Thursday, July 26, 2018

VSSM thanks government officials for providing Antyoday Ration Card to 50 families of Deesa...

Mamlatdarshri , Shri Pravinbhai Mali and
Mittal Patel gives ration card to nomad
Only the person who has to struggle for two meals, knows the value of Antyoday Ration Card. This ration card is like a magic wand. The moment you get it, you start getting 36 kgs of grains in your house per month. Every poor person who gets the ration card, their life becomes easier to live. 
Mittal Patel and Shri Pravinbhai Mali gives Ration card to
 nomad
But in the process of ration card, the role of the officer is vital. The government officials of Banaskantha have affection for the nomads. That’s why the Mamlatdar and Supply Mamlatdar of Deesa decides to give 50 ration cards at a time and the printing operator Maheshabhai works till midnight to print them. I salute the affection of these officers, thank you. 
Pravinbhai Mali is an exemplary politician… Very generous and believes and works thinking that the individual is more important than the system. I salute the affection of Pravinbhai who stands firm in the work of every deprived person…
At the same time, VSSM worker Mahesh keeps putting efforts in the work of nomadic communities. We could provide ration card to 50 families. Thank you Dost for being with us…
Nomadic families sharing their difficulties outside the
government office
50 families got happy by getting the ration card. Now they are saying, “Ben, now we will get the gas cylinder… The flats we are living, we tried cooking without using the stove, but the flat became black. Now we will get the gas cylinder no?” 
We said, yes you will get the gas cylinder, and everyone is happy… 
The photo if of the time when we distributed the ration cards by the hands with the hands of people who helped…


Nomad getting their Antyoday Ration Card
અંત્યોદય રેશનકાર્ડનું મુલ્ય જેને બે ટંક ખાવાના ફાંફા હોય એને સમજાય. વળી આ રેશનકાર્ડ આમ તો પરીની જાદુઈ છડી જેવું. જેવું ઘરમાં આવે કે મહિને 36 કી.ગ્રા જેટલો અનાજનો જથ્થો મળવાનો જાદુ થઈ જાય. દરેક ગરીબ કે જેને જીવન ટકાવવાના ફાંફા છે તેમને આ કાર્ડ મળે તો જીવન જીવવું થોડુ સહેલું થઈ જાય.
Nomad getting their Antyoday Ration Card
પણ રેશનકાર્ડ આપવામાં અધિકારીની ભૂમિકા ઘણી મોટી છે. બનાસકાંઠામાં બેઠેલા અધિકારીઓની લાગણી આ સમુદાય માટે વિશેષ છે. એટલે જ એક સાથે 50 અંત્યોદય રેશનકાર્ડ આપવાનું ડીસા મામલતદાર શ્રી અને પુરવઠા મામલતદાર શ્રી નક્કી કરે ને કાર્ડ પ્રીન્ટ કરનાર ઓપરેટર મહેશભાઈ પણ જરાય થાક્યા વગર રાતના બાર વાગ્યા સુધી કામ કરે. અદભૂત અધિકારીઓ આપની લાગણીને સલામ, આભાર..
પ્રવિણભાઈ માળી માટે હંમેશાં કહીએ કે રાજકારણી આવા હોવા જોઈએ.. ખુબ દીલદાર ને ક્યાંક નિયમોથી ઉપર ઊઠીને સીસ્ટમ કરતા માણસ અગત્યનો એ સમજીને કામ કરે. દરેક વંચિતના કામમાં સાથે રહેનાર પ્રવિણભાઈની લાગણીને પ્રણામ..
તો કાર્યકર મહેશ દિવસ રાત જોયા વગર સતત વિચરતી જાતિઓના કામોમાં મથ્યા કરે. તેની જ મહેનતના કારણે 50 પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ સુધી પહોંચાડી શકાયા થેક્યુ દોસ્ત સાથે છે એ માટે...
Nomad getting their Antyoday Ration Card
50 પરિવારો તો રાજી થઈ ગયા કાર્ડ મળ્યા એટલે બેન હવે ગેસના બાટલા મળશે ને આ ફલેટમાં રઈએ ત્યાં ચુલા ના કરીને રાંધાવનું કરીએ પણ આખો ફલેટ કારો થઈ જ્યો. તે હવ બાટલા મલશે ન?
હા બાટલા મળશે એવું કહ્યું ને બધા રાજી...
જેમણે મદદ કરી તેમના હસ્તે જ કચેરીમાં કાર્ડ વિતરીત કર્યા જે ફોટોમાં જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #NomadsOfIndia #Rationcard #antyodayreshnacard#Food #Righttofood #Foodsecurity #starvation #supplyoffood #humanrights#humanapproach #Nomadictribes #dnt







