Thursday, August 10, 2017

The meeting I had with Gafarbhai today brought back so many memories….memories of the time we had just initiated the process of finding the nomadic and de-notified  communities rushed back. Travelling with just a shoulder bag, in a state transport bus, with no particular destination in mind, asking the bus conductor to stop the bus the moment my eyes fell on few shanties dotting the countryside.  It required an exchange of few words and mentioning the names of few acquaintances to initiate a dialogue with the residents!!

Those were early days and I had little knowledge of recognizing the communities from their clothes and look, hence we would end up asking absurd questions like, ‘what is your caste and how do you earn living, in spite of the much evident living condition!!” But this is the method we had adopted in those days, one settlement led to another and we ended up finding so much about these lost communities. Each find would lead me to that settlement.

One such quest brought me to Latifbhai and Gafarbhai. At that time, these two Dafer men were engaged in some unlawful activities. Nonetheless, to them I was a daughter and they showered tremendous affection for me, there is an invisible thread that connects us. Just after the wheat harvest, these two men would reach Sarkhej with freshly harvested wheat and without my asking informe me, “Don’t worry, we have asked the farmer before bringing it here!!”

During those times we met often; their addresses kept changing hence,  whenever I had to meet them they would come and receive me from the nearest landmark. Each meeting would stretch for hours as we talked about our hopes, concerns and challenges…. This continued for years until Latifbhai passed away. The occasions of visiting their Dangaa became fewer. Today, once again the memories of yester years came rushing back as Gafarbhai and I  walked through the sludge to reach the dangaa.

Yes, Latifbhai was sorely missed and remembered!!!



એકલા ચલોની જેમ વિચરતી જાતિઓને શોધવા ખભે થેલો લઈને નીકળી પડવાનું. બસમાં છાપરુ દેખાય ત્યાં કંટક્ટરને બસ થોભવા કહેવાનું, ને સરકારની હાથ ઊંચો કરીને બસમાં બેસોની યોજનામાં હું હાથ ઊંચો કરીને ઊતરવાનું કરુ, ને પછી તો હડી કાઢીને ઓળખાણ વગરના આ માણસોની વચમાં.

ત્યારે આ જાતિઓને આમ જોઈને જ નહોતી ઓળખતી એટલે તમારી જાતિ કઈ? એવો વાહિયાત પ્રશ્ન પુછાતો ને આંખે દેખાતી હાલત છતાં સ્થિતિ શું? ના પ્રશ્નો પુછાતા.. બકવાસ લાગે આ બધુ આજે,  પણ તે દાડે તો આજ પદ્ધતિ અખત્યાર કરેલી. નવી વસાહતોના સરનામાં જડતા ને પગ એ વસાહત તરફ નીકળી પડતા.
લતીફભાઈ ને ગફારભાઈ આવી જ રીતે મળ્યા. બંને ડફેર ને ધંધાય ખરાબ. પણ મારી માટે અપાર મમત્વ. એક નોખો પ્રેમનો તાંતણો બંધાયો. હું દીકરી થઈ ગઈ. ઘઉંની સીઝનમાં ઘઉં લઈને સરખેજ આવે. હું લેવા જવું અને કાંઈ પુછુ એ પહેલાં જ કહી દે કે, ‘ખેડુને પુછીને ઘઉં લીધાતા.’

એમને મળવા વારેવારે જવું. સરનામું પાછુ આ ભટકતી જાતિનું બદલાય. ફોન કરુ એટલે ગામની પાધરે કે હાઈવે પર લેવા આવે, પછી સુઃખ દુઃખની કેટલીયે વાતો સાથે મજલ કપાય. વર્ષો સુધી આમ જ ચાલ્યું. લતીફભાઈ ગયા પછી ડંગામાં જવાનું ઓછુ થયું પણ આજે ઘણા વખતે પાછુ ગફારભાઈ સાથે આમ જ ચાલીને કાદવ ખુંદતા ડંગામાં પહોંચવાનું થયું...

ને ફરી બધુ તાજુ થયું ને લતીફભાઈએ ખુબ યાદ આવ્યા...
One of the most pressing questions faced by those helping with the distribution of relief material is, “whom should we consider the flood affected?” It is a dilemma everyone experiences, including us. Yes, us! Although, we have a different perception when it comes to identifying the needy but we too had a loss of judgement in the current emergency situation.

The Gadaliyaa families living in Tharad have pucca houses. They asked for grains in relief but,  since they stay in proper homes, we refused, “there are others who need it more, your homes are not in water!!” we said.

The families have tremendous respect and faith in me, so did not counter my decision. This morning however, Ramabhai Gadaliya messaged me saying do see the video I have sent you. I felt angry on myself after watching the video clipping. How did I judge the situation so wrongly?? The Gadaliya are daily wage earners and the Tharad market where these people work are submerged in water. Unless it is not business as usual in these markets the Gadaliya families will not have money to buy food. The video told the fact. We sent enough grains to last a fortnight or more.

I felt the need to share it here so that we change our perception and definition of the affected.

પુરઅસરગ્રસ્ત કોને ગણવા તે પ્રશ્ન અત્યારે સૌને થાય ને તેમાંય ખાસ કરીને રીલીફ મટીરીયલ વહેંચવાવાળાને તો ખાસ. એમાં અમેય બાકાત ના રહ્યા. સેવાના કામોએ જુદી દાર્શિનીક શક્તિ આપી પણ એમાં થાપ ખવાઈ.
થરાદમાં ગાડલિયા પરિવારોના ઘરો પાકા. પુર પછી એમણે અનાજ માંગ્યું પણ તેઓ પાકા ઘરમાં રહે એટલે અમે ના પાડી અને ‘જરૃરિયાતવાળાને આપીશું, તમારાં ત્યાં પાણી નથી’ એમ કહ્યું.

મારા પર અપાર મમતા એટલે કશું બોલી ના શક્યા. પણ આજે સવારે રામાભાઈ ગાડલિયા દ્વારા બેન વોટસઅપ જોજોનો મેસેજ આવ્યો અને વોટ્સઅપ જોયું તો, કશું જ બોલ્યા વગર બધુ જ સમજાઈ ગયું. મને મારા પર ગુસ્સો આવ્યો અને હું આવું પૃથ્થકરણ કેમ કરતી થઈ ગઈ એવો પ્રશ્ન પણ થયો. ગાડલિયા જ્યાં કામ કરતા તે થરાદની બજાર પાણીથી ભરાયેલી. રોજ કામ કરીને રોજ ખાનારા આ પરિવારો છેલ્લા દસ દિવસથી ધંધો જ નથી કરી શક્યા અને ધંધો ના થવાના કારણે ઘરમાં ખાવા નથી.

વિડીઓએ બધુ જ સમજાવી દીધુ. પંદરથી સત્તર દિવસ ચાલે એટલું રાશન આપ્યું. આ વિગત આપણે આફતનો ભોગ બનેલાઓને કેવી રીતે જોઈએ છીએ એ દર્શાવવા જ ખાસ લખી.

વિડીયોમાં ગાડલિયાનું પાણીમાં ગરકાવ થયેલું ઘંઘાનું સ્થળ
I was in Nanodar village to understand the conditions of the affected and get a better picture of the ground realities so as to frame our strategies for rehabilitation accordingly. The calmness and distress in the settlement suddenly became chaotic as two vehicles approached the village. Everyone from the settlement ran towards the cars. All I could hear was a child wailing somewhere in the settlement. The crying was so intense that I walked towards it to find a small girl rocking her younger sibling in a cradle made from an old clothing tied between two legs of a rickety charpoy. On inquiring about the wailing baby, I was told that the infant girl in the cradle was born during the floods, she was 8 days old and was crying because of hunger. Her mother was nowhere to be seen.  It was very unusual of the mother/women to leave her confines during the initial 40 days of delivery. Where could she have gone, living behind the infant in despair!?

