
Over the years, the nomadic communities have gained lot of confidence, now whenever there are matters that require demanding of rights be it at Panchayat or any government offices the members of these communities do not hesitate to speak up. Just recently the Vansfoda families of Patan’s Sami block had been allotted plots but the notorious groups within the village began harassing those families. They closed all the exits from these plots. The families were really confused and were under great trauma. They made presentation to the concerned government offices but most of all they went to the Panchayat office and asked Sarpanch to do justice. Few years ago these families too were timid and afraid to stand up for their rights but the support they have of VSSM they fear none.
What if they were removed from he village,was the fear they always had, it was this fear that restrained them but now they are speaking up and we are glad they are doing so….
In the picture- Vansfoda families presenting before the Panchayat their case of removing the encroachment on the road
વિચરતા પરિવારો પોતાના અધિકારની વાત કરતા થયા છે...
૨૦૦૭માં મહેસાણા જીલ્લાના કડી તાલુકાના કરણનગરગામમાં રહેતાં બજાણિયા પરિવારોને કાયમી વસવાટ માટે પ્લોટ મળે એ માટેની રજૂઆત માટે પંચાયતમાં સરપંચ પાસે જવાનું નક્કી કર્યું. બજાણીયા પરિવારોમાંથી લગભગ ૧૦ માણસોને લઈને અમે પંચાયતમાં ગયા પણ જેવું પંચાયતઘર આવ્યું કે આ બધા જ બજાણીયા વ્યક્તિઓ બહાર જ ઉભા રહી ગયા. મને નવી લાગી. મેં કહ્યું, ‘ચાલો અંદર જવાનું છે’ એમણે ના પાડી અને કહ્યું, ‘બેન તમે જાવ અમે અહિયાં જ ઉભા રહીશું.’ અંદરથી ડર અનુભવતા હોય એમ લાગ્યું.. એ પછી એમને આ જગ્યા પર જ ઉભા રહેવા કહ્યું અને જરૂર પડે બોલાવું તો અંદર આવજો એમ કહીને અમે પંચાયતઘરમાં દાખલ થયા..
સરપંચને વિગતે વાત કરી ‘વર્ષોથી બજાણિયા પરિવારો તમારાં ગામમાં ઘણો બધો સમય રહે છે. ગામને પોતાનું વતન માને છે. એમને અહિયાં કાયમ વસવાની ઈચ્છા છે અને આ બધું ગામની મદદ વગર શક્ય નથી..’ સરપંચ આમ ખુબ ભલા માણસ. એમણે પૂછ્યું, ‘એ બધા તમારી સાથે આવ્યા છે’ મે હા પાડી.. અને એમને બહારથી બોલાવ્યાં. સરપંચે, પહેલાં તો જબરું ભાષણ આપ્યું પણ પછી એમણે સ્થાયી કરવામાં મદદ કરી. પ્લોટ ફાળવ્યા અને ઘરો પણ બંધાયા...
૨૦૦૭ થી લઈને ૨૦૧૫ સુધીમાં વિચરતી જાતિઓમાં ઘણો બદલાવ આવ્યો છે. પંચાયત કે અન્ય કોઈ પણ જગ્યાએ પોતાના અધિકારની વાત કરતાં ડરતાં આ પરિવારો હવે પોતાના અધિકારની વાત કરતા થયા છે... તાજેતરમાં જ પાટણ જીલ્લાના સમી તાલુકામાં વાંસફોડા પરિવારોને પણ રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. પણ ગામના માથાભારે લોકોએ વાંસફોડા પરિવારોને ફાળવાયેલા પ્લોટમાંથી બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો.. ખુબ મૂંઝાયેલા આ પરિવારોએ દરેક સરકારી કચેરીમાં રજૂઆત કરી અને સૌથી મહત્વની રજૂઆત એમણે પંચાયતઘરમાં જઈને સરપંચ અને પંચાયતના તમામ સભ્યોને પોતાની સાથે ન્યાય કરવા વિનંતી કરી.. આ પરિવારો પણ કરણનગરની જેમ જ પંચાયત કે સરપંચ પાસે જતા ડરતાં પણ હવે vssm સતત સાથે છે એટલે કોઈ ભય નથી અને એટલે જ પોતાના અધિકારની વાત જાતે કરતા થયા છે.
મૂળ પંચાયતમાં કે ગ્રામસભામાં રજૂઆત કરશે અને ગામલોકો એમને ગામમાંથી કાઢી મુકશે એવો ભય હંમેશાં રહે છે એટલે જ પોતાના અધિકારની વાત કરવાનું ટાળતા આ પરિવારો હવે બોલતા થયા છે. જેનો આનંદ છે...
ફોટોમાં જેસડા પંચાયતમાં રસ્તા પરના દબાણને દુર કરવાની રજૂઆત કરવા પંચાયતમાં ગયેલાં વાંસફોડા પરિવારો..