Showing posts with label BPL Ration Cards for nomadic tribes. Show all posts
Showing posts with label BPL Ration Cards for nomadic tribes. Show all posts

Thursday, February 25, 2016

VSSM’s efforts help Marwadi Devioujak families receive BPL ration cards…

Marwadi Devipujak families with their BPL ration cards
14 Marwadi Devipujak families have been staying on a privately owned plot near a railway crossing in Vijapur, Mehsana.  The families who are extremely poor manage to earn whatever little possible by selling seasonal goods. It is difficult to sustain themselves under the extreme poverty in which these families survive. The families  do have Voter ID cards and APL ration cards however, it was felt that BPL ration cards would help these families survive better atleast the amount of entitled food grains would feed the hungry children in teh family.

The living conditions the Marwadi Devipujak survive in...
VSSM has been working with these families for a while, on our team member Tohids’s recommendation,  two of these families have also been allotted interest free loans by us. Tohid was of the opinion that all of these 14 families should have BPL ration cards and hence had initiated the application process for the same. Our efforts have been well received by the officer in charge the Vijapur Mamlatdar Shri. Dalpatbhai Tank. He is well aware of the efforts VSSM puts in for the welfare of the nomadic communities and hence he cooperates where ever and whenever he gets an opportunity to do so. He immediately issued orders to issue BPL ration cards to these families. The 14 families are delighted to receive the BPL cards, acquiring which, is  otherwise  a long lost desire for the poor families. We are grateful to Shri. Dalpatbhai Tank for his initiative in the matter and compassion he shows towards the nomadic families,

vssmની મદદથી મારવાડી દેવીપૂજક પરિવારોને મળ્યાં BPL રેશનકાર્ડ

મહેસાણાના વિજાપુરમાં રેલ્વે ફાટક પાસે કોઈની ખાનગી માલિકી જગ્યામાં ૧૪ મારવાડી વાઘરી – બાવરી પરિવારો રહે. આ પરિવારોણી આર્થિક સ્થિતિ ખરાબ આમ તો સીઝનલ ધંધો કરે પણ રોજ કમાય અને ખાય એવી જિંદગી. મતદારકાર્ડ અને APL રેશનકાર્ડ એમની પાસે ખરા પણ દરિદ્રતા ખુબ એટલે આ પરિવારોને BPL રેશનકાર્ડ મળે એ જરૂરી હતું. થોડું અનાજ મળે તો પણ એમને ઘણો ટેકો થઇ જાય.

vssm આ પરિવારો સાથે કામ કરે. પોતાનો વ્યવસાય સરસ કરી શકે એ માટે vssmના કાર્યકર તોહીદ દ્વારા બે પરિવારોને તો વગર વ્યાજની લોન પણ આપવામાં આવી. હવે એમને BPL રેશનકાર્ડ મળે એ માટેની કામગીરી તોહીદ દ્વારા હાથ ધરાઈ. જો કે વિજાપુર મામલતદાર ખુબ જ સંવેદનશીલ અધિકારી. અને vssmની કામ કરવાની પદ્ધિતી પણ સારી રીતે જાણે. એટલે એમણે આ પરિવારોને BPL કાર્ડ આપવાનો આદેશ કર્યો. ૧૪ પરિવારો કાર્ડ મળતા ખુબ રાજી થયા. દરેક ગરીબ પરિવાર માટે BPL કાર્ડ મળવું એ સ્વપ્ન જેવું છે પણ મામલતદાર શ્રી દલપત ટાંક જેવા અધિકારીના કારણે એ શક્ય બનતું હોય છે. આવા અધિકારીની સંવેદનાને સલામ.
vssm ના પ્રયત્નથી મળેલાં BPL રેશનકાર્ડ સાથે મારવાડી દેવીપૂજક પરિવારો અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે.

Wednesday, January 27, 2016

It required VSSM to write to the Chief Minister to get the ration cards for the Dafer families issued!!!

the Mamlatdar handing over the ration cards to
the Dafer families….
In the previous update we wrote about ration card applications by 27 Dafer families that had been pending for a year with the Surendranagar authorities. VSSM had facilitated the applications and was following up for all this period. The anchorage authorities always picked out one or the other issue with the application and kept delaying the matter. We were left with no option but to write to the highest authority in Gujarat for an extremely petty matter like ration card issuance. The Chief Minister forwarded the letter to Chief Secretary of Food and Civil Supplies Department and the District Collector of Surendranagar.

