Showing posts with label Fulvadi. Show all posts
Showing posts with label Fulvadi. Show all posts

Monday, July 26, 2021

We feel lucky to have received abundant love from these communities...

Mittal Patel with Lalvadi and Fulvadi community

Our charming Lalvadi and Fulvadi, whenever they come to meet me there is always this request for a clicking a picture together. “Ben, one picture?” and they all fall arrange themselves around me for a photo.

“What will you all do with these pictures?” I would retort.

“Memories!” they would reply.

But I know that the fact is slightly different.

This community continues to wander for work, when they land up in an unwanted situation or face some kind of harassment they are quick to pull out an album from their Jhola and show off the people they know. The images include ministers, government officials. I know they would also include this image they captured today.

What can be better than a  picture that can bring sense of warmth and security…

I feel lucky to have received abundant love from these communities. 

અમારા લાલવાદી અને ફુલવાદી..

જ્યારે મળવા આવે ત્યારે બેન એક ફોટો કહી હું કશુંયે કહું એ પહેલાં જ ગોઠવાઈ જાય..

હું હંમેશાં પુછુ શું કરશો ફોટોનું તો કહે સંભારણું...

પણ સાચી હકીકત થોડી જુદી...

કામ ધંધા માટે ગામે ગામ વિચરણ તો એ આજેય કરે.. કોઈ હેરાન પરેશાન કરે તો ઝોળીમાંથી આલ્બમ કાઢીને જુઓ કોણ કોણ ઓળખે એ બતાવે..

આમ તો આલ્બમમાં મોટે ભાગે મંત્રી, અધિકારીઓના ફોટો વધુ હોય.. 

એમાં ક્યાંક હવે આનોય ઉમેરો થશે....

ફોટોથીયે કોઈને હૂંફ, સુરક્ષા મળે એનાથી રૃડુ શું?

કુદરતે આ બધાનો ખુબ પ્રેમ આપ્યો...એ રીતે હું નસીબદાર...

#MittalPatel #vssm #ફુલવાદી #લાલવાદી

#vadee #nomadic #denotified 

#nomadiclife #denotifiedtribe

Friday, March 12, 2021

VSSM has requested the District Collector to ensure these families receive plots...

The community leader showing list of homeless families to
Mittal Patel

“Alcohol is prohibited here if we find any of  our fellow community men drunk, we adorn him with clothes and jewellery of our women and take him around the settlement.” It may sound a little too harsh,  but this is a custom followed by the Fulvadee community we work with.

Patan’s Harij has a substantial concentration of Fulvadee community. Many years ago, the government had stepped in and provided plots to many families but many were still left without one. VSSM has requested the District Collector to ensure these families receive plots. We are hopeful that they will receive it by 2022,  along with assistance to build a house. Our respected Prime Minister has pledged house for all homeless by 2022  these families fall into this category.

The Vadee couples lead an itinerant lifestyle, the keep wandering in search of work hence,  their children are never a part of any mainstream school. Education is key to progress for this community. The government does run a seasonal hostel in Harij, but the number of children is huge and not all can be accommodated. VSSM has built a hostel for these children in Banaskantha’s Kankar village. The children will be able to stay there and attend the public school in their village. Harij also needs a similar facility.

The community had been calling to see me for a very long time. I was with this community recently when they requested plots for the remaining families. The community leaders had already prepared a list of homeless families and showed us their current living condition. Sharing the glimpse of it here….

'અમારામાં દારૃની બંધી છે અગર ભૂલથી કોઈ દારૃ પી જાય તો અમે અમારી બહેનોના કપડાં અને શણગાર એ ભાઈને પહેરાવીએ અને પછી આખી વસાહતમાં એને ફેરવીએ..'

આપણે જેને પછાત ગણીએ છીએ એ ફુલવાદી સમુદાયનો આ રિવાજ.. 

