Showing posts with label bpl ration card. Show all posts
Showing posts with label bpl ration card. Show all posts

Tuesday, October 07, 2025

Surendranagar District Collector Shri Dr. Rajendrakumar Patel visits dafer families in Bhadavna village...

Collector Shri Dr. Rajendrakumar Patel visits dafer settlement

Surendranagar District Collector Dr. Rajendrakumar Patel visited the nomadic and denotified Dafer families in Bhadvana village of Lakhtar Taluka.

These families have been provided housing by the district administration and the Nomadic Community Support Forum (VSSM). The district collector personally met with these families.

During the visit, the Collector inquired about the government benefits they receive, including NFSA ration cards, inclusion in the BPL list, and old age pensions.

He also instructed the swift resolution of pending applications related to plots allotted in the province as well as in Lakhtar and Wadhwan.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડૉ .રાજેન્દ્રકુમાર પટેલે લખતર તાલુકાના ભડવાણા ગામે વિચરતી અને વિમુક્ત જાતિઓના ડફેર પરિવારોની મુલાકાત કરી હતી. 

આ પરિવારોને જિલ્લા વહીવટી તંત્ર અને વિચરતા સમુદાય સમર્થન મંચ -vssm દ્વારા મકાન બાંધકામ કરી આપ્યા છે. આ પરિવારોની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરાઈ હતી. ડફેર પરિવારોને મળતા સરકારી લાભો બાબતે પણ કલેક્ટર શ્રી એ પૂછપરછ કરી હતી. જેમાં NFSA રેશનકાર્ડ,BPL યાદી વૃદ્ધ પેન્શન વગેરે બાબતે પણ પૂછપરછ કરી હતી. તેમજ પ્રાંત ને લખતર અને વઢવાણ માં કરેલ પ્લોટોની અરજી નુ ત્વરિત નિવારણ કરવા સૂચના આપી હતી

Collector shri visits dafer settlement 

Collector Shri discusses problems of nomadic and
denotified communities

Collector Shri discusses nomadic families issues


Sunday, February 04, 2024

Mittal Patel meets landless Bharthari families of Bhiloda village...

Mittal Patel with the Bharthari families of Bhiloda

There is a person or a family in deep trouble. We see that person or the family everyday. If  it does not cause any anguish or pain in us , we need to check whether we are really alive or not. True, we cannot resolve all the troubles of everyone in this world. True that it is not always possible to always help monetarily but with our sense of better knowledge than that of a person in trouble, we can always be a moral support & a guide.

In Bhiloda village of Sabarkantha District there lives about 15 families in Bharathari settlement. They have infinite problems. They suffer from vices addiction. The settlement is unhygienic and dirty. Children do not regularly go to school. 

I met them all for the first time. They are staying on Government land. They do not  have their own land. They requested help to get plots in their name & then have houses constructed on it. We helped them get BPL Ration Card & Caste certificate. We applied to the collector for alloting the plot to them. However a very pertinent question we asked them as to why they are not doing anything to uplift themselves.

Cleanliness is one aspect that we need to follow. We may not get water everyday to bathe but we can always keep our surroundings clean. Why is it important to abstain from vices? We spoke a bit tough with them and also with love.  When I was leaving after talking to them , they said that "till date no one has spoken to them about cleanliness and vices. If someone explains the benefits like you did, we would understand. We want to improve ourselves" I do not like the word "improve" but somehow what I felt was that they were right. 

One may feel that what is the need to explain such basic things. One must know it themselves. But frankly , I feel that if talked to it would make a difference.

Whenever you see such a settlement in your neighbourhood, go to them. Talk about the good & bad things happening in society.  Sometimes you may feel that they are resisting change. But one must have patience. If you persist they will accept the change. I have seen that happen.

Bharthari community having got BPL Ration card, they are relieved. We will also see that allotment of plots is expedited and houses also constructed on it. 

Respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation came personally to meet the families. We get a lot of help from him. Nature gives enough money to many. But to some who are willing to spend on others, nature gives in bountiful. That is for sure.  Pratulbhai we are happy that you are with us.

