને કર્મની વાતો કરવાની તક મળી. ઝાડ ઉછરેની વાત થઈ અને ગામની દરેક બહેનોએ ત્રણ ઝાડ ઉછેરવાનો સંકલ્પ પણ પારાયણમાં ધર્માદાની સાથે કર્યો.

45 ડિગ્રીમાં શેકાતા બેણપને વૃક્ષ આચ્છાદીત કરવાનો સંકલ્પ મારે મન સૌથી મોટો અને પવિત્ર સંકલ્પ છે. 
3000 ઝાડખાં વાવવાની પરાગભાઈની ઈચ્છા ફળી ભૂત થાય તેવી પ્રાર્થના...
કર્મની પારાયણ કરી તેની થોડી તસવીરો...
#MittalPatel #VSSM #

Madari families of Thur village needs residential plots nothing else...

Mittal Patel visits Madari families of Thur village
Why are we against our own kind??

“Water…. There is no water for drinking or our usage. We have been staying Banaskantha’s Thur village of Vadgaum block for years, but no one is allotting us  plots to build a house.”

Mittal Patel listens to Madari families
“We have made numerous requests, have even presented our case to the Collector, but don’t know when will we find solution to it??The kids are grown up now. They refuse to go to school without proper bath. Our traditional occupation of snake charming is illegal now. The elders beg while the youngsters earn living by engaging in manual labour. This requires us to be out of the Thur for months. The generation now understands the importance of education hence, even if we go out our children stay back so that they can continue going to school. We too wish to settle down,  need a proper roof to cover our heads. Every time the harsh winds blow they sweep our roofs along with it. We are tired of repairing them every time. Just one request to our government, give us a plot we need nothing else.”

The current living condition of nomadic families
This was Thur’s Babunath Madari and Aminaben Madari narrating their plight.

We will once again request the government to help these homeless and address-less families get a life.

This frustration that Babunath narrates comes with treatment they have suffered for decades. The villages are against their settling in the village, those staying in huge landed houses refuse to offer them water… such ill treatment to  patient and tolerant folks.

It is us who needs to rethink our approach towards our own kind.

આપણા જ લોકો આપણને કેમ સહન નથી થતા....

'પીવા અને વાપરવાનું પાણી ક્યાંય જડતું નથી. વર્ષોથી બનાસકાંઠાના વડગામ તાલુકાના થુરગામમાં રહીએ પણ ઘર બાંધવા પોતાની જગ્યા કોઈ ફાળવતું નથી.

કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે પણ આ બધુ ક્યારે મળશે એની ખબર નથી.
છોકરાં મોટા થયા હવે નાહ્યા વગર નિશાળે જતા નથી. 
સાપના ખેલ હવે ચાલતા નથી. મોટીયાર ભીખ માંગીને અને બાકીના મજૂરી કરીને ગુજારો કરે અને એ માટે થૂર બારા ઘણો વખત રહે. પણ છોકરાં ભણાવવાની સમજણ આવી ગઈ છે. બારા જઈએ તોય છોકરાંને મૂકીને જઈએ જેથી એ લોકો ભણી શકે.

અમારે પણ સ્થાયી રહેતા અન્યોની જેમ જીંદગી જીવવી છે પણ માથુ ઢાંકવા પોતાની જગ્યા નથી મળતી.
ચોમાસામાં અને ઉનાળામાં વાયરો ખુબ વાય એમાં અમારા છાપરાં કેટલીયે ફેરા તુટી જાય. હવે થાક્યા છીએ.

સરકારને એક જ વિનતી રહેવા પોતાની જગ્યા આપે બાકી કશું જોતું નથી.'

થુરમાં વર્ષોથી રહેતા બાબુનાથ મદારી અને અમીનાબહેને અમે થુર ગયા ત્યારે પોતાની કથની કહી સંભળાવી.

સરનામાં વગરના આ માણસોને પોતાનું સરનામું મળે એ માટે સરકારમાં તો રજૂઆત કરીશું.