પાટણના હારીજ પાસે એમની ઘણી મોટી વસતિ.. સરકારે વર્ષો પહેલાં એમનાંમાના કેટલાકને રહેણાંક અર્થે પ્લોટ ને ઘર બાંધવા સહાય કરેલી પણ હજુ ઘણા પરિવારો રહી જાય છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. 

આશા છે 2022 પહેલાં આ પરિવારોને પ્લોટ ફળવાય ને ઘર બાંધવા મદદ પણ મળે. મૂળ આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન દરેક ઘરવિહોણાને ઘર આપવાનું છે માટે..

વાદી સમુદાયમાં મા- બાપ કામ ધંધા અર્થે વિચરણ પણ ઘણું કરે. એટલે બાળકોનું ભણવાનું ખાસ થાય નહીં. હારીજમાં સરકાર સીઝનલ હોસ્ટેલ ચલાવે પણ બાળકોની સંખ્યા અહીંયા ઘણી એટલે ઘણા બધા બાળકો રહી જાય છે.. 

અમે બનાસકાંઠાના કાંકરેજના કાકરગામમાં વાદી પરિવારોના ઘરોની સાથે સાથે એક હોસ્ટેલ પણ બાંધી છે જ્યાં બાળકો રહી શકે ને ભણી શકે. 

બસ આવી જ કોઈ વ્યવસ્થા હારીજમાં થાય તો બધુ બરાબર.. 

મૂળ શિક્ષણ આવશે તો આ સમાજનો વિકાસ પણ ઝડપથી થશે માટે...

હું હારીજ એમની વસાહતમાં ગઈ મૂળ ઘણા વખતથી એ બોલાવતા માટે અને સૌએ રહેવા પ્લોટ આપવા વિનંતી કરી, આગવાને પરિવારની યાદી બતાવી અને ઘરવિહોણાની સ્થિતિ પણ એમને બતાવી...જે તમને બતાવી રહી છું.

#MittalPatel #vssm #nomadic

#denotified #snakecharmer

#community #culture #Rules

#goverment #housing #Banaskantha


The Vadi Community people called Mittal Patel to
see their current living condition


The current living condition of nomadic families

The current living condition of nomadic families


Monday, November 30, 2020

Sometimes it is a little difficult to settle nomadic families who keep on moving and moving....

Mittal Patel with Vadi-Madari Communities


“Sister, I am Amarat Vadi, do you remember me? I stay in Kakar. You have to do one thing. If you have seen Janata Hospital then kindly call the doctor.”

“what happened?” I asked.

“My brother fell down and he had a hemorrhage. I took him to the hospital. The doctor operated and saved him. But it cost eighty thousand rupees. From where should I get this amount of money? I had a card issued by the government which Naranbhai (VSSM worker) gave me so they forgave ten thousand rupees. The doctor said that if you still need a discount then you need another card. My brother is doing well now. But I had to take him with me to get the new card to get his thumb prints there. But the doctor is not cooperating. Can you please tell the doctor that I will bring him back to the hospital once his thumb prints get done.”

On the one hand, I felt like laughing and on the other hand, I was sad.

Laughter on the thought that man will not run away from the hospital and sorrow for trouble he is facing to get the card. We definitely helped and I talked to our worker Naranbhai and asked him to make the rest of the arrangements.

"But when Naranbhai runs behind you to get the card, you don't take care and now you are digging a well when there is a fire.” I said that with a few reprimands. 

In reply Amratbhai said, "We are illiterate people, When you explain, we don’t understand but when a problem comes, we remember you”. What should I say to them? My anger disappeared in a moment.

We made representations to the government to link the snake charmers with the Snake Research Institute. They all agreed at the primary stage. A certain number of snake charmers, fulvadi, Lalvadi- madari will get licenses to catch snakes. Now it was time for a man to take care of the snakes in an institution. We said let's just involve the snake charmers in this work. We called a meeting with them and they said,

“Whatever you told is right. We will catch the snake and give it to them. But it is not possible for us to live in one place. For that we will do whatever you say.”

After explaining them with little anger, they agreed to involve the young in this work.

