Showing posts with label help. Show all posts
Showing posts with label help. Show all posts

Thursday, March 03, 2022

43 Nomadic families living at various locations in Harij received papers to their plots from the District Collector of Patan...

Mittal Patel with the nomadic families of Harij who recieved
their plot allotment documents

Finally, we will have a pucca house!!

"We had been waiting for years to break free from this living condition, but however hard we may try, things happen when they are destined to happen. They were not meant to be until now, but good times have arrived, and it has brought us residential plots. We are grateful to the government and VSSM." Leelabahen, a resident of Harij was elated when she and 43 other families living at various locations in Harij received papers to their plots from the District Collector of Patan.

It took constant efforts and follow-up on VSSM's Mohanbhai's part to make the allotment of residential plots a reality for these families.

We are grateful to everyone who has supported these efforts.

The images shared here give a glimpse of the current living conditions of the families allotted the plots.

And the families are all smiles on receiving documents for their plots. 

 'હાશ હવે પાક્કુ ઘર થશે...

વર્ષોથી રાહ જોતા ક્યારે આ દશામાંથી છુટકારો મળે પણ સમય પહેલાં લાખ કોશીશ કરીએ તોય કશું થતું નથી. બસ અમારો સમય નહોતો. પણ હવે અમારો સમય આવ્યો. તે અમને રહેવા પોતાની જગ્યા - પ્લોટ મળ્યો. સરકારનો ઘણો આભાર ને VSSM સંસ્થાનો પણ આભાર..'

લીલાબહેન બજાણિયા હારીજમાં રહે એમણે પ્લોટની સનદ લેતા આ હરખ વ્યક્ત કર્યો. 

હારીજના જુદા જુદા વિસ્તારમાં રહેતા ઘર વિહોણા 43 પરિવારોને આદરણીય કલેક્ટર શ્રી દ્વારા પ્લોટ ફળવાયા. 

સંસ્થાના કાર્યકર મોહનભાઈનું સતત ફોલોઅપ જેના લીધે આ પરિવારો પોતાના પ્લોટવાળા થયા. 

આ કાર્યમાં મદદ કરનાર સૌનો ઘણા આભાર.

જેમને પ્લોટ ફળવાયા છે તે પરિવારો જે સ્થિતિમાં રહે છે એ એક ફોટોમાં જોઈ શકાય છે. 

બાકી પ્લોટની સનદ- દસ્તાવજ સાથે પરિવારો..

#MittalPatel #vssm

Mittal Patel handing over plot allotment documents to
nomadic families



Nomadic families with thier plot allotment documents

The nomadic families are all smiles on receiving documents
for their plots. 

The current living condition of nomadic families


Friday, September 24, 2021

After 6 years of representation, 120 nomadic families were recently sanctioned residential plots in Visnagar...

Mittal Patel visited these families to see the alloted land 

“If you cannot find a solution to our problem, tell us so. But please don’t ask us to be patient, how long do we need to remain patient?”

“Who are you?”

“My name is Natubhai. I have called up to convey that  you just make promises but don’t work towards fulfilling those promises!”

“What work?”

“In Visnagar, the government destroyed our shanties, we complained to you regarding the same. It has been four years but you have not taken any action.”

“You are right, but our work is to inform the government  and continue to follow up until the issue is redressed. We have been following up your case with the government. We are confident that one day all of you will have an address to call home.”

“Leave it, you will  not be able to do anything!”

“I am no the Chief Minister of Gujarat, nor am I an official authorised to issue residential plots. My job is to represent your issues to the concerned authorities and I will continue to follow it up until it has been solved.”

But Natukaka was not prepared to listen me out, he continued to spew in anger. It did annoy me,  but I allowed him to vent out his anger. He did not know I was not  part of any government.

After 6 years of representation, Natukaka and 120 families were recently sanctioned residential plots in Visnagar. On insistence of these families I paid them a visit, to see the allotted land as well as  discuss about the construction of houses on the allotted land.

“Ben, I am Natubhai!” Kaka introduced himself after walking up to me.

I smiled.

“I was a little drunk that day, the frustration of moving with bags and baggage made me shout at you.”

“You can vent our your anger, Kaka. I have not taken it to my heart.”

Natukaka and his wife live alone, on their own as they do not have any children to depend on. Growing age had impacted their ability to work.  After our Tohid and Rizwan recommended,   we provided a monthly ration kits to them. But on meeting Kaka I told him, “Kaka, you will still be able to work for a year or so. Start a vegetable cart along with a weighing scale. We will provide you with weighing scale. It would not have been possible for you to find work if you had been staying in a village. However, it will be easy for you to sell vegetables in Visnagar. How about accepting charity only when your body refuses to work?”

“I agree with you completely, but I don’t have funds to buy a hand-cart. Can you buy it for me?”

Natukaka refused to accept the ration kit for the second month. This month, we will buy him a hand cart.

Many have asked about my learnings of working with this society.  

Each day I  learn something new. My interaction with Natukaka taught me humility.

 I hope the government works hard to fulfil our Prime Minister Shri Narendra Modi’s dream of housing for all the homeless by the end of 2022. Recently, the families living in Bavla experienced the same plight as the families of Visnagar. And this was not for the first time, it has happened twice before. We have also filed applications for allotment of plots to these families. Hopefully, they soon receive plots.  

'તમારાથી ના થાય તો ના પાડી દો પણ ઓમ ધીરજ રાખો ધીરજ રાખો ક્યો સો તે મોણસ ચો હુદી ધીરજ રાખ?'

'તમે કોણ?'

'હું કોણ તે નટુભઈ.. તમે ખાલી વાયદા જ કરો. કોમ બોમ તમારાથી ના થાય'

'શું કામ?'

'વીસનગરમાં અમારા છાપરાં સરકારે તોડ્યા. એ વખતે તમન રજૂઆત કરેલી. પણ ઈન ચાર વરહ થ્યા તમે કોય ના કર્યું.. '

વાત સાચી પણ અમારુ કામ સરકારમાં રજૂઆત કરવાનું ને જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી એની પાછળ રહેવાનું અને એ અમે કરી રહ્યા છીએ. વળી તમને સરનામુ મળશે. એવો મને વિશ્વાસ છે'

'કોય ના થાય તમારાથી...'

