Showing posts with label Mitta lPatel. Show all posts
Showing posts with label Mitta lPatel. Show all posts

Wednesday, January 02, 2019

Remarkable Compassion for nomads shown by Shri Jaswantbhai Jegoda - Many Blessings...

Mittal Patel meets assistant collector of Rajkot distirct to
discuss long pending issues of NT-DNTs 
There is a difference between respecting someone and deeply respecting someone. Shri Jashwant Jegoda, Assistant Collector – Rajkot is someone whom we deeply respect.

We had the opportunity of experiencing the goodness of Shri. Jegoda whilst he was Assistant Collector of Siddhpur where he had worked tirelessly for the nomadic and de-notified tribes. Shri. Jegoda is an extremely  compassionate government official, always willing to give his 150% for the poor and marginalised.

Mittal Patel sharing a copy of Astitva with Shri Jaswantbhai
Jegoda
His transfer to Saurashtra has been a blessing to us. The dust accumulated over the years on the pending files is now being dusted off. Jaswantbhai’s motto in life is to spread hope in the homes of poor and make the best use of the official powers  granted to him.

“Sir, officials like you are a boon to workers like us!! Your presence in the officialdom is like the lamp that lights up the darkness around. May you continue to move forward,  help the deprived and become instrumental in spreading joy in their lives. Our best wishes always will always surround  you.”

Shri Jaswant Jegoda Assistant Collector of Rajkot District

I had the privilege of meeting Jaswantbhai today to discuss some long pending cases with him. We talked a lot on the pressing issues these tribes face. I was delighted to have met an official like Jashwantbhai.

My God Bless You, Sir!! I am not sure if I can say this but just felt like saying so because of the tremendous respect we hold for you.

In the picture – sharing a copy of Astitva with Shri Jegoda.


કોઈ માટે માન હોવું અને વિશેષ માન હોવું એ બંને માં ઘણો ફરક છે. જશવંત જેગોડા પ્રાંત અધિકારી રાજકોટ એમના પર વિશેષ આદરભાવ વ્યક્ત કરવાનું મન થાય.
વંચિતો માટે અપાર અનુકંપા ધરાવે અને મારાથી થઈ શકે તે બધું જ કરવા માટે હું તૈયાર એવો એમનો ભાવ હંમેશનો. આમ તો સિદ્ધપુરમાં એમનો અનુભવ થયેલો ત્યાં પણ પ્રાંત અધિકારી તરીકે એમણે વિચરતી વિમુક્ત જાતિઓ અને વંચિતો માટે અનુકંપા દાખવી ઘણા કામો કર્યા.


સૌરાષ્ટ્રમાં એમની બદલી એ અમારા માટે આશીર્વાદરૂપ છે. 
ફાઈલો પરની ધૂળ હવે ખંખેરાઈ છે. ગરીબ પરિવારોના જીવનમાં ઉજાસ પાથરવામાં હું કંઇ પણ કરી શકું તો જીવન અને અધિકારી બન્યાનું સાર્થક એવો ઉમદાભાવ જશવંતભાઈ માં જોવા મળે.
અમારા જેવા સેવકો માટે તમારા જેવા અધિકારીઓ આશીર્વાદરૂપ છે. જે અંધકારમાં દિવડા જેવા છે... 
ખૂબ આગળ વધો, તક વંચિતોના જીવનમાં ઉજાસ પાથરવામાં, દેશને નવા આયામ પર લઈ જવામાં નિમિત્ત બનો એવી શુભેચ્છાઓ...
આજે રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓની પડતર કામો માટે જસવંત ભાઈ ને મળ્યા.. ખૂબ વાતો કરી ને એક અચ્છા અધિકારીને મળ્યાનો રાજીપો થયો...
God bless you ... ખબર નહિ આ કહેવાય કે નહિ પણ તમને કહેવાનું મન થયું એટલે કહ્યું... પણ તમારી માટે આદરભાવ ખરા હ્રદયથી...
અમારી વાતો જેમાં લખીએ છીએ એ અસ્તિત્વ પણ આપ્યું... જેનો ફોટો.. 