It is a little difficult to stabilize the people who keep on moving, moving and moving…  It is a very difficult task to settle people like Amratbhai in one place. We always have to explain to these families the small things like we explain to the child. 

'બેન હું અમરત વાદી.. ઓળખ્યો મન્? મુ કાકરમાં રહુ હુંં...તમાર એક કોમ કરવાનું હ્. જનતા હોસ્પીટલ જોઈ ક નઈ તો ફોન કરી દો ન ડોક્ટરન્'

'શું થયું?'

'મારો ભઈ ઊભો ઊભો પડી જ્યો ઈન હેમરેજ થઈ જ્યું. દવાખોને લઈ આયો. ડોક્ટેરે ઓપરેશન કરીન બચાઈ લીધો. પણ ખરચ થ્યો રૃપિયા એંસી હજાર. આટલા રૃપિયા ચોથી લાબ્બા?  મારી પાસે સરકારનું નારણભઈ(VSSMના કાર્યકર) એ કાઢી આલેલું કાર્ડ હતું તે ઈમોં દસ હજાર માફ થ્યા. વધારે માફી કરાબ્બી હોય તો બીજુ કેડ કઢાબ્બુ પડ એવું ડોક્ટરે કીધુ. મારા ભઈન હવ હારુ હ્. પણ નવું કેડ કઢાબ્બા ઈન હારે લઈ જવો પડ્. તો કણ ઈનો અંગુેઠો અલાબ્બો પડ એટલ.. પણ ડોક્ટર મોનતા નહીં...તમે ડોક્ટરન્ કોન ઈન ઘડીકવાર મારી હારે મેલે.. અંગુઠો અલઈ જાય પસી પાસો મુકી જઈશ....'

સાંભળીને એક બાજુ હસવુ આવ્યુ ને બીજી બાજુ દુઃખ પણ થયું.

હસવું માણસ દવાખાનામાંથી ભાગી જાય નહીં એ માટે ડોક્ટરની ગોઠવણ માટે ને દુઃખ મા કાર્ડ કઢાવવા માટેની મથામણને લઈને.. મદદ તો કરવાની જ હોય અમારા કાર્યકર નારણભાઈ સાથે વાત કરીને બાકીની વ્યવસ્થા ગોઠવવા કહ્યું..

'પણ કાર્ડ કઢાવવા નારણભાઈ તમારી પાછળ ફરે ત્યારે તમે હાથમાં ન આવો ને હવે તરસ લાગે એટલે કૂવો ખોદવા બેસવાનું'

એવું થોડા ઠપકા સાથે મે કહ્યું તો જવાબમાં અમરતભાઈએ કહ્યું, 

'અમે રીયા અણભણ મોણસ.. તમે હજમાવો ઈમ અમે ના હમજીએ પણ ભીંહ પડે ને તાર તમે યાદ આવો...'

શું કહેવાનું ગમે એટલો ગુસ્સો કરીએ તોય એમને સાંભળીએ ને બધો ગુસ્સો હવામાં...

સાપના ખેલ કરનાર વાદી, મદારીઓને સર્પ સંશોધન સંસ્થાન સાથે જોડવા અમે સરકારમાં રજૂઆત કરી. પ્રાથમિક તબક્કે હા થઈ ગઈ. સાપ પકડવાનું લાયસન્સ તો ચોક્કસ સંખ્યામાં ફૂલવાદી, લાલવાદી-મદારીને મળશે. હવે વાત હતી આ સંસ્થાનમાં સાપની દેખરેખ માટે માણસની. અમે કહ્યું આ કાર્યમાં સાપના ખેલ કરનારને જ જોડીએ. અમે એમની બેઠક બોલાવી તો કહે, 

'આ તમે બહુ હારુ કીધુ. હરપ પકડી પકડીને દઈ દેવાનું અમે કરી લઈશું. પણ બાપલા એક જગ્યાએ રેવાનું અમારાથી ના બને.. ઈમોં તમાર જેમન્ રાખવા હોય ઈમન રાખો...'

