Thursday, February 23, 2017

The mixed bag of experiences the nomads had at Sachivalay….

The nomads sharing their inner most feelings
with VSSM team members
 “Look at this vast open space, the fountains and imagine how lucky the grass here is, it gets water every day!!”

“Hello, it’s not just the grass, but entire Gandhinagar that is so damn lucky!!”

The lush Sachivalay
“Sir (addressing one of the team members of VSSM), can’t we build our shades here?? Life would be  such a bliss if we could get to stay here, we would have the Government right before our eyes, any issues and we could just reach out to them and absolutely no worries about water and power!!”

The 150 individuals from various nomadic communities who had reached Gandhinagar, to seek time and attention of the  concerned ministers,  were dazzled by the site of lush green lawn, greenery  and open spaces that greeted them as they entered Sachivalay. The sheer bewilderment on the site of  plush interiors of the Government spaces was difficult to hide from the faces of these visitors.  And while they waited for the opportunity to meet the minister, they talked within themselves…!

And after they finally got the time to meet and speak to the Minsiter after waiting for 8 hours…

“How would they allow us to stay in Gandhinagar, when they weren’t  even prepared to meet us?? We were not  even allowed to sit near the stairs, getting a place to build a shelter here is a distant dream!!”

Well some dreams will always remain so, unless those in power work collectively to make these dreams turn into reality…. Until then we all shall hope and wait.
  
વિચરતી જાતિઓની સચિવાલયની મુલાકાત

આહા ચેવડી મોટી જગ્યા પડી સ ઓય. અન જુઓ પોણીના તો ફુવારાય સ. મારુ બેટુ આ ખડય ચેવું નસીબદાર ઈન રોજ પોણી મલ. 

અલ્યા આખુ ગોંધીનગર જ મારુ બેટુ નસીબદાર. સાહેબ (vssmના કાર્યકરને સંબોધીને લોન તરફ ઈશારો કરતા) ઓય છાપરાં ના નાખી હકાય? ઓયકણ રેતા હોઈએ તો કોય તકલીફ બકલીફ ના પડ. નજર હોમે જ સરકાર બેઠી હોય. કોય તલકીફ પડ ક સીધા હડીકાઢીન ઈમની કન પોંચી જવાય. પાસી પોણી બોણીની યે રોમાયણ નહીં. 

સચિવાલયમાં દાખલ થતા જોયેલી લીલીછમ લોન, ખુલ્લી જગ્યા અને પાણીના ફુવારા જોઈને વિચરતી જાતિના 150 વ્યક્તિઓને તો અહીંયા જ રેવા મળી જાય તેવી લાગણી થઈ. વળી એમને ખબર નહોતી કે જે સરકારની વાત એ કરે છે જેમને મળવા તે આવ્યા છે તે કાંઈ આમ સરળતાથી મળવાની નહોતી. એટલે ઉપર બોલ્યા તેવો વાર્તાલાય કર્યો. 

સવારે 10.30 શરૃ કરેલી સચિવાલય યાત્રનો સાંજે 6.30 વાગ્યે અંત આવ્યો ત્યારે આ લોકો જ બોલ્યા. અલ્યા આતો મળવાનીયે ના પાડતા તા, તો રેવા ચમના દે. એમના કેમેરામાં દેખઈયે નઈ એટલ પગથિયેય બેહવાની ના પાડતા તા તે ઓયકણ આશરો થોડો આલ...

સચિવાલયની આવી સરસ જગ્યામાં રેવા મળી જાય તેવી ભાવના vssmના કાર્યકર પાસે વ્યક્ત કરતા વિચરતા પરિવારો અને સચિવાલયની સરસ જગ્યા

150 members of the nomadic communities reach Gandhinagar to seek redressal to their long pending issues!!

150 people have reached Gandhinagar’s
Swarnim Circle and Sachivalay
8000 thousand is a substantial number, that is the number of nomadic families from 400 plus settlements existing on the government wasteland are waiting for  the government to allot them plots so that they can have a small house, running water and power!! The applications have been filed way back, almost 8 years back and yet the government has cared the least even to pay attention to their plight.

Every Monday they bring themselves to the office of the District Collector to see if their applications have made some progress and appeal to the officials. Since that has not worked we decided to meet the ministers in Gandhinagar. The VSSM team along with 10-15 leaders from various settlements decided to go to Gandhinagar and meet the ministers. By the time we were at the office there were around 60 people from Rajkot and Morbi districts waiting at the office and many more had already reached near Gate No 1 of Sachivalay, Gandhinagar.

“It sure will pinch the hearts of those sitting in the offices in Gandhinagar  when they  will get to know about the hardships we face on daily basis,  there is so much we endure every day,” expressed many of those present.

