Showing posts with label marriage in Vadia. Show all posts
Showing posts with label marriage in Vadia. Show all posts

Thursday, January 02, 2025

Thank you Well-Wishers this wedding ceremony was not possible without your support...

"Our daughters are getting married, but we are unable to afford the expenses; can you help?"

This is from a Vadia village in Banaskantha. It is customary for daughters to get married in this village.

For the first time in 2012, VSSM helped in marrying off daughters in this village. Since then, every year, more daughters have gotten married, and we have been a part of this process.

Five daughters from the village have just completed their 12th grade and are now pursuing a General Nursing course.

The face of the village is slowly changing.

We helped with the expenses for the weddings of three daughters. Respected Alimbhai Adatiya, Tusharbhai Bheda, and Viralbhai Shah… With a simple message to these three relatives asking for help with the wedding expenses, all three agreed to contribute, and we thank them for immediately becoming part of this noble cause. We are grateful to all of you.

Weddings often involve dancing and music, but here, the tradition of Rajasthan's Ghoomar dance is more prevalent. Many children from the village stay in our hostel, and we celebrate Navratri with great enthusiasm here.

The children are good at playing Garba, and we all joined in the celebration. The elders also participated in the Garba dance.

We hope that such moments of joy continue to come frequently in the village.

#vssm #mittalpatel"

‘અમારી દિકરીઓના વિવાહ છે પણ ખર્ચમાં અમે પહોંચી નહીં શકીએ તમે મદદ...’

બનાસકાંઠાનું વાડિયા. દિકરીઓ પરણે એ આ ગામમાં ઈચ્છીત. 

પહેલીવાર 2012માં VSSM એ આ ગામમાં દીકરીઓને પરણાવી. એ પછી તો દર વર્ષે દીકરીઓ પરણવા માંડી ને અમે એમાં નિમિત્ત બન્યા. 

ગામની પાંચ દીકરીઓએ હમણાં ધો.12 પુરુ કર્યું ને હવે એ જનરલ નર્સિંગ કોર્સ કરી રહી છે.

ગામની શકલ ધીમી ગતિએ બદલાઈ રહી છે.

ત્રણ દિકરીઓના લગ્નના ખર્ચમાં મદદરૃપ થયા. આદરણીય અલીમભાઈ અદાતિયા, તુષારભાઈ ભેદા અને વિરલભાઈ શાહ.. એક મેસેજ આ ત્રણે સ્વજનોને કર્યો ને દિકરીઓના લગ્નમાં મદદરૃપ થશો તો રાજી થઈશુંનુ કહ્યું ને ત્રણે સ્વજનોએ તુરત આવા કાર્યમાં સહભાગી બનાવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો. અમે સૌના આભારી છીએ... 

લગ્ન એટલે નાચ-ગાન પણ હોય. પણ અહીંયા રાજસ્થાનની ઘૂમરનું ચલણ વધારે. પણ ગામના ઘણા બાળકો અમારી હોસ્ટેલમાં ભણે અને અમે અહીંયા નવરાત્રી ધામધૂમથી કરીએ.

બાળકોને ગરબા સરસ આવડે. તે અમે સૌએ ગરબા રમ્યા. બાળકો સાથે વડિલો પણ ગરબામાં સહભાગી થયા.

આનંદની આવી પળો વાડિયામાં અવારનવાર આવતી રહે તેવી શુભભાવના...

#vssm #mittalpatel

Wedding Gifts at Vadia

Mittal Patel attends wedding ceremony in Vadia

Mittal Patel dances at Vadia Wedding Ceremony

Wedding Gifts at Vadia

Wedding gifts at Vadia

The beautiful moments at Vadia Marriage
 Ceremony

Wedding Gifts at Vadia

Wedding Gifts at Vadia


Monday, February 14, 2022

We wish the daughters of Vadia a very long and happy married life...

Mittal Patel blessed the daughter

Happiness is being instrumental in getting a daughter married, and we have experienced this happiness numerous times…

Vadia is a village with special identity and needs. It is desired and ideal for the daughters of this village to get married. VSSM has remained perseverant towards getting these daughters. married.  The organisation also offers interest free loans to families willing to set up independent business. Many of them have invested the loan amount in cattle rearing and farming while some have started their own business.