Tuesday, July 24, 2018

VSSM and Sparsh Trust help illuminating Nomadic settlements of Amreli...

Nomadic Families of Amreli district with their SolarLights
The work of illuminating the shanties of Nomadic families was carried out with the support of Shri Maharishibhai.  After donating solar lights to 100 families staying in Rajkot, Morbi, yesterday solar lights were donated to 100 families of Gadaliya, Saraniya and Devipujak communities staying in Bagasara of Amreli District.
VSSM Co-ordinator giving Solarlight to nomads

In monsoon we feel more need of light and you took cognizance of the same.  They expressed their sense of appreciation in front of  our field worker Rameshbhai.

We are really grateful Maharshibhai… the queue of the noble persons like you standing firm for the cause of deprived community is getting longer and we are proud to see that.
VSSM Co-ordinator explaining the use of Solarlight

Nomadic Families of Amreli district
છાપરાંમાં રહેતા પરિવારોના ઘરમાં અજવાળુ કરવાનું મહર્ષિભાઈની મદદથી શરૃ કર્યું છે. રાજકોટ, મોરબીમાં રહેતા 100 પરિવારોને સોલાર લાઈટ આપ્યા પછી ગઈ કાલે અમરેલીના બગસરામાં રહેતા #ગાડલિયા, #સરાણિયા, #દેવીપૂજક સુમદાયના 100 પરિવારોને લાઈટ આપી.

ચોમાસામાં જ અમારે લાઈટની વધુ જરૃર પડે ને તમે અમારી ચિંતા કરી એવી લાગણી તેમણે કાર્યકર રમેશભાઈ સામે વ્યક્ત કરી.

આભાર મહર્ષીભાઈ... તકવંચિતો સાથે ઊભેલા આપ જેવા સૌ સ્વજનોની કતાર હવે લાંબી થતી જાય છે ને એનો અમને આનંદ છે..

Nomadic Families got their Solarlights with the help of
Shri Maharshibhai Dave
#VSSM #NomadsOfIndia #Solarlight #SolarEnergy #DNT #Solarthermalenergy #worldenergyconsumption Maharshi K Dave Ramesh Makwana

VSSM and Sparsh Trust help illuminating Nomadic settlements of Rajkot...

Nomadic Families with their SolarLights

VSSM Co-ordinators distributing Solarlights to Nomads
The idea of illumination in someone's house is a matter of fortune. People from the Nomadic & De-notified communities usually stay in kachcha houses. In the evening, if they have food grains they have to prepare dinner by 5-00 p.m., since they don’t have electricity facility.  Many don’t even have ration card, they cannot purchase kerosene to light the lamp. In the night, many times, when they go to relieve themselves, they come across snakes, scorpion etc. Only they can tell you what is sheer darkness. Nomadic communities were friendly with dark nights but they too had dream of having electricity/light in their houses. But all this was not possible.

Shri Maharshibhai explaining about the use of Solarlights

Shri Maharishibhai, Rituben from Mumbai were much concerned about the condition of Nomadic communities. What should be done? They met their friends and they mutually decided to donate Solar lights among nomads. They donated solar lights to 100 families of Kangsiya, Devipujak, Gadaliya, Bavri, Vansforda communities staying in Kuvadva, Sat-Hanuman, Tankara, Hadbatiyali of Rajkot.  Shri Maharshibhai explained to them about how to use solar lights. 