ક્યાંક ગામનો આવા પરિવારોના વસવાટને લઈને વિરોધ જોવું છું તો ક્યાંક બાજુમાં જ રહેતા બંગલા વાળા પીવાનું પાણી ના આપે આ બધુ જોવું ત્યારે દુઃખી થવાય.. અને પ્રશ્ન પણ થાય આપણે કેવી સહિષ્ણુ પ્રજા.. આપણા જ લોકો આપણને સહન નથી થતા...
#MittalPatel #VSSM #NomadsOfIndia #NomadicTribes #Empathy #pathetic #solution #policymaking #ResidentialPlots #Thesocialwarriors #conditionOfNomads #Madari #sankecharmer #Banskantha #NomadsOfgujarat

VSSM plans to carry tree plantation drive in 10 villages along with these young volunteers...

Mittal Patel shared her thoughts on carrying plantation
drives in coming monsoon

5th June, World Environment Day.

Today is the day most of us  suddenly become concerned on environment issues like climate change, global warming and think the most about trees. Everyone, on this day talks about the need to plant trees, carry plantation drives and lectures one and all.

We too lectured today, but in a different way.

Mittal Patel meets young volunteers from Yuva Unstoppable
A group of young and enthusiastic young volunteers from Yuva Unstoppable, keen on playing their part towards environment protection  was at our office today. We shared our thoughts  on carrying  plantation drives  in coming monsoon, ways to involve children from various schools in this drive and the need to nurture the planted trees. We plan to carry tree plantation drive in 10 villages along with these young volunteers.

Apart from this,  with our well-wishers’ support  we also plan to carry tree plantation drive in the shortlisted  villages of Banaskantha.

Let us not limit our care and concern towards our planet and its environment for just one day. Let us be mindful of our choices, let our actions portray care and protection for our environment all through the year.  

આજે પાંચ જૂન... વિશ્વ પર્યાવરણ દિવસ
આજે ઠેર ઠેર વૃક્ષો વાવવાનું બધા દ્વારા થયું હશે, ક્યાંક તો ભાષણબાજી પણ થઈ હશે...

આજે અમે પણ જરા જુદી રીતે ભાષણબાજી કરી.

જેમને ઝાડ ઉછેરમાં તેમજ પર્યાવરણના જતનમાં રસ છે તેવા યુવા અનસ્ટોપેલબના યુવા સ્વયંમસેવકો સાથે આગામી ચોમાસામાં વધુ ઝાડ કેવી રીતે ઉગાડવા તથા શાળાઓમાં ભણતા વિદ્યાર્થીને આ કામમાં કેવી રીતે જોડવા તે અંગે વિસ્તારથી વાત થઈ.
યુવા સાથે મળીને અમે દસેક ગામોમાં ઝાડ ઉછેરનું કામ કરવાના છીએ...

આ સિવાય વ્યક્તિગત રીતે અન્ય પ્રિયજનોની મદદથી અમે પસંદ કરેલા ગામોમાં વૃક્ષારોપણનું કામ પણ આગામી દિવસોમાં કરવાના છીએ.

પર્યાવરણ દિવસની ઊજવણી એક જ દિવસ પૂરતી ના બની રહે પણ આખુ વર્ષ પર્યાવરણ વર્ષની જેમ ઊજવાય તે માટે સૌએ સજ્જ થવાની જરૃર છે અને એ સજ્જતા માટે સૌને શુભેચ્છા..

#MittalPatel #VSSM #environment_day #environment_conservation

We are hopeful that government and officials will offer better solution to 106 bavri families of ramdevnagar...

106 bavri families houses were erased down
to ground
Today our house was erased down to ground. We have been hungry since afternoon, it is evening and we aren’t sure where will the night lead us.

Have you ever spent a day in open with small children and young daughters at the tag?  Try doing it  once and you will understand the pain of a father  of young daughters whose houses have been snatched away and they have just the sky and earth to protect them from prying eyes of the world.