'હું રાજ્યની મુખ્યમંત્રી કે પ્લોટ આપવા માટે જવાબદાર અધિકારી નથી, કે નથી મારા હાથમાં કોઈ સત્તા હું તો માત્ર રજૂઆત કરી શકુ અને એ રજૂઆત કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કરીશ'

પણ નટુકાકાને મારુ ક્યાં સાંભળવું હતું. એ તો ઘણુંયે અનાપસનાપ બોલ્યા. એ વખતે તો મને ગુસ્સો પણ આવેલો પણ પછી થોડુ વિચારતા એમનો બળાપો સાચો હોવાનું લાગ્યું. હું સરકાર નથી એ વાત એ ક્યાં જાણે..

હમણાં નટુકાકાને એમની સાથેના 120 પરિવારોને લગભગ છ વર્ષની મહેનત પછી વિસનગરમાં રહેવા જમીન ફળવાઈ. લોકોનો આગ્રહ એટલે ફળવાયેલી જમીન જોવા ગઈ મૂળ ઘર કેવા બાંધીશું તેની ચર્ચા જ કરવા. ત્યાં કાકા ધીરે રહીને મારી પાસે આવ્યા ને કહ્યું, 

'બેન હું નટુભઈ...'

મે સરસ સ્મીત કર્યું.. કાકા કે, 'એ વખતે થોડુ પી ગ્યો'તો એટલે બોલાઈ જ્યું. રોજ લબાચા લઈને ઓમથી તેમ ખસેડવાનું થાય એટેલ...'

'તમે બોલી જ શકો કાકા.. મને માઠુ નથી લાગ્યું...'

નટુકાકા ને એમના પત્ની બેઉ એકલા રહે. નિસંતાન. ઉંમર થઈ કામ બહુ થાય નહીં. એટલે અમારા તોહીદ અને રીઝવાને કાકાને દર મહિને રાશનકીટ આપવાનું નક્કી કર્યું. તે અમે કીટ આપી. 

પણ કાકાને મળ્યા પછી મે કહ્યું,  'કાકા હજુ એકાદ વર્ષ મહેનત થાય એમ છે. તમે શાકભાજીની લારી કરો. લારી ને વજનકાંટો, વજનિયા અમે આપીએ. તમે ગામડાંમાં રહેતા હોત તો કામ ન મળત. પણ વીસનગરમાં રહો છો તો શાકભાજી વેચવાનું થઈ શકશે. જ્યારે હાથ પગ સાવ ના પાડે ત્યારે ધર્માદુ લઈએ તો કાકા?'

'તમારો વિચાર એકદમ બરાબર. લારી માટે પૈસા નથી તમે લઈ આપો હું ધંધો કરીશ..'

આમ એક રાશનકીટ લીધા પછી બીજી લેવાની એમણે ના પાડી. લારી તો આ મહિનામાં લઈ આપીશું.

 ઘણા પુછે સમાજ સાથેના કામે તમને શું શીખવ્યું?

હું કહુ છુ નીત ઘણું શીખુ છુ.. જેમ કે નટુકાકાના એક ફોને મને વિનમ્રતા શીખવી...

પણ હા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં તમામ ઘરવિહોણાને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યું છે. સરકાર એમાં વધુ મહેનત કરે એમ ઈચ્છીશ. 

હમણાં જ બાવળામાં વિચરતી જાતિના કેટલાય પરિવારો જેઓ વર્ષોથી બાવળામાં જ રહેતા તેમના છાપરાં તૂટ્યા.. વળી આ છાપરાં એક વખત નહીં પણ ત્રણ વાર ખસ્યા અને તુટ્યા...આ પરિવારોનું પુનઃવસન થાય તે માટે વિધીસર દરખાસ્તો થઈ ગઈ છે. બસ સત્વરે કાર્યવાહી થાય એ માટે સરકારને વિનંતી....

#MittalPatel #vssm #HousingForAll

#home #nomadic #denotified

#gujarat #humanity #humanrights

#government #help #cmogujarat



Saturday, May 22, 2021

VSSM is reaching to the Covid affected families from the support it receives from its well-wishers...


VSSM extends support to
Naranbhai

I sold my Mangalsutra to pay for my husband’s covid medical bills.

Laxmiben, a Pakistani Hindu sought government permission to migrate to India after facing challenges in Pakistan.  Laxmiben, her husband Naranbhai and their three children reside in a rented house in Ahmedabad. Naranbhai, her husband, is a tailor. The couple barely managed to pay their monthly bills, there were no savings to fall back on.

Naranbhai got infected with covid 19 at a time when it was hard to find a bed anywhere in Ahmedabad or Gujarat. His oxygen level dropped.

Youth from other immigrant families helped them get admission into a private hospital. The hospital stay was long and so was the bill. Laxmiben requested help from others too.


VSSM extends support to Asmitaben

Asmitaben from Mandavdhar village also reeled under similar circumstances, her husband Pareshbhai is a diamond polisher. Money and savings have always been a scarce possession with them. Times got tougher when Asmitaben infected Covid. Her condition deteriorated and soon needed hospitalization. With no room in any government hospital, she too had to be admitted into a private hospital. And as it goes with all private hospitals,  the bill was huge. The family requested support from their community, but the requirement surpassed the support they received.

VSSM learnt about the condition of these and many other covid affected families, without further delay, we extended support to them. It is the objective of our Sanjivani Arogya Setu initiative. VSSM is reaching to the Covid affected families from the support it receives from its well-wishers.

