Friday, September 04, 2020

This monsoon its water, hope and cheer all around.…..

 “Ben, I remember how the young and the old in the village would come together and set out to clean the village lakes on Navoni Agiyaras. As a young boy, I too would be part of the entourage that went to repair the community lakes… these memories are from 30-35 years ago. The times have changed now people want water but do not wish to contribute towards maintaining  the water sources!!”

Bhagwanbhai, Sarpanch of Banaskantha’s Suigaum had mentioned this while we were discussing the water conservation efforts for their village.

The lake got filled up this year because rains have been sufficient in this drought-prone region of Gujarat.

It is impossible to drill borewell in Dudhwa village as the groundwater is saline. If the lakes fill-up the farmers can use the water in farming even after October. Also,  if the lakes fill-up it will prevent the salinity to rise further, the community had shared.

In this arid and drought-prone region,  farmers await rains more so after the lakes were deepened. Last year there were no rains in the region, the lake of Dudhwa  village remained dry but his year the rain gods have blessed them all, the lakes are brimming with water. In this saline regions, they cannot deepen the lakes instead of we have to widen them. “Ben, this year is going to be bountiful. We shall be able to take two crops.

The regions like Banaskantha that primarily depend on agriculture and dairy it is crucial to implement water conservation works on a wider scale. The simple people of this region survive on minimum needs. One good monsoon every 2-3 years is enough to sustain them for a couple of years.

I am grateful to the well-wishing dear ones of VSSM who have supported our water conservation efforts.

Environment and water conservation are non-negotiables now, it is better we realise the gravity of the emerging situation and act ASAP.

Thank you Rashminbhai  to draw our awareness towards this grave situation and guiding us through this entire initiative, respect your foresightedness to steer this entire effort. 

બેન મુ નેનો હતો તાણ નવોણી અગિયારસના દાડે ગોમમોં રેતા નેના મોટા ટૂંકમોં કોમ કરી હક એ બધા તળાવ ગાળવા જતા...

આ તરી પોતરી વરહ પેલાની વાત કરુ સુ. મુયે નેનો હતો તાણ તળાવ ગાળવા જેલો... પણ હવ કળજુગ શરૃ થ્યો. લોકોન્ પોણી તો જોવ પણ તળાવ ગાળવામોં ભાગીદાર નઈ થવું...

બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના દૂધવાગામના સરપંચ ભગવાનભાઈએ એમના ગામમાં VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી ખોદાઈ રહેલું તળાવ ગળાતું હતું તે વખતે આ વાત કરેલી..

આ તળાવ કુદરતની મહેરથી આ વર્ષે એટલે ભરાયું.

દૂધવાગામમાં બોરવેલ શક્ય નથી. પેટાળમાં સાત થી દસ ફૂટે ખારુ પાણી છે. તળાવ ભરાય તો ખેડૂતો નવરાત્રી પછી આ તળાવમાંથી પાણી લઈને ખેતી કરી શકે. વળી તળાવ ભરાય તો જમીનમાં ખારાશ આગળ વધતી અટકે એવું પણ ભગવાનભાઈ અને ગ્રામજનોનું કહેવું છે...

આવા સૂકા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તળાવ ગળાયા પછી મેધાની વાટ અમે બધા જોઈએ પણ એ વરસે મેધો ના પણ પડે.. જેમ દૂધવામાં ગયા વર્ષે વરસાદ જરાય ન આવ્યો. અમારુ ગળાયેલું તળાવ કોરુ ધાક્કોર રહ્યું. પણ આ વર્ષે ખેડૂતોએ કહ્યું બેન લહેર છે. ચોમાસુ અને શિયાળુ બેય પાક સરસ થશે..

આ વિસ્તારમાં તળાવ ઊંડા નથી ગળાતા પણ એને પહોળા ગાળવાના... કારણ પેટાળમાં ખારાશ છે માટે...

આવા વિસ્તારોમાં મહત્તમ પાણીના કામો થાય તે જરૃરી છે. જ્યાં લોકોનો જીવવાનો આધાર માત્ર ખેતી અને પશુપાલન છે..

લોકો બહુ ઓછી જરૃરિયાતો સાથે જીવે છે. બે ત્રણ વર્ષે એક ચોમાસુ સારુ આવી જાય તો બે વર્ષ જીવી જવાય એવું એ લોકો કહે...

આવા આ વિસ્તારમાં મદદરૃપ થનાર પ્રિયજનોનો આભાર માનુ છું...