કોઈ વ્યક્તિ કે પરિવાર પારાવાર તકલીફમાં છે. આપણે રોજ એમને જોઈએ પણ એમની તકલીફ જોઈને આપણને પીડા ન થાય તો આપણે ખરેખર જીવતા છીએ કે કેમ એ તપાસવું રહ્યું... હા આખી દુનિયાના કલ્યાણમાં નિમિત્ત બનવાનું આપણાથી શક્ય નથી. પૈસાથી પણ મદદ કરવી કદાચ શક્ય નથી. પણ આપણને મળેલી સમજણ તો અન્યો સાથે ચોક્કસ વહેંચી જ શકાય..

સાબરકાંઠાના ભીલોડાની ભરથરી વસાહતમાં પંદર પરિવારો રહે. ગણ્યા ગણાય નહીં એટલા દુઃખો. પણ પરિવારમાં વ્યસનની પણ તકલીફ. ગંદકી પણ વસાહતમાં ઘણી. કેટલાક બાળકો નિશાળમાં નિયમીત જાય ને કેટલાક નહીં..

આ બધાને પહેલીવાર મળી.. સૌએ સરકારી જમીનમાં રહીએ છીએ. પોતાની જમીન નથી તમે મદદ કરો તો અમને પ્લોટ મળે ને અમે ઘરવાળા થઈએ એની વાત કરી. અમે બીપીએલ  રાશનકાર્ડ કરવામાં, જાતિ પ્રમાણપત્ર કઢાવવામાં મદદ કરી. પ્લોટ મળે તે માટે પણ કલેક્ટર શ્રીને રજૂઆત કરી દીધી છે. પણ આ બધાની વચમાં તમે પોતે તમારા ભલા માટે કેમ કશું કરતા નથી એ પ્રશ્ન એમને પુછ્યો...

ચોખ્ખાઈ કોઈ થોડું શીખવે આપણે જાતે રહેવાનું છે. રોજ નાહવા પાણી ન મળે સમજી શકાય પણ ઘર આગળ કચરો કેવી રીતે સાંખી લેવાય, વ્યસનને શું કામ આમંત્રીત કરવું વગેરે જેવી ઘણી વાતો કરી. થોડો ગુસ્સો ને થોડું વહાલ પણ કર્યું. 

બેઠક પતાવીને નીકળી રહી હતી ત્યારે એમણે કહ્યું, તમે જે કહ્યું એવી વાતો અમારી પાસે આવીને કોઈ કરતું જ નથી. આવું થોડું શીખવે તો મગજમાં બેસી જાય.  અમે પણ સુધરવા માંગીયે છીએ...

સુધરવા શબ્દ મને બહુ ગમતો નથી.. પણ એમની વાત સાચી લાગે.

જો કે આ વાંચીને કેટલાકને એમ પણ થાય કે એમાં શીખવવાનું શું? જાતે સમજી શકાય. 

પણ અનુભવે કહુ તો જાતે બધુ નથી સમજાતુ કોઈ કહે તો ફરક પડે.

તમે આવી વસતિને તમારી આસપાસમાં જુઓ તો સતત એમની પાસે જાવ, સારા નરસાની વાતો કરો, કેટલુંક શીખવો.

ઘણી વખત એમ થાય કે વારંવાર શીખવીએ પણ એ નથી બદલાતા પણ ધીરજ ગુમાવ્યા વગર કરશો તો ચોક્કસ બદલાવ આવશે એ નક્કી અમે એ બદલાવ જોયો છે..

ખેર ભરથરી પરિવારોને મળેલા બીપીએલ રેશનકાર્ડથી એમને રાહત છે. એમને ઝડપથી પ્લોટ મળે તે પણ કરીશું ને ઘર પણ બાંધીશું.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનમાંથી ભરથરી પરિવારોને મળવા ખાસ આવ્યા. તેમની અમને ઘણી મોટી મદદ મળે.. પૈસો કુદરત ઘણાને આપે છે પણ એ પૈસો પોતાના સિવાય અન્યોના કલ્યાણમાં ખર્ચનાર વ્યક્તિને ઈશ્વર વધારે આપે છે એ નક્કી.. પ્રતુલભાઈ તમે અમારી સાથે છો એનો રાજીપો... આભાર...