Solar light costing Rs.800/- was not taken by those families for free but they paid Rs.100 each accordingly to their capacity.

Shri Maharshibhai with nomadic families
We are grateful to Maharshibhai, Rituben and Sparsh Foundation, because without your support, love and affection for the community this would not have been possible.

Special thanks to the Nomadic community for their feeling of not taking things for free. A lot of love to Kanubhai and Chhayaben because of whom all this was possible in the settlement.  All this is possible because of the devoted field workers like you who are with us.

#vssm #Nomadictribes #light #dnt #kangsia #Devipoojak #bavri #gadliyaMaharshi K Dave Kanubhai Bajaniya

Shri Maharshibhai donated Solar lights to nomadic families
કોઈના ઘરમાં અજવાળું કરવાનો વિચાર આવે એ ઘડી ધનભાગ જેવી. વિચરતી વિમુક્ત જાતિઓ છાપરામાં રહે. સાંજે 5 વાગે ઘરમાં અનાજ પડ્યું હોય તો લાઇટ ના હોવાના લીધે જમવાનું બનાવી લેવાનું. કેટલાક પાસે તો રેશનકાર્ડ પણ નથી એટલે ઘાસતેલેય નથી જેને બાળીને દીવો કરી શકાય. રાતમાં એકી પાણી માટે જવાનું થાય ને ઘણી વખત એરું, સાપ, વીંછીનો ભેટોય થાય.
Nomadic Families with their Solarlights

ઘોર અંધારું કોને કહેવાય એ આ લોકોને પૂછો તો ખ્યાલ આવે. આવા અંધારા સાથે વિચરતી જાતિઓએ કમનેય દોસ્તી કરી પણ અંદરથી ઝુંપડા વીજળીકરણ યોજનાની મદદની ઝંખના ખરી. પણ એ બધું કઈં થયું નહિ...

મુંબઈમાં રહેતા મહર્ષિભાઈ, ઋતુબેનને વિચરતી
જાતિઓની સ્થિતિનો ખ્યાલ આવ્યો. જીવ બળ્યો. શું કરવું એ વિચારી એમણે એમના મિત્રોએ ભેગા થઇને સોલાર લાઈટ આપવાનું નક્કી કર્યું.
Nomadic Families with their Solarlights
રાજકોટના કુવાડવા, સાતહનુમાન, ટંકારા, હળબટીયાળીમાં રહેતા 100 જેટલા કાંગસિયા, દેવીપૂજક, ગાડલીયા, બાવરી, વાંસફોડા વગેરે સમુદાયના પરિવારોને સોલાર લાઈટ આપી સાથે મહર્ષિભાઈએ આ લાઈટ કેમ વાપરવી એ પણ સમજાવ્યું...

મૂળ 800 ની કિંમતની લાઈટ મફત નથી લેવી એમ કહીને પોતાની શક્તિ પ્રમાણે 100 રૂપિયાની કિંમત પણ પરિવારોએ આપી.

Nomadic Families with their Solarlights
આભાર મહર્ષિભાઈ, ઋતુબેન અને સ્પર્શ ફાઉન્ડેશન તમારી લાગણી આ સમુહ માટે ના હોત તો આ શક્ય નહોતું.

વિચરતી જાતિઓનો આભાર ખાસ માનીશ મૂળ તો મફતનું ના લેવાનું ભાવના જાગી એ માટે.
વસાહતમાં આ બધું જેમનાથી શક્ય બન્યું એવા કનુભાઈ અને છાયાબેનને ખુબ પ્રેમ.. તમારા જેવા સંનિષ્ઠ કાર્યકર સાથે હોવાના કારણે આ બધુંયે કામ થઇ શકે છે.

Nomadic Families with their Solarlights
#vssm #Nomadictribes #light #dnt #kangsia #Devipoojak #bavri #gadliya Maharshi K Dave Kanubhai Bajaniya










Mittal Patel and VSSM well-wishers in the nomadic
settlements

People from Bhavnagar appreciate VSSM's Water Management initiative...