પાણી અને પર્યાવરણ બેયની ચિંતા કરવી આજના સમયની તાતી જરૃર છે. સમાજ, લોકો આ બાબતે જાગૃત થાય તેમ ઈચ્છીએ...

થેક્યુ રશ્મીનભાઈ તમે આ પાણી બાબતે અમને જગાડ્યા ને અમે આ કરી શક્યા... આપની દુરંદેશીને પ્રણામ...

લખ્યું એ બધુંયે ફોટોમાં..

Dudhwa lake is brimming with rainwater

Mittal Patel discusses Water Management with villagers

Dudhwa Water management site

Dudhwa WaterManagement site



VSSM became instrumental in providing ration and feed to the elderly...

 In 2004 while I was travelling across the villages of South Gujarat to study the condition of tribal working as workers on sugarcane farms I came across Gandhi cap-wearing elderly kaka who had tightly tied a stole around his waist.

“Kaka, why have you tied this stole around your waist?”

“So that I do not hear my hunger speak!”

It was difficult to even watch this elder gentlemen reeling under such situation.

“Governments across the world are searching for a stole like that!” I remember to have remarked  jokingly.

There was no one to look after Kaka. There are numerous such elderly living around us as well. They worked to fend themselves but now as age takes over and their energy levels don’t match up, they are in capable to put in hard labour through the day. Many such poor elderly take up begging. It pains to see such elderly human beings stretch their hands in distress, unable to live with dignity.

 I have always believed it is our responsibility to take care of this section of our population. Yes, they do get government pensions but they can hardly suffice the expenses towards food, medication and living!! A couple of years back VSSM initiated a program to feed and provide ration and food to the elderly. VSSM became instrumental in providing ration to 100 while cooking-feeding 15 seniors. We say instrumental because it is our well-wishing donors who support the initiatives.

Recently, VSSM’s Ramesh handed ration kits to 19 Devipujak families living in Saapar village in Amreli’s Bagasara. Some families take and secure their ration kits in a trunk as they have no other place to keep it safe.

Every time a team member reaches such families with ration they are showered with blessings.

 VSSM team members put in a lot of efforts to identify such deserving elderly. Hope we as a society can take up the responsibility of such small needs of the population around us, no one might have to sleep hungry.

2004માં હું દક્ષીણ ગુજરાતમાં શેરડી કામદારોની સ્થિતિ જાણવા આદિવાસીઓના ગામોમાં ફરી રહી હતી તે વેળા ગડત ગામમાં મને ગાંધી ટોપી પહેરી, પેટ પર કસકસાવીને કપડું બાંધલેું એવા એક કાકા મળ્યા. મે એમને પૂછ્યું કાકા કપડું કેમ બાંધ્યું છે ત્યારે કાકાએ કહેલું,

'ભૂખનો અવાજ સંભળાય નહીં એ માટે...'

કેવી કપરી સ્થિતિ.. ત્યારે જરા મજાકમાં કહેલું આવું કપડું તો વિશ્વભરની સરકારો શોધી રહી છે...

પણ આ કાકાની ચાકરી કરી શકે એવું પાછળ કોઈ હતું નહીં.

આપણી આસપાસ પણ આવા ઘણા વડીલો રહે છે. જેઓ મજૂરી કરીને પેટિયું રળતા. પણ હવે કામ થઈ શકે એવી સ્થિતિ નથી.. એટલે ભીખ માંગીને પુરુ કરે છે.. આવા માવતરોને જોવું ત્યારે જીવ બળી જાય..

સમાજ તરીકે આપણી ફરજ ખરી એવો પ્રશ્ન હંમેશાં થાય.. સરકાર પૈસા આપે પણ એનાથી ખાવા, પીવા, દવા વગેરે બધુ ન થાય...

અમે આવા વડીલોને રાશન આપવાનું શરૃ કર્યું.

100 વડીલોને દર મહિને રાશન ને 15 જણને એક રસોડે જમવાનું આપવામાં VSSM નિમિત્ત બને છે..

આમ તો આ બધુ સંસ્થાને મદદરૃપ થતા પ્રિયજનોના સહયોગથી થાય.. અમે તો નિમિત્ત માત્ર..

તાજેતરમાં અમરેલીના બગસરામાં તેમજ સાપરગામમાં રહેતા સરાણિયા અને દેવીપૂજક સમુદાયના 19 પરિવારોને કાર્યકર રમેશના હસ્તે રાશન આપવામાં આવ્યું.

રાશન લેનાર કેટલાક તો રાશનને લઈને ટંકમાં તાળું મારીને મુકી દે છે. એમની પાસે અન્ય સગવડ આ રાશન સાચવવાની નથી..