'મારા ઘરવાળાને કોરોનામાંથી બેઠા કરવા મે મંગળ સુત્ર વેચ્યું'

લક્ષ્મીબેન મૂળ પાકિસ્તાની હીંદુ. પણ ત્યાં ગોઠ્યું નહીં એટલે પરિવાર સાથે સરકારની મંજૂરીથી એ અમદાવાદ આવ્યા. ઘરવાળા નારાયણભાઈ સિલાઈ કામ કરે. ભાડાના ઘરમાં ત્રણ બાળકો સાથે રહે. માંડ માંડ પુરુ કરતા લક્ષ્મીબેન પાસે બચત તો ક્યાંથી હોય...

આવામાં તેમના પતિ નારાયણભાઈને ગુજરાતમાં જ્યારે સરકારી હોસ્પીટલોમાં જગ્યા મળતી નહોતી એ વેળા કોરોના થયો. ઓક્સિજન લેવલ ઘટ્યું. પાકિસ્તાનથી આવેલા અન્ય હીંદુ યુવાનોએ મદદ કરી અને નારાયણભાઈને એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કર્યા. 

લાંબો સમય દવાખાનામાં રહેવું પડ્યું. બીલ પણ મસમોટુ આવ્યું. સમાજના ને એ સિવાય પણ જે લોકો મદદ કરી શકે તેવા લોકો પાસે એમણે મદદ માંગી. 

આવી જ સ્થિતિ માંડવધારગામના અસ્મિતાબેનની. પતિ પરેશભાઈ હીરા ઘસે. પાસે એવી કોઈ મોટી બચત નહીં. ત્યાં અચાનક અસ્મીતાબેન કોરોનામાં સપડાયા. સ્થિતિ નાજુક થઈ સરકારી દવાખાનામાં જગ્યા ન મળતા એમને પણ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા. ખર્ચા અહીંયા પણ મસમોટા.. 

સમાજમાં ઉઘરાણું નાખ્યું. થોડી મદદ મળી પણ જરૃર વધારે હતી. આ બેઉ અને એ સિવાય નબળી સ્થિતિ ધરાવતા કોરોનાગ્રસ્ત પરિવારની વિગત અમારા ધ્યાને આવી. આવા વ્યક્તિઓને મદદ તો કરવાની જ હોય..  

VSSMના સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમનો ઉદૃશ્ય પણ એ જ છે. આ બેઉ ને એ સિવાયનાને અમારા પ્રિયજનોની મદદથી મદદ કરવાનું કરી રહ્યા છીએ.. 

#MittalPatel #vssm #medical

#medicine #COVID19 #coronavirus

#Covid19India #pendemic

#help #care #health #medicalsupplies

Friday, May 21, 2021

VSSM merely played a role of bridging the gap to help access proper medical treatment to those in need under the Sanjivani Arogya Setu initiative...

Gulabbhai his wife and brother Salim came to VSSM
office to meet Mittal Patel

 “Ben, our Bhodadwala Gulabbhai has met with an accident. He was driving at night and could not see the tractor carrying steel rods. The rods pierced in his stomach. We took him around to 3 hospitals, borrowed money to spend on his treatment, have already spent Rs. 70,000 but he is not recovering.” Musabhai called up to share the news and seek some help. We asked him to bring Gulabbhai to Ahmedabad. We arranged for his treatment and Kiran awaited his arrival at Ahmedabad Civil Hospital.  

Gubalbhai was unconscious when the ambulance carrying him reached Ahmedabad at 10 in the night. Kiran immediately got busy with arranging for a blood test, sonography, CT Scan, ECG etc. it was almost 4 in the morning by the time the required screening was completed. Gulabbhai’s wife and brother Salim were at the hospital, but it was hard for them to comprehend these pre-operative requirements. They had trust in us so remained calm and watched the proceedings. At 5 in the morning, Gulabbhai was taken into the operation theatre. The operation lasted for 6 hours, but it was all well at the end of it. 

The timely surgery helped save Gulabbhai’s life, he remained in ICU for two days after which he was moved to a general ward. He was recovering well when his health took a downturn after he tested positive for Covid 19. Since his immunity was low he was kept in the ICU for 5 days, the doctors remained perseverant and Gulabhai was out of danger soon. He was discharged recently after being in the hospital for 20 days. 

 Gulabbhai was at the office to express his gratitude, since I was unwell during that time I spoke to him recently. 

 “You all saved my life. Otherwise, I had lost hope. Salim took me to Dholka where I was kept there for two days, given IV medicines, spent Rs. 70,000 but my condition did not improve. There were blood clots around my stomach. The doctor referred us to a bigger hospital, but we had no money to seek treatment at a bigger hospital. We had spent whatever we had at Dholka. Whilst we were struggling to find a way forward, the thought of you crossed our mind. And look how you saved me. I am alive and able. I can walk across four farms. Kiranbhai has been a great help, he stood with us throughout. 

 I wonder why the doctors at Dholka hospital failed to understand the gravity of Gulabhai’s condition. We are grateful that he is alive!! We merely played our role of bridging the gap to help access proper medical treatment to those in need under the Sanjivani Arogya Setu initiative. We are grateful to Krishnakant Uncle and Indira Aunty for funding this initiative and all the support they have been. 

 In the picture are Gulabbhai (in the centre) his wife and his brother Salim.

'બેન આપણા ભોળાદવાળા ગુલાબભાઈને અકસ્માત થયો છે. રાતના બાઈક લઈને ઘરે જતા રસ્તામાં સળિયા ભરેલું ટ્રેક્ટર દેખાયું નહીં ને પેટમાં સળિયા ઘુસી ગયા.. ત્રણ દવાખાના ફર્યા ઉછીના પાછીના કરીને 70,000નો ખર્ચ કર્યો પણ તબીયત બગડી રહી છે...'

મુસાભાઈએ ફોન પર આ કહ્યું. અમે ગુલાબભાઈને અમદાવાદ તેડી લાવવા કહ્યું. અમારો  કિરણ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં એમની વાટ જોઈને ઊભો.

બેભાન ગુલાબભાઈને લઈને એમ્બ્યુલન્સ રાતના 10 વાગે આવી પહોંચી.  

