Tuesday, December 25, 2018

VSSM initiated participatory work in Ghrechana...

Mittal Patel with people of Ghrechana
Humans will find water from anywhere, but the animals and birds who live in our village, where will they find water from??With decreasing rains how will they survive? If we deepen our lake and it gets some water our animals and birds will be relieved. The farmers have worked to bring Narmada waters to this land, we can also release that water in the lake. Honestly, not for us but for our animals and birds we have decided to deepen the lake ,” conveyed ghrechana’s Sarpanch Shri Jamabhai while agreeing to happily contribute for deepening of the village lake.

Ghrechana is a small village of Suigam block. Situated on the periphery of the Rann even at a mere 10 feet, the ground waters  here are extremely saline. The community here survives on rainfed agriculture. Salinity means it is impossible to drill a borewell yet,  to ease the drinking water crisis the  government did try drilling once but that too has failed. Summers are terrible for this village. Water remains the most precious commodity here.



Mittal Patel discusssing about lake with people of ghrechana
Jamabhai is absolutely correct when he says humans can still manage it is our cattle, birds and beasts we are worried about!

The span of the lake is vast but on the first sight it does not come across as a lake as most of it is levelled now. It looks more of a empty patch of land and not a lake.  It is not possible to deepen it much but we are planning to factor in  the age old wisdom of the village elders to deepen the lake as much as possible. The economic condition of the villagers is extremely poor however, they are willing to contribute for they worry about their animals and birds. To ferry the excavated mud they  roped in the tractors from their relatives if they were not able to find their own. Here too VSSM provides the JCB rest of the expenses are to be taken care of by the community.
VSSM working in Ghrechana


The partnership between VSSM and the village will for surly have an impact on its ability to preserve whatever little water it receives.

We will always remain grateful to all who have helped us address this chronic issue of water in an extremely marginalised and water deprived region. Our Naran remains the backbone of this initiative, it is his continuous hard work that we have such positive stories to share.  Am so glad we are in this together.


મોણસ તો ગમે તોથી પીવાનું પોણી હોધી લાવશે પણ મૂંગા ઢોર, પંખીઓ, બીજા જીવજંતુ બચારા ચો જાય. અમારુ આ તળાવ ગળાય તો ઈમાં પોણી ભરઈન પડ્યું રે તો બધા જીવો ન ફાયદો રે. પાસી નર્મદાની લાઈન ગોમના સેડુ (ખેડુતો) લાયા હ્. તે એ લાઈનથીયે તળાવમોં પોણી નોખી હકાશે. એટલ હાસુ કહુ તો અમારા હાતર નહીં પણ મૂંગા પશુ પક્ષીઓ હાતર જ અમે આ તળાવ ગળાવવાનું નક્કી કીધુ.'
ગામના સરપંચ શ્રી જામાભાઈએ તળાવ ગળાવવા વિનંતી કરી ને જરૃર પડશે સાથ સહકાર આલશ એવું પ્રેમપૂર્વક કહ્યું.
સુઈગામ તાલુકાનું છેવાડાનું ગામ ધ્રેચાણા સાવ નાનકડુ ને રણને અડીને આવેલું. જમીનમાં દસ ફૂટ ઊંડા જાવ તો ખારુ પાણી મળે. ચોમાસુ ખેતી સિવાય અન્ય કોઈ આધાર અહીંયા જડે નહીં. આર્થિક રીતે ખુબ દુબળા ધ્રેચાણામાં બોરવેલ થઈ શકે એવી સંભાવના નહીંવત. જોકે પાણી પૂરવઠાવાળા બોર કરવા પ્રયત્ન કરે જેથી બધાને પીવાનું પાણી મળે પણ બોરવેલ ફેઈલ થઈ જાય છે. આવા ધ્રેચાણામાં ઉનાળામાં તો પીવાના પાણી માટેય વલખાં મારવા પડે એવી હાલત થઈ જાય.

જામાભાઈની વાત તદન સાચી પાણીની આવી તકલીફમાં માણસ તો એની સગવડ કરી લે પણ મૂંગા ઢોર, પશુપંખી ક્યાં જાય?

Water management work going in Ghrechana
ગામના તળાવનો વિસ્તાર ઘણો મોટો પણ પહેલી નજરે તળાવ જેવું લાગે નહીં.તળાવ લગભગ સમતળ જેવું થઈ ગયેલું.

તળાવ બહુ ઊંડુ કરાય એવી સ્થિતિ નથી પણ ગામની સમજણનો ઉપયોગ કરી તેઓ કહે તે રીતે ઊંડુ કરવાનું કરી રહ્યા છીએ. આર્થિક સ્થિતિ અત્યંત નબળી એવા આ ગામના લોકો પોતાના સ્વાર્થ માટે નહીં પણ પશુપંખીઓ સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરે છે ને માટે જ તેઓ તળાવમાંથી નીકળતી માટી ઉપાડવા ટ્રેક્ટર પોતાના તો ક્યાંક સગાસંબધીઓના ત્યાંથી લઈ આવ્યા છે. VSSM જેસીબીનો ખર્ચ આપે ને માટી ઉપાડવાનું ગામલોકોના શીરે છે.
આમ ગામ અને સંસ્થાની સહભાગીતાથી સરસ રીતે તળાવ ઊંડા કરવાનું થઈ રહ્યું છે... 
જેમની મદદથી આ બધુ થયું એ પ્રિયજનોનો આભાર... કાર્યકર નારણની સતત દોડધામથી જ આ બધુ સંભવ થાય છે એ હકીકત....સૌ સાથે છે એનો આનંદ....

