Showing posts with label aadhar card for nomadic tribes. Show all posts
Showing posts with label aadhar card for nomadic tribes. Show all posts

Friday, January 27, 2017

This is how elderly view VSSM’s contribution….

Kalubhai Meer of Bhildi with
Mittal Patel
“In this time and age, we need to prove on paper who we are!! In the bygone days, no one asked for such proofs. Humans weren’t required to prove who they are!! Now, we need documents and cards with our picture on it!! Since we keep wandering through woods and villages, no one would come forward to verify our identity and we do not stay at one place for long so how can we even think of getting obtaining such documents. But, we found you and you helped us find our way through these processes and we found our Aadhaar!!” such honest revelations by our elderly Kalubhai Meer of Bhildi who just acquired Aadhaar card.

''અમે કુણ એ ઓમ કાગળ ઉપર સાબિત કરીને આલવું પડે એવો આ જમાનો... 

વગડે વગડે રખડીએ એટલે કોઈ સાબિતીયે ના આલે કે આ કરશન કે આ કાળુ..
પેલા આ બધુ ચો જોતુ તુ.. મનેખ સીએ એ જ ઓળખોણ પુરતી હતી..
પણ હવે તો મનેખના નામ હાથેના ફોટોવાળુ કાગળપતર હૌ મોંગે...
વગડે વગડે આખો જનમારો રઝળનારા અમન આ બધુ ચેવી રીતે મલ..
પણ તમે બધા જડ્યા એટલ અમન ઓધારોય જડ્યા..
આ લો જુઓ નારણભઈએ ઓધારકેડ કાઢી આલ્યા.."

આવી સરસ વાત કરીને ભીલડીના કાળુભાઈ મીરે પોતાને આટલી ઉંમરે પહેલીવાર મળેલો આધાર બતાવ્યો....



Friday, April 22, 2016

VSSM organises camp to facilitate applications for Adhar UID


Nomadic families with the receipt of their applications…..
Nomadic families giving their bio metrics
VSSM runs a Balghar for the children of nomadic settlement in Vavdi village of Rajkot. Initially the community here had no documents of their identity and VSSM initiated the process of getting the basic citizenry documents issued. As a part of the process, VSSM  organised a camp between 2nd to 4th April 2016 for filing applications for acquiring Adhar UID numbers. During the camp 142 individuals applied for their Adhar UID.


VSSM’s  Kanubhai facilitated the process
of filling up the forms
રાજકોટના વાવડીમાં વિચરતી જાતિની વસાહત આવેલી છે. vssm આ વસાહતમાં રહેતા બાળકો માટે બાલઘર ચલાવે છે. સંસ્થાએ આ વસાહતમાં કામ શરૃ કર્યું ત્યારે આ વસાહતના લોકો પાસે પણ પોતાની ઓળખના પ્રાથમિક પુરાવા નહોતા. તેમને પ્રાથમિક પુરાવા અપાવવાનું vssm દ્વારા થઈ રહ્યું છે.તા.2 એપ્રિલ 2016 થી તા.4 એપ્રિલ 2016 દરમ્યાન વિચરતી જાતિના પરિવારોને           આધાર કાર્ડ મળે તે માટે વસાહતની નજીક કેમ્પ      આયોજીત કર્યો. જેમાં 142 લોકોએ અરજી કરી.
ફોટોમાં આધાર કાર્ડ માટે પોતાની ફીંગર પ્રિન્ટસ આપી રહેલા તથા આધારકાર્ડની અરજીની પહોંચ સાથે વિચરતા પરિવારો. vssmના કાર્યકર કનુભાઈ દ્વારા આધારકાર્ડના ફોર્મ ભરવાનું થઈ રહ્યું છે જે ફોટોમાં જોઈ શકાય છે.

Thursday, February 11, 2016

VSSM initiates the process of application for Aadhar UID number for the nomadic families of Morbi…

VSSM field coordinator Ramesh and Reena preparing the applications
for the Aadhar card 
of the nomadic individuals...
There is high concentration of nomadic families in the areas around Morbi. These families live in shanties and makeshift houses. VSSM has helped these families acquire Voter ID cards and Ration cards. Recently VSSM’s Rameshbhai organised a camp to process the applications for Aadhar UID numbers where in applications for 66 families were processed.

In the picture Ramesh and Reena filling up the forms for the families and families with applicaiton receipts




vssm દ્વારા મોરબીમાં રહેતાં વિચરતા પરિવારો માટે આધારકાર્ડની કામગીરી આરંભાઈ

મોરબી આસપાસ વિચરતી જાતિના ઘણા પરિવારો અસ્થાઈ ઝુંપડા બાંધીને રહે છે. આ પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ કેટલાકને રેશનકાર્ડ વગેરે મળ્યા છે પરંતુ, આધારકાર્ડ આ પરિવારો પાસે નહોતા. vssmના આ વિસ્તારમાં કામ કરતાં કાર્યકર રમેશ દ્વારા આ પરિવારોને આધારકાર્ડ મળે એ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૬૬ વ્યક્તિના કાર્ડની કામગીરી થઇ શકી.