કિરણે ઝડપથી સારવાર માટે પ્રયત્નો આદર્યા ને બ્લડ રીપોર્ટ, સોનોગ્રાફી, સીટીસ્કેન, ઈસીજી વગેરે બધુ તાબડતોડ થયું.. આમ તો રીપોર્ટને બધુ પતાવતા સવારના 4 વાગ્યા. ગુલાબભાઈના પત્ની ને એમના ભાઈ સલીમ ભાઈને તો ડોક્ટર શું કહે છે આ બધુ શું થઈ રહ્યું છે કશુંયે સમજાય નહીં. પણ અમારા પર એમને ભરોષો.. આખરે સવારના 5 વાગે એમને ઓપરેશન થીયેટરમાં ખસેડ્યા...ઓપરેશન 5 થી 11 ચાલ્યું.. પણ બધુ હેમખેમ પત્યું... 

ગુલાબભાઈનો જીવ બચી ગયો. બે દિવસ ICUમાં રહ્યા બાદ જનરલ વોર્ડમાં શીફ્ટ કર્યા. તબીયત સરસ થઈ રહી ત્યાં અચનાક તબીયત બગડી તેમનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો..એક તો બિમાર, રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી. ફરી ICUમાં 5 દિવસ..પણ ડોક્ટરોની મહેનતથી એ હેમખેમ બહાર આવ્યા. 20 દિવસ હોસ્પીટલમાં રહ્યા.. હમણાં એમને રજા મળી.. 

હું બિમાર હતી ઓફીસ નહોતી પણ એ ઓફીસ પર આવ્યા આભાર માનવા.. 

મારી તબીયત ઠીક થઈ એટલે આજે એમને ફોન કર્યો. 

ગુલાબભાઈ કહે, 'તમે બધાએ મને બચાવ્યો. નકર હું તો આશા જ ખોઈ બેઠો'તો. મને વાગ્યું એટલે સલીમ મને ધોળકા દવાખાને લઈ ગ્યો. ત્યાં બે દિવસ રાખ્યો. બાટલા ચડાયા. 70,000નો ખર્ચ થયો. પણ તબીયતમાં ફેર ના પડે. પેટમાં લોઈ જામી ગયું'તુ.  બે દિ પછી  ડોક્ટરે કહ્યું હવે મોટા દવાખાને લઈ જાવ.. પણ મોટા દવાખાને જવા પૈસાની સગવડ ક્યાં હતી. જે હતું એ બધુ પતી ગયું...પણ ખરા ટાણે તમે યાદ આવ્યા ને જુઓ આજે હું જીવતો છુ ચાર ખેતરવા ચાલી શકુ એવી તબીયત થઈ ગઈ હવે.. કિરણભાઈએ બહુ ધોડા કીધા... '

ધોળકા જે દવાખાનામાં ગુલાબભાઈ બે દિવસ રહ્યા એમણે ગુલાબભાઈની તબીયતની આટલી ગંભીરતા કેમ ન સમજી એ મને હજુયે નથી સમજાતું. ખેર એ બચ્યા એ અગત્યનું...બાકી અમે તો નિમિત્ત બન્યા..  

કોઈને યોગ્ય તબીબી સારવાર મળે તે માટે અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત બ્રીજની ભૂમિકા ભજવીયે.. આ ભૂમિકા બનવામાં મદદ કરનાર ક્રિષ્ણકાંત અંકલ, ઈન્દિરા આંટીનો આભાર... 

ફોટોમાં વચમાં ઊભેલા ગુલાભાઈ બાજુમાં પત્ની ને ભાઈ સલીમ.. 

#MittalPatel #vssm #medical

#ArogyaSetu #medicalassistant

#humanity #humanrights #help

#nomadic #denotified #community


The honesty and humility Haribhai portrays is rare in current times...

Haribhai sharing his story to Mittal Patel


 “I wanted to be like the ideal mother they depict in Hindi films…” Haribhai grinned while sharing his story.

“Why mother?”

“My youngest was one and a half years old, middle child was three and the eldest was five and a half when their mother passed away. Family and friends consoled for a while and got back to their lives while we are left to mourn our loss and grapple with the realities life throws. I was hoping that the family will help me raise my children while I earned for them but no one came to even inquire about our well-being. Many advised me to re-marry, that it is difficult to raise children single-handedly. But when my own did not support me how will someone I don’t even know help me raise my children How can another woman treat my children as her own? They said there will be caring women but it was a risk I wasn’t prepared to take. I was not bringing some product from the market, I had married and bring home a mother to my children and I wasn’t convinced to do so. I decided to be a mother and father to my children.”

It evoked a sense of respect as Haribhai spoke candidly of his life as a single parent. It also made me curious to learn about the challenges he encountered on his journey. Because Haribhai earned his living as a mason, and it is not easy to raise three children on construction sites. And their home too is a shanty on an open expanse of land in Diyodar.

“I would take all my children with me to work. They would be around me while I worked. Every morning I cooked and packed our tiffin before we left the house. Summers and winters were bearable but monsoons were agonizing. The area around our house would get flooded with rainwater. Once that happened I would pack the kids and our beddings to take refuge at Diyodar bus-stop. Those were extremely challenging times. 

Despite all these challenges Haribhai educated his children till 9th grade, they are all grown-ups now. The family received a residential plot from the government and assistance to build a house.

VSSM’s Naranbhai got to know Haribhai because he was the mason at many of VSSM supported construction works. Recently, Naranbhai had sought Haribhai’s services for installing a plaque at one of its sites. Strangely, Haribhai was unable to sit properly. On inquiring we learnt that he needs surgery for some medical issue. But, Haribhai feared his children’s well-being, what i
f his health went south during the surgery!! Hence, he had decided to undergo one after his children were married. Despite experiencing pain while sitting or lying down he delayed the treatment all for the well-being of his children. 

Naranbhai talked to convince him for treatment, another issue was funding to support the treatment. Haribhai had meagre savings. Naranbhai offered to help but accepting charity was against his grain. After persuasion, he agreed to accept the help as a loan and asked him not to worry about paying it back immediately but only after he recovers completely.