As if the authorities are waiting for orders from their superiors, VSSM’s Harshadbhai began receiving calls from the Mamlatdars of Limbdi, Wadhwan and Chotila blocks, asking him to bring the applicants to their office. On 22nd January 13 families from Ngara, Dedaadra and Lakshminagar were issued ration cards. When the families were asked to pay a visit to the office for one more time they weren’t really inclined to do so given the number of rounds they had already made. The negative attitude of the authorities had made them lose hope of receiving any ration cards, but on insistence of VSSM they agreed to go to the office one more time. They were handed over their cards on reaching the office. The poverty under which they survive entitles them to an Antyodaya or a BPL ration card but they have been issued APL cards. Nonetheless,  we shall be applying for BPL cards.
Dafer families with their ration cards

Gulabbhai Dafer immediately called after receiving the ration cards, his voice was ringing with happiness, “Ben, even if we wait for our entire lives none of our work would be done because no one likes us.  But you have stood by us and held our hand, we are sure all is going to be fine in our lives……” said a rather jubilant Gulabbhai.

We are thankful to the Chief Minister Smt. Anandiben Patel, Personal Secretary to CM, Surendranagar District Collector for supporting the cause of Dafers. We are also thankful to the Mamlatdar and his staff for the swiftness they portrayed and issued the ration cards in a single day. We hope they become instrumental in all such causes of the welfare of the lesser privileged. A few families yet have to receive their cards, we are positive they will be receiving their cards soon…

Dafer families with their ration cards
In the picture- Dafer families with their ration cards and the Mamlatdar handing over the ration cards to the Dafer families….

'તમે અમારો હાથ પકડ્યો છે ને હવે અમારા હારાવાના થવાના.’


સુરેન્દ્રનગર જીલ્લાના વિચરતી જાતિના ૨૭ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે vssm દ્વારા છેલ્લા એક વર્ષથી પ્રયત્નો થઈ રહ્યા હતાં. પણ સ્થાનિક અધિકારી દ્વારા એક યા બીજા બહાને આ કામને નકારવામાં આવતું હતું. કંટાળી અને થાકીને મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરી અને એમણે અગ્ર સચિવ અન્ન નાગરિક પુરવઠા અને કલેકટર સુરેન્દ્રનગરને આ સંદર્ભે vssm દ્વારા લખાયેલો પત્ર ફોરવર્ડ કર્યો.


બસ પછી તો લીંબડી, વઢવાણ અને ચોટીલા મામલતદાર શ્રીના ફોન vssmના કાર્યકર હર્ષદ પર આવ્યાં અને જેટલા પરિવારોની રેશનકાર્ડ માટે અરજી કરી હતી એ તમામ પરિવારોને લઈને આવવા કહ્યું. તા. ૨૨ જાન્યુઆરીના રોજ નગરા, દેદાદરા અને લક્ષ્મીસરમાં રહેતાં 13 ડફેર પરિવારોને રેશનકાર્ડ મળી પણ ગયાં. સવારે કચેરીએ આ પરિવારોને આવવા કહ્યું, ત્યારે આ પરિવારોએ પણ કેટલીયેવાર રેશનકાર્ડ માટે ધક્કા ખાધા હતાં પાછું એકવાર ફરી. આમ તો અધિકારીના વલણને જોઇને એમણે તો રેશનકાર્ડ મળવાની આશા જ છોડી દીધી હતી પણ એમને પાછો vssm પર ભરોષો પણ હતો. એટલે એ આવ્યાં અને કાર્ડ મળ્યાં. આમ તો એમની સ્થિતિ જોઇને એમને BPL કે અંત્યોદય કાર્ડ મળવા જોઈએ પણ એ તો ના આપ્યાં APL કાર્ડ આપ્યાં. ખેર BPL માટે કોશિશ કરીશું.

પણ કાર્ડ મળ્યાં કે તુરત ગુલાબભાઈ ડફેરે ફોન કર્યો, એમનાં અવાજમાં જ રેશનકાર્ડ મળ્યાંની ખુશીનો રણકો અનુભવાતો હતો. એમણે કહ્યું, ‘બેન અમારી આખી જિંદગી જાય તોય અમારા કામ ણા થાય. અમે કોઈને ગમીએ નહિ ને એટલે. પણ તમે અમારો હાથ પકડ્યો છે ને હવે અમારા હારાવાના થવાના.’