ફોટોમાં આધારકાર્ડની પહોંચ સાથે પરિવારો અને આધારકાર્ડનું ફોર્મ ભરીને આપતાં vssmના કાર્યકર રમેશ અને રીના

Wednesday, January 06, 2016

Application was made for identity card ( support or aadhar card) by Marwadi Devipoojak families through VSSM.

VSSM field coordinator Madhubhen Bajania preparing the applications
for the Aadhar card 
of the nomadic individuals...

A huge habitat of marvadi devipoojak is existing opposite to the vssm's head office in Ahmedabad. Most of the people living in this habitat do not have the identity cards. A camp was organised through vssm for obtaining identity cards for people of this habitat. In which apart from Nomadic tribes families residing in Ramdevnagar, also Nomadic tribes residing in Kamodgam, Guptanagar, and Kesvani-nagar families of total 449 people were registered for aadhar card.


After the application of 449 people, 400 more people residing in Ramdevnagar are existing who does not have the aadhar card. In near future,  the process of their application will be done also.

Observed in the photograph, are vssm's worker Madhuben helping to prepare application for obtaining Aadhar cards for the Nomadic tribes people, together with Nomadic Tribes people coming to get the Aadhar cards and also marwadi devipoojak  families with receipts after registration.

અમદાવાદમાં vssmની હેડ ઓફિસની સામે જ મારવાડી દેવીપૂજકની ખુબ મોટી વસાહત આવેલી છે. આ વસાહતમાં રહેતાં મોટાભાગના લોકો પાસે આધારકાર્ડ નથી. vssm દ્વારા આ વસાહતના લોકો માટે આધારકાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રામદેવનગરમાં રહેતાં વિચરતા પરિવારો સિવાય પણ કમોડગામ, ગુપ્તાનગર, કેશવાણી નગરમાં રહેતાં વિચરતા પરિવારના કુલ ૪૪૯ લોકોની આધારકાર્ડ માટે નોંધણી કરવામાં આવી.

૪૪૯ લોકોની અરજી કર્યા પછી પણ રામદેવનગરમાં હજુ બીજા ૪૦૦ ઉપરાંત વ્યક્તિ છે કે જેમની પાસે આધારકાર્ડ નથી આગામી દિવસોમાં એમની પણ અરજી કરવાનું કરીશું.

ફોટોમાં આધારકાર્ડ મેળવવા વિચરતા સમુદાયના લોકોના અરજી તૈયાર કરી આપવામાં મદદરૂપ થઇ રહેલાં vssmના કાર્યકર મધુબહેન અને આધારકાર્ડ મેળવવા આવેલાં વિચરતી જાતિના લોકો તથા નોંધણી થયા પછીની પહોંચો સાથે મારવાડી દેવીપુજક પરિવારો.

Saturday, December 19, 2015

Not only Nomads but VSSM too find it frustrating : how many times do we need to justify for our rights!!!

Nomas settlement for which  the officers
instructed to cut off the power and water supply….
"Its a tiring task to explain to the authorities the  conditions in which the nomads survive…..”

One official speaking to another on a phone, “The families staying in Lohanagar locality of Rajkot are refusing to share any information.”

“Why?”

“Actually they have some long pending issues, they along with VSSM’s Kanubhai  had come to our office to present their issues and you had not heard them. Their application for Ration Cards has been pending since last one year and the matter is yet to be resolved… I am in the settlement, if you spare some time I can bring the VSSM  team member and two community leaders to the office??” (The official speaking on phone from the settlement was here to link  the Adhar card Number with the Voter ID Number but the community members refused to cooperate)

“Ok, come over.”

VSSM’s Kanubhai and Gopalbhai Devipujk from the settlement accompanied the official to his office.

“Why aren’t you giving the required information??” asked the officer as Kanubhai and Gopalbhai entered his office.

“What’s the use of sharing more information when our previous issues aren’t addressed?” replied the duo.

“Disconnect their water and power connection!!” instructed the chief officer to the other official, when he heard the reply.

“ Please do that today itself, disconnect the connections immediately and if you can spare some time go and visit the settlement for yourself , the visit will surely  enlighten you on how we live…..” replied Gopalbhai with a smile on his face..

“Sir, they have no water and power connections, these families live in shanties on land owned by railways….” replied the official who had visited teh settlement.

The reply left the lady officer flabbergasted. She was left speechless.

Kanubhai spoke to the main officer, “The nomads have never been allowed to settle in any village, they load their belonging and wander  village to village, never settling at one place. These nomadic families of Rajkot who have applied for Ration cards have been staying in Lohanagar for quite some time, they even have their Voter ID cards. These are extremely poor and deprived families, they need immediate help. If not the Government whom would they turn to in time of need?? We request you to visit their settlement once, to see for yourself to the conditions in which they survive.. you might not need to ask any further questions..”