Haribhai first consulted doctors in Patan and Radhanpur who advised further examination. The treatment estimates there were quite high plus he would require to undergo 4 different surgeries. VSSM assured complete support but Haribhai wanted to be wise with his expenses. On 26th January he admitted himself to Civil Hospital and got the surgery done. The total expense was close to Rs. 2700. While he was in Ahmedabad recently for follow-up with the doctor he came and met us at the office.

“I am a little weak, but feeling quite better. If Naranbhai had not insisted and you had not supported morally,  I might not have decided to undergo the surgery. It is a great feeling to be pain-free once again.”  Haribhai was grateful for the support VSSM had extended.

“We merely played our part of bridging the gap,  the help reached you from Dubai based Krushnakant uncle and Indira auntie, we need to be grateful for their support. They have wished you good health and happiness always.” I expressed.

“My Pranams to Krushnakantbhai, he has been God sent for me. Rs. 5000 is all I will need to cover the cost of medicines and auto rent for my commute to Diyoder from Civil hospital.” Haribhai responded with humbleness.

The honesty and humility Haribhai portrays is rare in current times. He had no intention of taking anything more than he needed. Haribhai had gone above and beyond to fulfil the dual responsibility of becoming a mother and father to his three children.

“I hope and pray that every motherless child is blessed to have a mother like you!!”

Haribhai grinned.

While we were talking his son came to fetch him.

“Pappa, shall we leave?”

Haribhai got up and prepared to leave.

“Never forget the sacrifices your father has made to raise you all. You are fortunate to have a parent like him.”

“We know all that he has endured to raise us well. He gave us a safe childhood and we shall provide him with secured old age.”

'હિંદી ફીલ્મોમાં માનું પાત્ર કેવું આદર્શ હોય બસ મારે એવી મા થવું હતું..'  એવું કહી હરીભાઈ મંદ હસ્યા. 

'કેમ મા?'

'મારી નાની દીકરી દોઢ વર્ષની વચોટ ત્રણ વર્ષની ને મોટો છોકરો સાડાપાંચ છ વર્ષનો હતો ને એની મા ગુજરી ગઈ. સગાવહાલાં બારદાડા દિલાસો આપે પણ પછી એય એમના કામોમાં પરોવાય ને રહી જઈએ આપણે ને આપણા દુઃખો. કુટુંબના કોઈકને તો દયા આવશે ને મારા દિવસો થોડા ટૂંકા કરાવશે એવું હતું પણ કોઈ ખબર પુછવાય ન આવ્યું. એ વખતે સલાહ ઘણાએ આપી આખો જન્મારો એકલાથી કઢાય ને પાછા આ ત્રણ છોકરાં, લગ્ન કરી લે. પણ મને થયું મારી દશા ખરાબ થઈ ત્યારે મારા પોતાનાય ક્યાં મારી પાસે આવ્યા. તો પારકી જણી લાવું એ મારા આ મા વનાના છોકરાને કેટલા પોતાના માને? કોઈ કે, બધા એવા ન હોય. જીવનમાં થોડું જોખમ તો ખેડવું પડે. પણ આ દસ રૃપિયાની વસ્તુ ઘરે નહોતી લાવવાની. મા લાવવાની હતી. મારુ મન માન્યુ નહીં અને મે નક્કી કર્યું હું જ મારા બચુડિયાઓની મા ને બાપ બેય થઈશ'

હરીભાઈની વાત સાંભળી એમના પર માન થયું.. ને પાછો પ્રશ્ન પણ. 

હરીભાઈ કડિયાકામ કામ કરે. આમાં બાળકોને સાચવવાનું કેવી રીતે કર્યુ? વળી પાછુ એ રહે દિયોદરમાં ખુલ્લામાં છાંપરુ બાંધીને..

'હું ત્રણેયને સાથે લઈને કામે જતો. એ લોકોને એક બાજુ બેસાડતો ને હું કામ કરતો. ટીફીન ભેગો લઈ જતો.. જેથી એમને તકલીફ ના પડે. પણ બેન ઉનાળો ને શિયાળો તો નીકળી જતો ચોમાસુ ભારે થઈ જતું. ઝૂંપડું જ્યાં હતું ત્યાં પાણી ભરાતુ. એટલે ગોદડા સાથે ત્રણેયને લઈને દિયોદર બસસ્ટેશને દોડતો ને ત્યાં જ પડી રહેતો બહુ દુઃખે દિવસો કાઢ્યા.

આવી સ્થિતિમાં રહ્યા છતાં હરીભાઈએ પોતાના ત્રણે બાળકોને નવ ધોરણ સુધી ભણાવ્યા..

આજે એમના ત્રણે સંતાનો મોટા થઈ ગયા છે. સરકારે રહેવા પ્લોટ આપ્યોને મકાન બાંધવા સહાય પણ આપી ને એમાંથી એમણે ઘર બાંધ્યું.

આવા હરીભાઈને અમારા કાર્યકર નારણભાઈ સાથે પરિચય. મૂળ તો સંસ્થાના બાંધકામના કામોમાં હરીભાઈ કડિયા તરીકે આવે. હમણાં એક જગ્યાએ તકતીનું કામ કરવાનું હતું. નારણ સાથે હરીભાઈ તકતી જ્યાં લગાવવાની હતી ત્યાં પહોંચ્યા. પણ હરીભાઈ સરખી રીતે બેસીને કામ ન કરી શકે.પુછતા ખ્યાલ આવ્યો કે, એમને શારિરીક તકલીફ થઈ છે. ડોક્ટરે ઓપરેશનનું કહ્યું છે. પણ હરીભાઈને બીક છે કે ઓપરેશન વખતે કાંઈક થઈ જાય તો ત્રણે બાળકો રઝળી પડે. 

