Friday, December 05, 2014

I wish to start a big grocery store in Vijapur market!!!!!!

Dafer Jumabhai of Vijapur town earns his living through brokering  used cars. However, Vijapur being a small town finding cars for sale on a continuous basis is not possible for him. Some months are good while others are ss with no work at all. In such times Jumabhai needs to take loan from others to keep his kitchen fires burning. At times he would ask for money from Tohid  as well. Tohid is VSSM team member and knows the conditions under which Jumabhai sustains self and family. Tohid teaches the children staying in the Vijapur’s  Dafer settlement. He is instrumental in resolving the issues the Dafer community faces in the settlement. 

Jumabhai, requires  to take loan frequently but remians very punctual in returning the borrowed money. The moment he would’ve cash on hand the first thing he did was to pay off the debt.  Tohid  was very much aware of this honesty and felt the need to settle Jumabhai by  providing him better options to earn living. Thohid asked him, ‘what else can you do apart from brokering?’ 

Jumabhai  expressed the desire to see up a small provision store in the settlement but that required some capital which he did not have. Thad asked him to manage to buy a small kiosk and VSSM would support for purchase of goods for selling. VSSM provided loan of Rs. 10,000 from which Jumabhai purchased stuff required for household usage, things that kids like and spent some on repair of the kiosk. 

 The kiosk started functioning but people would not buy from him in which jealousy of fellow community men played a role too. Tohid had a word with the community as a result of which they began buying stuff from him. Jumabhai now makes a profit of around Rs. 4000/-. He has been adding new stuff to his selling list gradually. He dreams of setting a big grocery store in Vijapur…..we wish him all the best for the same!!!

ગુજરાતીમાં અનુવાદ...
મારે વિજાપુરની બજારમાં મોટી કરીયાણાની દુકાન કરવી છે...

ડફેર જુમાભાઈ જૂની ગાડીઓની દલાલી કરે. પણ વિજાપુર જેવા નાના શહેરમાં ગાડીની દલાલીનું કામ કાયમ ના મળે ક્યારેક તો આખો મહિનો કામ વગર નીકળી જાય. સ્થાઈ આવક નહીં. જયારે પૈસા ન હોય ત્યારે વસાહતમાંથી કોઈ પાસેથી પૈસા ઉછીના લે અને ઘર ચાલે. જુમાભાઈની આ સ્થિતિ અંગે vssmના કાર્યકર તોહીદને ખ્યાલ. તોહીદ આ વસાહતમાં રહેતાં બાળકોને ભણાવવાનું કામ કરે સાથે સાથે ડફેર પરિવારોના પ્રશ્નો ઉકેલવામાં પણ મદદરૂપ થાય . ક્યારેક જુમાભાઈ તોહીદ પાસેથી પણ ઉછીના પૈસા લઇ જાય. જુમાભાઈ આમ ખુબ જવાબદાર વ્યક્તિ. પોતાની પાસે પૈસાની સગવડ થાય એટલે સૌથી પહેલાં ઉછીના લીધેલાં પૈસા લેણદારોને ચૂકવી દે. જુમાભાઈનો લેણદારો સાથેનો વ્યવહાર તોહીદ ખુબ નજીકથી જુએ. એણે જુમાભાઈને સરખો કામ ધંધો શોધી કામે લગાડવાનું નક્કી કર્યું.

જુમાભાઈ વાહનોની દલાલીની સાથે સાથે બીજું શું કામ કરી શકો એ વિષે તોહીદે વાત એમની સાથે વાત કરી. જુમાભાઈએ ‘વસાહતમાં પરચુરણ વસ્તુ માટે ગલ્લો/નાની દુકાન કરી શકાય પણ એ માટે આર્થિક સગવડ જોઈએ.’ એમ કહ્યું. તોહીદે એમને દુકાન માટેના કેબીનની વ્યવસ્થા કરવાં કહ્યું અને સમાન ભરવા vssm લોન આપશે એવી ખાત્રી આપી. જુમાભાઈએ કેબીનની વ્યવસ્થા કરી અને vssmએ એમને રૂ.૧૦,૦૦૦ની લોન આપીએ જેમાંથી એમણે બાળકોને ગમે એવી ખાવાની વસ્તુ તો કેટલીક ઘર વપરાશની ચીજો રાખવાનું શરુ કર્યું. થોડા પૈસા કેબીન રીપેર કરવામાં પણ નાખ્યા. 