“My mother has gone to get food, some vehicles just arrived with food!” said Payal, who was attending to her infant sister in absence of their mother.

I could not bear the constant crying of the infant, “go call your mother” I told her!!

“Ben, that lady needs food, so what if she has just delivered a child!” interrupted Iharabhai, who was standing beside me.

I couldn’t utter any further… I began walking away from the settlement towards the vehicles distributing food, the scene was disturbing and chaotic, people were climbing upon each other to get whatever landed on their hands.
We are hearing voices claiming that the affected families have received too much in aid and they don’t need anything more. However, based on my observations from the continuous visits I have had in the affected areas, these families will continue to need support for coming 3-4 months. Simply because they will not be getting work for coming 6 months. The farms have been washed off, it will be simply impossible to farm and grow there are no other means of earning livelihood in these regions. Until the farms do not become ready these families will need help. Apart from livelihood, these families have lost their homes and belongings. They will be starting everything from scratch. So, all we would like to say and appeal is please open your hearts and give as much as you can, if I could I would fill their stores with food and grains enough to last them 6 months.  These communities are not beggars so please don’t judge them so. They have felt the need to stretch their arms because once the immediate relief is over there is not help that will reach them. The road to rehabilitation is long and hard.

“Look at us, look at  our condition, if I don’t  eat how will I feed my child!!” said the mother of that wailing infant when I found and spoke to her……

Do I need not say anything more?

નાળોદરગામના પુરઅસરગ્રસ્ત લોકો માટે શું થઈ શકે, તે સમજવા જવાનું થયું. વંચિતોના ઘરોમાં ફરી રહી હતી ત્યાં અચાનક બે ગાડીઓ ગામમાં આવી અને આખી વસાહતના લોકોએ તે તરફ દોડ મુકી.

ખાલી વસાહતમાં નાના બાળકનો સતત રડવાનો અવાજ આવ્યો. અવાજની દિશામાં ગઈ. નાની બહેન નવજાત શીશુને હીંચકાવી રહી હતી. વાત કરતા ખ્યાલ આવ્યો કે, પુરના પાણી ગામમાં હતા તે ટાણે જ ઘોડિયામાં સુતેલી આ દીકરીનો જન્મ થયેલો. એ આઠ દિવસની થઈ હતી. ભુખ લાગી હશે એટલે રડતી હશે. આમ તો એની મા એની પાસે જ હોવી જોઈએ. પણ એ નહોતી...

સુવાવડી આમ ઝટ ખાટલો ના છોડે. સવા મહિના લગી સ્થાઈ રહેનારા ખાટલો પાળે જ. ત્યારે આની મા ક્યાં ગઈ? ત્યાં હીંચકો નાખતી પાયલે કહ્યું, ‘ગોમમાં ગાડી આઈ તે મમ્મી ખાવાનું લેવા ગઈ...’

ખાટલાની ઈંસ સાથે બાંધેલા કપડાંમાંથી બનાવેલા ઘોડિયામાં સુતેલી દીકરી સતત રડ્યા કરે. જીવ બળ્યો. મે કહ્યું, ‘જા તારી માને બોલાવી લાવ.’ પણ ત્યાં મારી સાથે ઊભેલા ઈહરાભાઈએ કહ્યું, ‘બેન હુવાવડીનેય ખાવા તો જોવન...’ કશું બોલવાનું જ નહોતું.

વસાહતમાંથી નીકળી અને ગામના પાધરે થતા વિતરણ તરફ ગઈ. લોકો જે મળે તે લેવા રીતસર પડા પડી કરી રહ્યા હતા.

લોકો કહે છે કે, ખુબ આવ્યું, લોકોને ખુબ મળ્યું, હવે જરૃર નથી. પણ મારા મતે આ લોકોને આગળના બે – ચાર મહિના ક્યાંક કામ મળવાનું નથી. ગામના વંચિતની જ આ વાત નથી સૌની વાત છે. ખેતરો ધોવાયા છે. ખેતી થશે નહીં અને અહીંયા બીજી કોઈ મજુરીએ ક્યાં છે. બધુ રાબેતા મુજબ તો ખેતીની સિઝન શરૃ થાય ત્યારે થશે. પણ એ હાલના સંજોગોમાં અસરગ્રસ્ત ગામોમાં થવાનું નથી. પાછુ પડ્યા પર પાટુ જેવું, ઘર ભાંગી ગ્યા છે. ક્યાંક તો ઘરનું અસ્તિત્વ જ નથી રહ્યું. બધુ ફેર બેઠુ કરવાનું.

અમારે એટલું જ કહેવું છે કે, કોઈ જ શંકા વગર આપો.. આમ તો મારુ ચાલે તો છ મહિના ચાલે એટલું ભરી આપું આ બધાને... આફત આ લોકોને માંગણ બનાવી ગઈ.

પેલી દીકરીની મા મળી એણે કહ્યું, ‘ખઈશ નઈ તો ધવરાઈશ ચમના... અન અમારી હાલત તો જુઓ ચેવા પડ્યા સીએ...’

આગળ કશું લખવું નથી... પણ સ્વમાનપૂર્ણ રીતે પરિવારજનોને બેઠા કરીએ.
The flood waters are receding in most regions while there are regions that continue to remain clogged. There are families yet to receive relief material and families that have received too much in aid. And then there are these privileged talking about the poor families lying about their apathy inspite of receiving all the help!!  There are appeals to stop discriminating on basis of caste, religion and class but it is not about discrimination it is about help not reaching to the marginalized  including the nomadic communities who do not stay in or near the village!!

There were complaints about too much help and relief reaching Kankrej block but when the team members of VSSM made their way through waist deep waters to reach some of the settlements the claims of excess help reaching these families proved contarary. The families that had supposedly received too much had empty pots and pans!!

I am sharing a picture of Raval and Gawariyaa families of Kankrej’s Kheemat village. It is said they have received too much relief material, you take a call based on these pictures!! The families here have asked for food, which we will be giving but there are still requests pouring in for food hence, we appeal you to kindly send us food grain kits, we will be delivering it to those in acute need of it for sure!!

VSSM will not be discriminating but distributing the kits to nomadic as well as other needy families around Kheemat.

પુરના પાણી ક્યાંક ઓસર્યા તો ક્યાંક હજુ એમના એમ. ક્યાંક અમને રાશન આપોની તો ક્યાંક આ લોકોને તો ખુબ મળી ગયાની વાતો. તો ક્યાંક સાલાઓ જુઠ્ઠુ બોલે છે ખુબ આપ્યું છે ની કહેવાતા મોટા માણસોના મોંઢાની વાતો. ક્યાંક વિચરતી જાતિ, હિંદુ, મુસ્લીમની ભેદ ના કરોની વાતો. પણ ભેદ ક્યાં છે. મીઠી ફરિયાદ છે, ગામના છેવાડે રહેતી વિચરતી જ નહીં પણ વંચિત જાતિઓ સુધી કોઈ ના પહોંચ્યાની.

કાંકરેજ તાલુકામાં ખુબ આપ્યાની વાતો સાંભળી પણ કાલે VSSMના કાર્યકરો કેડ સમાણા પાણીમાં ફર્યા અને કેટલાય ગામોના છેવાડાના માણસો સુધી કશું ના પહોંચ્યાનું નજરે જોયું. લોકો કે એમ, ‘એમના ઘરોમાં બધુ ભર્યું હશે જોઈ લેજો’ તે ઘરમાં જઈનેય જોયું પણ કશું ના જણાયું.