એટલે આ ત્રણેના લગ્ન થઈ જાય પછી ઓપરેશન કરાવીશ. આવી ભાવના સાથે એ છેલ્લા સાડા ત્રણ વર્ષથી પીડા સહન કરે જાય.. ના સરખી રીતે બેસી શકે, ના સુઈ શકે. છતાં બાળકોની ચિંતા ના કારણે એ નિર્ણય ન લે..

નારણભાઈએ એમને સમજાવ્યા ને ઓપરેશન કરાવવા કહ્યું, પણ પાછી વાત આવી પૈસાની. પાસે એવી ઝાઝી બચત નહીં. નારણે કહ્યું, અમે મદદ કરીશું.. હરીભાઈએ બધુ મફતનું લેવાની ના કહી છેવટે નક્કી થયું કેટલીક રકમની મદદ ને કેટલીક લોન રૃપે આપવાનું. લોન ધીમે ધીમે ચુકવાશે પણ એક વખત આ પીડામાંથી મુક્ત થઈ જાવ..એવી વાત એમને કરી.

પાટણ અને રાધનપુરના દવાખાનામાં એ ગયા. રીપોર્ટ કરાવ્યા. પણ ખર્ચો વધારે કહ્યો. સાથે જુદા જુદા ચાર ઓપરેશન કરવા કહ્યું. 

અમે મદદ વધારે કરીશુંનું કહ્યું. પણ હરીભાઈએ કહ્યું, ભલે મદદ કરો પણ મારાથી ખોટો ખર્ચ ના કરાવાય. એમણે સિવીલ હોસ્પીટલમાં આવવાનો નિર્ણય કર્યો ને 26 જાન્યુઆરીના દાખલ થયા ને સુખરુપ ઓપરેશન થઈ ગયું. 

ખર્ચો પણ 2700 આસપાસ. ઓપરેશન પછી ઘરે ગયા ને ફરી બતાવવા આવ્યા ત્યારે મને મળવા ઓફીસ આવ્યા. 

'શરીરમાં નબળાઈ છે. પણ હવે શાંતિ છે બેન. આ નારણભાઈએ તાણ કરી ના હોત અને તમે અમે સાથે છીએ એવું ના કહ્યું હોત તો કદાચ ઓપરેશન ના થાત. મને નવું જીવતદાન આપ્યું. તમારો ખુબ આભાર' એવું એમણે કૃતજ્ઞતા ભાવથી કહ્યું.

મે કહ્યું, 'મદદ તો અમારા દુબઈમાં રહેતા કૃષ્ણકાંત અંકલને ઈન્દિરા આંટીએ કરી. આભાર તેમનો માનવો ઘટે. એમણે  જ તમને સાતા રહે એ મદદ કરવા કહ્યું છે'

એમણે કહ્યું, આ દવાના ને સીવીલથી દિયોદર જવા રીક્ષા ભાડે કરી તે એના થઈને 5,000ની મદદ કરશો તો મને ઘણું થઈ રહેશે. ને ક્રિષ્ણકાંત ભાઈને મારા પ્રણામ. ભગવાનના એ દેવદૂત..

કેવો પવિત્ર શબ્દને કેવી પવિત્રભાવના. વધારાનું લેવાની જરાય લાલચ નહીં. વળી હીન્દી ફીલ્મોમાં બતાવે એવી મા તો ફીલ્મી હોય હરીભાઈ તો ખરી મા હતા.. મે કહ્યું, તમારા જેવી મા દરેક મા વગરના બાળકોને મળે એવી પ્રાર્થના કરુ.. એ મંદ હસ્યા.

અમે વાતો કરતા હતા ત્યાં એનો દિકરો આવ્યો ને કહ્યું, જઈએ પપ્પા. ને હરીભાઈ ઊભા થયા. મે એમના દીકરાને કહ્યું, 'તારા બાપાનો ગણ હંમેશાં યાદ રાખ જે. આવા બાપા નસીબવાળાને મળે...' 

એણે કહ્યું, 'એમણે અમારા માટે જે વેઠ્યું એ બધું એ જાણીએ. ચિંતા ના કરો.  અમારુ બાળપણ એમણે ઊજાળ્યું હવે એમનું ઘડપણ અમે ઊજાળશું..'

#mittalpatel #vssm #health

#help #mother #motherhood

#vssm #nomadic #denotified


Thursday, April 23, 2020

VSSM provided ration kits to the families of Lathi, Bagasara and Saapar with the support of ever so generous and dear well-wishers...

The nomadic families of Lathi received ration kits
Raju Nat’s elder uncle Bijalbhai called up from Lathi the other day, “Ben, we are in a great difficulty here. I wish to start a community kitchen here. We can at the least provide two meals a day…”

“Bijalbhai, you yourself beg for food, how do you plan to start a community kitchen?” was my curious reply.

“If I am begging for myself, why can I beg for others?”


The nomadic families of Lathi received ration kits
I tried to discourage him, told him it is not right to do so. I told him we shall manage to provide ration kits to all the families in trouble.

With the support of ever so generous and dear Nanditaben Parekh, Jayeshbhai Sherdalal, Vimla Thakkar and Rajendrabhai Patel we managed to provide ration kits to 76 families living in Lathi and Bagasara and 138 families living in Saapar. The kits reached them because of the hard work and efforts of our Ramesh. Each of these ration kits costs Rs. 700.

The nomadic families of Lathi received ration kits
We are grateful to our well-wishing family members of VSSM who always decide to stand beside us.

In Bagasara Ramesh called the identified families to his home to take away the ration.

લાઠીમાં રહેતા રાજુ નટના બાપુજી બીજલભાઈનો ફોન આવ્યો,
'બેન આંયા બધા બહુ તકલીફમાં છે. મારી ઈસ્સા સે રસોડું શરૃ કરવાની. બાપડા બધાને બે ટંક ખાવા તો મળે..'
મે કહ્યું, 'બીજલભાઈ તમે જ માંગી ભીખીને લાવો છો આવામાં રસોડું કરો તો બધાને ખવડાવો ક્યાંથી..'
'કેમ બેન મારા હાટુ માંગુ છુ તે હવે હંદાય હાટુ
The nomadic families of Lathi received ration kits
 માંગીશ'

મે એમના આ હરખને દબાવ્યો..આવું ના કરવા સમજાવ્યા.
અને જેટલા તકલીફમાં છે તે સૌને આપણે રાશનકીટ આપવાની વ્યવસ્થા કરીશું તેમ કહ્યું.