આમ ગલ્લો-દુકાન શરુ થઇ પણ શરૂઆતમાં ખરીદાર ના મળે. વસાહતના લોકો ઈર્ષાના કારણે પણ જુમાભાઈ પાસેથી વસ્તુ ખરીદે નહિ. પણ તોહીદની સમજાવટથી વસાહતના લોકો, બાળકો જુમાભાઈ પાસેથી સમાન ખરીદતાં થયાં. હવે જુમાભાઈને મહીને ખર્ચ કાઢતાં ૪૦૦૦ની આવક થવાં લાગી છે. દર મહીને એ પોતના ગલ્લામાં/નાની દુકાનમાં નવી વસ્તુઓનો ઉમેરો પણ કરતાં જાય છે. જુમાભાઈની ઈચ્છા કરિયાણાની મોટી દુકાન વિજાપુર બજારમાં કરવાની છે. એમનું સ્વપ્ન ઝડપથી પૂરું થાય એવી અભ્યર્થના..

Monday, December 01, 2014

Never have I purchased so much of food in my entire life……..

The  traditional occupation of the Bajaniya staying in Vadhiyar region has been of piercing nose and ears and selling cosmetics. But this profession is practiced no more instead the community has taken up working as menial labourers and collecting  hair shed during combing. In the earlier times the houses in the villages were made of mud or just bricks. The women after combing their hair would collect the shed hair and tuck them in the wall ridges so that they would not keep flying around. The Bajaniyaa would move from village to village to collect these hair. Gradually people came to know that the Bajaniya were actually earning from waste hair by selling them  so the women instead to just tucking the hair  into  the ridges began gathering  it in bags so as to barter it to the visiting Bajaniya men. With changing times they have now began asking for money in exchange of their hair. 

Kantibhai Bajaniyaa of Baspa village is into the trade of collecting hair. Everyday he sets out to neighbouring or distant villages to collect hair with Rs. 500-600 in his pocket. With the purchased hair,  which generally is not much as this much money does not allow him to but more hair, he goes to the nearby town of Radhapur to sell it to the local buyer. Kantibhai was always at loss as the buyer generally weighed the hair less and paid Kantibhai accordingly. Kantibhai hardly earned from this occupation of his but he had to continue doing it as there were no other options available. With less cash-on-hand he had to commute everyday to the villages and also to Radhanpur to sell or else he would have no money to buy hair on the next day. The amount he earned every day was just enough to buy the ration for the day. 

Kantibhai needed some corpus on hand that would enable him to buy and sell hair in bulk. That ways he would not have to spend on daily commute and the buyer would also calculate the weight properly if the amount of hair was substantial. Kantibhai approached VSSM’s Mohanbhai and spoke to him about his need. He later made a detailed proposal to VSSM on the basis of which we loaned him Rs. 10,000. Kantibhai now sets out  to collect hair everyday but goes to sell it only once in 10 days. 

On 28th November Kantibhai called at  the office of VSSM and there was this distinct cheer in his voice. ‘ Today I sold 5.85 kilos of hair for Rs. 10,530/-. The buyer did not deduct even a single gram. If I exclude the expenses I have made to gather these hair I stand to earn Rs. 2700/-.  From the earned money I bought groceries worth Rs. 1000/- I have never purchased so much of grocery in my life. Before I would buy oil, spices, flour on daily basis,’ narrated Kantibhai.

It has been  one and half months since Kantibhai has took the loan and he has already returned Rs. 2100. We asked him to return the amount in smaller instalments. But Kantibhai insisted on this amount as he plans to pay of the loan as soon as possible. He does not like to be under any debt and as such  things are working out fine for him he feels, so he asks us not to worry much!!!!!

In the picture Kantibhai in green checked shirt with the hair he has collected....

ગુજરાતીમાં અનુવાદ...