કાંકરેજ તાલુકાના ઊણગામના દેવીપૂજક અને ધાનેરા તાલુકાના ખીમતગામના રાવળ અને ગવારિયા પરિવારોના ફોટો અહીં મુકુ છુ. આ નમુનારૃપી ગામ છે, ઘણા ગામો બાકી છે. નિર્ણય તમે જ લો કે, લોકો કે મળ્યું છે કે નહીં. અમારી પાસે આ પરિવારોએ હાલ તો ખાવાનું માંગ્યું અને અમે આપીશું. પણ ખુબ લોકો છે જે મદદ માટે વિનવણી કરી રહ્યા છે. તમને સૌને પણ અનાજરૃપી કીટ આપવા વિનંતી... અમે પહોંચાડીશું કોઈ જ શંકા વગર...

ખીમતમાં ભરથરીને VSSM દ્વારા કીટ આપવામાં આવી ત્યારે ખીમતના અન્ય પરિવારો ધ્યાનમાં આવ્યા એમને પણ આપીશું જ.








Salute to their spirit…


 ‘Ben, those Pouaa, dialect word for Bharthari community, have lost everything. The Pouaa always begged for living. The families had managed to build little and that too got swept away. Look what has water done to all of us,  these families…” this is the compassion shown by a person whose belongings got swept away and the house is filled with mud, yet he had the spirit to tell us to support the 40 Bharthari families of Dhanera while there is no need to support the families in their village, Jariya.

“So how much loss have you suffered?” we inquired.

“Everything is gone, will need to start afresh!!” he replied.

Salute to the spirit of such humans who always put the needs of others before their own, even in such dire circumstances...

As an immediate support, we have given the Bharthari families food packets and tarpaulin, but the support will need to go beyond, as they need to rebuild their lives….


'બેન અમારા કરતા પૌઆ ન મદદ ની વધુ જરૂર સે કોય નહિ રયુ બાપડા કને. મોગી ખાતા. ઈમના ઘર બર ની વલે થઇ સે. ઈમન મદદ કરજો.'

જડિયામાં મદદ ના કરતા એવું કહેનારા લોકોની સામે, ધાનેરામાં 40 ભરથરી (પૌઆ) ની સ્થિતિ જોઈને જેમનું ઘર એક દોઢ ફુટ ગારાથી ભર્યું છે અને એમનું પણ બધું જ તણાઈ ગયું છે કે ખરાબ થઇ ગયું છે છતાં પોતાના ઘરની સફાઈ કરતા કરતા આર્થિક રીતે એ નાના માણસે પૌઆ ને મદદ કરવાની ભલામણ કરી. પૂછ્યું તમને શું નુકશાન થયું તો કહ્યું, 'બધું જ ગયું એકદમ એકડથી ગણતરી કરવાની છે.' છતાં પોતાને માટે મદદની ક્યાંય વાત નહિ... સલામ...

ભરથરીઓએ તો, 'બેન મોંગી મોંગી ને ચાર પોચો ઑયડા કીધા તા તે જુઓન હું દશા કીધી પોણી એ?' તત્કાલ ખાવા પીવા અનાજ અને છાપરું કરવા તાડપત્રી તો આપી પણ એમને આર્થિક રીતે બેઠા કરવા અને રહી શકાય એવા ઘર પણ કરી આપવાના છે..

થશે બધું જ થશે....

Homes that have turned in to mud pits….

As if the heavy downpour in Gujarat was not enough, the rain Gods decided to drench some parts of Rajasthan as well and these unprecedented rains in Abu and neighboring regions brought with it mud… loads and loads of it. The mud has swept across the villages of Gujarat, filling the homes up to couple of feet.

24 Bajaniya and one Bharvad families of Radhanpur’s  Saadpura village  have found refuge in the village school. The village was under knee deep water that ravaged everything in its path.  The homes of these families made of mud and bricks have been swept away. The villagers who have stood with them in these times of crisis are providing food but they are need of some tarpaulins, so that begin the tiring process of rebuilding their homes. They will also need food during such time.

When the team of VSSM reached the village, these families requested for food and tarpaulin. We have provided them with the same, the food packets and tarpaulin is just the beginning,  as we stare at their need to build homes and livelihoods that the flood waters took along. We are grateful to all of you who have donated generously to help nomadic families during this natural calamity. However, the number of families impacted in these floods has increased considerably. And we still have to help them with rehabilitation efforts… a long way to go, I would say…

ઘર ઉકેડા જેવા થઈ ગ્યા....
રાધનપુર તાલકાનું સાદપુરાગામ.. 24 બજાણિયા અને 1 ભરવાડ પરિવાર ગામની નિશાળમાં બેઠા છે. ગામ ખુબ સારુ એટલે રોટલા આપે છે. પણ કાચા ગાર- માટી અને ઈંટથી બનાવેલા ઘરોની તો વલે થઈ છે. કાદવથી ઘર ભર્યા પડ્યા છે. ઘરને ઠીક કરવા પડે તેવી દશા છે. અનાજ અને તાડપત્રી મળે તેની રાહ છે.
ઢીંચણથી ઉપરના પાણીને વીંધી ગામમાં પહોંચાય. #vssm ના કાર્યકર પહોંચ્યા. આ પરિવારોએ અનાજ અને તાડપત્રીની માંગ કરી. આપીશું...

આમ તો આભ ફાટ્યું છે ને અમે થીગડાં દઈ રહ્યા છીએ... સૌ સ્વજનો જેઓ આમાં સહયોગ કરી રહ્યા છે એમનો આભાર.. પણ મદદ માંગવાવાળાનો આંક વધી રહ્યો છે.. વળી આતો તત્કાલ રાહત થઈ એના પછીનું કામ તો એનાથીયે મોટું છે....







Dear All,

The rains have remained incessant and so has the outpour of suffering and need.  Families are without food and their tarpaulin covered homes are either submerged in water or have been swept away by the gushing waters. There are regions where we still haven’t been able to reach or establish contact. While yesterday the first causality occurred when Shantiben Bajaniya and her 4-year-old son were crushed to death as a wall adjoining their hut fell on them.  At 2 am the nomadic families of Deesa were moved to a government school, Musabhai took assistance and made a video and sent us so that we could comprehend the situation there. Everyone is  asking for food… The Jalaram temple has opened its kitchen to all .. “take as much as you want or come and eat here” is what they are saying… We still have not reached Khoda, two day back when  we last received a call they were all without food and water….

Initially, we had estimated the number of families in need to be around 400, but the figure has now risen to approximately  800 families. I am sure we would be able to provide help to these families as once again you have chosen  to stand by us in this time of need, it is the faith I have that makes me reach out to you all in such times of unexpected needs…

I am grateful to all of you who have extended help and donated to the cause..

Donor                                       Amount
Nikunj Sanghvi -                        38,650
Paresh Vora –                          20,000
Kirtibhai Sheth –                       20,000
Edisa Marketing –                     44,000
Rameshbhai Kacholiya –           5,00,000
Naran Bhargav –                       1,00,000
Dipti Parag –                            6,000
Bhadraben Sawai –                  2,000
Jagrut Shah –                           1,000
Sonal Rochani –                       10,000
Giniben –                                  20,000
Dr. Pankanj Shah                       2,000
Act of Kindness –                     20,000
Amoli Shah –                            2,000
Shivaniben Maiyaar –                2,000
Ahmedabad Sarvar Mandal – 16,000
Anokhi Sahiyar –                      2,000
Ashit Shah –                             6,000
Angel Trust                               14,000
Krupa Shah –                           2,000
Bhavna Shah                            2,000
Dr. Monaben Contractor –         2,000
Parulben Nawab –                    10,000
Nairutyaben Shah                      4,000
Ashit Somani –                         2,000
Rakesh Shah –                         2,000
Kalika Mistry –                          8,000
Dr. Hiralben Nayak –                 5,000
Sandeepbhai Mankad –            16,000
Hiteshbhai –                             2,000
Jignaben Parthiv Vakil –            1,000
Vasuben Shah                          1,000
Girirajbhai Jadeja                      4,000
Dhara Developers                     5,000
Prakashbahi Doshi (A. K. Alloys) 20,000
Ambavat Jain and Associates LLP -  1,10,000

We have received donations amounting to Rs. 10,23,650 as of today. We request all the well-wishers who have made an online transfer of the amount to please share the details so that we can send the acknowledgement letters.
Thank you once again, the need is increasing consistently so please contribute and spread the word..