Ideally, the officials and ministers based in Gandhinagar should show their willingness to address the issues faced by these extremely poor and marginalized families belonging to nomadic and de- notified communities. But unless that happens it is also important that they understand  where the people who frame policies and laws that in turn will shape their future, are based and have their offices!! It was important that they made this trip to Gandhinagar!!

વિચરતી જાતિઓ પોતાના પ્રશ્નોને લઈને ગાંધીનગર રજૂઆત માટે ગયા

વિચરતી જાતિની 400 ઉપરાંત વસાહતોમાં રહેતા લગભગ 8000 પરિવારો  ખુબ ખરાબ પરિસ્થિતિમાં સરકારી ખરાબાની જમીનમાં રહી રહ્યા છે. તેમને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે છેલ્લા સાત, આઠ વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આ કામમાં જાણે સરકારને રસ ના હોય તેમ કશું થઈ નથી રહ્યું. 

દર સોમવારે કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને થાક્યા પણ કામ ના થયું. છેવટે ગાંધીનગરમાં દર મંગળવારે મળતા મંત્રીઓને મળવાનું નક્કી કર્યું. વસાહતના દસ પંદર આગેવાનો સાથે આજે ગાંધીનગર જવાનું vssmટીમે નક્કી કર્યું. પણ સવારે ઓફીસ પહોંચી તો લગભગ 60 વ્યક્તિ રાજકોટ, મોરબી વિસ્તારમાંથી પહોંચી આવ્યા હતા. તો એનાથીયે વધારે માણસો તો સચિવાલયના ગેટ નંબર એક પર પહોંચી ગયા હતા.
ઓફીસ પર પહોંચેલા વ્યક્તિઓએ કહ્યું કે, ‘ગાંધીનગરમાં બેઠેલા અધિકારી અમારી વાત સાંભળશે ને તો એમનું હૈયુ ય હલી જશે. અમે ખુબ તકલીફો વેઠીએ છીએ.’

ગાંધીનગરમાં બેઠેલા તેમની વાત સાંભળી ઉકેલ આપી દે તે આદર્શ સ્થિતિ છે. પણ ના સાંભળે તો પણ તમારા માટે નિતી ઘડનારા ક્યાં બેસે છે તેની તમને ખબર પડે એ માટે પણ તમે ગાંધીનગર જઈને રજૂઆત કરો તેવી વાત તેમની સાથે કરી.

એક આશા સાથે 150 વ્યક્તિઓ આજે ગાંધીનગર સચિવાલય અને સ્વર્ણીમ સંકુલમાં આવ્યા છે જોઈએ શું થાય છે. 


The unending issues of the nomadic communities of Saurashtra.


The ongoing meeting with the communities of Rajkot..
The nomadic families living in the Saurashtra region have been facing lot of challenges when it comes to accessing their citizenry rights. The local authorities are uncooperative and the applications made by these families have been piling on since years. When the issue was brought to the notice of Rajkot Collector we were told, “Seek information under the RTI from officials who aren’t responding!!”  Well, we are not here looking for replies on why things aren’t moving but waiting for some concrete work to happen like receiving basic documents like Ration Card, Voter ID Card, Caste Certificates etc..etc. The reply did make us wonder, why wouldn’t the Collector ask his officials on so many pending applications inspite of our repeated requests to him!!

On 15th February we met up with the nomadic families living in Rajkot, “We haven’t asked for any reservation, we are just asking for ration card, caste certificates, house, electricity and water yet, none of the official is prepared to listen to us!! We don’t wat to fight but we want to walk holding the placards demanding what we need in a  silent rally!” said the community members.

These are the people who are very meek and hardly raise a question, the sad part is the attitude of the officials is making them question and rebel!! The question is, how much difference will such a march make in the attitude of these officials. Let us see how things go about…….

વિચરતી જાતિઓના પ્રશ્ન Vssmની વિચરતી જાતિઓ સાથે બેઠક

સૌરાષ્ટ્રમાં વિચરતી જાતિઓના ઢગલો પ્રશ્નો. ઉકેલ એકેય નહીં. દરેક બાબતમાં નકારાત્મક જવાબ. Vssmના અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન તો થાકી ગયા. કલેક્ટર શ્રી રાજકોટને મળ્યા અને પ્રશ્નો જણાવ્યા તો તેમણે કહ્યું, ‘જે અધિકારી જવાબ નથી આપતા તેમની પાસેથી માહિતી અધિકારનો ઉપયોગ કરી માહિતી માંગો.’ અરે માહિતી તો માંગીશું પણ તેનાથી પ્રશ્ન થોડો ઉકેલાય. તમે એક વખત સાહેબ તરીકે તમારા અધિકારી કામ કેમ નથી કરતા તેવું પુછી હિસાબ તો માંગો...