Mittal Patel with the people of village
Mittal Patel addressing the meeting at Bhavnagar village
Bhavnagar, not part of Saurashtra, but a small village of Kankrej taluka of North Gujarat.
As the enthusiastic youths came to know that we are to dig the lake, they approached the VSSM Co-ordinator Naran and expressed their willingness saying that the village will also contribute.
Presently, the work of digging lakes has been stopped but  it will be commenced as soon as the monsoon ends. For this upcoming season, we have started meeting the people of village and in that connection, we happened to visit Bhavnagar.
We had a meeting with the people of village. The response was wonderful, and the matter of contribution by village people was discussed.  Chhanabhai Joshi, a farm labourer promised to give contribution of Rs.2000. The village where people are so co-operative and positive, there is no question facing any problem. Elders of the village are also supportive to youngsters, they don’t expect that what we say that only should be done.
Lake before Digging
Babubhai who knows about the work of VSSM gave donation of Rs.2100 for the organisation.  It is time to feel happy seeing that people of the  village are being sensitive about people from margins.Many Thanks to Babubhai.
Let us hope that the lake is dug properly, the water of canal fills this lake and the dream of village people comes true.
We will surely dig the lake of Bhavnagar in coming days.
As per the meeting with people of village in the coming days we will work on deepening of lake in coming days.
Mittal Patel discusses Water Management with the people of
village

               
Mittal Patel and VSSM Co-ordinator with the people of
village 
ભાવનગર સૌરાષ્ટ્રવાળુ નહીં પણ ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકાનું નાનકડુ પણ મજાનું ગામ.

ઉત્સાહી યુવાનોને અમે તળાવ ખોદાવીએ એવી ખબર પડી એટલે સંસ્થાના કાર્યકર નારણનો સંપર્ક કર્યો ને ગામ પણ ફાળો આપશે તમે તળાવ ખોદાવોની ભાવના વ્યક્ત કરી.

આમ તો તળાવ ખોદાવવાનું અત્યારે બંધ કર્યું છે પણ ચોમાસા પછી ફેર કામ શરૃ કરી શકાય તે માટે ગામલોકો સાથે બેઠકો કરવાનું શરૃ કર્યું છે જેના ભાગરૃપે ભાવનગર જવાનું થયું.

Mittal patel addressing the meeting 
ગ્રામજનો સાથે બેઠક થઈ.. અદભૂત પ્રતિભાવ.. ગામલોકો ફાળો આપે એ અંગે વાત થઈ તો ગામના છનાભાઈ જેઓ ખેતમજુરી કરે છે તેમને બે હજાર ફાળા પેટે આપવા કહ્યું... જે ગામમાં રહેતા લોકોની ભાવના આટલી ઉત્તમ હોય ત્યાં કઈ તકલીફ પડવાની ગુંજાઈશ જ રહેતી નથી..

ગામના વડિલો પણ વડિલના મોભાને બરાબર નભાવે. યુવાનોને બરાબર ટેકો કરે. અમે કહીએ એ કરવું એવો સૂર એકેય વડિલોનો નહીં.

Babubhai gave donation cheque to VSSM
VSSMના કામોને જાણનાર બાબુભાઈએ 2100 રૃપિયાનો ચેક સંસ્થાના કામો માટે આપ્યો. ગામમાં રહેતા સંવદેનશીલ વ્યક્તિઓ છેવાડાના માણસોને મદદ કરવાની ભાવના દાખવે તે ઘડી જ આનંદની... બાબુભાઈનો આભાર..

પોતાના ગામનું તળાવ ખુબ સુંદર ખોદાયઅને કેનાલનું પાણી આ તળાવમાં નંખાય તેવી ગામની ભાવના સફળ થાવોની શુભેચ્છાઓ...

આગામી દિવસોમાં ભાવનગરનું તળાવ ખોદીશું એ નક્કી....

ગ્રામજનો સાથે થયેલી બેઠક ને ગામનું તળાવ જે આગામી દિવસોમાં ઊંડુ કરીશું.