#MittalPatel #vssm #Bharathiraja #nomads #nomadasfrom #સેવા #વસાહત #ગરીબ #પરિવાર #ભરથરી #સાબરકાંઠા #વ્યસન  #બીપીએલ #રેશનકાર્ડ #દુઃખ #કુદરત Dr K R Shroff Foundation


VSSM Coordinator intoduces Bharthari families to Mittal 
Patel

Bharthari families sharing their difficulties to Mittal Patel

The current living condition of nomadic families

Mittal Patel discusses nomadic families problem to them

The current living condition of Bharthari families

Mittal Patel along with Pratulbhai Shroff  meets Bharthari 
families of Bhiloda village




Monday, August 07, 2023

We are grateful to the officials of Sabarkantha and our well-wishers for being instrumental in ensuring nomadic families have a roof over their heads...

Mittal Patel meets Bharthari families of Raigadh village 

"During monsoon we had to put cotton in the ears of the children &  then tie the ears with cloth & make them sleep. Many times while cooking, small black caterpillars would fall in the cooking vessel. What to do ? It would be nauseating to see them pile up. But we are helpless. We do not have a concrete house and who does not wish that ? But we are "Bhartharis" and our whole life we just played a primitive musical instrument & sang Bhajans and lived on whatever society gave us. We never could have surplus money so could not build or own a house. It is my desire that I have my own house with a foreground. My parents & grandparents also wished that they had their own house. Their wish remained unfulfilled. But because of Tohidbhai from VSSM our wish has been fulfilled"

This was said by Bhikhiben Bharthari of Raigadh village in Sabarkantha.

In 2017, the ration cards of these people staying in temporary structures became APL from BPL. In BPL one gets more food grains which is very important for them. Met Tohidbhai at the Collector's office while resolving the row related to BPL cards.

We got the BPL Ration Cards done. Also after much effort, the land was allotted for these families thanks to the co-operation of the panchayat. On this plot of land , the houses will be constructed. I went to the settlement to decide what type of houses they wanted. I was welcomed very warmly. They said they wanted roofed homes. Roofed home with one room, kitchen, toilet, bathroom would be quite expensive. The families said Rs 1.32 lakhs will come from Government, VSSM well wishers will contribute and the balance amount would be contributed by Villagers. They said they would not like to have houses free. What a noble thought.

Donation came from Dr Nitin Suman Shah's Heart Foundation. I am grateful to Dr Nitinbhai.

We decided to start the work immediately. We will get the foundation work done as soon as the rains stop. The Prime Minister's resolve, administration's support and society come together, the houses will definitely be constructed.

Many thanks to the administration of Sabarkantha. With their kind feelings this work was done.

 'ચોમાસામાં તો છોકરાંઓને કાનમાં રૃ નાખી કપડુ બાંધીને ઊંઘાડવા પડે.  ઘણી વખત રસોઈ કરતી વખતે છાપરાં ઉપરથી આ ચુડેલો(નાની કાળી ઈયળ) રાંધવાનું રાંધતા હોય એમાં પડે. શું કરવાનું? એમનો ઢગલો જોઈને ચીતરી ચડે પણ શું કરીએ? પોતાનું ઘર એ પણ પાક્કુ થાય એની હોંશ કોને ન હોય પણ અમે રહ્યા ભરથરી આખી જીંદગી રાવણહથ્થો વગાડી હાલરડાં ને ભજન ગાઈને સમાજ જે આપે તેના પર નભ્યા. પૈસા ટકાની ઝાઝી સગવડ અમારી પાસે ન મળે એટલે અમે પોતે ઘર કરી શકીએ એવી સ્થિતિયે નહીં. પણ સાચુ કહુ મારી બહુ ઈચ્છા મારો ચોકો (મૃત્યુ સમયે ઘરના આંગણામાં કે ઘરમાં મૃતદેહને ગાયના છાણનું લીંપણ કરીને સુવડાવે તે) મારી પોતાની જગ્યા, મારા ઘરમાં થાય એવી હતી. મારા જેવી ઈચ્છા અમારા મા-બાપે એમના મા-બાપે કરી હશે. પણ કોઈની ફળી નહીં. પણ આ તોહીદભાઈ(VSSMના કાર્યકર)ના પ્રતાપે મારી ફળી.