Many poor families have  received houses from government and many have sold those houses to return back to the shanties. But we are not like them.

The Ahmedabad Municipal Corporation broke down homes of 106 families of Ramdevnagar. It would have been better if they were  allotted  alternate houses before being evicting and mowing down their homes.

It isn’t too late yet, hope the government and officials take quick decisions.

The current Ahmedabad Municipal Commissioner is a very humble and compassionate human being. We are hopeful that he surly will offer better solution  to these families.

આજે મારુ ઘર તુટ્યું.. બપોરના ભૂખ્યા છીએ.. સાંજ પડી ગઈ.. રાત ક્યાં રોકાશું એનું ઠેકાણું નથી..

નાના બાળકો ને જુવાન દીકરીઓ સાથે ખુલ્લામાં એક દિવસ રહી તો જુઓ..

દીકરી અને એય પાછી જુવાનના બાપ બનીને એક દિવસ ઉપર આભ ને નીચે ધરતીના પાથરણા સાથે જીવી જુઓ પછી અમારી પીડા તમને સમજાઈ જશે...

હશે ઘણા ગરીબોને સરકારે ઘર આપ્યું ને એ ઘર એમણે વેચ્યું ને બીજે છાપરું બાંધ્યું પણ માણસ માણસમાં ફેર હોય છે.. અમે એવા નથી...

રામદવેનગરમાં રહેતા બાવરી સમુદાયના 106 પરિવારોના ઘર આજે કોર્પોરેશને તોડ્યા.. 
એમને અન્ય જગ્યાએ ઘર આપીને હાલના ઘર તોડ્યા હોત તો સારુ હતું... 
હજુ વહી નથી ગયું સરકાર અને અધિકારી ગણ આ કાર્ય ઝટ કરે તેવી આશા..
અમદાવાદ મ્યુનીસીપલ કમીશનર ખુબ ભલા માણસ છે અને ગરીબો માટે એમને ભારે અનુકંપા છે. અમને આશા છે એ કાંઈક સરસ ઉકેલ લાવશે...

#MittalPatel #VSSM #NomadicTribes #Bavari #Marvadidevipoojak

The 106 bavri families houses were erased by the ahmedabad municipal corporation...

The bavri community residing in the
demolished houses
Along with their homes, their dreams shattered too….

This was the house I stepped into after marriage and this was the house we raised our family and married off our children. This was the home we built brick by brick, rag by rag and twig by twig. This was my home. It was a house we had grown to love.

And the Ahmedabad municipal corporation decided to erase them for their new town planning schemes. They came over with police protection and mowed down our houses.

The household goods we had accumulated and bought over the years with our hard earned money was moved to the open space opposite our house. This was before the JCB fork scooped our house out.

“People, move your goods from that place. Or else we have official vehicles prepared to take it all away.” The officials had instructed.

“Saheb, where will we take it all? We have no other place to go!!” we pleaded.

“No worries if you have no other place, guys pick this all up,” yelled the official. 

“And they packed our stuff in the lorry and drove off.”

All these families mobbed our office. All of them crying. “Ben, our house…. Our house just got demolished. Where will we go?!”

“The officials are asking us to go and stay with our relatives, build a shade at some other place, but to not return at the spot we have been moved from or else they will break that too!!”

Even I did not have an answer to their, “where will we go, Ben?”

Ramdevnagar had not yet developed into sprawling and upscale neighbourhood it is today. It was a wooded area on the outskirts of Ahmedabad when the families belonging to Bawri community made it their home. The families even hold proofs to staying here for decades.

In 2017, 44 families even received notice from the Ahmedabad Municipal Corporation to pay Rs. 68,000 and get a house, but the poor never have enough and they failed to pay the required amount. The houses that have been allotted aren’t  living worthy. The families will now go and stay there, but they won’t get possession to the houses until they make payments to the municipal corporation. The other issue is number of houses, there are 104 families and just 44 houses. Wonder what about the rest?