VSSM ના કામોમાં સદાય સહયોગ કરતા પ્રિય નંદીતાબહેન પારેખ,
The nomadic families of Lathi received ration kits
પ્રિય જયેશભાઈ શેરદલાલ, પ્રિય વિમલા ઠક્કર અને પ્રિય રાજેન્દ્રભાઈ પટેલ આ ચારેય પ્રિયજનોના સહયોગથી લાઠીમાં રહેતા 76 અને બગસરા અને સાપરમાં રહેતા 138 પરિવારોને અમારા સંનિષ્ઠકાર્યકર રમેશે રાશન પહોંચાડ્યું.
પ્રત્યેક પરિવારને 700ની રાશનકીટ આપી.

આભાર આપ સૌ પ્રિયજનોનો... તકલીફમાં આવી પડેલા આપણા આ પરિવારોની પડખે ઊભા રહી આપે જે સહયોગ કર્યો તે માટે આભારી છું.

The nomadic families of Lathi received ration kits
બગસરામાં તો જરૃરિયાતમંદ પરિવારોને ઓળખી તેમને રમેશે પોતાના ઘરે બોલાવ્યા અને રાશન આપ્યું..

અહીં રાશન કીટ મેળવનાર પરિવારની યાદી મુકવામાં આવી છે. જેથી મદદ કરનારને પણ એની જાણ રહે.
#MittalPatel #VSSM #Helpinlockdown
#Covid19 #helpincovid19 #Corona
#Helpincovid19 #Socialchange #needy
#needyfamilies #ntdntcommunity
#nomadictribe #Denotifiedtribe
#fooddistribution

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of families
who received ration kits

The names of head of the families who received ration kits

VSSM managed to reach 162 families of Tharad who received grain kits with the support we received from National Federation of Insurance Field Workers of India (NFIFWI)...

The nomadic families of Tharad received ration kits
 "Ben, when Lord Shiva asked humans for a boon, the human was planning to ask for the ability to eat once a day and bathe thrice a day but a slip of tongue made him ask eating thrice a day and bathing once a day. And the current problem is as a result of this… and we cannot stay hungry!!”

Shankarbhai shared a very legitimate concern.

I told him, “If the blessings would have been the other way all of us would have ruined our water resources. After all, we are humans!!”

The nomadic families of Tharad received ration kits
Naturally, our appetite will need food and meals at regular intervals which the current challenging times have made it difficult for the marginalised and deprived families. VSSM felt it right to reach to these families and give them the food grains they need to survive through these times.

VSSM managed to reach 162 families living in villages of Tharad received grain kits yesterday from the support we received from the well-wishing patrons of National Federation of Insurance Field Workers of India (NFIFWI).

The nomadic families of Tharad received ration kits
We are grateful to the National Federation of Insurance Workers of India for the support they have provided. Each of the grain kits costs Rs. 700, people shared how they have been eagerly awaiting the supplies. It was a much needed timely support.

Thank you, Bharatbhai Desai, for linking us to NFIFWI.  And our gratitude to Shri Dipak Vaghela, National Vice-President; Shri Dharmendra Patel, General Secretary – Ahmedabad Unit; Shri Parthiv Shah, President -Ahmedabad Unit and other office-bearers of the federation.

#MittalPatel #VSSM
The nomadic families of Tharad received ration kits

બેન શંકર ભગવોન મોણસન પરસન થયા અન કીધુ મોંગ મોગ મોગે તે આલુ. મોણસ બોલવા ધારતો તો તઈણ ટેમ નાવું અન એક ટેમ ખાવું પણ મારી બેટી લૂલી(જીભ) ફરી જી અન બોલી ક તણ ટેમ ખાવુ ન એક ટેમ નાવું..
આ બધી રોમાયણ ઈના લીધે જ ઊભી થઈ.. એટલ જ ભૂસ્યા હુવરાતુ નઈ..

કેવી અદભૂતવાત શંકરભાઈએ કરી. મે એમને કહ્યું, અગર ત્રણ ટાઈમ નાવાનું બોલ્યા હોત તો આપણે પાણીનો ખુરદો બોલાવી દીધો હોત. મૂળ માણસો જ આપણે એવા..
The nomadic families of Tharad received ration kits

પેટ સમય થાય એટલે ભાડુ માંગે એવું આપણે કહીએ. બસ આ ભાડુ આપવાનું આ કોરાનાના કપરા કાળમાં કેટલાક પરિવારો માટે કરવું જરૃરી લાગ્યું.
અમારા સ્નેહીજન નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) સાથે સંકળાયેલાની મદદથી ગઈ કાલે થરાદના ગામોમાં રહેતા 162 પરિવારોને રાશન આપવાનું VSSM દ્વારા કરવામાં આવ્યું.

લોકોએ કહ્યું, ક્યારુના રાહ જોતા'તા ..

The nomadic families of Tharad received ration kits
નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI )નો આભાર આપની મદદથી તકલીફમાં આવી પડેલા આ 162ને પ્રત્યેક પરિવાર દીઠ 700ની રાશનકીટ આપવામાં અમે થકી નિમિત્ત બન્યા..

 આભાર ભરતભાઈ દેસાઈ કે જેમણે આ બધુ લીંક કરી આપ્યું. આસિવાય દિપક વાઘેલા ( રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ), ધર્મેન્દ્ર પટેલ ( જન. સેક્રેટરી અમદાવાદ યુનિટ ) પાર્થિવ શાહ ( પ્રેસિડેન્ટ અમદાવાદ યુનિટ ) અને ફેડરેશનના સૌનો આભાર..જેમને કીટ આપી તે પરિવારના ફોટો અને યાદી પારદર્શીતા દેખાય એ માટે જ અને સૌને પ્રેરણા પણ મળે...