મેં જિંદગીમાં એક સામટું રૂ.૧,૦૦૦ નું કરિયાણું ક્યારેય ખરીદ્યું જ નથી.
વઢિયાર પંથકમાં રહેતાં બજાણિયાનો પરંપરાગત વ્યવસાય નાક –કાન વીંધવાનો અને શૃંગાર પ્રસાધનો વેચવાનો પણ હવે એ વ્યવસાય પડી ભાંગ્યો છે. મોટાભાગના બજાણિયા છૂટક મજૂરી અને માથું ઓળતા કાંસકામાં આવતાં વાળ એકત્રીત કરવાનું કામ ગામે ગામ ફરીને કરે છે. ગામડાંમાં પહેલાં માટીની ઇંટોના ચણતરવાળા ઘર હોતા એ ઇંટો ખુલ્લી રહેતી પ્લાસ્ટર ત્યાં થતું નહોતું એટલે સ્ત્રીઓ પણ વાળ ઓળીને કાંસકામાં આવતાં વાળ ગમે તેમ રઝળે નહિ એટલે ભીંતમાં બે ઇંટો વચ્ચેની જગ્યામાં ભરાવી દેતી. બજાણિયા ગામમાં વાળ એકત્ર કરવાં શેરી શેરીએ ફરે અને ભીંતોમાં ભરાવેલા વાળ લઈને જતા રહે. ધીમે ધીમે સૌને ખબર પડીકે બજાણિયા જે વાળ લઇ જાય છે એનો વ્યાપાર કરે છે એટલે સ્ત્રીઓએ એ વાળ ઘરમાં ભેગા કરવાનું શરુ કરું અને બજાણિયા ભાઈઓને કોઈ વસ્તુના બદલામાં વાળ આપવાનું શરુ કર્યું. માથામાં નાખવાની પીન, ફુગ્ગા વગેરે જેવી પરચૂરણ વસ્તુના બદલામાં વાળ. હવે આમાં પણ બદલાવ આવ્યો છે લોકો હવે વસ્તુની જગ્યાએ એમની પાસે સીધાં પૈસા જ માંગવા માંડ્યા છે. 
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાસ્પા ગામમાં બજાણિયા કાન્તીભાઈ પણ વાળ એકત્રીત કરવાનો વ્યવસાય કરે. આર્થિક સ્થિતિ સારી નહી એટલે રૂ.૫૦૦ કે રૂ.૬૦૦ લઈને ગામડાંમાં વાળ એકત્રીત કરવાં જાય અને આ રૂપિયામાંથી જેટલાં વાળ ખરીદાય એટલા મેળવીને રાધનપુર વેચવા જાય. રૂ.૫૦૦ કે ૬૦૦માં વધુ વાળ ભેગા ના થાય એટલે વેપારી વાળનું જે વજન થાય એમાંથી ૫૦ ગ્રામ ઓછું ગણે અને એ પ્રમાણે ભાવ આપે. આમાં એમને ખાસ પોષાય નહીં. એક તો રોજ વાળ લેવા ગામડાંમાં જવાનું અને વાળ ભેગા કરીને રાધનપુર રોજ વેચવા જવાનું આમ ભાડામાં જ ઘણું જતું રહે. માંડ બે ટંકનો રોટલો મળે એટલું ભેગું થાય. સામે મહેનત ઘણી થાય. 
આર્થિક સગવડ હોય તો ફક્ત વાળ ભેગા કરવાનું સળંગ આઠ-દસ દિવસ કરે અને પછી એને વેચવાં જવાનું કરી શકાય. વાળનો જથ્થો વધારે હોય તો વેપારી વજન પણ પૂરે પૂરું ગણે. કાન્તીભાઈએ આ બધી વિગત vssm ના કાર્યકર મોહનભાઈને કરી. મોહનભાઈએ એમને vssm આ બાબતે મદદ કરશે એમ કહ્યું. કાન્તીભાઈએ આપણને આ વિગતો સાથે અરજી કરી. આપણે એમને રૂ.૧૦,૦૦૦ની લોન આપી. હવે કાન્તીભાઈ વાળ એકત્રીત કરવાં ગામડાંમાં રોજે રોજ જાય પણ વાળ વેચવાં રાધનપુર ૧૦ દિવસે જવા લાગ્યા જેના કારણે રાધનપુર જવાનું રોજે રોજનું ભાડું બચ્યું. તા.૨૮/૧૧/૧
૪ ના રોજ એમનો ફોન આવ્યો એમના અવાજમાં પ્રસન્નતાનો રણકો હતો. એમણે કહ્યું, ‘આજે મેં ૫.૮૫૦ કિલોગ્રામ વાળ વેચ્યાં મને ૧૦,૫૩૦ મળ્યાં. વાળમાં જરાકેય કાપ મુકવાનું ના થયું. મારો ખર્ચો કાઢું તો પણ મને રૂ.૨૭૦૦ જેટલો ફાયદો થયો. મારા ઘર માટે મેં જિંદગીમાં એક સામટું રૂ.૧,૦૦૦ નું કરિયાણું ક્યારેય ખરીદ્યું જ નથી. રોજ ૧૦ રૂનું તેલ, ૫ રૂ.નું મરચું, ૫ની હળદર,૧ કીલો આટો... આમ જ ચાલતું. હવે સામટું ખરીદી શકું છું.’ કાન્તીભાઈને લોન લીધે દોઢ જ મહિનો થયો છે પણ એમણે રૂ.૨૧૦૦નો હપ્તો લોન પેટે પરત ચૂકવી દીધો. અમે કહ્યું, તમે રૂ.૭૦૦ ચૂકવશો તો ચાલશે. બાકી પાસે રાખો અને ધંધામાં વાપરો. એમણે કહ્યું, ના હવે બધું ગોઠવાઈ રહ્યું છે વળી માથે દેવું ના રહે એ જોવું પડેને? ભલે તમે નહિ માંગો પણ મારામાથે ભાર કેહવાય જલ્દી લોનના રૂ.૧૦,૦૦૦ ચૂકવી દઉં તો હું ફ્રી થઈ જવું ને.. તમે ચિંતા ના કરો હવે બધું બરાબર ચાલ્યા કરશે...’
ફોટોમાં લીલા કલરના ચેક્સ શર્ટ સાથે કાન્તીભાઈ, પોતે ભેગા કરેલાં વાળ દુકાનમાં વેચી રહ્યા છે.