#Waterresourcemanagement #Futureofwaterresources #freshwater #VSSM #NomadicTribes #waterManagement #waterscarcity #naturalresourcesofwater #Bhavnagar #banaskantha







Water management work in Adhgam receives great support from the Village...

Mittal Patel addressing the meeting at Adhgam Village
Danabhai, a leader from Adhgam village kept calling me again and again asking when will we desilt their lake. 
Eventually, the JCB was deployed in the lake of Adhgam and there were many tractors. We will pay for carrying the soil but you get the lake desilted as soon as possible. This is what the people of Adhgam told to fieldworker Naran and Shankarbhai. We deployed Hitachi in the place of JCB and they decided to contribute Rs. 50 per tractor. And thus, contribnution of Rs. 75000 was collected.
Mittal Patel discusses Water Management with Villagers
A pipeline from Dantiwada dam is installed in the Motisariyu lake of the village under Sujalam Sufalam Yojana. The water is filled in the lake every 8 months through this pipeline. Then the water is stopped. The lake was shallow so there was not enough water storage. But if the lake is deepened, the storage will increase and there will be water percolation. The underground water levels have reached 900-1000 feet deep and there was motor of 70 HP working to exhume water. When the water started coming through the pipeline,  the farmers started taking the water away in their farms by using the motor of 5 HP. So, the bill decreased. But when there is no water in the village then they have to use the bore or let that season go without crops. In such a situation, if the lake is deep then the water can sustain longer and they have to use the bore for two months instead of four. Now, due to desilting there will be faster percolation as well. 
Valaba of the village is very kind and understanding. He gave the idea of giving contribution in carrying the soil and all the people of the village liked it. Then in carrying the soil Rs. 75000 were collected. However, if the people of the village would have understood the importance of water in a better way, then they could have contributed more. But we need to make more efforts to explain the importance of water.  
This lake was being dug under the help and guidance of Gem and Jewellery National Relief Foundation, Respected Vikrambhai and Respected Rashminbhai. We had planned to dig this lake deeper but then it became difficult to get the tractors due to the farming season. So, we will dig the lake after the monsoon. 
But it is very important that entire village comes together for the work of water. What will we give to coming generations if we don’t understand the importance of water, that’s what we have to think. All the village people, youngsters like Sureshbhai and others who helped, I am thankful to all of them. Fieldworkers Naranbhai and Shankarbhai who got this lake dug by being there in the scorching heat, I salute their dedication. 
All of us are thankful to the people of Foundation who don’t want to take a single glass of water from the lake or whose relatives are not going to come to stay in the village, but they cared for the Mother Earth and became the reason for the lake desilting. 