With the ever rising population and the need to provide infrastructure facilities, urban areas will always remain short of space. And we are not against growth. What is required is thoughtful solution to these issues.

The Bawri community residing in the recently demolished houses did not move here in search of livelihood. They have been here for decades. This is the only home they know. They do not have any other place they belong to. This is where they belong. Where will they go?

“This was our home for 60 years and we have been asked to go back home? Where will we go with children to feed, monsoon to face and no roof on head?”

The 106 families whose houses were erased by the Municipal Corporation had received notice in 2017 but the illiterate community did not think of its implications hence, never brought the issue to anybody’s notice.

The pain of seeing their hopes crumble in front of their eyes could only be  comprehended by those who have built a house with hard earned money. It was not just their homes that were shattered, their dreams came shattering down too.

The Ahmedabad Municipal Commissioner is an extremely compassionate individual. I am sure he has thought of some better solutions for these poor families.

 જેમાં વર્ષો રહ્યા, જેમાં પરણીને આવ્યા, જેમાં બાળકો આવ્યા ને મોટા થયા ને એમનાંય લગ્ન થયા એ ઘર... ભલે પતરાવાળુ હોય કે મીણિયામાંથી બનાવેલું હોય પણ એ ઘર.. મારુ ઘર.
આ ઘર સાથે જુદુ મમત્વ થઈ ગયેલું. 
એ ઘર કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ રક્ષણ હેઠળ આવીને ટીપી સ્કીમ પ્રમાણે તમારુ ઘર કપાતમાં જાય છે એમ કરીને તોડી નાખ્યું..

ઘરમાં પાઈ પાઈ બચાવીને ખરીદેલો સામાન જેસીબીનો પાવડ઼ો ફરે એ પહેલાં બચાવીને બરાબર ઘરની સામે મુક્યો.. 
પોલીસ કહે અલ્યા ઝટ સામાન લઈ લો નહીં તો કોર્પોરેશનના ટેમ્પા તૈયાર છે ઉપાડી લઈશું. 
પણ સાહેબ સામાન ક્યાં મુકીશું અમારી પાસે બીજુ કોઈ ઘર નથી..
સારુ નથી ને.. અલ્યાએ સામાન ઉપાડો અને નજર સામે જ કોર્પોરેશનની ગાડીઓ સામાન ભરીને જતી રહી.

આ બધા ગરીબોનું ઘાડુ મારી પાસે આવ્યું, સૌ રડ્યા. બેન ઘર ગયું હવે શું..
અધિકારી કે છે કે, તમારા સગાવહાલાના ત્યાં જાવ અથવા ગમે ત્યાં છાપરાં નાખો પણ હવે જે જગ્યાએથી તમને હટાવ્યા ત્યાં તો છાપરાં નહીં જ કરવાના. નહીં તો તોડી નાખીશું.

ક્યાં જશું? એ પ્રશ્નનો મારી પાસે પણ જવાબ નથી..

અમદાવાદનું રામદેવનગર હાલમાં જેવું છે તેવું વસ્યુ નહોતું, જ્યારે એ જંગલ હતું ત્યારના આ વિચરતી જાતિના બાવરી પરિવારો આ જગ્યાને માભોમ બનાવીને અહીં જ રહી ગયેલા.. બધા પાસે આ જગ્યા પર વર્ષોથી રહેતા હોવાના પુરાવા પણ છે..
2017માં 44 પરિવારોને કોર્પોરેશને 68,000 ભરો તો ઘર આપવા કહ્યું, પણ ગરીબ પ્રજા પુરા પૈસા નથી ભરી શકી એટલે ઘર મળ્યું નથી. પાછુ મળેલું ઘર રહી શકાય તેવી સ્થિતિમાં પણ ક્યાં છે? ખેર તોય એ લોકો રહેવા જશે પણ એમના ઘરના પૈસા કોર્પોરેશનમાં નહીં ભરાય ત્યાં સુધી ઘર મળવાના નથી.. વળી છે પાછા કુલ 106 પરિવારો અને ઘર મળશે 44 ને તો બાકીનાનું શું એય સમજાતું નથી..