The lady officer was clueless on how to respond, she just shook her head. Gopalbhai and Kanbhai agreed to help any official who visits the settlement and walked out of the office. What else to say to officials with such narrow mindsets.

We have presented teh case to the District Officer of Food and civil Supplies Department, let us see how it turns out ….


પોતાના અધિકારની વાત સમજાવતા ક્યારેક થાકી જવાય છે...

એક અધિકારીએ બીજા અધિકારીને ફોન પર કહ્યું, ‘લોહાનગર રાજકોટમાં રહેતાં પરિવારો માહિતી આપવાની ના પાડે છે.’
‘કેમ?’
‘એમના પ્રશ્નો પડતર છે અને એ માટે એ લોકો કનુભાઈ –vssmના કાર્યકર સાથે આપણી કચેરીમાં રજૂઆત કરવા આવ્યાં હતા અને આપે એમનાં પ્રશ્નો સાંભળ્યા નહોતા. એમની રેશનકાર્ડની અરજી ૧ વર્ષથી પડતર પડી છે એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી એટલે.. હું વસાહતમાં જ છું જો તમે સમય આપો તો સંસ્થાના કાર્યકર અને વસાહતના બે આગેવાનો સાથે કચેરીમાં આવું?’ (મૂળ આધાર કાર્ડના નંબર સાથે મતદારકાર્ડના નંબરને જોડવાના હોવાથી અધિકારી વસાહતમાં ગયા હતાં પણ એમને મદદ ના મળી. )
‘આવો.’
કનુભાઈ અને વસાહતમાંથી ગોપાલભાઈ દેવીપૂજક અધિકારી સાથે કચેરીએ ગયા. મુખ્ય અધિકારીની ઓફિસમાં દાખલ થયા એટલે તેઓએ કનુભાઈ અને ગોપાલભાઈને જોઇને કહ્યું, ‘કેમ માહિતી નથી આપતાં?’
‘અમારા પ્રશ્નોના ઉકેલ નથી આવતાં પછી અમારી માહિતી લઈને શુ કરવાનું?’’
આ સાંભળી મુખ્ય અધિકારીએ બીજા અધિકારીને કહ્યું, ‘આ લોકોના લાઈટ પાણીના કનેક્શન કાપી નાખો.!’
અધિકારીનું આ વાક્ય સાંભળી વસાહતમાંથી આવેલા ગોપાલભાઈ ભાઈ હસ્યા અને કહ્યું, ‘આજે જ કાપી નાખો અને તમે પણ રૂબરૂ જઈ શકતા હોવ તો જાવ. તમને ખ્યાલ આવશે કે અમે કેવી રીતે રહીએ છીએ.’
મુખ્ય અધિકારીની વાત સાંભળીને વસાહતમાં જઈને આવેલા અધિકારીએ કહ્યું, ‘સાહેબ ત્યાં લાઈટ, પાણીની સુવિધા જ નથી. એ લોકો તો રેલ્વેની જગ્યામાં છાપરાં વાળીને રહે રહે છે..’
મુખ્ય અધિકારીની સ્થિતિ તો કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ..
vssmના કાર્યકર કનુભાઈએ અધિકારીને કહ્યું, ‘વિચરતી જાતિનું તો કોઈ ગામ જ નથી હોતું. એ લોકો સામાન લઈને આજે અહી તો કાલે બીજે એમ બધે ફર્યા જ કરે છે. પણ રાજકોટમાં રહેતાં અને જેમના રેશનકાર્ડ માટે અમે માંગણી કરી છે એ હવે ઘણા સમયથી લોહાનગરમાં જ રહે છે. અમે એમના મતદારકાર્ડ પણ કઢાવી આપ્યા છે. આ પરિવારો ખુબ જરૂરિયાતવાળા છે અને એટલે જ એમને મદદની જરૂર છે. આ લોકો સરકાર પાસે મદદ નહિ માંગે તો કોની પાસે માંગશે? એક વખત ખેરેખર એમની વચ્ચે તમે આવો કદાચ એ પછી કશું જ પૂછવાનું નહિ રહે.’
અધિકારી બહેને હકારમાં માથું હલાવ્યું કશો જવાબ એમની પાસે નહોતો. જયારે કનુભાઈ અને ગોપાલભાઈ વસાહતમાં આવતા તમામ અધિકારીને સહયોગ આપીશું એમ કહીને કચેરીની બહાર નીકળી ગયા. નબળી માનસિકતા ધરાવતા અધિકારી સમક્ષ વધારે શુ કહેવું? ખેર રેશનકાર્ડ માટે અમે જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે જોઈએ હવે શુ થાય છે...
ફોટોમાં જે વિચરતી જાતિની જે વસાહતના લાઈટ પાણીના કનેક્શન કાપી નાખવાનું અધિકારીએ કહ્યું હતું એ વસાહત જોઈ શકાય છે..