#બનાસકાંઠા ના અધગામના આગેવાન દાનાભાઈ વારંવાર ફોન કરીને બેન અમારુ તળાવ ક્યારે ગળાશે તેવું પુછ્યા કરે. 
આખેર જેસીબી અધગામના તળાવમાં મુકાયુ અને #ટ્રેક્ટરનો ખડકલો થઈ ગયો. પોતાના ખર્ચે માટી ઉપાડીશું પણ તળાવ ઝટ ગળાય એમ કરજો એવી ભાવના ગામના લોકોએ કાર્યકર નારણ અને શંકરભાઈ સામે વ્યક્ત કરી. ગામનો ઉત્સાહ જોઈને એક જેસીબીની જગ્યાએ હીટાચી મશીન મુક્યુ અને ટ્રેક્ટર દીઠ રુ.50નો ફાળો ભેગો કરવાનું નક્કી કર્યું ને રૃપિયા પંચોતેર હજાર ભેગા થયા. 
ગામના મોતીસરીયા તળાવમાં #દાંતીવાડા ડેમની #સુજલામ સુફલામ યોજના અતંર્ગત પાણીની પાઈપલાઈન મુકેલી છે. આ પાઈપલાઈનથી તળાવને લગભગ આઠેક મહિના ભરવામાં આવે છે. તે પછી પાઈપલાઈનમાં પાણી બંધ થાય છે. ગામનું તળાવ છીછરુ એટલે તેમાં ઝાઝુ પાણી ભરાતુ નહોતું. પણ તળાવ ઊંડું થાય તો વધુ પાણીનો સમાવેશ થાય ને જમીનમાંય પાણી ઉતરે. ગામમાં ભૂગર્ભજળ 900 થી 1000 ફુટ ઊંડા પહોંચ્યા છે અને બોરવેલ ચલાવવા 70 હોર્સ પાવરની મોટર ચાલતી. પણ ગામતળાવમાં પાઈપલાઈન દ્વારા પાણી આવતા પાંચ હોર્સ પાવરની મોટરથી ખેડુત પોતાના ખેતરમાં પાણી લઈ જવા માંડ્યા. આમ બીલ ઘટ્યું. પણ ચાર મહિના તળાવમાં પાણી ના હોય તે દરમ્યાન તેમને બોર ચલાવવા પડે અથવા એ સિઝન જવા દેવી પડે.  આવામાં જો તળાવ ઊંડુ હોય તો પાણી વધુ સમય ટકે ને એમને ચાર ની જગ્યાએ કદાચ બે મહિના જ બોર ચલાવવો પડે. વળી તળાવ ગળાવવાના કારણે હવે પાણી જમીનમાં ઘણું ઝડપથી ઊતરવાનું એય નક્કી. 
ગામના વાલાબા ખુબ દયાળુ અને ખુબ સમજુ. તળાવ ખોદકામમાં ગામલોકો પોતાનો ફાળો આપે એ વાત એમને અને ગામના અન્યોને ખુબ ગમી અને માટી ઉપાડવાના ભાગરૃપે પંચોતેર હજાર ભેગા થયા. જોકે ગામના તમામ ખેડુતો પાણીના મહત્વને બરાબર સમજે તો આ ભંડોળ વધુ ભેગુ થઈ શક્યુ હોત પણ ખેર આખુ ગામ સમજે એ માટે અમારે વધુ પ્રયત્નો કરવા રહ્યા.
મુંબઈ સ્થિતિ જેમ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન, આદણીય વિક્રમભાઈ, આદરણીય રશ્મીનભાઈની મદદ અને માર્ગદર્શન હેઠળ ખોદાઈ રહેલું આ તળાવ ગામના ફાળાના પૈસાથી વધુ ઊંડુ કરવાની અમારી ગણત્રી હતી પણ હાલમાં ખેતીનું કામ શરૃ થવાના લીધે ટ્રેકટર મળવા મુશ્કેલ બન્યા આથી આપણે ચોમાસા પછી તળાવ ખોદાવવાનું કરીશું.

પણ આખુ ગામ પાણીના મુદે એક થાય એ અત્યંત જરૃરી. પાણીનું મુલ્ય નહીં સમજીએ તો આવનારી પેઢીને વારસામાં શું આપીને જઈશું એ વિચારવું રહ્યું.
ગામના યુવાનો સુરેશભાઈ અને અન્યએ પણ આ કાર્યમાં ખુબ સહયોગ કર્યો તે સૌનો આભાર. કાર્યકર નારણભાઈ અને શંકરભાઈ ધોમધખતા તાપમાં ખડે પગે ઊભા રહી તળાવને ખુબ સરસ રીતે ખોદાવ્યું આ બંને મિત્રોની નિષ્ઠાને સલામ. 

ગામમાંથી એક લોટોય પાણી લેવું નથી ના એમની પેઢીમાંથી કોઈને અહીંયા રહેવા આવવું છતાં સમાજહીત માટે અને ખાસ તો ધરતી મા ની ચિંતા કરી તળાવ ઊંડા કરવામાં નિમિત્ત બનનાર ફાઉન્ડેશનના અમે સૌ આભારી છીએ. 
#VSSM #WaterManagement #Banaskantha #MittalPatel #Waterscarcity  # watersources 
#groundwaterforagriculture #groundwater #irrigation #lake #Raisingawareness #Utilizationofgroundwater #WaterCrisis  ##WaterCrisisinIndia






VSSM hopes for transformation in the impression of Dafers of Amrapur Pati...