શહેરના વિકાસ સામે વાંધો નથી..
પણ થોડા વિચાર સાથે બધુ થાય તો યોગ્ય..

વિચરતી જાતિના આ પરિવારો પોતાનું વતન છોડી શહેરમાં કમાવવા નથી આવ્યા... એ તો વર્ષોથી ત્યાં જ રહે છે. વળી આ લોકોનું તો વતનેય નથી.. એટલે ક્યાં જશે?

છેલ્લા 60 વર્ષથી જેને પોતાનું ઘર માન્યું વતન માન્યું એ વતનમાંથી આજે જેમને અમારા પોતાના માન્યા હતા તેમના દ્વારા જાકારો મળ્યો...

મારુ ઘર ના રહ્યું, હવે ક્યાં જશું, કાંખમાં છોકરાં છે, માથે ચોમાસું છે....

રામવદેનગના બાવરી સમુદાયના 106 પરિવારોના ઘરો આજે કોર્પોરેશને તોડ્યા. નોટીસ 2017માં આપેલી પણ અશિક્ષિત માણસો લાંબુ વિચારી ના શક્યા ને આગળ રજૂઆતો પણ ના કરી. ને આમ અચાનક બધુ સામે આવ્યું... અને ઘર તૂટ્યા અને આ ઘરમાં જોયેલા સમણાંઓ પણ તુટ્યા..

નજર સામે પોતાનું ઘર તુટવાની વેદના જેણે લોહી પાણી એક કરીને ઘર બાંધ્યું હોય એને જ સમજાય...

અમદાવાદ મ્યુનીસીપલ કમીશનર ખુબ ભલા માણસ છે અને ગરીબો માટે એમને ભારે અનુકંપા છે. અમને આશા છે એ કાંઈક સરસ ઉકેલ લાવશે...

#MittalPatel #VSSM #NomadsofIndia

Glorious support received from the people of Ruvel for WaterManagement...

Mittal Patel discusses watermanagement with the villagers
Stop. The earth is begging us to stop from ruining her completely….

How much further will we go? How much longer before we realize we have reached a  point of no return? It is a foregone conclusion that  our greed, our selfishness and our belief that we are entitled to exploit the precious natural resources in the manner we want has pushed our earth to the brink of complete destruction.

Ongoing lake deepening work
In Gujarat, in districts like Banaskantha, Mehsana, Patan and many more we have drilled our earth beyond 1000 feet for water. What is agonising is  we still aren’t prepared to stop or give back. How deep do we  intend to go ?? The day when the womb of our mother earth will have nothing to offer us is not very far. The day when our coming generations will curse us for emptying the earth’s coffers isn’t very far. The day we shall have no reply to, “What did you leave for us?” our children will ask.

Mittal Patel conducted meeting with the community
WaterManagement Site
In an effort to find positive answers to such unnerving questions, VSSM initiated participatory ground water preserving and rain water harvesting works in Banaskantha,  one of the most water starved district of  Gujarat. The efforts have resulted in deepening of 70 lakes across various villages.  The communities are waking up to grim realities, but the awareness required is far greater than what it is.  As mentioned, these are participatory or community supported efforts. We need the rural leadership to contribute towards this mammoth task. However, the willingness to contribute towards these tasks  either comes after great effort or just does not come. The same community will donate generously and collect lakhs in donations when there is a temple coming up. But, Rs. 500 per house for lake deepening is too much for them!!

“There can be no one more poorer than you all who shy from giving back for your own children and their children. The more you give the more you get yet, it is so difficult for you all to open your hearts to such cause.” I often tell to village leaders and communities who refuse to contribute.

Sometimes such words have deep impact and communities give whereas there are few who never change.

The Sarpanch and revenue officer of Ruvel village are humble folks. They had approached us with request to initiate water conservation works in their village. “If the villagers refuse to give, I will personally contribute enough,” the Sarpanch had promised.