પ્રેમથી સમજાવ્યા પછી થોડું ગુસ્સે થયા ત્યારે જતા યુવાનોને આ કાર્યમાં જોડ઼વા એ સહમત થયા.. 

પગમાં જેમના ભમરી એમને સ્થિર કરવા થોડા મુશ્કેલ ને વળી વ્યવસ્થામાં ગોઠવવા તો અમરતભાઈની જેમ સૌથી વધારે અઘરા....

હંમેશાં આપણને લાગતી નાની નાની બાબતો આપણે જેમ બાળકને સમજાવીએ એમ આ પરિવારોને અમારે સમજાવવાની... 

#MittalPatel #vssm #vadicommunity

#NomadicTribe #No #denotifiedtribe

#help #helpinghands #helpingothers

#Real #stories #snake #snakecharmer

Tuesday, October 15, 2019

We are grateful to Rotary club of Palanpur for providing health services to nomadic families...

Jayeshbhai bavishi examining the patients
Jayeshbhai Bavishi, is a practicing eye surgeon in Palanpur.  Helping those in need has been his second nature. Although we haven’t had the opportunity to meet in person, we have known Jayeshbhai well through our frequent telephonic conversations. He has always stood by us whenever we needed his help  in Banaskantha region.

Jayeshbhai Bavishi examining the patients
Recently, I was required to stay at Kankar settlement from two days. Naran shared with us about the repeated complains from Vadee individuals about  weak eyesight. We immediately called Jayeshbhai and briefed him about the condition.

“Jayeshbhai, can we arrange eye camp here in the settlement?”

“Why not??”

Jayeshbhai Bavishi and everyone who pitched in the effort
“That would be very supportive of you. However, the families are here only during Navratri, we will need to work a schedule convenient to them.”

“Not an issue. We will ensure that their suitable time is taken into consideration!!”

Rarely do people comprehend the conditions of the extremely deprived  communities like Vadee, but Jayeshbhai is amongst those rare few.
Jayeshbhai Bavishi examining the patients

The festival of Navratri had begun we hadn’t reminded Jayeshbhai. On Sunday I receive a call from Jayeshbhai.

“How are you?” I inquired.

“All well, we are at your Vadee settlement!!”

He had examined eyes of 100 individuals. 70 of them were detected of  weak eyesight. He immediately arranged for their glasses through  Rotary Club Palanpur. 12 individuals were detected of cataract. Jayeshbhai and Rotary Club team decided to operate them for free at Palanpur hospital.

In fact, all the settlements inhabited by nomadic families  are in dire need of such health check-up camps. “We are unable to see well!!’ was a constant complaint by many Vadee. Health has never been a priority for these families. The families never went for  timely check-up  for cataracts or anything, the cataract would ripen, rupture in the eyes and damage the eyesight. It is crucial doctors like Jayeshbhai and other well-wishing individuals, institutions  working to provide better health services reach families like these.  

We are grateful to Rotary Club of Palanpur, Rotarian Dr. Jayeshbhai Bavishi, Sanjaybhai Joshi, Keyurbhai Bachani, L.S. Patel and youth from Vadee settlement, VSSM’s Naran for making this possible.

In the picture – Jayeshbhai examining the patients and everyone who pitched in the effort.

જયેશ બાવીશ...
પાલનપુરમાં આંખના સર્જન તરીકે કામ કરે..
જરૃરિયાત મંદોને મદદ કરવાની ભાવના તો એમની પહેલેથીઅમારો પરિચય રૃબરૃ કરતા ટેલીફોનીક વધારે. પણ બનાસકાંઠામાં જયેશભાઈને લગતુ કાંઈ પણ કામ પડે અને એમને યાદ કરીએ તો ક્યારેય મદદ માટે ના ન પાડે..