સાબરકાંઠાના રાયગઢના ભીખીબહેન ભરથરીએ આ વાત કરી. 

2017માં છાપરાંમાં રહેતા આ પરિવારોના રેશનકાર્ડ BPL માંથી APL થઈ ગયા. BPL રેશનકાર્ડમાં તેમને અનાજ વધારે મળે જે એમના માટે મોટો આધાર સમુ. વળી એમની સ્થિતિ તો જેવી હતી એવી જ હતી તો BPL રેશનકાર્ડમાંથી તેમના કાર્ડ APL કેવી રીતે થયા? એની રાવ લઈને કલેક્ટર કચેરીએ ગયા ને ત્યાં તોહીદભાઈ સાથે ભેટો થયો. 

રાશનકાર્ડ તો અમે BPL કરાવી આપ્યા. સાથે તેમને રહેવા જમીન મળે તે માટે પણ મથ્યા. આખરે પંચાયતની લાગણીના લીધે આ પરિવારોને પ્લોટ ફળવાયા.

હવે આ પ્લોટ પર ઘર બંધાશે.

કેવા ઘર બાંધવા એની વાત કરવા વસાહતમાં ગઈ. એમણે સુંદર સ્વાગત કર્યું. પછી ધાબાવાળા ઘર કરજોનું કહ્યું.

ધાબાવાળા વળી એક રૃમ રસોડુ, ટોયલેટ, બાથરૃમવાળા ઘર બાંધવા ઘણા પૈસા થાય. તો આ પરિવારોએ કહ્યું, સરકારના 1.32 આવશે. VSSM મદદ કરે ને અમે પણ થોડા કાઢીશું. સાવ મફતનું અમારે નથી જોઈતું. કેવી અદભૂત લાગણી. 

સરકાર, આ પરિવારોની પોતાની રકમ ઉપરાંતની મદદ હાર્ટ ફાઉન્ડેશન- ડો. નિતીન સુમન શાહ કરશે. આદરણીય નિતીનભાઈની આ લાગણી માટે આભારી છું.

ઝટ કાર્ય શરૃ કરવાનું નક્કી કર્યું છે. બસ વરસાદ થોડા ખમૈયા કરે તો પાયા ખોદાઈ જાય ને કામ ચાલુ થઈ જાય. 

પણ ઘર વગરના તમામ પરિવારોને ઘર આપવાનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ વહીવટીતંત્ર અને સમાજ સાથે આવે તો ચોક્કસ પૂર્ણ થાય.

સાબરકાંઠા વહીવટીતંત્રનો પણ આભાર. એમની લાગણીથી આ કાર્ય થઈ શક્યું. 



Bharthari families discusses what type of houses they want
with Mittal Patel

The current living condition of nomadic families

Mittal Patel visits bharthari settlement and discusses 
what type of house they want

Mittal Patel with bharthari families in Sabarkantha

The current living condition of nomadic families

Mittal Patel meets bharthari families in their settlement



Wednesday, February 15, 2023

We are grateful to the Mamlatdar, Additional Mamlatdar and the Public Supply Department of Mansa for their promptness in issuing the ration cards to the nomadic families...

Mital Patel with the nomadic families of ludra who received
their ration cards and other citizenry documents

“Allotment of Ration Cards and that too BPL ration cards within such a short time is beyond our comprehension. It has taken us months and sometimes years of struggle to get our existing ration cards reissued upon splitting them.” Prahaladbhai Raval of Gandhinagar’s Lodra shared with great astonishment.

Ludra has a considerable population of Raval families who earn their living as menial labor. While some have pucca homes, others don’t, and many who do not even have a place to call home stay in rented properties. These individuals are enterprising but lack the capital to launch their independent ventures, and it is unaffordable to borrow money from private money lenders at a high-interest rate. We discussed these and many other aspects of their life during the meeting. Now that VSSM is with them, the families experienced a sense of relief. VSSM’s team member Rizwan has made great efforts to ensure the families receive their ration cards and other citizenry documents. We are grateful to the Mamlatdar of Mansa Shri  Vishalbhai Parmar and Additional Mamlatdar Shri Chiragbhai Shah for their promptness in issuing the ration cards. Shri Chiragbhai obliged our team member’s request and paid a visit to the settlement...