રાજકોટમાં રહેતા કંટાળેલા વિચરતી જાતિના લોકો સાથે તા. 15 ફેબ્રુઆરી 2017ના રોજ બેઠક થઈ તેમણે કહ્યું, ‘અમે સરકાર કને અનામત તો માંગી નહીં. અમારે તો રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેવા ઘર, પાણી અને લાઈટ જોઈએ છે પણ જુઓન કોઈ હાંભળવા રાજી નહીં. અમારે લડવું નથી પણ એક મૌન રેલી તો હવે કાઢવી જ છે. એમાં રેશનકાર્ડ, જાતિપ્રમાણપત્ર, ઘર, લાઈટ અને પાણી એવું લખેલા પૂંઠા હાથમાં લઈને ચાલશું.’
કેવી કરૃણતા છે. લડવાનું ના કરવાવાળાને પરાણે લડતા કરવાનું થઈ રહ્યું હોય તેવો તકાજો છે. રેલી પછીયે તંત્ર સુધરશે કે કેમ તે પ્રશ્ન છે.. જોઈએ શું થાય છે..

રાજકોટના વિચરતા પરિવારો સાથે તેમના પ્રાથમિક પ્રશ્નોને લઈને થયેલી બેઠકનો ફોટો જોઈ શકાય છે.

VSSM helps file applications on long pending issues of nomadic communities through the ‘Seva Setu’ program...

VSSM’s Kanubhai and Chayaben at the Seva Setu program. 
 The laxity and ‘who cares’ attitude reflected by the local bureaucracy of Rajkot district is proving to be immensely problematic for VSSM’s continued efforts for ensuring the nomadic communities attain their basic citizenry rights.  The applications made by the nomadic communities have been  piling on in the various block offices and none of these files are moving ahead. Ration Cards Voter ID cards, Vatsalya Cards, Caste Certificates are documents that still remain out of reach for these communities!!!

The MLA, Prant Officer, the local officialdom,
VSSM’s Kanubhai and Chayaben at the Seva Setu program. 
Amidst all these turmoil, Prant Officer of Pardhari block, Shri Prabhav Joshi came across as a ray of hope, to ensure that the families receive their documents at the earliest, he arranged a special ‘Seva Setu’ program for the  nomadic communities of Pardhari block.  473 applications were filed during this special program. Shri Joshi appreciated the efforts of VSSM, his positive approach has rekindled hope and boosted the morale of the team especially that of Kanubhai and Chayaben, who have been relentlessly working in the region.  The team is hopeful that the long pending issues of the nomads in this region will be redressed. Wishful as it may seem, but we want the officials from other blocks of Rajkot to draw inspiration from Shri Joshi’s efforts  and work towards the sanctioning the pending applications.  

Vssm દ્વારા સેવાસુતુ કાર્યક્રમમાં વિચરતી જાતિના પ્રશ્નો સંદર્ભે અરજીઓ કરવામાં આવી.

રાજકોટ જિલ્લાના વહીવટીતંત્રથી અમે ખુબ થાક્યા. રેશનકાર્ડ, મતદારકાર્ડ, વાત્સલ્યકાર્ડ, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવા એકેય દસ્તાવેજો વિચરતી જાતિને મળે. અરજીઓના થપ્પા કચેરીઓમાં જમા છે પણ કામ ના કરવાની દાનતવાળા અધિકારી અહીંયા વધારે એટલે પરિણામ નથી.

આવામાં પડધરી તાલુકાના પાંત અધિકારી પ્રભવ જોષી મીઠી વિરડી જેવા સાબિત થયા. પોતાના તાલુકામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને શક્ય પુરાવા તત્કાલ મળે તે માટે તેમણે સેવા સેતુ કાર્યક્રમ ફક્ત વિચરતી જાતિ માટે કર્યો અને તેમાં 473 અરજીઓ થઈ.

Vssmના કામોને તેમણે બિરદાવ્યું. કાર્યકર કનુભાઈ અને છાયાબહેન બંને કલેક્ટર શ્રીના આ અભિગમથી ખુબ રાજી થયા. વિચરતી જાતિઓમાં પણ હવે કામ થશે તેવો આશાનો સંચાર થયો છે.
બસ શ્રી પ્રભવ જોષીની આ લાગણીની અને કામની સુવાસ સૌરાષ્ટ્રના બીજા તાલુકાઓમાં પહોંચે અને ત્યાં પણ ઝડપથી કામ થાય તેવું ઈચ્છીએ.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિચરતી જાતિઓની અરજીઓ તૈયાર કરવામાં આવી જે જોઈ શકાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સિવાય પણ સમગ્ર વહીવટીતંત્ર સાથે Vssmના કાર્યકર 

કનુભાઈ અને છાયાબહેન ફોટોમાં જોઈ શકાય છે.

Monday, February 20, 2017

The women of the nomadic communities are mobile lockers, when there is a need the valuables are withdrawn from the locker while in case of surplus they are secured back in the locker!!