હમણાં કાકર વાદી વસાહતમાં બે દિવસ સળંગ રહેવાનું થયું. ત્યારે મોટી ઉંમરના વાદી સ્ત્રી, પુરુષોની આંખો બહુ નબળી થઈ ગયા બાબતે કાર્યકર નારણે ધ્યાન દોર્યું. અમને તુરત જયેશભાઈ યાદ આવ્યા અને અમે ફોન જોડ્યો..
'જયેશભાઈ વાદી વસાહતમાં આંખોનો કેમ્પ થઈ શકે?'
'કેમ ન થાય?'
'થેક્યુ પણ આ લોકો નવરાત્રી દરમ્યાન જ અહીંયા હશે એટલે ત્યારે અનુકૂળતા કરીને કેમ્પ કરવો પડે..'
'જરૃર આપણે એમ કરીશું'
ખુબ ઓછા લોકો વાદી જેવા તકવંચિતોની અનુકળતાએ પોતાની અનુકૂળતા કરતા હશે... જયેશભાઈ એમાંના એક નીકળ્યા..

નવરાત્રી શરૃ થઈ ગઈ અમે ફરી જયેશભાઈને યાદ નહોતું કરાવ્યું..ત્યાં રવિવારે તેમનો ફોન આવ્યો,
મે કેમ છો પુછ્યું તો કહ્યું,
'બસ તમારા વાદીપરામાં બેઠા છીએ..'

100 લોકોની તપાસ એમણે કરી અને તેમાંથી 70 લોકોની આંખો નબળી નીકળી જેમને તુરત ચશ્મા રોટરી કલ્બ પાલનપુરના અન્ય સ્વજનો થકી અપાવ્યા.12 વ્યક્તિઓની આંખોમાં મોતિયાબીંદ કે અન્ય તકલીફો જણાઈ તેમના ઓપરેશન પાલનપુરમાં વિનામૂલ્યે કરી આપવાનું જયેશભાઈ અને રોટરી કલ્બની ટીમે નક્કી કર્યું.

વિચરતી જાતિઓની મોટી વસાહતોમાં આવા કેમ્પની સાચે ઘણી જરૃર છે..
ઓસુ ભળાય સે એવી ફરિયાદ કરનાર આ પરિવારો માટે આંખો કે તબીયત ક્યારેય પ્રાથમિકતામાં હોતી જ નથી.
એટલે આ સમાજના ઘણા વડીલોની આંખોમાં થયેલો મોતિયાબીંદ સમયસર ઓપરેશન ન થવાના કારણે પાકીને આંખમાં જ ફૂટી જાય અને તેમની દૃષ્ટિ જતી રહી..
આવા વંચિતોના ત્યાં જયેશભાઈ અને જયેશભાઈ જેની સાથે સંકળાયેલા છે તેવા રોટરી કલ્બલના અન્ય પ્રિયજનોનું પહોંચવું બહુ જરૃરી છે..

આભાર રોટરી ક્લબ પાલનપુર તેમજ રોટેરીયન જયેશભાઈ બાવીશી, સંજયભાઈ જોષી, કેયુરભાઈ બચાણી અને એલ.એસ પટેલ.બાકી વાદી વસાહતના યુવાનો તેમજ વિચરતી જાતિની અન્ય યુવાટીમ અમારા સંનિષ્ઠ કાર્યકર નારણ સાથે ખડે પગે એટલે જ આ બધુ શક્ય બને....

ફોટોમાં આંખોની તપાસ કરી રહેલા પ્રિય જયેશભાઈ તેમજ આ કેમ્પમાં મદદગાર બનેલા સૌ..
#MittalPatel #VSSM Jayesh Bavishi Naran Raval #Vadi #Phulvadi #Eyecheckup #eye_checkup_camp #health_checkup #Health_care_for_nomads

Tuesday, October 08, 2019

We care for the Fulvadee, that makes us unlike everyone else….

Mittal Patel relished the meal at Fulvadee's place
“Did you invite Ben to have lunch at our home?” Kokila’s husband inquired in their dialect.

“She will not eat at our place!” Kokila responded in the same dialect,  thinking that I do not understand it.

Mittal Patel with Fulvadee families of kakar
Both of them were quite after the response Kokila gave.