Mittal Patel and VSSM team with Sulemanbhai Dafer
 Amarapur Pati… Name is not unknown to the friends living in North Gujarat. Amrapur is known for different reasons but the people of the suburb Pati are loving and amazing.   

They got into robbery owing to the circumstances but now it is all past, if not, they will become past very soon. 
Mittal Patel meets Sulemanbhai and Umarbhai dafer
You may call us Miyana or Sandhi or Dafer, but Ben we are all the same, said Sulemanbhai. He emphasised, “You have to come for the change of this village.” Umarbhai Dafer a fatherly person and Tohid became the reason. This village is near to the border of the desert and people had some meagre land too. But the land was salted. Due to the lack of facilities of water, there is no produce in the land except in monsoon. In the village, there are more than 80 families living in the houses made of twigs. Some people don’t even have the Voter ID, Ration Card and so on. 
Mittal Patel talking to Dafer Families of Amrapur Pati
“Ben, can these shanties fight the hurricane?, you only tell, shouldn’t we get housese?” this is what Sulemanbhai felt. This feeling was conveyed to the Collector. The Collector told the Social Welfare officer to go immediately with the VSSM worker Mohanbhai. He started filling the forms of Caste certificate and applications for the allotment of plot. Pati is the great example of the work which can be done if the officer is sensitive. (Worker Mohanbhai with the official).
We will make arrangement for getting all the families their own houses and identity proofs in Pati. But we will also deepen the lake of the village too. And we will also put forth to the government that the water from the canal which is 3 kms away, to fill this lake. If this can be done then they can grow crops in all three seasons according to Sulemanbhai. 
VSSM team in Dafer Settlement
When we left Pati, a person in our acquaintace stopped us for tea. There, some person asked by hand gestures how come you come from this side. When we said that we had gone to Pati then he asked whether something big has happened. At that time I remembered the time when 2017 floods when we were going in the villages of Patan and Banaskantha. Farmers told in many villages when the water levels increased in the village, they released their buffaloes from the stable and the people of Pati tieed them in their stables. On the other hand, Sulemanbhai said, “Ben, we only released our buffaloes, then how can we tie other people’s buffaloes? Entire Pati was in water. We only left everything then how can we tie the buffaloes. 
Living condition of Dafer
Really, we are all weird people. They might have made some thievery or loot, or worse comes to worse they might have been habitual criminals. But if the robber Vali can become a sage Valmiki then this village also can change. And the change is taking place too. 
But as per the known saying, even if the snake is gone but the trail is there, the same thing is happening with Pati. But everything will change, At the end, they are also our people only. 