પ્રિય સ્વજનો,

વરસાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યોને લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ક્યાંક છાપરાં અકબંધ છે પણ ખાવા કશું નથીની ફરિયાદ, તો ક્યાંક તો સંપર્ક જ નથી થતો. ગઈ કાલે પાલનપુરના ત્રાજપર વિસ્તારમાં છાપરુ બાંધીને રહેતા શાંતીબહેન બજાણિયાના છાપરાં પર બાજુના ઘરની દિવાલ વરસાદના કારણે પડી અને શાંતીબહેન અને તેમનો ચાર જ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યા. કુદરતનો પ્રકોપ જાણે વરસતો હોય તેમ થઈ રહ્યું છે. રાતના બે વાગે ડીસામાં રહેતા પરિવારોને સરકારી શાળામાં ખસેડવા પડ્યા. ભોજવા આવો બેન એવું કહેતા મુસાભાઈની પાસે પહોંચી ના શકાતા તેમણે તો ગામના કોઈને બોલાવીને વિડીયો ઉતારીને મોકલાવ્યો. જે અહીંયા મુક્યો છે. ખાવા આપોની રાડ બધેથી ઊઠી છે... ડીસા જલારામ મંદીરે તો જેટલું જોઈએ એટલું જમવાનું લઈ જવાની અથવા આવીને જમી જવાની દરખાસ્ત મુકી. ખોડા તો પહોંચી શકાય એમ નથી છેલ્લે ફોન આવ્યો ત્યારે બે દિવસથી ખાધા પિધા વગરના બેઠા સીએની વાત કરી..

400પરિવારોને મદદ કરવાની વાત હતી પણ આંકડો પુરના પાણીની ગતિએ વધી રહ્યો છે. હાલ લખી રહી છુ ત્યાં સુધી 800 ઉપરાંતનો આંક થયો છે. પહોંચી વળીશું તેમ જણાય છે. સહયોગ કરશો તેવી અપેક્ષા રાખુ છું...
આમ માંગવું ગમે નહીં પણ વ્યક્તિગત મારા માટે નથી અને તમે સૌ અમારા છો એ હકે કહી રહી છું...
આપતિનો ભોગ બનેલા આપણા સ્વજનોને મદદરૃપ થવા આપ સૌ આગળ આવ્યા તે માટે આભારી છું. અત્યાર સુધી જેમની મદદ મળી છે તેમની વિગત,

નિકુંજ સંઘવી- 38,650, પરેશ વોરા- 20,000, કીર્તીભાઈ શેઠ -20,000, એડીસ માર્કેટીંગ -44,000, રમેશભાઈ કચોલિયા – 5, 00,000, નારણ ભાર્ગવ-1, 00,000, દીપ્તી પરાગ -6000, ભદ્રાબહેન સવાઈ -2000, જાગૃત શાહ -1,000, સોનલ રોચાણી -10,000, જીનીબેન 20,000, ડો. પંકજ શાહ- 2000, એક્ટ ઓફ કાઈન્ડનેસ 20,000 પ્રેક્ષા શાહ 2000, અમોલી શાહ -2000 શીવાનીબેન મણીયાર -2000 અમદાવાદ સારવાર મંડળ-16,000 અનોખી સહિયર -2000 આશિત શાહ -6000 એન્જલ ટ્રસ્ટ -14000 કૃપા શાહ -2000 ડો.મોનાબેન કોન્ટ્રકટર -2000, ભાવનાબેન શાહ -2000, પારૂલબેન નવાબ -10,000 નૈરુત્યબેન શાહ -4000, આશિત સોમાની -2000, રાકેશ શાહ -2000, કાલિકા મિસ્ત્રી -8000, ડો.હિરલબેન નાયક -5000, સંદીપભાઈ માંકડ -16,000, હિતેશભાઈ -2000, જીજ્ઞાબેન પાર્થિવ વકીલ -1000 વસુબેન શાહ -1000, ગીરીરાજભાઈ જાડેજા -4000, ધારા ડેવલપર્સ -5000, પ્રકાશભાઈ દોશી (એ.કે એલોયસ) -20,000 અમ્બાવત જૈન & એસોસિએટ્સ એલએલપી 1,10,000

અત્યાર સુધી આ નીમ્મીત્તે આવેલું કુલ અનુદાન - રુ. 10,23,650

જે શુભેચ્છકોએ એકાઉન્ટમાં પણ સીધી રકમ જમા કરાવી છે તેઓને પોતાની વિગતો આપવા વિનંતી જેથી રસીદ મોકલી શકાય. અને હા જરૃર ઘણી છે, મદદરૃપ થવા વિનંતી..

A report on water conservation efforts in Banaskantha…..

One of the most pressing issues for the people of Banaskantha is the non-availability of water for both drinking and agriculture purposes. Water is such a scarce resource tha The region receives very little rainfall and the appalling approach towards ground water led its over exploitation, reducing the ground water table to as low as 1200 feet. Our excessive dependence on the ground water for irrigation has made us neglect the conventional water reservoirs like lakes and wells that stored the rain water.  Let us not forget, these have been the only sources of potable water in the past. Traditionally these water bodies were maintained by the communities and village panchayats, every year they were cleaned for access silt and muck that would be flow in the lakes with the rain waters. But, since the need to draw water from the lakes decreased so did the need to care for them.  Ove the time the lakes and wells filled up with sand and mud, no longer storing the rain water.

Since last couple of years, VSSM has taken baby steps into water conservation in the region of Banaskantha. In 2016, with the support of our Mumbai based well-wishers we completed deepening of 2 lakes in Vadgamda: Pepariyu and Sajansari. Last year the rains remained below average hence the lakes did not fill up to the brim. This year however the initial monsoon has been good and the lakes were full to the brim.  The Motuchandru lake in Paradar village that was deepened this year has also filled up in the recent rains. However, the water stored in the lakes is reducing fast as the ground water table is too low and the thirsty earth soaks up all the water. The lake in Vadgamda which had overflowed because of heavy rains was 25% empty within a week. And this will the scenario with most of the lakes we have deepened. The communities here believe that after couple of spells of good rains, when the lakes have filled up to the brim thrice or more and once the land has soaked enough water, the ground water tables will begin to rise.”

We hope, in the coming times the communities continue to work with the same momentum to conserve and save every drop of rain that falls on their soil…

We have received tremendous support for these efforts from our Mumbai based well-wishers and now our friends in Ahmedabad are also pitching in towards these efforts.

Between 2015-2017 we have deepened 17 lakes from the villages of Vadia, Dodgaum, Vadgaum, Nanol, Aasodar, Undrana, and Padadar. We wish to continue these efforts and reach many more villages and communities.

Our well-wishing friends who have supported us in our efforts are:


We shall remain eternally grateful to each one of you for understanding the need and supporting to cause of saving one of the most precious resources on earth……
બનાસકાંઠામાં કરેલા જળવ્યવસ્થાપનના કામોનો અહેવાલ

બનાસકાંઠાની ઉત્તરે થરાદ આસપાસના વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો પડે. બોરવેલ દ્વારા સિંચાઈ થવાના કારણે પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા ગયા. પરંપરાગત જળસ્રોતો એટલે કે, કુવા, તળાવ વગેરે બોરવેલ નહોતા ત્યારે સચવાતા પણ પછી તો નળ ખુલે અને પાણી મળે એટલે કુવા કે તળાવને સારવાનું - સરખા કરવાનું બંધ થયું. ભૂગર્ભમાં પાણી ઉતારવાનો મુખ્ય સ્ત્રોત તળાવો. જેને દર વર્ષે સરખા કરવાનું એટલે કે વરસાદી પાણી સાથે તળાવમાં આવેલો કાંપ કે રેતી, માટી સાફ કરવાનું થયું જ નહીં પરિણામે તળાવો પુરાતા ગયા અને પાણી સંગ્રહ થવાનું ઓછુ થયું.