“Why, can’t I eat food cooked by you?” I asked Kokila.

“You understand our language?” Kokila was pleasantly surprised.

“Why wouldn’t I understand? Come serve me food. Today I am having my meal with you all!!”

The couple was delighted to hear me ask for food. “Ben is so different!!”

“I don’t know whether I am different, but I know for sure that I have tremendous affection for you all!”

I relished the meal of Rotla (millet flatbreads) and onion potato curry.

The Fulvadee families of Kankar always tell us that no one in the society cares for them and with the affection we shower all of us, Naranbhai, Ishwarbhai, I are unlike everyone else they interact with.

To be offered food is epitome of love and respect a family shows  and one should always be grateful towards their gesture. Why discriminate  on the basis of caste and class !!

The pictures reveal all that is mentioned here. 

'તે બેનને ખાવા ખાવા કીધું'
કોકીલા ને એના ઘરવાળા એ એમની બોલીમાં આ કહ્યું.

કોકીલા જાણે મને એમની બોલી નહિ સમજાય એટલે એણે એમની બોલીમાં જવાબ આપ્યો,
'બેન આપણા ઘેર ખાય નહિ...'
કોકીલા ના જવાબ પછી બેય પક્ષે ચૂપકી છવાઈ...

મેં કોકીલા ને કહ્યું, ' હું તારું રાંધેલું કેમ ખાઈ ન શકું?'
'અમારી વાત તમે હજમી ગ્યા?'
'કેમ નાં હજમુ?'
'લે હવે ખાવા આલ આજ તો અહીંયા જ ખાવું છે'

કોકીલા અને એના ઘરવાળા ના મોઢા પર આ સાંભળી હરખ છવાયો.. કોકિલાના ઘરવાળા એ કહ્યું, 'બેન બહુ નોખા છે...'
મેં કહ્યું, 'નોખાની તો મને નથી ખબર પણ મને તમારા માટે હેત ઘણું છે...'

બટેકા ડુંગળીનું શાક અને રોટલા ભાવથી હું જમી...
પિત્તળની તાંસળીમાં વર્ષો પછી જમી..

કાકર ફૂલવાદી પરિવારો કહે અમારી હારે સમાજના કોઈ આવું હેત ના રાખે પણ તમે, નારણભાઈ, ઈશ્વરભાઈ બધા બહુ નોખા છો..
કોઈ આપણને જમાડે એ ઘડી ધન્યતાની આમાં જાતિગત ભેદ કેમ રાખવો?
લખ્યું એ બધુંય ફોટોમાં...
#mittalpatel #vssm #fulvadi #nomadsofindia

Wednesday, January 30, 2019

The joy it was to attend this Ful-Vadi wedding...


Mittal Patel with Fulvadi woman
“I couldn’t resist sending a picture of the groom to Maulik with a caption  - let’s get married again next year!”

The groom looked utterly charming in his traditional  attire, yes I wouldn’t be hiding my face behind the veil like the bride did but the rituals and traditions associated with the FulVadi wedding we attended recently were amazing to say the least. Can you believe, the amount of money an urban bride spends on salon and styling for the wedding day is the budget of the entire wedding for these FulVadi families!!

The Fulvadi Wedding attended by Mittal Patel
In a culture where Rs. 1000 a dish is becoming a norm the FulVadi are not bound with hosting a meal, if they do not have money to feed the
wedding guests they can host them anytime within next 4 years and that too only 25 people.

The most amazing aspect, something that we all should learn from, is the role of Panch or Community leaders in the marriage. Just before the bride is send off to her married home, the community leaders arrive and take a pledge from the groom that he will always keep her happy. The Panch/leaders also ensure that the groom adheres to the pledge. The FulVadi community has yet to an instance of broken marriage or case where women in the family aren’t respected!
The beautiful moments from the Fulvadi wedding

There is no compulsion of dowry or wedding gifts, if the father has no capacity to buy gifts the bride leaves the house with the clothes she is wearing.

In this age of destination weddings the FulVadi  community with their  simple, honest and truthful traditions have the capacity to teach us so much.