#empathy #socialchange #sensitiveofficer #nomads #vssm #mittalpatel#nomadictribes #advocacyfornomads Jasvant Jegoda

Thursday, October 05, 2017

We do exist…

Mittal Patel witnessed self-owned leadership - The community
Leaders joining hands proactively for Mass Campaign
We are coming together in Palanpur on October 14th 2017 to let the world know that we exist. The number of people arriving is going to be huge for sure. Such a measure of gathering calls for some advance planning and preparation. The organizers are nomadic and de-notified communities, hence there had to be some distribution of responsibilities!!

Mittal Patel discussing the plan of action with 150+ Nomad
Community Leaders - Mass Campaign planning under progress
We held a meeting in Deesa to assign responsibilities to the community leaders of Patan and Banaskantha. The prolonged discussion was followed by deciding on the agenda for that day. We announced that those willing to take responsibility can stay back while others may leave and come at the venue on 14th. There were around 150+ leaders present in the meeting, we were hoping that 40-50 of them would stay back but, to our utter surprise not a single person stood up to leave!! We changed our seating arrangement and went in the corner so that we could have more focused discussion within a smaller group  but all of them overwhelmed us with the requests to assign responsibilities. “You do not worry about my community, we are all coming!” we were assured by each of them!!

Such overwhelming response means that these communities are tired, they are tired of waiting for these never-ending delays to come to an end. They are eager to talk about the little efforts that are required to change their lives for better!! They will not be opposing or agitating, they are gathering  to make everyone realize that they too exist….  

 ‘અમે પણ છીએ’
કહેવા 14મીએ પાલનપુર ભેગા થવાના. મોટી સંખ્યામાં લોકો આવવાના એ નક્કી. વ્યવસ્થા અને આયોજન મોટુ. વળી નિમંત્રક અને આયોજન કરનાર તમામ વિચરતી વિમુક્ત જાતિ એટલે જવાબદારીની વહેંચણી પણ કરવાની.
ડીસામાં પાટણ અને બનાસકાંઠામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો જવાબદારીની વહેંચણી માટે ભેગા થયા. લાંબી ચર્ચા પછી શું કરીશુંની વાત કરી, જેને જવાબદારી લેવી ને નિભાવવી હોય એ બેસે બાકીના વ્યક્તિઓને 14મીએ મળીશું એમ કહીને જવા કહ્યું. દોઢસો કરતાં વધુ આગેવાન ઉપસ્થિત હતા. અમને હતુ કે, ચાલીસ પચાસ માણસ બેસસે પણ આ તો જબરૃ થયું એકેય આગેવાન હલ્યા નહીં. અમે જગ્યા બદલી. એક બાજુ ખુણામાં જઈને બેઠા તો ત્યાંય વીંટળાઈને, ‘અમને કો અમે શું કરીએ. બાકી મારી નાતની ચિંતા તમે છોડી દો એતો આખી આબ્બાની.’
થાક્યા છે લોકો એટલે કોઈના વિરોધ માટે નહીં પણ અમને શાંતિથી જીવવા નાની મદદ કરોની વાત કરવા તત્પર થયા છે... સ્વયં ભૂ દરેક વ્યક્તિ પોતાનો આગેવાન લો બોલો છે ને મજાની વાત....

Tuesday, September 05, 2017

Beautiful memories of challenging times…

“Ben that house you see there, that is my house. Please come for tea.” He had met us just two minutes back, “How come you are here, you had send lot of aid to our village, am I correct, Ben??

Becharbhai Maharaj - A Khariya resident - narrates his refreshing experience to
Mittalben Patel & Shri Rashminbhai Sanghvi during their post-flood visit
His statement confused me, it was not us who had given them aid, we were merely instrumental in bringing them aid, we cannot be taking any credit for that!! My mind was busy with these thoughts when he said, “Ben, we have witnessed many such floods but, this time we have been helped a lot by everyone. I had gone to Madhi to get saplings for my farm. You know how far Madhi is, 200 kilometers from here almost near Vijapur. The guy selling saplings asked my village and when I said Khariya he told me he was at our village with a truck full of fodder for animals and so much more. That guy wasn’t a rich fellow. He had a very small farm but he worried about us when he read of Khariya in newspaper and reached us with all the help he could.” He was overwhelmed by such gestures of kindness and help reaching them during some of the most difficult times of their lives. The gratitude towards such acts of kindness could be seen on his face!!!
He could not believe that a small farmer from as far as 200 kilometers could think of showing such generosity… “my entire Banaskantha was here to help us and I am extremely grateful to everyone who did. It is because of you all that we have managed this crisis… did you know any of us?? Yet you decided to help us!! How can we not offer you tea??”