આ વિસ્તારમાં વિચરતી જાતિઓ સાથે આપણે કામ કરીએ. એમાં ભૂગર્ભજળની સ્થિતિ ધ્યાને આવી અને જળ વ્યવસ્થાપનના કામો શરૃ કર્યા. મુંબઈ સ્થિત VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી વડગામડાના બે તળાવ પેપળિયું અને સાજણસરી 2016માં ખોદાવ્યા. પરંતુ, 2016માં વરસાદ બહુ પડ્યો નહીં ને તળાવ ભરાયા નહીં. પણ વર્ષ 2017ના ચોમાસાની શરૃઆતમાં જ કુદરતે મહેર કરી અને બંને તળાવ ભરાયા જે ફોટોમાં જોઈ શકાય છે. પડાદર ગામનું આ વર્ષે ખોદાવેલું મોટુચાંદરુ તળાવ પણ વરસાદમાં ભરાયું. જો કે આ વિસ્તારની જમીન ખુબ તરસી, પાછો તળાવમાં ભેગો થતો કાંપ અને રેતી, માટી આપણે તળાવ ખોદ્યું તે વખતે ખોદીને બહાર કાઢી. જેના કારણે જમીનમાં પાણી ઉતરવાનું ઝડપથી થયું. વડગામડામાં તો અઠવાડિયામાં જ તળાવો 25 ટકા ખાલી થઈ ગયા. જે વધુ વરસાદ પડ્યાના કારણે ઊભરાયા હતા. (અમે અઠવાડિયા પછી ફોટો અને વિડીયોગ્રાફી કરી) તળાવો ધીમે ધીમે ખુબ જ ઓછા દિવસોમાં પાછા ખાલી થઈ જવાના. ખેડુતો કહે એમ ‘જો આ ચોમાસે હજુ બે –ચાર વાર આવો વરસાદ પડી જાય તો અમારા તળાવો બે થી ત્રણ વાર ભરાઈ જાય અને પાણી જમીનમાં સમાઈ જાય અને પાણીના તળ ઊંચા આવે.’
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવના સાથે ગામલોકો પણ પોતાના ગામમાં વરસતા તમામ પાણીને ગામની ભૂમીમાં સમાવવાનું કરે તે માટે કાર્યબદ્ધ થાય અને દર વર્ષે ગામના તળાવોને સરખા કરે તેમ ઈચ્છીએ.

મુંબઈથી આ કામો માટે મદદની શરૃઆત થઈ હવે તો અમદાવાદમાં રહેતા સ્વજનો પણ આ કામમાં જોડાયા છે.

2015 થી 2017 સુધીમાં વાડિયા, ડોડગામ, વડગામડા, નાનોલ, આસોદર, ઉંદરાણા, પડાદર અને આસોદર ગામોના કુલ 17 તળાવો ખોદાવ્યા અને હજુ આગળ ઘણા તળાવો પુનર્જીવીત કરવાના મનોરથ છે.

આ કામોમાં અત્યાર સુધી સહયોગી રહ્યા એવા સ્વજનો..

આપ સૌના સહયોગથી આ કામો થઈ શક્યા અમે સૌ આપના આભારી છીએ.. એક રીતે કુદરતને જીવત રાખવાના કામમાં આપ સૌ નિમિત્ત બન્યા છો... આપ સૌ પ્રત્યે આદરભાવ...

શુભમ ભવતુ...


Dear All,

Thank you for the overwhelming response to our call for providing help to nomadic families affected during the extremely heavy rains in Morbi’s Tankara. The support has helped us put-together a relief kit consisting of food-grains, snacks and spices. The team of VSSM worked beyond mid-night, our dear Jatinbhai- Divyaben offered their time and energy and our daughters staying in the hostel courageously pitched in when we were tired and helped us prepare the relief kits.

So far, we have received the following contribution (in rupees)….

Ahmedabad Sarvar Mandal – 6,590
Smita Pandya – 2,500
Angel Trust – 13,000
Purviben Shah – 6,500
Falgunbhai Desai – 13,000
Chainikaben Shah – 4,000
Abhigyaben – 9,100
Sanjay Raval – 6,000
Jayesh Raval – 2,000
Adarsh Ahmedabad Yoga Group – 8,500
Ishwarbhai Patel – 2,000
Nagjibhai Patel – 2,000
Bharat Desai – 6,000
Mardviben Patel – 10,000
Jatin Soni – 2,000
Hasmukhbhai Soni – 2,000
Sanjaybhai Joshi – 2000
Hemang Parikh – 13,000
Tarak Patel – 11,000
Sanjay Patel 1000
Ramdev Masala Group sent us spice packs for these families
Angel Trust sent dry snacks and
Adarsh Ahmedabad Yoga group arranged for clothes and vessels.

In all,  we received commitment for donations of Rs. 1,22,190.

Today morning, a truck with relief material has left for the affected regions, a task that would not have been possible without your support. We are extremely grateful for standing beside us during this emergency situation.

The families have received tarpaulin from the government while the Mamlatdar has committed cheques of Rs. 3,000 each.

Dear Kartikbhai, your tweet on the situation has also made a positive impact. The collector himself is monitoring the situation. Thank you so much.

May we always enjoy the courage and capacity to stand by those in need, we will always wish that such … Once again, thank you all.

We have received enough donations to help us mitigate the current emergency hence, we are no longer in need for any donations for the same.

In the picture – the efforts that went in making the kits and the relief and joy of  receiving the kits..

પ્રિય અને વહાલા એવા આપ સૌ,
તમે સૌએ ટંકારામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને મદદરૃપ થવા હાથ લંબાવ્યો અને તેના કારણે જ આજે આ પરિવારોને અનાજની કીટ આપી શક્યા.

vssmની આખી ટીમે તા.4 જુલાઈના રાતના 1વાગ્યા સુધી જાગીને બધો જ સામાન પેક કર્યો. પ્રિય જતીનભાઈ દિવ્યાબહેન પણ આ કામમાં આર્થિકની સાથે સાથે શ્રમદાનમાં સહયોગી બન્યા.
અમારી હોસ્ટેલની નાની નાની દીકરીઓ હીંમત દાખવી. અમે થાક્યા ત્યાં એ બધી કામે લાગી.
નીચેની વિગતે આપ સૌ સહયોગી બન્યા...

અમદાવાદ સારવાર મંડળ- 6590, સ્મિતા પંડ્યા -2500, એંજલ ટ્રસ્ટ- 13000, પૂર્વીબહેન શાહ- 6500, ફાલ્ગુનભાઈ દેસાઈ – 13000, ચૈનીકાબહેન શાહ – 4000, અભિજ્ઞાબેન -9100, સંજય રાવલ – 6000
જયેશ રાવલ – 2000, આદર્શ અમદાવાદ યોગા ગ્રુપ- 8500, ઈશ્વરભાઈ પટેલ -2000, નાગજીભાઈ પટેલ- 2000, ભરત દેસાઈ -6000, માદર્વી પટેલ – 10,000, જતીન સોની -2000, હસમુખભાઈ સોની -2000, સંજયભાઈ જોષી – 2000, હેમાંગ પરીખ-13000, તારક પટેલ – 11000, સંજય પટેલ -1000, રામદેવ મસાલાએ ધાણાજીરુ, મરચુ, હળદ અને રાઈ આ પરિવારોને વિના મુલ્યે આપી..