One thing is for sure Maulik and I will get married again,  this time according to the FulVadi traditions.
Fulvadi Bride and Groom
The beautiful moments from the wedding were captured by Shri. Bharatbhai.  

ફૂલવાદીના લગનમાં જવાનું થયું....

લાડા ને જોઇને મૌલિક ને ફોટો મોકલાવ્યો અને કહ્યું આવતા વર્ષે ફરી પરણીએ?

હા લાડી ની જેમ મોઢું ઢાંકવાનું મારાથી ના થાય બાકી એમના રિવાજો અદભૂત અને સૌથી અગત્યનું આપણા ત્યાં એક દુલ્હનનો પાર્લરનો જેટલો ખર્ચ થાય એટલામાં તો ફૂલવા દીના સોળ છોકરા છોકરીના લગ્ન થઈ જાય.

જમણવાર કરવો હોય તો કરે. બાકી લગ્નના ચાર વર્ષ પછી પણ જમણવાર કરી શકાય અને એય પાછું પચીસ લોકોને જ જમવા બોલાવવામાં આવે.

સૌથી અદભૂત વાત આપણે સૌએ શીખવાની એ,

લગ્ન વખતે દીકરીને સાસરે મોકલતા પહેલા નાત પંચ આવે અને દીકરીને સુખી રાખવાનું વચન છોકરા પાસે લે અને પંચ એ જવાબદારી બરાબર નિભાવે.

આજસુધી છૂટાછેડા નો એકેય કેસ આ સમાજમાં બન્યો નથી અને સ્ત્રીનું સન્માન અપાય અને એનું ધ્યાન સૌથી વધુ રખાય...

શક્તિ હોય તો માં બાપ દીકરીને ને જમાઈને કંઇ આપવું હોય તો આપે બાકી પહેરેલે કપડે પણ છોકરી ને મોકલી શકે. 

ડેસ્ટિનેશન વેડિંગ ના જમાનામાં ફુલવાદી ના લગ્ન ઘણું બધું શીખવાડી જાય છે...

જોકે ફુલવાદી ના લગ્ન પ્રમાણે મૌલિક સાથે એક વખત ફરી પરણવું એ નક્કી...

બધા ફોટો ભરત ભાઈ એ પાડયા... 

મજા પડી...

અભણ અને ગરીબ લાગતી આ પ્રજા પાસેથી ભદ્ર કહેવાતા સમાજે ઘણું બધું શીખવાનું છે..

#Mittalpatel #vssm #nomadsofindia #phulvadi

Tuesday, January 01, 2019

Solar Light Spreads Brightness in Kakar Vadi settlement...

Mittal Patel distributing Solar light in Kakar village

“I had to pay for charging my phone. And people earn through that here. We have to roam around looking for work. We stay in deserted land. We don’t get light. But we still keep living like this. So, this light will be our recourse in the dark.”


This was the conversation which took place when Naran asked Bhagaba whether they want solar light. And we said yes. 

Maharshibhai from Mumbai who is associated with Sparsh came and distributed solar lights. 

Mittal Patel and Maharshi Dave with people of kakar village
Not a single family out 159 took a solar light for free. They gave Rs. 50 token. 

The brightness spread in the houses of Fulvadis. VSSM is thankful to Sparsh and Piyush Kothari… 

 ગુજરાતી  અનુવાદ


મોબાઈલ ચાર્જ કરવાના અમારે રૃપિયા આલવા પડ. અન ઓય કાકરમોં ચો ધંધો હ. પેટ હાતર રખડવુ પડ. અમે વગડાંમોં પડ્યા રઈએ. તો કોય લાઈટ બાઈટ ના મલ.. પણ કરીએ હું પડ્યા રઈએ. એટલ આ બતી અંધારામોં અમારો સહારો બનશે. '

159 fulvadi families got solar lights in Kakar village
ફુલવાદી ભગાબાએ તમારે સોલારલાઈટ જોઈએ એવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં કાર્યકર નારણને ઉપરની વાત કરી અને લાઈટ આપવા માટે હા પાડી.