અહીં રાશન કીટ મેળવનાર પરિવારના નામની યાદી પણ મૂકી છે. જેથી મદદ પહોંચડનારને પણ તેની પૂરતી માહિતી મળી શકે
The nomadic families of Tharad received ration kits

#MittalPatel #VSSM #NFIFWI

#Rationkit #Heloinlockdown

#Covid19 #Pandemic #Corona

#Support #Help #Helpinghand

#મિત્તલપટેલ #લોકડાઉન #સહયોગ




The nomadic families of Tharad received ration kits
















The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits


Saturday, April 18, 2020

Union Minister Shri Mansukhbhai Mandaviya calls Mittal Patel asking what more can be done to ease the hardships of marginalized families...

The nomadic families of Vijapur received grain kits
The nomadic families of Vijapur received grain kits
I received a call from Union Minister Shri Mansukhbhai Mandaviya yesterday, to understand what more can be done to make the lockdown easier for the marginalized families. The conversation stretched beyond 15 minutes. We discussed how important it was to put the health and well-being of everyone before the economy. The efforts government and administration are putting in to contain the virus are truly commendable.  And the admirable aspect was the top leaders of our nation are worried and concerned about the state of the poor, they are calling to inquire how to plan effective measures.

 “Kindly request people to not give prepared meals as there is a concern of virus spreading while going for daily distribution. The ration kits that the people contribute should have stuff like oil, spices, potatoes etc as the families are receiving grains from the government grain shops,” were few of my suggestions to respected Shri Mansukhbhai.

 VSSM is providing ration kits to the families in need. Mumbai based Sparsh organisation has been instrumental in reaching 1000 families. In coming days VSSM is going to provide ration to 4000 more families. If you can please contribute to the cause.
The nomadic families of Vijapur received
grain kits

 180 families of Vijapur,   Visnagar and some villages have been provided curated food kits from the financial support Sparsh has provided us. The names of heads of families who received the ration kit are shared here. The need to share it here is for others to know that these families have grains to last them few days,  so anyone planning to donate can proceed to other settlements that might be on need of ration.

 I hope these families manage to sail through the second phase of lockdown in good health!! 


ગઈ કાલે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનો ફોન હતો. મૂળ તકવંચિતોની સ્થિતિ આ કોરોનામાં કેવી છે તે સમજવા માટે અને હજુ તેમના માટે શું કરી શકાય તે જાણવા..
The nomadic families of Vij received grain kits
 એમની સાથે લગભગ પંદર મીનીટ કરતા વધુ વાત થઈ. દેશનું અર્થકારણ પડી ભાંગશે એવી ચિંતા આપણને સૌને છે પણ જીવશું તો બધું ઊભું કરી લઈશું એવી વાત પણ મનસુખભાઈ સાથે થઈ. સરકાર અને સમગ્ર તંત્ર જે રીતે અત્યારે મથી રહ્યા છે એને બિરદાવવાનું તો કરવું જ જોઈએ જે મે કર્યું.

પણ રાજીપો દેશની સર્વોચ્ચ સત્તા પર બેઠેલા વ્યક્તિઓ ગરીબોની દશાનો તાગ મેળવી રહ્યા છે એનો છે..

મે એમને કહ્યું, લોકો ને વિનંતી કરીએ રાંધેલા અનાજની જગ્યાએ રાશનકીટ આપે. રાંધેલું આપવા જવામાંય સંક્રમણનો ભોગ બની જ શકાય.

લોકો દ્વારા આપવામાં આવતી રાશનકીટમાં સરકારે આપેલા ઘઉ, ચોખા સિવાય, મસાલા, તેલ, મરચુ બટેકાં વગેરે આપવા પણ જાહેર વિનંતી કરી શકાય તેવી ઘણી વાતો માનનીય મનસુખભાઈ સાથે થઈ.
The names of head of families who received
ration kits

VSSM તકવંચિતોને રાશન આપવાનું અત્યારે કરે છે. ઘણા સ્નેહીજનો મદદ કરે છે. મુંબઈમાં આવેલા સ્પર્શની મદદથી 1000 વંચિતોને રાશન આપવાનું અમે કર્યું. એ સિવાય વી.એસ.એસ.એમ. થકી આગામી દિવસોમાં 4000 પરિવારોને રાશન આપવાનું કરીશું.

આપને પણ આ કાર્યમાં આપનો સહયોગ આપવા વિનંતી...

 મહેસાણાના વિજાપુર, વિસનગર શહેર તેમજ ગામોમાં રહેતા 180 તકવંચિત પરિવારોને રાશન આપવાનું સ્પર્શના આર્થિક સહયોગથી અમે કર્યું. જે ફોટોમાં જોઈ શકાય છે. જેમને રાશન આપ્યું તેમની યાદી પણ સામેલ છે. યાદી અને ફોટો આપવા પાછળનો આશય આ પરિવારોને થોડા દિવસ ચાલે એટલું અમે આપ્યું છે. જેથી કોઈ અન્ય આપવા ઈચ્છતા હોય તો બીજી જગ્યા પસંદ કરી શકે.

આ પરિવારોનો લોકડાઉનનો બીજો ફેઝ હેમખેમ પાર પડી જાય એવી શુભભાવના...
The names of head of the families who
received ration kits

#Mittalpatel #vssm #Help #support

#Coronaeffect #Lockdowntime

#Lockdownindia #Mahesana #Gujarat


#Nomadicfamilies #DenotifiesTrib #Rationkit #Stayhome #Govermentofindia #Mansukhmandviya #સહયોગ

#મિત્તલપટેલ #લોકડાઉન #ઘરેરહોસુરક્ષિતરહો
#મહેસાણા #ગુજરાત











The names of head of the families who
received ration kits


The names of head of the families who
received ration kits

The name of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The name of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

Thew names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits






The names of head of the families who
received ration kits


The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of the families whoi
received ration kits

The names of head of the families who
received ration kits

The name of head of the families who
received ration kits