કુલ- 1,22,190ની મદદ માટેનું કમીટમેન્ટ આવ્યું, તેમાંથી કેટલીક મદદ આવી પણ ગઈ.
આ સિવાય એંજલ ટ્રસ્ટે સુકો નાસ્તો, આદર્શ અમદાવાદ ગ્રુપે વાસણ, કપડાં વગેરે પહોંચાડ્યું. આઈસર ભરીને સામાન આજે સવારે રવાના કર્યો.
સૌનો ખુબ ખુબ આભાર..

આપ સૌ ના હોત તો આ કામ શક્ય ના બનત.
સરકારે પણ તાડપત્રીનું વિતરણ કર્યું. સાથે સાથે સરકારી સહાય પેટે રૃા.3000ના ચેક આપવાનું વચન પણ મામલતદાર શ્રી આપ્યું. પ્રિય કાર્તીકભાઈ તમે કરેલી ટીવ્ટે આજે કામ શરૃ કર્યું. કલેક્ટર પોતે ઓલોઅપ કરી રહ્યા છે...આભાર..

સૌ સ્વજનોનો આભાર..
કુદરત સારા કાર્યોમાં સૌને નિમિત્ત બનાવે તેવી અભ્યર્થના...
આ આફત નિમિત્તે હવે પૈસાની જરૃર નથી. અને આગળ ક્યાંક આવી આફત ના આવે એવી કુદરતને પ્રાર્થના...

કીટ વિતરણ પહેલાંની મહેનત અને કીટ વિતરણ કર્યા પછીનું સુખ ફોટોમાં જોઈ શકાય છે. 

Cloud bursts in Morbi’s Tankara, receives 7-inch rainfall in three hours…

The nomadic communities who are usually not a part of any revenue village are experiencing the adverse impact of such natural disasters for frequently than ever. Since such families do not live in pucca houses and their settlements are allowed on just the wastelands which are otherwise natural water paths or temporary water reserves that get filled during monsoons, the aftermath of such natural emergencies lives them in a dire situation.

The cloud burst in Tankara took away all that the Kangasiya families living on the outskirts of this village had owned. Their vessels, their handmade mattresses, the material they had procured from the interest free loans VSSM has provided… everything. All they could manage was to save themselves, that too with great difficulty.

The calamity has left 70 families in need to food, some basic household stuff like tarpaulin, mattresses and vessels. The government support hasn’t reached them yet. They aren’t beggars but have been left helpless in such emergency situation. But the villagers are treating them like one, “We did not tell them to go and stay on such places!!” was the response we have received when the VSSM team reached the village leaders for help. “Saheb, you don’t even allow these nomadic families to settle in the village!!”

Well, we aren’t going to talk about such cold and uncaring behavior today, we write to you because we need your support to help us arrange for relief material for these families. I am sure our well-wishing friends will choose to stand and extend the required help and support…..

Please send you donations to following address…

મોરબીના ટંકારામાં આભ ફાટ્યું. ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ.

ગામના છેવાડે રહેતા વિચરતી જાતિના પરિવારોનો બધો જ સામાન તણાઈ ગયો. પોતાનો જીવ માંડ બચાવ્યો.

મિલકતમાં વસાવેલા ઠામણાં, ગાભાનાં ગોદડા અને કરિયાણું તણાઈ ગયું. કાંગસિયા પરિવારોને તો ધંધા માટે અમે રુપિયા 50,000ની લોન પણ આપી હતી. જેમાંથી એમણે સામાન ખરીદ્યો હતો એ સામાન પણ તણાઈ ગયો..

70 પરિવારોને અનાજ, વાસણ, ગોદળા અને તાડપત્રીની જરૃર છે. આ લોકો ભીખારી નથી પણ અચાનક આવી પડેલી આફત સામે તેઓ લાચાર છે. સરકારની મદદ પહોંચી નથી. ગામના આગેવાનોને મળ્યા તો અમણે કહ્યું, ‘અમે કહ્યુતુ આવી જગ્યાએ રહેવાનું?’ પણ સાહેબ એને ગામની વચમાં રહેવા કોણ દે? ખેર ફરિયાદ નથી કરવી પણ આપણે સૌ મદદ માટે હાથ લંબાવીએ...

આપણા આ સ્નેહીજનોને મદદ કરશો તેવી અપેક્ષા રાખુ છું...

નીચેના સરનામે મદદ આપવા વિનંતી..
હરીકુટીર, સદવિચાર પરિવાર કેમ્પસ, રામદેવનગર ટેકરા, અમદાવાદ -15, સંપર્ક નં. 9099936019, 9099936460
આ સિવાય ટંકારામાં સીધી મદદ પહોંચાડવા માટે કનુભાઈ બજાણિયા 9099936016નો સંપર્ક  કરી શકાય..






“Sir, please save our son, my wife and I are prepared to mop and clean your clinic our entire lives!!”

“Sir, please save our son,  my wife and I are prepared to mop and clean your clinic our entire lives!!” was a heart wrenching plea Rachodbhai made to the doctor attending his son Mahesh. Rachodbhai Vadee had travelled from Patan to Ahmedabad to find a cure for his 3-year-old son Mahesh who is a Thalassemia major. Mahesh is third child of Sajanben and Ranchodbhai.  Their son born with Mahesh died within 10 days of his birth. Ever since they learnt about Mahesh’s medical condition when he was 10 months old, the couple has been making monthly rounds to hospitals for blood transfusion.

In the picture – Sajanben and Rachodbhai with son Mahesh at VSSM’s office.

“It is so painful to see needles piercing his frail and tiny body!” Sajanben was in tears when she narrated the pain of witnessing the plight of her small child.

The family is enduring the financial challenge of getting Mahesh treated at a private hospital as they believe private facilities are better than government hospitals.

Rachodbhai has spent his entire life struggling to make two ends meet. The traditional occupation of bamboo basketry wasn’t rewarding enough hence he made a shift to trading plastic houseware. The family took a loan from VSSM to expand the business. The seed capital helped them increase their earning capacity. Gradually, Ranchodbhai began trading seasonal products. Like during the potato season he began taking laborers to factories, this helped him earn well. Once the season was over he would move on to his original business. Once the initial loan was paid off he applied for a bigger loan from VSSM and as he was investing in procuring material in bulk Mahesh’s illness worsened forcing him to spend some of the loan amount on his treatment.

The current condition of Mahesh is such that Ranchodbhai is required to remain at home for day together. This has also affected family’s financial health.

“Ben, the doctors here are saying it will take Rs. 12 lakh to save Mahesh. I don’t have that kind of amount right not, if you can manage the money I promise I will repay single penny, trust me!!”

We have spoken to organisations working on thalassemia, they have committed us to take the case to doctors working on this medical condition. But until that happens we are making sure Mahesh receives good treatment and care from Civil Hospital of Palanpur. If required VSSM’s team member Mahesh will accompany the couple to the hospital.

For now, we have been able to provide relief to Rachodbhai and Sajanben. The anxiety they had in the morning has subsided and  were pretty relaxed when they left office to go back home.

We are going to try our best to make sure Mahesh walks out of his medical condition. We pray for that little bit of luck and love from the almighty.


‘સાહેબ હું અન મારી વહુ આખી જીંદગી તમાર દવાખોનામ પોતુ મારસુ પણ મારા સોકરાંન બચાઈ લો.’ પોતાના વહાલસોય દીકરા મહેશને લઈને પાટણ અને અમદાવાદના ડોક્ટરો પાસે છેલ્લા બે વર્ષથી ધક્કા ખાતા રણછોડભાઈ વાદીએ કાકલુદી કરતા ડોક્ટરને કહ્યું.

