Thursday, February 23, 2017

The unending issues of the nomadic communities of Saurashtra.


The ongoing meeting with the communities of Rajkot..
The nomadic families living in the Saurashtra region have been facing lot of challenges when it comes to accessing their citizenry rights. The local authorities are uncooperative and the applications made by these families have been piling on since years. When the issue was brought to the notice of Rajkot Collector we were told, “Seek information under the RTI from officials who aren’t responding!!”  Well, we are not here looking for replies on why things aren’t moving but waiting for some concrete work to happen like receiving basic documents like Ration Card, Voter ID Card, Caste Certificates etc..etc. The reply did make us wonder, why wouldn’t the Collector ask his officials on so many pending applications inspite of our repeated requests to him!!

On 15th February we met up with the nomadic families living in Rajkot, “We haven’t asked for any reservation, we are just asking for ration card, caste certificates, house, electricity and water yet, none of the official is prepared to listen to us!! We don’t wat to fight but we want to walk holding the placards demanding what we need in a  silent rally!” said the community members.

These are the people who are very meek and hardly raise a question, the sad part is the attitude of the officials is making them question and rebel!! The question is, how much difference will such a march make in the attitude of these officials. Let us see how things go about…….

વિચરતી જાતિઓના પ્રશ્ન Vssmની વિચરતી જાતિઓ સાથે બેઠક

સૌરાષ્ટ્રમાં વિચરતી જાતિઓના ઢગલો પ્રશ્નો. ઉકેલ એકેય નહીં. દરેક બાબતમાં નકારાત્મક જવાબ. Vssmના અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન તો થાકી ગયા. કલેક્ટર શ્રી રાજકોટને મળ્યા અને પ્રશ્નો જણાવ્યા તો તેમણે કહ્યું, ‘જે અધિકારી જવાબ નથી આપતા તેમની પાસેથી માહિતી અધિકારનો ઉપયોગ કરી માહિતી માંગો.’ અરે માહિતી તો માંગીશું પણ તેનાથી પ્રશ્ન થોડો ઉકેલાય. તમે એક વખત સાહેબ તરીકે તમારા અધિકારી કામ કેમ નથી કરતા તેવું પુછી હિસાબ તો માંગો...

રાજકોટમાં રહેતા કંટાળેલા વિચરતી જાતિના લોકો સાથે તા. 15 ફેબ્રુઆરી 2017ના રોજ બેઠક થઈ તેમણે કહ્યું, ‘અમે સરકાર કને અનામત તો માંગી નહીં. અમારે તો રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેવા ઘર, પાણી અને લાઈટ જોઈએ છે પણ જુઓન કોઈ હાંભળવા રાજી નહીં. અમારે લડવું નથી પણ એક મૌન રેલી તો હવે કાઢવી જ છે. એમાં રેશનકાર્ડ, જાતિપ્રમાણપત્ર, ઘર, લાઈટ અને પાણી એવું લખેલા પૂંઠા હાથમાં લઈને ચાલશું.’
કેવી કરૃણતા છે. લડવાનું ના કરવાવાળાને પરાણે લડતા કરવાનું થઈ રહ્યું હોય તેવો તકાજો છે. રેલી પછીયે તંત્ર સુધરશે કે કેમ તે પ્રશ્ન છે.. જોઈએ શું થાય છે..

રાજકોટના વિચરતા પરિવારો સાથે તેમના પ્રાથમિક પ્રશ્નોને લઈને થયેલી બેઠકનો ફોટો જોઈ શકાય છે.

No comments:

Post a Comment