આ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે મદદરૂપ થનાર મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન, એમનાં અંગત સચિવ શ્રી, કલેકટર સુરેન્દ્રનગર, અગ્ર સચિવ શ્રી સૌના આભારી છીએ. જયારે મામલતદાર અને એમનાં સ્ટાફના સૌએ એક દિવસમાં રેશનકાર્ડ ફાળવ્યા એ માટે એમનાં પ્રત્યે હર્ષની લાગણી અને કુદરત એમને આવા સારા કાર્યોમાં હંમેશાં નિમિત્ત બનાવે એવી પ્રાર્થના સાથે આભાર... હજુ કેટલાક પરિવાર બાકી છે આવતા અઠવાડિયા સુધી એમનું કામ પણ થશે એવી આશા છે.

ફોટોમાં vssmની મદદથી મળેલાં રેશનકાર્ડ સાથે ડફેર પરિવારો...
vssmની મદદથી મામલતદાર શ્રી હસ્તે રેશનકાર્ડ લઇ રહેતાં ડફેર પરિવારો


Monday, September 21, 2015

VSSM enables issuance of Antyoday ration card to 1 and BPL ration cards to 5 families.

VSSM enables issuance of Antyoday ration card to 1
and BPL ration cards to 5 families.
The 5 nomadic families staying in Gochnad, Gajdinpura and Baspa villages of Patan’s Sami block recently received their BPL ration cards and 1 family received Antyoday ration card. The application for these  cards were made about a  year ago but the rule abiding authorities couldn’t issue the Antyoday cards to these families since they did not feature in the village BPL list. This is one of the major reasons why the nomadic families even if they are reeling under extreme poverty aren’t eligible to receive Antyoday or BPL ….the authorities cannot be concerned about the conditions under which these families survive, teh jus tho by the rule book. On the other hand the villagers and panchayat resist including these families into the village BPL list. This leaves the poor nomadic families trapped within an oblivion cycle of resistance and rules……

In this matter we were required to write to the district Collector and Social Welfare officer. It should be noted here that the social welfare officer does not have any role when it comes to ration cards, but Shri. Narendra Jani is a very compassionate officer and is sensitive towards the cause of nomads,  he wrote to the Mamlatdar in charge of this matter as a result of which after almost a year the families were issued ration cards.

In the picture family elders receiving ration cards from Additional Mamlatdar Shri. Prakash Rami..

vssmની મદદથી વિચરતી જાતિના ૬ પરિવારોને BPL તેમજ અંત્યોદય કાર્ડ મળ્યાં


family elders receiving ration cards from Additional
Mamlatdar Shri. Prakash Rami..
પાટણ જીલ્લાના સમી તાલુકાના ગોચનાદ, ગાજદિનપુરા અને બાસ્પામાં રહેતાં વિચરતી જાતિમાંના ૬ પરિવારોમાંથી પાંચને BPLરેશનકાર્ડ અને એક પરિવારને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યું. આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એમની સ્થિતિને વર્ણવતી અરજી vssm દ્વારા એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. પરંતુ, અધિકારીના કહેવા પ્રમાણે આ પરિવારોને નિયમ પ્રમાણે BPL કે અંત્યોદયકાર્ડ આપી શકાય નહિ. આપણે પરિસ્થિતિની વાત કરી. તો એમણે કહ્યું, સ્થિતિ નબળી છે એ વાત સાચી પણ અંત્યોદય કાર્ડ એને જ મળે જેના નામ BPL યાદીમાં હોય! સરકારી નિયમોની આવી આંટી-ઘૂંટી સમજવી આપણને પણ અઘરી પડે એમાં વિચરતી જાતિના કે વંચિત કહી શકાય એ પરિવારો તો ક્યાંથી સમજે?

છેવટે કલેકટર અને સમાજ કલ્યાણ અધિકારીને લખ્યું. જાણીએ છીએ કે, સમાજ કલ્યાણ અધિકારીની આ બાબતમાં કોઈ ભૂમિકા નથી પણ શ્રી નરેન્દ્ર જાની પોતે આ જાતિઓ માટે ખુબ લાગણી ધરાવે એટલે એમણે સામેથી રસ લઈને આ બાબતે મામલતદાર શ્રીને લખ્યું અને આ પરિવારોને BPL અને અંત્યોદય કાર્ડ એક વર્ષની મહેનત પછી મળ્યાં.

ફોટોમાં નાયબ મામલતદાર શ્રી પ્રકાશ રામી પાસેથી અંત્યોદય રેશનકાર્ડ લઇ રહેલાં શ્રી ભાવાભાઈ વાદી અને કાર્ડ સાથે છ પરિવારના મોભી