We are also grateful to the Public Supply Department of Mansa.

Incidentally, Shri Nimeshbhai Savla and Shilpaben, our well-wishing donors, traveled with us on that day and participated in this noble cause. Our best wishes to these families of Ludra.

 'આટલા જલદી રેશનકાર્ડ એ પણ બીપીએલ મળે એ કલ્પના બહારની વાત હતી પણ જુઓ આ બધું થયું. વિભાજીત રેશનકાર્ડ માટે પણ અમે ઘણા વખતથી મથતા પણ મેળ નહોતો પડતો.'

ગાંધીનગરના લોદ્રામાં રહેતા પ્રહલાદભાઈ રાવળે ભાઈએ આ કહ્યું. 

લોદ્રામાં રાવળ સમુદાયની વસતિ ઘણી મોટી. ઘણા છૂટક મજૂરી કરીને ગુજારો કરે. કેટલાક પાસે પાકા ઘર છે તો કેટલાક પાસે નથી. ઘણા પાસે રહેવા પોતાની જગ્યા નથી. ભાડાના મકાનમાં ઘણા રહે છે. ધંધો કરવાની સમજણ છે પણ પાસે મૂડી નથી. વ્યાજવા લાવે તો પોષાય નહીં. આવી ઘણી વાતો તેમની સાથે બેઠક કરી તેમાં તેમણે કરી. 

પણ હવે સૌને નિરાંત એ વાતે હતી કે VSSM એમની સાથે છે. કાર્યકર રીઝવાન એમના માટે ઘણું મથે આ રાશનકાર્ડ માટે પણ એણે જ ફોર્મ ભરીને પ્રયત્ન કરેલા.

માણસા મામલતદાર શ્રી વિશાલભાઈ પરમાર અને નાયબ મામલતદાર શ્રી ચિરાગ શાહનો ઘણો આભાર. આ બેઉની આ સમુદાય માટે ખુબ લાગણી એટલે આ કાર્ય ઝડપથી થયું.

ચિરાગભાઈ તો અમારા કાર્યકર રીઝવાનની લાગણી ધ્યાનમાં રાખીને વસાહતમાં પણ આવ્યા. 

આભાર પૂરવઠા વિભાગ માણસા.

અમારા કાર્યોમાં સદાય સાથે રહેનાર, મદદ કરનાર નિમેશભાઈ સાવલા ને શિલ્પાબહેન પણ યોગાનુયોગ આ દિવસે સાથે હતા. તેઓ પણ આ સદકાર્યમાં ભાગીદાર બન્યા.

બસ લુદ્રાના આ પરિવારો સુખી થાય તેવી શુભભાવના...

OurWell-wishing donor Shri Nimeshbhai Savla give
ration card to nomadic families

Nomadic families during the issuance of Ration card

Mittal Patel gives ration card to nomadic families

Our VSSM Co-ordinator Rizwan gives ration card to 
nomadic families

Nomadic families recieved their ration card

Our Well-wishing donor Smt. Shilpaben Savla gives 
ration card to nomadic families

Nomadic families during the issuance of ration card




Tuesday, March 09, 2021

VSSM request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022...

Mittal Patel meets mir families of Ratanpur village
in Kheda district

 “Ben, please do something to help us get a house. We have been staying in Ratanpur for a very long time; we even have identity proofs of this village yet we cannot have a house. Living next to a highway gets scary at night!” Darghbhai Mir, a community leader residing at Matar’s Ratanpur shared the plight of his community. 

“Since you have been staying here for so long are your names on the BPL list?”

“That we do not know, but why BPL?”

“Our Prime Minister has pledged to provide homes to all homeless by 2022. So if your name is on the BPL list you might have already been surveyed for the house!”

“So wouldn’t it be possible now?”

“We have appealed, so it should happen!”

Everyone dreams of a house; we request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022. 

'બેન આ રહેવાનું કોક ઠેકાણું પાડોને. આ રતનપુરામાં અમે ઘણા ટેમથી પડ્યા સીએ. અમારા બધા ઓધારો ઓયના પણ બળ્યું આ રહેવા બલ્લે ઘર નથી થતું.અમે પાસા પડ્યા સીએ રોડની બાજુમોં એટલે રાત વરત બીકેય ઘણી રે.'