Living conditions of Dafers
અમરાપુર પાટી... ઉત્તર ગુજરાતમાં રહેતા મિત્રોથી આ નામ જરાય અજાણ્યુ નથી.. જુદી રીતે પ્રસિદ્ધ થયેલા અમરાપુર ગામના પરા એવા પાટીમાં રહે છે ખુબ જ અદભુત અને પ્રેમાળ માણસો. સંજોગોના કારણે લૂંટફાટમાં ક્યાંક જોડાઈ ગયેલા પણ હવે એ બધી વાતો ભૂતકાળ થઈ ગઈ અને નહીં થઈ હોય તો થવાની...
ડફેર ક્યો કે મિયાણા કે સંધી બધા અમે એક જ બેન એવું સુલેમાનભાઈએ કહ્યું ને ગામના સુધાર માટે તમારે આવવાનું છે તેવું ભારપૂર્વક કહ્યું. ઉમરભાઈ ડફેર મારા પિતાતુલ્ય ને કાર્યકર તોહીદ નિમિત્ત બન્યા. રણની કાંધીને અડીને આવેલા ગામના કેટલાક લોકો પાસે ખેતીલાયક આછી પાતળી જમીન ખરી. પણ જમીન ખારી અને પાણીની સગવડ ના હોવાના લીધે ચોમાસા સિવાય કશું પાકે નહીં. ગામમાં અંદાજે 80 ઉપરાંત પરિવારો ઘાસના છાપરાંમાં રહે. કેટલાક પાસે તો મતદારકાર્ડ, રેશનકાર્ડ એવુંએ ના મળે.
Dafer family depicting the plight
બેન વાવાઝોડા હામે આ છાપરાં ટક્કર લઈ હકે? તમે જ ક્યો. અમને ઘર ના મળવું જોઈએ. એવી સુલેમાનભાઈની લાગણી કલેક્ટર સાહેબ સુધી પહોંચાડીને કલેક્ટર સાહેબે સમાજકલ્યાણ અધિકારીને VSSMના કાર્યકર મોહનભાઈ સાથે તત્કાલ જવા કહ્યું ને ત્યાં જઈને તેમણે જાતિપ્રમાણપત્રના ફોર્મ ભરવાનું ને પ્લોટની માંગણી કરતી અરજીઓ કરવાનું કરી દીધુ. સંવેદનશીલ અધિકારી હોય તો કામ કેવું રૃડુ થાય એનું ઉદાહરણ પાટીમાં થવા જઈ રહેલું કામ છે. (ફોટોમાં અધિકારી સાથે કાર્યકર મોહનભાઈ)
પાટીમાં રહેતા તમામના ઘર થાય સૌ પાસે પોતાની ઓળખના આધારો હોય એ તો કરીશું જ પણ. ગામનું તળાવ ઊંડુ કરવાનું કરીશું. ને એમાં ત્રણ કી.મી.દૂર પસાર થતી કેનાલનું પાણી નંખાય એવી રજૂઆત કરીશું તળાવ ભરેલું રહેશે તો સુલેમાનભાઈના કહેવા પ્રમાણે ખેતીની ત્રણ સીઝન લઈ શકાશે.
પાટીથી નીકળી વચ્ચે અમારા પરિચિત એક ભાઈએ તેમની લારી પર ચા પીવા રોક્યા ત્યાં એક ભાઈએ હાથથી ઈશારો કરીને આમ કઈ બાજુ એવું પુછ્યું. એમને જ્યારે પાટી ગયાનું કહ્યું ત્યારે, કેમ કાંઈ મોટુ કર્યું છે તેવું પુછ્યુ ત્યારે બનાસકાંઠામાં 2017માં આવેલા પુર પછી પાટણ અને બનાસકાંઠાના ગામોમાં ફરતા હોવાનો સમય યાદ આવ્યો. ઘણા ગામોમાં ખેડુતોએ પુરમાં પાણીનો આવરો વધ્યો એટલે અમે ખીલે બાંધેલી ભેંસો એમ જ છોડી દીધી તે એ બધીએ આ પાટીવાળીએ બાંધી લીધાની વાત કર્યાનું યાદ આવ્યું. સુલેમાનભાઈ કહે છે કે, બેન અમારી જ ભેંસો છોડી દીધેલી ત્યાં બીજાની લઈને બાંધવી ક્યાં. આખુ પાટી પાણીમાં હતું અમે જ આ બધુ મુકીને જતા રેલા ન્યાં ભેંસો ક્યાં બાંધવાના..
ખરેખર આપણે સૌ ગજબ છીએ. હશે ક્યાંક ચોરી કે લૂંટ વખાની મારી કરીએ લીધી હશે અરે માનીલો કે આ ગામમાં રીઢા ગુનેગારોય હશે પણ વાલીઓ વાલ્મીકી થઈ શકે તો આ ગામમાંય બદલાવ આવી શકે અને બદલાવ છે પણ ખરો.
પણ પેલી કહેવત છે ને સાપ ગ્યાને લીસોટા રહી ગયા બસ એવું જ ક્યાંક પાટીનું છે... પણ બદલીશું બધુંએ... આખરે એ પણ આપણા જ છે ને....

#VSSM #Mittalpatel #CollectorPaten #Dafer #Miyana #Sandhi #NomadsofIndia#DNT #DenotiiedTribes #Humanrights #HumanApproach #WorldPeace#Criminal #PeopleAreNotBornAsACriminal #DenotifiedTribes Mohanbhai Bajaniya