થેલેસેમિયા મેજરથી પીડાતો ત્રણ વર્ષનો મહેશ, રણછોડભાઈ અને સાજનબહેનનું ત્રીજુ સંતાન. મહેશ સાથે જન્મેલો ભાઈ તો દસ જ દિવસમાં મૃત્યુ પામ્યો. મહેશની બિમારીનો ખ્યાલ દસમાં મહિને આવ્યો. ત્યારથી તેને મહિનામાં કેટલીયે વાર લોહીની બોટલો ચડે છે.

‘ઈના આવડા શરીરમાં હોયો ભોંકાતી જોવાતી નહીં પણ...’ આટલું બોલતા સાજનબહેનની આંખો ભીની ગઈ.
ખાનગી ડોક્ટરો સારી સારવાર કરે તેવું સૌ માને એટલે રણછોડભાઈ પણ મહેશની સારવાર ખાનગી દવાખાનામાં કરાવે.

રણછોડભાઈ વાંસવાદી ડીસામાં છાપરુ કરીને રહે. બાપાની જેમ આખી જીંદગી રઝળપાટ જ કર્યો. વાંસના ટોપલાં બનાવીને જીંદગી જીવાય એમ નહોતી એટલે પ્લાસ્ટીકના તગારાં વેચવાનું શરૃ કર્યું. ધંધો વધારવા VSSMએ પહેલાં પંદર હજારની લોન આપી. વેપાર સરસ ચાલ્યો. જાત મહેનતથી કમાવવાના રસ્તાય ઘણા જડ્યા. બટાકાની સીઝનમાં ફેકટરીમાં કામદારો લઈ જવાનું શરૃ કર્યું એમાંય સારા પૈસા મળે. બટેકાની સીઝન પતે એટલે તબકડાં વેચે. બચત પણ ઠીક ઠીક થઈ. ફરી ધંધામાં મોટુ રોકાણ કરવાનું વિચાર્યું. VSSM રણછોડભાઈ જેવા જ માણસોની સંસ્થા, કાર્યકર મહેશ સાથે ફરી ત્રીસ હજારની લોન આપવા તેમણે વાત કરી. સંસ્થાએ લોન આપી. થોડા તગારાં વગેરે લાવ્યા ત્યાં દીકરાની બિમારી વધી એમાંય થોડા પૈસા વપરાયાં.
મહેશને લોહી ચડાવે એટલે થોડા દિવસ ઠીક રહે પછી એ ઢીલો થઈ જાય ત્યારે રણછોડભાઈ એની સાથે  ઘરે જ રહે.

‘બેન અમદાવાદના ડોક્ટરે મહેશને હાજો કરવા 12 લાખનો ખર્ચો કીધો. મારા સોકરા ન બચાઈ લો. હું દૂધે ધોઈન પૈસા આલી દઈશ. અતાર મારી આગળ ફદિયોય નહીં પણ વિસવાહ રાખો.. ’
દીકરા મહેશની સારવાર પાલનપુર સિવીલમાં મફત થશે અને તે માટે જ્યારે જરૃર પડે કાર્યકર મહેશ તેમની સાથે જશે તેવો સધિયારો અમે આપ્યો. સાથે તેના બધા જ રીપોર્ટ થેલેસેમિયા દર્દીઓ સાથે કામ કરતી સંસ્થાના લોકોને કહ્યા. તેમણે ઓપરેશન માટે પોતે જ હોસ્પીટલ સાથે ગોઠવણ કરી આપશે તેવી વાત કરી, હાલ પુરતી રાહ જોવા કહ્યું અને જે દવા ચાલે છે તે ચાલુ રાખવા કહ્યું.

સવારે રણછોડભાઈ ઓફીસ આવ્યા ત્યારે ભારે હૈયે હતા પણ ઓફીસથી જતા હળવા થઈને ગયા.
મહેશને સારુ થઈ જાય તે માટે શક્ય કોશિશ કરવી રહી બસ કુદરત પણ મદદ કરે તેમ ઈચ્છીએ...
દીકરા મહેશ સાથે સાજનબહેન અને રણછોડભાઈ VSSMના પરિસરમાં

A report on water conservation efforts in Banaskantha…..





One of the most pressing issues for the people of Banaskantha is the non-availability of water for both drinking and agriculture purposes. Water is such a scarce resource tha The region receives very little rainfall and the appalling approach towards ground water led its over exploitation, reducing the ground water table to as low as 1200 feet. Our excessive dependence on the ground water for irrigation has made us neglect the conventional water reservoirs like lakes and wells that stored the rain water.  Let us not forget, these have been the only sources of potable water in the past. Traditionally these water bodies were maintained by the communities and village panchayats, every year they were cleaned for access silt and muck that would be flow in the lakes with the rain waters. But, since the need to draw water from the lakes decreased so did the need to care for them.  Ove the time the lakes and wells filled up with sand and mud, no longer storing the rain water.
Since last couple of years, VSSM has taken baby steps into water conservation in the region of Banaskantha. In 2016, with the support of our Mumbai based well-wishers we completed deepening of 2 lakes in Vadgamda: Pepariyu and Sajansari. Last year the rains remained below average hence the lakes did not fill up to the brim. This year however the initial monsoon has been good and the lakes were full to the brim.  The Motuchandru lake in Paradar village that was deepened this year has also filled up in the recent rains. However, the water stored in the lakes is reducing fast as the ground water table is too low and the thirsty earth soaks up all the water. The lake in Vadgamda which had overflowed because of heavy rains was 25% empty within a week. And this will the scenario with most of the lakes we have deepened. The communities here believe that after couple of spells of good rains, when the lakes have filled up to the brim thrice or more and once the land has soaked enough water, the ground water tables will begin to rise.”
We hope, in the coming times the communities continue to work with the same momentum to conserve and save every drop of rain that falls on their soil…
We have received tremendous support for these efforts from our Mumbai based well-wishers and now our friends in Ahmedabad are also pitching in towards these efforts.
Between 2015-2017 we have deepened 17 lakes from the villages of Vadia, Dodgaum, Vadgaum, Nanol, Aasodar, Undrana, and Padadar. We wish to continue these efforts and reach many more villages and communities.

Our well-wishing friends who have supported us in our efforts are:
1 Aditya Gaiha & Punja Gaiha Mumbai - 11,101
2 Atul Ambavat Mumbai -1,000,00
3 Ambavat Jain & Associates LLP Mumbai - 1,000,00
4 Ambavat Jain & Associates LLP Mumbai 1,000,00
5 Bengal Finance And Investment Pvt. Ltd. Mumbai - 3,000,00
6 Bengal Finance And Investment Pvt. Ltd. Mumbai - 5,000,00
7 Bengal Finance and Investment Pvt. Ltd. Mumbai - 5,000,00
8 Bidare Manjunath Mumbai - 31,000
9 Bidare Manjunath Mumbai - 50,001
10 Capricorn Realty Ltd. Mumbai - 50,0000
11 Chunilal Jivraj Gediwala Charitable Trust Mumbai - 25,000
12 Divya B. Jokhakar Mumbai - 5,000
13 Kahan Chand Narang Mumbai - 50,000
14 Kishori Udeshi Mumbai - 30,000
15 Kokilaben Pradeepbhai Shah Mumbai - 25,000
16 Pradeepbhai Shah Mumbai - 10,00,000
17 Mansi Memorial Trust Mumbai - 51,000
18 M/s Pravin Veera & Co. Mumbai - 5,500
19 Rashmin C. Sanghvi Mumbai - 20,000
20 Rajesh S. Kadakia Mumbai - 25,000
21 Sankat Nivaran Society Ahmedabad - 5,000,00
22 Shantilal Ujamshibhai & Sons Charity Trust Mumbai - 15,000
23 Shachee S. Vakil Mumbai - 50,000
24 Sujalbhai A. Shah Mumbai - 25,000
Total- 40,186,02