  

VSSM initiated participatory water management work in Banaskantha

“Our Mutheda village is Swadhyayi, we have donated 26 bighas of  land to build a Tree Temple.
Mittal Patel talking about water mangement to people of Mudetha
We know how it is to survive without water. If our lakes have water,  not only the humans but the birds and the animals too will get water. These are all very virtuous works. We cannot be keep taking from nature and almighty all the time. It is our responsibility to give back and the Lakes do the work of giving back.”
Such profound and wise talk by  Bachubha of Banaskantha’s Mutheda to which even the Sarpanch Shri. Kantiji was in complete agreement.
During the water management in Mudetha

“If you deepen 2 lakes of our village a minimum of 500 farmers will benefit from it. Currently we are required to  lower atleast 50-60 pipes in the ground,  if we deepen the lakes that number will drastically reduce. The water tables have dropped down to 500-600 feet. Lakes will recharge the water tables.”
VSSM has initiated participatory water management works in Banaskantha. The leadership of Mudetha has accepted the responsibility of clearing and lifting the mud while we will be providing the JCB to excavate the soil. Apart from the contribution we will also be talking for creating a corpus to deepen the lakes in the village. It is planned that this corpus be maintained by a special committee only.
We are glad that the villagers are taking an initiative to preserve the underground water tables. Our pledge to make Banaskantha green again cannot succeed without the awareness and support of local leadership. And when the villagers decide to join the cause, nature too will need to pour down and step in to fill up the lakes.

I recently visited the lake deepening site and got talking with the villagers on water management issues. The ongoing work can be seen in the picture.

ગુજરાતીમાં અનુવાદ


'અમારુ આખુ મુડેઠા ગોમ સ્વાધ્યાયી... છવ્વી વીધા જમી અમે વૃક્ષમંદિર બનાબ્બા આલી દીધી. 
VSSM working in Mudetha
પોણીનું માતમ અમેય જોણીયે સીએ. તળાવ ગળાય તો પશુપક્ષી બધોયન પોણી મલતુ રે. ઓમ તો આ પરમાત્માનું કોમ કેવાય.
પરમાત્મા પાહેણથી બધુ લીધા કરીએ એ ના ચાલ. ઈન પાસુય આલવુ પડન. તળાવ એ પાસુ આલવાનું કોમ કર.'
આવી અદભૂત વાત બનાસકાંઠાના ડીસા તાલુકના મુડેઠાગામના બચુભા કરે.
સરપંચ શ્રી કાન્તીજીએ એમની વાતમાં સુર પુરાવતા કહ્યું, 
'તમે અમારા બે તળાવ ગાળશો ન ઈમોથી ગોમના ઓસામઓસા પોનસો (500) ખેડુતોન ફાયદો થસે. હાલ બોરમાં 50 થી 60 કોલમો નોખવી પડ. આ કોલમો તળાવ ગળાય તો ઓસી નોખવી પડ.' (પાણીના તળ પાંચછો છસો ફુટે પહોંચ્યા છે)
VSSM દ્વારા જળવ્યવસ્થાપનું કામ બનાસકાંઠામાં શરૃ કર્યું છે. ગામોનો સહયોગ સારો છે. મુડેઠાગામે માટી ઉપાડવાની જવાબદારી સ્વીકારી છે ને જેસીબીનો ખર્ચ સંસ્થા આપી રહી છે. ગામની આ સહભાગીતા સિવાય વધુ એક સહભાગીતા ગામ પોતે પણ તળાવ ખોદકામ માટે એક રકમ ભેગી કરે તેવી છે.
આગામી દિવસોમાં ગામલોકોની એક બેઠક કરીશું ને એમાં ફાળા માટે વાત કરીશું. આ ફાળો ગામના તળાવ ખોદકામમાં જ વાપરવાનું કરીશું ને એનો વહીવટ ગામલોકો જ કરે એ તો નક્કી જ.
પણ ગામો સામેથી #ભૂગર્ભજળની ચિંતા સેવી રહ્યા છે એનો આનંદ છે... આખુ બનાસકાંઠા હરિયાળુ કરવાની નેમ લીધી છે પણ આ નેમ ગામલોકો જાગૃત થાય તો જ પુરી થાય.. 
બાકી તો ગામલોકો તૈયાર થાય તો કુદરતનેય મોહર મારવા આવવું પડશે એ નક્કી. 
તળાવમાં થઈ રહેલું ખોદકામ જોવા જવાનું થયું તે વેળા ગામલોકો સાથે જળવ્યવસ્થાપન અંગે ઘણી વાતો કરી એ બધુ ને તળાવમાં થઈ રહેલું ખોદકામ ફોટોમાં જોઈ શકાય છે.