ઢગલો આશિર્વાદ જ્યારે કાર્યકર એમના ત્યાં રાશન લઈને પહોંચે ત્યારે એ આપે..

કાર્યકરો પણ આવા વડીલોને શોધવા ભારે જહેમત ઊઠાવે... ખેર સમાજ તરીકે આપણે બધા ભેગા થઈને આવી નાની નાની જવાબદારીઓ સ્વીકારી લઈએ તો કોઈએ ભૂખ્યું સુવુ ન પડે...

VSSM provided ration kits to devipujak families living in shapar village
VSSM provided ration kits to devipujak families living in shapar village



VSSM provided ration kits to devipujak families living in shapar village


VSSM provided ration kits to devipujak families living in shapar village


VSSM provided ration kits to devipujak families living in shapar village


VSSM provided ration kits to devipujak families living in shapar village


VSSM provided ration kits to devipujak families living in shapar village

VSSM provided ration kits to devipujak families living in shapar village




Thursday, September 03, 2020

As we observe De-Notified Day today, hoping the nomadic and de-notified tribes gain freedom in the real sense!!...

Many of you will be surprised to learn that there were numerous communities of our country which did not gain independence on 15th August 1947. The British Raj had listed some tribes of India as ‘notified tribes’ ads they deemed their occupations as  criminal/unlawful. Once the tribe became ‘notified’ they were required to compulsorily notify themselves before the local magistrate or police.  Even the children born in these tribes were deemed born criminals. A person can be termed criminal in life only if he/she takes up unlawful activities but to term someone criminal just because they were born into a particular community is a highly offending act.

The ’notified tribes’ did not even have the empathy of civil society who did not comprehend the need to dispute this law. The communities remained ‘notified’ until 31st August 1952 when the then Prime Minister Pandit Jawaharlal Nehru ‘de-notified’ these so-called criminal communities!!

 The fences around their settlements were removed, they were freed from the mandatory rule of marking their presence daily at police-station hence, the de-notified communities of our country celebrate their independence day on 31st August.

 Sadly, the communities in spite of being freed from all the ‘notified’ remained excluded from the development story of India as measures for their rehabilitation were never formed or launched by any of the governments. Even today,  these communities struggle to achieve even their basic needs.

 The de-notified tribes have united to draw attention towards their plights, thankfully their voice has reached the administrators and those in power. We wish them the best on the occasion of their freedom from one of the most crippling laws to their progress. May they achieve freedom from hunger, poverty and marginalisation too.

 The image is from the congregation of nomadic and de-notified tribes we had organised in 2006.

આજે વિમુક્તી દિનની સૌને શુભેચ્છા..

અને ખરા અર્થમાં વિચરતા વિમુક્ત સમુદાયોને આઝાદી મળે તેવી અભ્યર્થના...

તમને જાણીને નવાઈ લાગશે કે આપણ દેશમાં એવા કેટલાક સમુદાયો છે કે જેઓ 15 ઓગષ્ટ 1947ના રોજ આઝાદ નહોતા થયા..અંગ્રેજો દેશમાં આવ્યા ને એમણે આખા દેશમાં 200 જાતિઓને ક્રિમીનલ ટ્રાઈબ્લ એકટ - 1871 હેઠળ વાડા (સેટલમેન્મેન્ટ)માં પૂરી, સવાર સાંજ પોલીસ સ્ટેશનમાં કે પોલીસ પટેલ પાસે તેમની હાજરી ફરજિયાત કરી.

તે ત્યાં સુધી કે આ સમુદાયમાં જન્મનાર નાના બાળકને પણ જન્મજાત ગુનેગાર માની લેવામાં આવતું. કોઈ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે પણ એ વ્યક્તિ જે જાતિમાં જન્મયો હોય તે જાતિને જ ગુનેગાર માનવી તે જરાય યોગ્ય નહોતું.

સમાજમાંથી આ સમુદાય પ્રત્યે અનુકંપા દાખવી કોઈએ આ કાળા કાયદાનો વિરોધ નોંધાવાનું પણ ન કર્યું..

આ સ્થિતિ છેક 1952 સુધી રહી. 1952ની 31 ઓગષ્ટના રોજ તે વખતના વડાપ્રધાન શ્રી પંડિત જવાહારલાલ નહેરુએ નોટીફાઈટ - ગુન્હાહીત ગણવામાં આવેલા સમુદાયોને ડી નોડીફાઈડ કર્યા. એટલે કે વિમુક્ત કર્યા.

તેમના વસવાટની ફરતે કરવામાં આવેલી વાડ કાઢી નાખવામાં આવી, તેમને હાજરી ભરાવવામાંથી મુક્તિ આપવામાં આવી. એટલે આપણા દેશમાં રહેતા વિમુક્ત સમુદાયો તેમનો આઝાદીનો દિવસ 31 ઓગષ્ટના રોજ ઊજવે છે. 15 ઓગષ્ટે દેશ આઝાદ થયો પણ આ સમુદાયને ખરી આઝાદી 31 ઓગષ્ટે મળી.

જો કે 31 ઓગષ્ટના રોજ આઝાદ થયા, તેમને હાજરી ભરાવવામાંથી કે સેટલમેન્ટમાંથી મુક્ત કરાયા પણ તેમના પુનઃવસન માટે થવા જોઈતા પ્રયત્નો ન થયા... આજે પણ આ સમુદાય પ્રાથમિક જરૃરિયાતો માટે ઝઝૂમી રહ્યો છે..

પણ હવે આ સમાજ સંગઠીત થયો છે.. સત્તા સ્થાને તેમનો અવાજ પહોંચ્યો છે..આવા આ સમુદાયના પ્રિય એવા સૌને વિમુક્ત દિવસની ખુબ શુભેચ્છા..

2006માં વિચરતી વિમુક્ત જાતિઓનું સમેલન કરેલું તે વેળા ઉપસ્થિત સૌએ જયધોષ કરેલો તેનો ફોટો...


The congregation of nomadic and de-notified tribes we had organised in 2006




The rains are finally here, although not as much but still better....

The rains are finally here, although not as much but still better. In Banaskantha and north Gujarat, they are better than the past couple of years but not as much to fill up the newly deepened lakes. The lakes haven’t brimmed up but they aren’t dry either. And to our great joy, some have overflowed.

We had deepened the  Hanuman lake at Banaskantha’s  Makhaanu lake. The lake has received and contained a good amount of rainwater. Bhanabhai, the Sarpanch of Makhaanu village is a progressive and responsible leader,  so are the villagers.

 The communities are eagerly awaiting the rains, hope rain gods hear to their prayers!! 

VSSM, with the support of its well-wishers, also initiated tree plantation drive in this village and went on to plant 4000 trees at two areas in the village. A Vruksh-Mitra is appointed to care and nurture the saplings,  while the village leaders will ensure the trees are well looked after.

We hope everyone wakes up to the need of the hour to care and protect the environment and conserve water!!

The images of meetings organised to talk about trees and water with the communities are from the archives!!

મેધરાજાની મહેરા ઉત્તર ગુજરાત એમાંય ખાસ કરીને બનાસકાંઠામાં જોઈએ એવી નથી થઈ છતાં છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો રહ્યો. 

તળાવો એકદમ નથી ભરાયા પણ સાવ કોરા ધાકોર પણ નથી રહ્યા.. 

તો ક્યાંક વળી છલકાયા પણ ખરા...

બનાસકાંઠાના મખાણુનું હનુમાન તળાવ અમે ગાળ્યું... એમાં સરસ પાણી આવ્યું. 

ગામલોકોએ સહયોગ પણ સરસ કર્યો. સરપંચ ભાણાભાઈ પણ ખુબ જાગૃત.. 

લોકો હજુએ મેધાની વાટ જુએ છે.. ઈશ્વર તેમની ઈચ્છા પૂર્ણ કરે..

આ ગામમાં જ અમે 4000 વૃક્ષો ગામની બે જગ્યા પર VSSM સાથે સંક્ળાયેલા સ્નેહીજનની મદદથી વાવ્યા હવે એને ઉછેરીશું... જે માટે પગારદાર માણસ વૃક્ષમિત્ર તરીકે રાખ્યા છે...

દરેક ગામ પાણી અને પર્યાવરણ માટે જાગૃત થાય તે આજના સમયની તાતી જરૃર...

આશા રાખીએ સૌ જાગે..

બાકી તળાવ ગાળ્યા વખતના અને ગામલોકો સાથે પણ આ બાબતે થયેલી બેઠકના ફોટો લખ્યું એ બધું સમજાય એ માટે મૂક્યા..

Hanuman Lake filled with rainwater

Hanuman lake filled with rainwater

Hanuman Lake during digging

Mittal Patel addressing the meeting with the villagers

Water Management site

Lake before digging


The eager wait for the rains finally comes to an end….

 The rain Gods have been generous this year.

