![]() |
Mittal Patel with Shweta from Vashi Parivaar at Totana tree plantation site |
"I was sitting in the presence of nature when suddenly a voice came, 'Do you want to save it?' There was no one in sight. I wondered, who said this? When I looked around, the voice came again, 'Do you want to save it?' Now I asked, 'Who are you?' And the answer came, 'I am Nature.' I was greatly surprised... Nature can speak? Then it said, 'You can hear, so I will tell you... I want to save it...' Now I asked, 'What do you want to save, Mother?' And Nature replied, 'I want to save this Earth from turning into a barren desert...' I asked, 'How will you save it?' And it said, 'I cannot do anything alone, but I will tell those who listen that they should do a little, and I will help them...'
There was no more to ask. I understood what I had to do...
Wherever the desert appeared, I had to spread greenery. I had to plant trees and place people to nurture them. The rest would be taken care of by Nature itself...
In 2019, we heard the voice of Nature and began planting and nurturing trees in North Gujarat. We planted trees in 240 villages, and a total of 14.5 million trees were planted, of which today 13.5 million are growing. The land where we planted trees stopped turning into a desert.
In the photos of Banaskantha, you can see the cemetery of Totana. With the help of the Vashi Parivaar Foundation, we planted trees here. The trees that were planted have grown wonderfully, as can be seen... From the Vashi Parivaar, Shweta, who must have also heard Nature's voice, helped with the planting. She came to see how the trees were growing. Seeing that the trees were growing well, she was happy.
We hope that every human being becomes sensitive enough to hear the voice of Nature and of our Earth..."
હું પ્રકૃતિના સાનિધ્યમાં બેઠી હતી ત્યાં અચાનક એક અવાજ આવ્યો, ‘બચાવવું છે?’
પડખે કોઈ માણસ નહોતો. સવાલ થયો તો આ બોલ્યું કોણ?
મે પાછુ આમ તેમ જોયું તો પાછો અવાજ આવ્યો, ‘બચાવવું છે.’
હવે મે પુછ્યું, ‘તમે કોણ છો?’
અને સામેથી જવાબ આવ્યો, ‘હું પ્રકૃતિ.’
મને ભારે આશ્ચર્ય થયું..પ્રકૃતિ વળી બોલે?
ત્યાં એણે કહ્યું, ‘તુ સાંભળે છે એટલે તને કહું છુ.. મારે બચાવવું છે..’
હવે મે પુછ્યું ‘મા તારે શું બચાવવું છે?’ ને પ્રકૃતિએ કહ્યું, ‘આ ધરતીને રણ જેવી વેરાન થતી બચાવવી છે...’
મે પુછ્યું, ‘કેવી રીતે બચાવીશ..’
તો કહે, ‘હું જાતે તો કશું ન કરી શકુ પણ મને સાંભળે એને કહીશ કે તુ થોડું કર બાકી હું મદદ કરીશ..’
વધારે હવે કશું પુછવાનું નહોતું.. મારે શું કરવાનું હતું એ સમજી..
મરુભૂમી જ્યાં દેખાય ત્યાં હરિયાળી પાથરવાની હતી. બાલ તરુઓ વાવવાના હતા ને ઉછેરવા માણસ મુકવાના હતા. બાકીનું ધ્યાન તો પ્રકૃતિ પોતે રાખવાની હતી..
અમે 2019માં પ્રકૃતિનો અવાજ સાંભળી ઉત્તર ગુજરાતમાં વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું. 240 ગ્રામવનો અમે ઊભા કર્યા. જેમાં 14.50 લાખ વૃક્ષો વાવ્યા જેમાંથી આજે 13.50 લાખ ઉછરી રહ્યા છે. જ્યાં અમે વૃક્ષો વાવ્યા એ ધરતી રણ બનતી અટકી..
બનાસકાંઠાનું ફોટોમાં દેખાય એ ટોટાણાનું કબ્રસ્તાન. અમે વાશી પરિવાર ફાઉન્ડેશનની મદદથી અહીંયા વૃક્ષો વાવ્યા. વાવેલા વૃક્ષો કેવા સરસ ઉછર્યા એ જોઈ શકાય.. વાશી પરિવારમાંથી શ્વેતા આમ તો એમનેય પ્રકૃતિનો અવાજ સંભળાયો હશે માટે જ એમણે મદદ કરી તે એ વાવેલા વૃક્ષો જોવા આવ્યા..વાવેલા વૃક્ષો બરાબર ઉછરી રહ્યાનું જોઈ એ રાજી..
આશા રાખીએ દરેક મનુષ્ય એવો સંવેદનશીલ બને કે પ્રકૃતિનો અને આપણી આ ધરતીમાનો અવાજ એને સંભળાય....
#vssm #mittalpatel #greenearth #saveourplanet #Environment #ClimateAction
![]() |
With the help from Vashi Parivaar Foundation VSSM planted trees in totana cementary |
![]() |
Totana tree plantation site |
![]() |
Totana tree plantation site |