We have begun deepening of lake in Ruvel. The villagers have taken care of ferrying the excavated mud while the cost of JCB is borne by VSSM. Rs. 50,000 has been promised by the Sarpanch which we will be using towards the excavation itself. Such thoughtful leaders need to be saluted.

The intent behind this post is the highlight the need for our immediate actions towards conserving the ground water and mindful use of water. The disastrous implications of our carelessness are just a stone throw away.

The images are of the meeting we had with the community and the ongoing lake deepening work.

ભૂગર્ભજળની જોઈએ એવી ચિંતા આપણે નથી કરી રહ્યા..
1000 થી 1200 ફૂટના બોર કરી પાણી મેળવી લઈએ છીએ અને એનો આપણને રાજીપો છે.

પણ હજુ કેટલા ફૂટ ઊંડા જઈ શકાશે એ ક્યારેય વિચાર્યું છે?
જો આમ જ રહ્યું તો એક વખત ઘરતીમાના પેટાળમાં આપણને આપવા માટે પાણી જ નહીં બચે.

નીચા જઈ રહેલા ભૂગર્ભજળની સ્થિતિ જોઈને, આપણી આવનારી પેઢી,
'તમે અમારા માટે કશુંયે નથી રાખ્યું'
એમ કહીને આપણને ભાંડે નહીં એ આશયથી અમે જળ વ્યવસ્થાપનના કામો બનાસકાંઠામાં શરૃ કર્યા છે. જોતા જોતામાં 70 તળાવોનો આંકડો અમે પાર કર્યો.

આમ તો જાગૃતતા આવી છે પણ હજુ જોઈએ એવી નહીં.
આર્થિક સહયોગ તળાવ માટે આપવા ગામલોકો રાજી નથી હોતા. મંદિર માટે પળમાં વીસ લાખ ભેગા થઈ જાય પણ તળાળ માટે ઘર દીઠ પાંચસો આપવા ઘણા ગામો રાજી નથી થતા.

આવો ગામોને હું કહેતી હોવું છું કે, આપવાથી વધે અને આ આપવાનું તો તમારી આવનારી પેઢી માટે છે છતાંય નથી છૂટતુ તો તમારા જેવા દરિદ્ર આ દુનિયામાં કોઈ નથી જે પોતાના પરિવારની ભવિષ્યની ચિંતા નથી કરતા.
ખેર ક્યાંક આવું બોલવાનું કેટલાકને હૃદયમાં સૂળની જેમ ભોંકાય ને લોકો સહયોગ માટે તૈયાર થાય તો ક્યાંક નઠોર માણસો પણ જોવા મળે.

કાંકરેજના રુવેલ ગામમાં સરપંચ અને તલાટી બેય ભલા માણસ.
બંનેએ મળીને અમારા ગામનું તળાવ ઊંડું કરોની વાત કરી. ગામ સહયોગ નહીં આપે તો સરપંચે પોતે આર્થિક સહયોગ આપવાની વાત કરી. સલામ આવા સરપંચને...

હાલમાં રુવેલમાં તળાવનું કામ શરૃ થયું. માટી ઉપાડવાનું ગામલોકોના શીરે છે. જેસીબીનો ખર્ચ સંસ્થા આપે છે. આ સિવાય સરપંચ 50,000 જેટલો ફાળો આપશે એ પણ તળાવ ખોદકામમાં જ વાપરીશું.
પણ આ લખવા પાછળનો આશય દરેક ગામે ભૂગર્ભ જળ બાબતે ચેતવાનો સમય થઈ ગયો છે.. જાગો નહીં તો મોડુ થઈ જશે...

ફોટોમાં ગામલોકો સાથે તળાવ બાબતે થયેલી બેઠક સાથે ગામનું તળવા જે હવે ઊંડુ થઈ રહ્યું છે.

#VSSM #MittalPatel #VSSMMittalPatel #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation