Showing posts with label caregiver. Show all posts
Showing posts with label caregiver. Show all posts

Thursday, March 23, 2023

Sarojben gets ration kit with the help of VSSM...

Mittal Patel meets Sarojben in Piludra village

Life has been challenging for Sarojben from Sabarkantha’s Piludra; her hardships make her look quite old compared to her actual age. Having lost her husband at a very young age, the responsibility of raising Rupal, her daughter, fell upon her. Sarojben works as a farm labor to earn a living and educate Rupal, who is studying in 9th grade.

Since the last few years, Sarojben has lost her vision, and because of financial constraints, she has avoided going for a medical checkup. 

The responsibility of running the household, looking after Sarojben, and earing for the two fell on Rupal. Initially, she would take leave but eventually dropped out of the school

Pilundra’s Alpaben introduced us to Sarojben and suggested we provide them with the monthly ration kit.

Sarojben should also receive a widow pension; strangely, this daily wage earning lady received an income certificate above Rs. 1.20 lacs; hence she could not qualify for the widow pension.

We have begun sending ration kits to Sarojben. Very soon, we shall take her to the doctor to examine her eye, and if her vision returns, we will bring Rupal to our hostel.

We are glad to be able to help such families and grateful to Alpabahen and our team member Tohid for their proactiveness.

You can also choose to adopt such families who need our support. Please call on 9099936013 to learn about our Mavjat initiative

સાબરકાંઠાના પિલુદ્રામાં રહેતા સરોજબેનની ઉંમર બહુ મોટી નહીં પણ વર્ષોથી ઢસરડા કરવાના લીધે એ નાની ઉંમરેય મોટા લાગે. એમને એક દિકરી રૃપલ જે હાલ નવમુ ધોરણ ભણે. સરોજબેનના પતિ થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા. સરોજબહેન ખેતમજૂરી કરે અને મા-દીકરીનું ગુજરાન ચાલે. 

પણ છેલ્લા કેટલાક વખતથી સરોજબેનને આંખે દેખાતુ બંધ થયું. આર્થિક સ્થિતિ નબળી એટલે આંખોની તપાસ કરાવવાનું પણ એમણે કર્યું નહીં.

 રૃપલ ભણે પણ માના આંખોના અજવાળા ઓલવાયા પછી ઘર ચલાવવા એણે કામે જવું પડે. જરૃર પડે માને પણ મદદરૃપ થવું પડે આમ નિશાળમાં રજાઓ પડવા માંડી. આખરે એણે ભણવાનું જ મુકી દીધું.

 આ સરોજબેનનો પરિચય અમને ગામમાં રહેતા અલપાબહેને કરાવ્યો. એમણે કહ્યું, આ પરિવારને દર મહિને રાશન આપો તો એમને ઘણો ટેકો થાય. 

વિધવા સહાય સરોજબેનને મળવી જોઈએ પણ એ પણ મળે નહીં. મજૂરી કરીને નભતા આ પરિવારને આવકનો દાખલો 1.20 લાખની આવકનો વાર્ષિક મળ્યો એટલે વિધવા સહાય ન મળે. 

સ્થિતિ સમજી અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. સરોજબેનની આંખોની તપાસ કરાવવાનું પણ કરીશું. જો આંખો સાજી થાય તો રૃપલને અમારી હોસ્ટેલમાં ભણવા લઈ આવીશું. પણ આવા પરિવારોને મદદ કરી શકીએ છીએ એનો રાજીપો છે..અલપાબહેન અને અમારા કાર્યકર તોહીદનો આભાર. એમણે સરોજબહેનને શોધ્યા. 

તમે સૌ આવા પરિવારોના પાલક બની શકો જેને ખરેખર આપણા ટેકાની જરૃર છે. એ માટે  9099936013 પર સંપર્ક કરી શકો..

#MittalPatel #vssm #mavajat #માવજત #caregiver #educationmatters



Sarojben from Sabarkantha's Piludra 
village

Sarojben with her daughter Rupal receives monthly ration kit 
from VSSM 

The Current living condition of Sarojben's house

The current living condition of Sarojben's house



Friday, September 03, 2021

VSSM brings peace to numerous individuals like Kantama...

Mittal Patel meets Kantama

Kantama resides in Dungrasan village, she bears the responsibility of being caregiver to her only mentally unstable son. Her self-esteem prevents her from reaching out for help. It was the very humble Surdas Kaka who introduced Kantama to VSSM’s Ishwarbhai.

“It would be a great relief if you could give me some ration!” Kantama had replied when asked what can we do to ease her work load. VSSM began providing monthly ration kit to her.

Recently, I had the opportunity of meeting her. “I am at peace, life feels good now. I do not have to stretch my hands for help. The ration kit reaches me on time every month,” Kantama shared. The peace was visible on her face.

We are grateful to all our well-wishing donors who are responsible for bringing this peace to numerous individuals like Kantama.

કાંતામા ડુંગરાસણગામમાં રહે. તેમને એક દીકરો જેની માનસીક અવસ્થા નબળી. 

આમ દીકરાની જવાબદારી કાંતામાને શીરે. 

કાંતામા ખુદ્દાર કોઈ પાસે હાથ લાંબો કરવો ગમે નહીં.

ગામના એકદમ ભલા સૂરદાસ કાકાએ અમારા કાર્યકર ઈશ્વરને કાંતામા સાથે મેળવ્યા. 

મા તમારા માટે શું કરીએ એવું પુછતા એમણે, 

રાશન આપો તો રાહત રહે એવું કહ્યું ને અમે એ આપવાનું શરૃ કર્યું.



હમણાં હું એમને મળી એમણે કહ્યું, મારા જીવને હવે સાતા છે.. કોઈ સામે હાથ લાંબો નથી કરવો પડતો ટેમ ટુ ટેમ મને આ રાશન મળી જાય છે...

હાશકારો એમના મોંઢા પર હતો...

આભાર સ્નેહજનોનો જેઓ આ કાર્યમાં મદદ કરે છે...

#MittalPatel #vssm