“It hardly rains here in Banaskantha, how will the lakes fill up?” was the prompt reply whenever we talked about deepening of lakes with the communities of Banaskantha.

However, a good monsoon once in a couple of years is enough to overflow the lakes.

The lakes VSSM excavates and deepens has sand at the bottom hence water percolates easily into the ground, so even if the lakes overflow twice or thrice during the season lakhs of litres of water seeps into the ground.

Along with the regular cleaning and deepening of the lakes, it is important to keep the sources and channels feeding the lakes also be kept clean and unblocked. The farmers have unknowingly blocked the natural streams that flowed into the lakes. Under such circumstances, the lakes fail to brim up even during good monsoons.

 I request the informed and aware farmers of the villages to visit the lakes during monsoons and if possible try to unblock and clean the waterways feeding the lakes. It is our responsibility to harvest thousands of litres of water we are receiving for free and without any efforts.

 We had deepened the lake of Banaskantha’s Aakoli Thakorwas, it brought immense joy to watch it overflow. 

The lake here had filled up with mud almost to the level of the ground, we excavated 19,875 cubic meters of mud and deepened the lake. The lake has filled up with 1,98,75,000 litres of water, it is still raining and water is percolating into the ground.

 It is the consistent hard work of VSSM’s Banaskantha team leader Naran and team members Chirag and Ishwar resulting into such marvellous achievements.

 We are grateful to Jewelex Foundation and the Government of Gujarat for the support they have provided for lake deepening efforts. 

આખરે મેધરાજાએ મહેર કરી...

બનાસકાંઠામાં તળાવ ગાળવાનું લોકોને કહીએ તો પહેલો પ્રશ્ન કરતા અમારા વિસ્તારમાં જોઈએ એવો વરસાદ ક્યાં પડે છે? તળાવ ભરાશે કેવી રીતે?

પણ બે ત્રણ વર્ષે એક ચોમાસુ એવું સરસ આવે કે આ તળાવો છલોછલ થઈ જાય..

વળી અમે જે તળાવો ગાળીએ એમાં મોટાભાગે નીચે રેત હોય એટલે પાણી જમીનમાં ઝટ ઊતરી જાય. આમ વરસાદી સીઝનમાં ત્રણેક વખતે પણ પાણી ભરાય તો લાખો લીટર પાણી ભૂગર્ભમાં ઊતરે...

તળાવમાં પાણી આવવાના આવરા બરાબર સરખા કરવાની જરૃર છે. ક્યાંક ખેડૂતો એ આવરાને જ બંધ કરી દીધા છે. આમ ન કરવું.. આનાથી તળાવ તપેલી જેવું થઈ જાય એમાં પાણી આવવાના રસ્તા બંધ થઈ જશે અને મેઘરાજાએ કરેલી મહેરનું પરિણામ નહીં મળે..

ચાલુ વરસાદે ગામના જાગૃત ખેડૂતો તળાવની મુલાકાત લે અને જરૃર પડે ટ્રેક્ટરથી પાણીનો આવરો તળાવમાં વાળવાનું કરવા વિનંતી કરીએ છું..

હજારો લીટર પાણી આપણને કશીયે મહેનત વગર મળી રહ્યું છે એ ખાલી વહી ન જાય તે જોવાની જવાબદારી આપણી...

બનાસકાંઠામાં આકોલી ઠાકોરવાસમાં અમે તળાવ ગાળ્યું. જે સરસ ભરાયું.. જોઈને રાજી થવાનું..

અહીંયા તળાવ જેવું કશું હતું જ નહીં. અમે 19,875 સીએમટી માટી આ તળાવમાંથી કાઢી અને તળાવ ઊંડુ કર્યું.આ તળાવમાં અત્યારે 1,98,75,000 લીટર પાણી ભરાયું અને હજુ વરસાદ પડી રહ્યો છે. પાણી જમીનમાં ઊતરી રહ્યું છે...

તળાવના કાર્યોમાં સતત કાર્યશીલ બનાસકાંઠાની અમારી ટીમ અને લીડર કરતા કાર્યકર નારણ, ચીરાગ, ઈશ્વરની સખત મહેનતનું આ પરિણામ

જવેલેક્ષ ફાઉન્ડ઼ેશન અને સરકાર કે જેમણે આ તળાવ ગાળવામાં મદદ કરી તેમનો આભાર માનીએ છીએ..


Aakoli water management site before lake digging

Aakoli watermanagement site

Aakoli lake filled with rain water

Aakoli watermanagement site

Aakoli lake filled with rainwater

Aakoli lake filled with rainwater