બનાસકાંઠાની ઉત્તરે થરાદ આસપાસના વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો પડે. બોરવેલ દ્વારા સિંચાઈ થવાના કારણે પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા ગયા. પરંપરાગત જળસ્રોતો એટલે કે, કુવા, તળાવ વગેરે બોરવેલ નહોતા ત્યારે સચવાતા પણ પછી તો નળ ખુલે અને પાણી મળે એટલે કુવા કે તળાવને સારવાનું - સરખા કરવાનું બંધ થયું. ભૂગર્ભમાં પાણી ઉતારવાનો મુખ્ય સ્ત્રોત તળાવો. જેને દર વર્ષે સરખા કરવાનું એટલે કે વરસાદી પાણી સાથે તળાવમાં આવેલો કાંપ કે રેતી, માટી સાફ કરવાનું થયું જ નહીં પરિણામે તળાવો પુરાતા ગયા અને પાણી સંગ્રહ થવાનું ઓછુ થયું.
આ વિસ્તારમાં વિચરતી જાતિઓ સાથે આપણે કામ કરીએ. એમાં ભૂગર્ભજળની સ્થિતિ ધ્યાને આવી અને જળ વ્યવસ્થાપનના કામો શરૃ કર્યા. મુંબઈ સ્થિત VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી અને આદરણીય શ્રી રશ્મીનભાઈ સંઘવીના માગર્દશન હેઠળ વડગામડાના બે તળાવ પેપળિયું અને સાજણસરી 2016માં ખોદાવ્યા. પરંતુ, 2016માં વરસાદ બહુ પડ્યો નહીં ને તળાવ ભરાયા નહીં. પણ વર્ષ 2017ના ચોમાસાની શરૃઆતમાં જ કુદરતે મહેર કરી અને બંને તળાવ ભરાયા જે ફોટોમાં જોઈ શકાય છે. પડાદર ગામનું 2017ના વર્ષમાં ખોદાવેલું મોટુચાંદરુ તળાવ પણ વરસાદમાં ભરાયું. જો કે આ વિસ્તારની જમીન ખુબ તરસી, પાછો તળાવમાં ભેગો થતો કાંપ અને રેતી, માટી આપણે તળાવ ખોદ્યું તે વખતે ખોદીને બહાર કાઢ્યો. જેના કારણે જમીનમાં પાણી ઉતરવાનું ઝડપથી થયું. વડગામડામાં તો અઠવાડિયામાં જ તળાવો 25 ટકા ખાલી થઈ ગયા. જે વધુ વરસાદ પડવાના કારણે ઊભરાયા હતા. (અમે અઠવાડિયા પછી ફોટો અને વિડીયોગ્રાફી કરી) તળાવો ધીમે ધીમે ખુબ જ ઓછા દિવસોમાં પાછા ખાલી થઈ જવાના. ખેડુતો કહે એમ ‘જો આ ચોમાસે હજુ બે –ચાર વાર આવો વરસાદ પડી જાય તો અમારા તળાવો બે થી ત્રણ વાર ભરાઈ જાય અને પાણી જમીનમાં સમાઈ જાય અને પાણીના તળ ઊંચા આવે.’
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવના સાથે ગામલોકો પણ પોતાના ગામમાં વરસતા તમામ પાણીને ગામની ભૂમીમાં સમાવવાનું કરે તે માટે કાર્યબદ્ધ થાય અને દર વર્ષે ગામના તળાવોને સરખા કરે તેમ ઈચ્છીએ.
મુંબઈથી આ કામો માટે મદદની શરૃઆત થઈ હવે તો અમદાવાદમાં રહેતા સ્વજનો પણ આ કામમાં જોડાયા છે જેનો આનંદ છે અને સૌના અમે આભારી છીએ.
2015 થી 2017 સુધીમાં વાડિયા, ડોડગામ, વડગામડા, નાનોલ, આસોદર, ઉંદરાણા, પડાદર અને આસોદર ગામોના કુલ 17 તળાવો ખોદાવ્યા અને હજુ આગળ ઘણા તળાવો પુનર્જિવીત કરવાના મનોરથ છે.
આ કામોમાં અત્યાર સુધી સહયોગી રહ્યા એવા સ્વજનો..

આપ સૌના સહયોગથી આ કામો થઈ શક્યા અમે સૌ આપના આભારી છીએ.. એક રીતે કુદરતને જીવંત રાખવાના કામમાં આપ સૌ નિમિત્ત બન્યા છો... આપ સૌ પ્રત્યે આદરભાવ...
શુભમ ભવતુ...

Cloud bursts in Morbi’s Tankara, receives 7-inch rainfall in three hours…

The nomadic communities who are usually not a part of any revenue village are experiencing the adverse impact of such natural disasters for frequently than ever. Since such families do not live in pucca houses and their settlements are allowed on just the wastelands which are otherwise natural water paths or temporary water reserves that get filled during monsoons, the aftermath of such natural emergencies lives them in a dire situation.

The cloud burst in Tankara took away all that the Kangasiya families living on the outskirts of this village had owned. Their vessels, their handmade mattresses, the material they had procured from the interest free loans VSSM has provided… everything. All they could manage was to save themselves, that too with great difficulty.

The calamity has left 70 families in need to food, some basic household stuff like tarpaulin, mattresses and vessels. The government support hasn’t reached them yet. They aren’t beggars but have been left helpless in such emergency situation. But the villagers are treating them like one, “We did not tell them to go and stay on such places!!” was the response we have received when the VSSM team reached the village leaders for help. “Saheb, you don’t even allow these nomadic families to settle in the village!!”

Well, we aren’t going to talk about such cold and uncaring behaviour today, we write to you because we need your support to help us arrange for relief material for these families. I am sure our well-wishing friends will choose to stand and extend the required help and support…..

Please send you donations to following address…








મોરબીના ટંકારામાં આભ ફાટ્યું. ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ. 

ગામના છેવાડે રહેતા વિચરતી જાતિના પરિવારોનો બધો જ સામાન તણાઈ ગયો. પોતાનો જીવ માંડ બચાવ્યો.
મિલકતમાં વસાવેલા ઠામણાં, ગાભાનાં ગોદડા અને કરિયાણું તણાઈ ગયું. કાંગસિયા પરિવારોને તો ધંધા માટે અમે રુપિયા 50,000ની લોન પણ આપી હતી. જેમાંથી એમણે સામાન ખરીદ્યો હતો એ સામાન પણ તણાઈ ગયો..

70 પરિવારોને અનાજ, વાસણ, ગોદળા અને તાડપત્રીની જરૃર છે. આ લોકો ભીખારી નથી પણ અચાનક આવી પડેલી આફત સામે તેઓ લાચાર છે. સરકારની મદદ પહોંચી નથી. ગામના આગેવાનોને મળ્યા તો અમણે કહ્યું, ‘અમે કહ્યુતુ આવી જગ્યાએ રહેવાનું?’ પણ સાહેબ એને ગામની વચમાં રહેવા કોણ દે? ખેર ફરિયાદ નથી કરવી પણ આપણે સૌ મદદ માટે હાથ લંબાવીએ... 
આપણા આ સ્નેહીજનોને મદદ કરશો તેવી અપેક્ષા રાખુ છું...
નીચેના સરનામે મદદ આપવા વિનંતી..

હરીકુટીર, સદવિચાર પરિવાર કેમ્પસ, રામદેવનગર ટેકરા, અમદાવાદ -15, સંપર્ક નં. 9099936019, 9099936460
આ સિવાય ટંકારામાં સીધી મદદ પહોંચાડવા માટે કનુભાઈ બજાણિયા 9099936016નો સંપર્ક  કરી શકાય..