ખેડાના માતરના રતનપુરામાં રોડની બાજુમાં રહેતા મીર આગેવાન દરઘાભાઈએ આ રજૂઆત કરી..
'ગામમાં વર્ષોથી રહો તે બીપીએલ યાદીમાં તમારા નામ ખરા કે નહી?'
'ઈની અમન ખબર નહીં... પણ બીપીએલ ચમ?'
'આપણા વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં તમારા જેવા ઘરવિહોણા પરિવારોના ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે. જો બીપીએલ યાદીમાં નામ હોત તો કદાચ તમારો સર્વે થઈ ગયો હોત એટલે પુછ્યું'
'તે હવે નહીં થાય'
'થશે.. આપણે રજૂઆત કરી છે..'
ઘરનું સમણું બધાને હોય.. રતનપુરામાં રહેતા આ મીર પરિવારોને 2022 પહેલાં રહેવા જગ્યા ને એના માથે ઘર બાંધવા સહાય મળી જાય તેવી કલેકટર શ્રીને વિનંતી...


The current living condition of nomadic families

The current nomadic settlement of nomadic families

Mir families sharing their plight with Mittal Patel


Tuesday, January 12, 2021

VSSM thanks government officials for providing BPL Ration Card to 84 families of Gandhinagar...

Mittal Patel handed over BPL Ration Card to
nomadic families 

 This is about the marginalised families residing in Gandhinagar’s Chraada, Aajol, Ridrol, Delwada…

As we all know there are numerous poverty elevation and welfare schemes the state and central government launch time to time. If the benefits of these schemes were to reach the people they are designed for there would be no hunger, poverty or backwardness in this country. VSSM strives to ensure that the communities it works with access to these schemes and benefit from it. The government authorities also play their role in ensuring this happens. At times when the going gets tough as suggested we also draw the attention of our Chief Minister on matters that need his intervention, he takes due notice and instructs the officials to do the needful.

The proactiveness of the government has resulted in the clearance of files pending for years. The authorities are compassionately trying to resolve the pending issues.  And for this, I will be every grateful to our Chief Minister Shri Vijaybhai Rupani. Our Prime Minister is also empathetic towards these communities, he remains updated on the progress of schemes implemented for these poor communities.

I have experienced the power and ability to get things done when political and bureaucracy decide to work together. When they join hands they can resolve any challenges they face. I am grateful to everyone in government for the support they provide in solving chronic issues the marginalised communities face.

Recently, a meeting chaired by District Collector of Gandhinagar to discuss and find solutions to the long pending issues of marginalised communities of Gandhinagar. The Collector instructed his officials to find solutions to these challenges,  “bringing joy and happiness to the poor and destitute families is the most rewarding work. These families are really in need to experience your compassion. The satisfaction it will bring you will be incomparable!” he shared.

After the meeting 84 Devipujak families of Gandhinagar’s Delvada, Chrada, Aajol, Ridrol villages were issued BPL ration cards and many received caste certificates.

Since the families have received the documents that are fundamental to processing applications for residential plots, the authorities are working towards ensuring the same. These address-less humans will soon receive a place to build permanent houses.

The speed at which the papers are moving assures the challenges these families are facing shall be resolved soon. I salute these efforts the government is steering in to make the marginalised part of the mainstream.

VSSM team persevere very hard to resolve the issues these families tackle on daily basis. They make numerous rounds of the settlement. In Gandhinagar  Rizwan and Tohid worked hard. Govindbhai, Deepakbhai, Girdharbhai Kiranbhai etc.  from the settlement joined hands in these efforts. It is this collective hard work that is paying off. Almighty too is working to ensure our families encounter lesser challenges. Gratitude and prayers to almighty to give us the strength we need to continue persevering.  

વાત ગાંધીનગરના દેલવાડા, ચરાડા,  આજોલ અને રિદ્રોલમાં રહેતા વંચિતોની.