મુંબઈથી સ્પર્શ સાથે સંકળાયેલા મહર્ષીભાઈ પણ આ પરિવારોને સોલાર લાઈટ આપવા માટે આવ્યા.
159 ફુલવાદી પરિવારોએ લાઈટ લીધી અને એ પણ મફત નહીં. ટોકન પચાસ રૃપિયા આપીને....

ફુલવાદીના છાપરાંમાં અજવાળા પથરાયા. અજવાળુ પાથરવામાં નિમિત્ત બનનાર સ્પર્શનો અને પિયુષભાઈ કોઠારીનો આભાર..

Tuesday, October 10, 2017

We are in complete support to this demand by Vadee-Madaree, are you??

As Mittal Patel started speaking about the planning of upcoming
event - Vadi families brought her at the heart their existence...
Vadee..

Remember the image that is often associated with India, the country of snake charmers. Well, Vadee are the snake charmers of bygone era, with turban on the head and a cotton jholi hanging on the shoulder they charm us with their tricks. The Vadee today are required to beg as a means to earn living. They are ok with the Wildlife Protection Act and the resultant ban on capturing snakes, what hurts them is the fact that the policy makers overlooked the need to rehabilitate them. The Vadee has a strong presence in Gujarat, with an estimated population of more than 2 lacs.

“Look at us, this is just us from one settlement. Imagine all of us coming together on 14th October. 

Vadis greeting Mittal Patel - in fact bursting their heart out
in search for solace...
We will be coming to Palanpur. Not for anyone else but, we will be there for ourselves and our children. We have been asking for a Snake Park very similar to Chennai’s Erula Snake Park. It is an initiative designed to rehabilitate the snake-charmers of Tamil Nadu. We do not like to beg hence, want some kind of gainful employment.”


We are in complete support to this demand by Vadee-Madaree, are you??

’વાદી’
માથે પાઘડી, ખભે ઝોળી ને હાથમાં મોરલી. ઝોળીમાંથી અવનવા દાગીના કાઢે ને આપણને બતાવે. સાપના ખેલ કરનાર આ વાદી આજે ભીખારી બન્યા. સાપ લઈ લીધા ઈનો વાંધો નહીં પણ બીજો વિકલ્પેય ના આપ્યો?
‘અમે એકલ દોકલ નથી બે લાખ કરતાં વધુ ને એય ફક્ત ગુજરાતમાં લો બોલો?
સાપ લઈ લીધા તે અમારે ક્યાં બાપીકી જાગીર હતી? શું ખાવુંને ખવરાવું ઈનીએ અમે જેને માઈ બાપ માનતા ઈમને ચિંતા ના કરી!
અમે એકલ દોકલ નથી લો જોઈ લો. એક જ વસાહતના અમે આટલાં જો બધા ભેગા થાશું તો?
પણ હવે થાશું. કોઈના માટે નહીં અમારાં માટે ભેગા થાશું...
ને તમીલનાડુમાં વાદી જેવી ઈરુલા જાતિને સરકારે જેમ થાળે પાડી એમ અમનેય પાડોની અમારી માંગ કહીશું ...’
વાદી મદારીની આ માંગને અમારો ટેકો... ને તમારો?

#vadi #Samelan #NomadicTribes #DenotifiedTribes #SnakeCharmer #SnakePark #IrulaTribes #MittalPatel #VSSM

Tuesday, May 30, 2017

Who were they? Why they disappear? Want to meet them?


એએએ.... હાલો ચીતરુ, અજગર, ભંપોળી, ધામણ, બાજ જોવા....
સાપ અને નોળિયાના ખેલ જોવા....
દેરાણી અને જેઠાણીનો જાદુ જોવા.... એ હાલો.....
આવું બોલતા હાથમાં ડુગડુગી વગાડનારને તમે જોયા છે?
કોણ હતા એ? કેમ દેખાતા નથી?

મળવું છે એમને?