The Banas river between Khariya and Mota Jampur decided to go wild without warning anyone, that night it just decided to spread its span from 50 meters to 2 kilometers….as we were looking at the aftermath our eyes fell of the beautiful setting sun in the horizon and we decided to get down and take a picture of it to find Khariya’s Becharbhai Maharaj who with his touching narrative refreshed us even before we could have the tea he offered……

The beautiful aftermath of the good deeds and kind gestures by human kind during such challenging times have made such profound impact…

With two outstanding humans... Respected Shri. RashminbhaiSanghvi and Becharbhai Maharaj…

'બેન ચા પાણી પીશો? પણે દેખાય એ ઘર મારુ. આવો બેન.'
બસ બે મિનિટ પહેલા મળ્યા ત્યારે એમણે પૂછ્યું, 'કેમ આ બાજુ બેન? તમે અમારા ગામમાં સહાય આલેલી ને બેન?'
એમના આવું પૂછવાથી હું તો હા ના ની અસમઝમાં પડી. સહાય કોની ને કોણે આપી અમે તો નિમિત્ત હતા ને એમાં આમ જશ લઇ લેવાય?? આ ગડમથ ચાલતી હતી ત્યાં એ બોલ્યા...
'બેન પોણી તો પેલાય ઘણા આયા પણ આ ફેરા લોકોએ ખુબ સહાયતા કરી. હું મારા ખેતર માટે રોપા લેવા માઢી જ્યો તો બેન. માઢી ચેટલું સેટ પડ્યું? 200 કિલોમીટર થાય. ઠેક વિજાપુરની બાજુમો. પેલા રોપવાળાએ મન પુસ્યું ક, 'કાકા ચોના?' અન મેં કીધું ખારીયા. ઈને મન કીધું, 'અમે આયાતા ખારીયા. ઘાસ પૂળાની આઇસર ભરી ન. અન બીજુયે ઘણું લઈન' એ રોપાવાળો કોય મોટો જબરો પૈસાવાળો નતો. બે વિધા જમીનનો માલિક હતો પણ જુઓ અમારી ચિંતા કરીન ખારીયાનું છાપામો વોચીન ખારીયા આઇન ઈને મદદ આલી. આ વાત કરતા કરતા સખત અહોભાવ એમના મોઢા પર જણાતો હતો.
અને સૌથી અગત્યનું ઠેઠ 200 કિલોમીટર દૂરથી અને એય પાછો બે વિધા જમીનનો માલીક ગાડી ભરીને ઘાસ લઈને આવે એ એમના માનવામાં આવતું જ નહોતું.

'અમારું આખું બનાસકોઠા મદદ કરાવવાળા બધાનો આભાર મોનઅ. તમે બધા હોવ ન અમે બેઠા થઈયે નકર.... તમે બધા ચો ઓળખતાતા અમન? તોય મદદ કરીન? તો અમે ચા- પોણીમોથી તો ના જઇયે ન?'
ખારીયા અને મોટાજામપુરની વચમાં બનાસે ના કોઈ રણશિંગું ફૂંક્યું ના લડવાની તક આપી બસ એણે તો કાળી રાતમાં પોતાનું સામ્રાજય 50 મીટરમાંથી વધારી બે કી.મી.નુંં કરી દીધું. આ જોઈ રહ્યા હતા ત્યાં સરસ સુર્યાસ્ત થઇ રહ્યાનું જોયું. ને એનો ફોટો પાડવા નીચે ઊતર્યાને ખારીયાના બેચરભાઈ મહારાજનું ચાનું આમંત્રણ મળ્યું ને ચા પીધા વગર ટેસ કરાવી દે એવી અદભુત વાત એમણે કરી...
માનવતાના અદભુત કાર્યોની સુવાસ કેવી સરસ પથરાઈ નહીં..
આદરણીય રશ્મિનભાઈ સંઘવી અને બેચરભાઈ મહારાજ બેય અદભુત માણસો...