સરકારની કલ્યાણકારી યોજનાઓ ઘણી.. આ બધી યોજનાઓની મદદ છેક તળીયે પહોંચે તો દેશનું ખરેખર કલ્યાણ થઈ જાય.. અમે યોજનાઓની મદદ છેવાડે રહેતા વંચિત - વિચરતી જાતિના પરિવારોને મળે તે માટે સતત મથીએ.. અધિકારીગણનો સહયોગ પણ મળે.. 

પણ ક્યારેક કોઈ તકલીફ જણાય તો આપણા મુખ્યમંત્રી શ્રીએ કહેલું, મારુ ધ્યાન દોરવાનું ને અમે ધ્યાન પણ દોરીએ ને એમના તરફથી જરૃરી સૂચના પણ અપાય..આમ સરકારની સક્રિયતાના લીધે વર્ષાથી સરકારી કચેરીઓમાં પડેલી ફાઈલોનો નિકાલ હવે આવવા માંડ્યો છે. અધિકારીઓ સંવેદનાથી ઉકેલ માટે કોશીશ કરવા માંડ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીની હું ખરેખર ઋણી છું. 

આપણા વડાપ્રધાન પણ આ સમુદાયોની ચિંતા કરે છે.. એટલે જ વખતો વખત તેમના માટે થઈ રહેલા કાર્યોનો એ જાયજો પણ લે છે.. અધિકારીગણ ને રાજકીય પાંખ ભેગી થાય તો કેવું સુંદર કાર્ય થાય એ અમે છેલ્લા કેટલાક સમયથી અનુભવીએ છીએ..સરકારમાં બેઠેલા આપ સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કરુ છું..

તાજેતરમાં ગાંધીનગર કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં રહેતા વંચિત સમુદાયના પ્રશ્ને બેઠક થઈ ને એમણે તમામ અધિકારીને આ પરિવારોના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી. તેમણે કહ્યું, આ કાર્ય મન અને હૃદયને સાતા આપનારુ અને આ પરિવારો ખરેખર જરૃરિયાતવાળા. તેમનું કાર્ય કરશો તો એનો સંતોષ અનેરો હશે..

આ બેઠક પછી #ગાંધીનગરના #દેલવાડા, ##ચરાડા #આજોલ, #રિદ્રોલમાં રહેતા રાવળ અને દેવીપૂજક સમુદાયના 84 પરિવારોને BPL રેશનકાર્ડ તેમજ ઘણા બધા વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ પ્રાથમિક પુરાવા મળતા હવે આ પરિવારોને ઝડપથી રહેવા પોતાની જગ્યા ને ઘર મળે તે માટે પણ અધિકારીગણે તજવીજ હાથ ધરી છે. ટૂંકમાં સરનામાં વિનાનાં માનવીઓને ઝટ સરનામુ મળશે.જે ત્વરાથી કાર્ય થઈ રહ્યું છે એ જોતા ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે તેવું લાગે છે.. મુખ્યધારામાં વંચિત પરિવારોને લાવવાના સરકારના પ્રયાસોને વંદન કરુ છું. 

VSSMની ટીમ ખુબ સંવેદનાથી આ બધા પ્રશ્નોના ઉકેલ માટે સતત દોડાદોડી કરે.. ગાંધીનગરમાં રીઝવાન અને તોહીદની જબરી મહેનત ને એમને ટેકો કરે.

વસાહતના લાગણીશીલ ગોવિંદભાઈ , દિપકભાઈ, ગીરધરભાઈ, કીરણભાઈ વગેરે... આપ સૌ સ્વજનોની મહેનત હવે રંગ લાવી રહી છે.. કુદરત હવે આપણા આ પરિવારોની તકલીફ દુર થાય તે માટે એક હકારાત્મક વાતાવરણ રચી રહી છે.. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ..ને ઈશ્વરને હજુ વધુ બળ આપવા પ્રાર્થના...

#MittalPatel #vssm #humanity

#humanrights #advocacy

#gandhinagar #Gujarat



The current living condition of nomadic families

Nomadic families received their BPL Ration Card and Caste-
Certificate

Nomadic families recieved their BPL Ration Cards

A meeting chaired by District Collector of Gandhinagar to 
discuss long pending issues of marginalised communities
of Gandhinagar