The nomadic women decked up in jewellery and finery
The nomadic families have a habit of buying jewellery whenever they have some money to spare. It comes as a surprise to many like us who feel why would they spend money in buying jewellery!!  But if we care to probe further, we would be surprised to know the actual reasons behind their buy jewellery. For the nomads, who are on a continuous move the jewelry provides the security and comfort they need. It is their companion in thick and thin. Whenever they are faced with some emergency, the jewellery is sold off and when they have some extra savings they buy it. This way they need not worry about carrying cash as they never have access to banks. Also since they do not own an almirah or a locker the women in the family adorn the jewellery the family owns (until the need to sell it arises), where else would they secure it??  

In a certain way, the women of the nomadic communities are mobile lockers, when there is a need the valuables are withdrawn from the locker while in case of surplus they are secured back in the locker!! This is how these poor families function amidst all the adversities they face. Only if we bothered to learn more about them instead of reaching to the conclusions like, “She how much money they have, the nomadic women are always decked up in jewellery and finery??”

પ્લાસ્ટીક કે કંતાનની આડોશો કરીને મર્યાદીત ઘરવખરી સાથે રહેનારા વિચરતા પરિવારો પાસે બે પૈસા આવે કે પેહલાં દાગીના ખરીદે. આ દાગીના સાચવવા તીજોરી તો ખરીદવાનું તો પાછુ પોષાય નહીં. જો કે આ દાગીના કાયમ થોડા સાચવવાના છે એ તો સુઃખ દુઃખના સાથી જેવા. ઘરમાં બિમારી કે કોઈ પ્રસંગ આવે એટલે એજ દાગીના વેચી દેવાના. જ્યાં સુધી વેચવાની નોબત ના આવે ત્યાં સુધી ઘરની સ્ત્રીઓના અંગ પર એ શોભે.

આમ એક અર્થમાં આ સમુદાયની સ્ત્રી હરતી ફરતી તીજોરી થઈ. તીજોરીમાં સગવડ હોય ત્યારે પૈસા કે દાગીના મુકાય અને જરૃરિયાતના સમયમાં કાઢી લેવાય તેમ. 
સમાજ દાગીના પહેરેલી વિચરતી જાતિની બહેનોને જોઈને વિચરતી જાતિ તો કેવી સદ્ધર તેવું જુદુ અર્થઘટન કરે અને ત્યારે અમે તેમને આ દાગીનાની પાછળ છુપાયેલી વેદનાની વાત કરીએ.. કેટલાક સમજે જ્યારે કેટલાક....

The water management works initiated by VSSM

Shri Rashminbhai Sanghvi interacted with the community
members to resolve the concerns and doubts
Almost a year back VSSM took the idea of water conservation through rain water harvesting and lake revival to the village communities of Banaskantha, the concept was foreign to them and hence received a very lukewarm response. We began with one village but, as time progressed and more communities got to understand about the benefits of recharging the ground water VSSM started receiving requests for lake revival from Nanol, Paradar, Karnasar etc. This season we have depended 2 lakes in Nanol village. The communities have come forward, are contributing according to their ability and working towards preserving their water resources…. With more and more villages joining in  we could sense that communities have resolved to work towards such efforts. And we couldn’t be happier!!

The concept and efforts have been conceived by our respected Shri. Rashminbhai Sanghavi, who was amidst the communities recently to monitor and guide the ongoing efforts. He interacted with the community members to resolve the concerns and doubts they posed.

We are grateful to our donors who have supported us in pursuing this initiative…

Vssm દ્વારા બનાસકાંઠામાં વોટર મેનેજમેન્ટના કામો શરૃ થયા

Vssmએ થરાદના ગામોમાં તળાવો ઊંડા કરાવવાનું કામ શરૃ કર્યું છે. જે અંતર્ગત આ સિઝનમાં નાનોલમાં બે તળાવ ખોદાયા. આ કામને શરૂઆતમાં જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળતો પણ હવે તો નાનોલ, પડાદર, કરણાસર, આસોદર વગેરે ગામના લોકો પણ પોતાના તળાવો ઊંડા કરાવવા વિનંતી કરી રહ્યા છે. 
પરંપરાગત જળસ્ત્રોત સચવાય તે માટેની ઝૂંબેશમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની રીતે ફાળો પણ આપી રહ્યા છે તેનો આનંદ છે.

તળાવોના કામને જોવા માટે અને માર્ગદર્શન  આપવા મુંબઈથી આવેલા આદરણીય શ્રી રશ્મિનભાઈ સંઘવીએ ગામલોકો સાથે તળાવો ઊંડા કરવા સંદર્ભે વધારે વિગતે વાતો કરી જે ફોટોમાં જોઈ શકાય છે. આ કામો માટે મદદરૂપ થનાર દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.