A significant number of children from Vadia are residing at VSSM operated hostels and receiving continued education. Quite a few of them have finished education and entered organised workforce.

This year we were blessed with the opportunity to marry 5 daughters of Vadia, we helped their families with wedding expenses and also contributed towards the trousseau. And following the tradition of north Gujarat, we also gift a buffalo to the daughter. It ensures financial independence of the newly married daughter at her marital home. To sum up, VSSM spends around Rs. 1.60 lacs in each wedding.

We have been able to gift buffalo to two of the five daughters we married off recently.  The remaining three will also receive the buffaloes soon. And while we had just married off five girls we received the news of sixth daughter getting married. We were indeed a happy bunch.

Vadia’s Rameshbhai and Babubhai have ensured the weddings were accomplished. Numerous families of Vadia are now  prioritising education and weddings of their daughters.

We wish the daughters of Vadia a very long and happy married life.

We are grateful to our dear and respected Shri Chandrakant Gogri (Arti Foundation, Shri Krishnakant and Indira Mehta, Shri Rashminbhai Sanghvi, Shri Abhay Bhagat, Shri Meenabahen Shah, Shri B Manjunathji, Shri Girish Saive, Shri Atul Ambavat, Shri Nitin Singala, Shri Saror Choudhry for their generous contribution towards these weddings.  

દીકરીઓના લગ્નમાં નિમિત્ત બનવું એનું સુખ ઘણુ મોટુ. 

વાડિયા એક જુદી ઓળખ ધરાવતું ગામ. ગામની દીકરીઓના લગ્ન થાય એ ઉત્તમ પરિસ્થિતિ. અમે 2012થી ગામની મહત્તમ દીકરીઓ પરણે તે દિશામાં પ્રયત્નો કરીએ. સાથે સાથે સ્વતંત્ર વ્યવસાય કરવા ઈચ્છતા પરિવારોને અમે લોન પણ આપીએ જેથી એ નવા વ્યવસાય કરી શકે. ઘણા લોકો લોન લઈને પશુપાલન અને ખેતી કરતા થયા છે તો કેટલાક નાનો મોટો વ્યવસાય પણ કરે છે. 

ગામના પરિવારોમાંથી કેટલાકના બાળકો અમારી હોસ્ટેલમાં ભણી રહ્યા છે ને એમાંના કેટલાક તો હવે પગભર પણ થયા છે.

આ વર્ષે અમે પાંચ દીકરીઓના લગ્ન કરવામાં નિમિત્ત બન્યા. લગ્નમાં દીકરીઓની જરૃરી ભેટ આપીયે. પરિવારને પણ લગ્નખર્ચ પહોંચી વળવા શક્ય મદદ કરીએ. સાથે અમારી ઉત્તર ગુજરાતની પરંપરા પ્રમાણે ધામેણું(ભેંસ) પણ આપીએ. જેથી દીકરીઓ પણ પગભર થઈ શકે. ટૂંકમા્ં એક દિકરીના લગ્નમાં 1.60 લાખની મદદ કરીએ. 

હમણાં ગામની પાંચ દીકરીઓના લગ્ન સંપન્ન થયા જેમાંથી બે દિકરીઓને ભેંસ આપી દીધી ને બાકી ત્રણ દિકરીઓને પણ નજીકના દીવસોમાં આપી દઈશું. 

પાંચ દિકરી પરણી ત્યાં એક બીજી દિકરીના લગ્નની પણ વાત આવી.. ચાલો રાજી થવાય એવું છે..

ગામના રમેશભાઈ અને બાબાભાઈ આ કાર્ય સંપન્ન થાય એમાં આગળ રહ્યા. ગામમાં ઘણા પરિવારો હવે પોતાની દીકરીઓને ભણાવી, લગ્નો કરાવી રહ્યા છે. 

બાકી લગ્નના બંધનમાં બંધાયેલા પાંચેય દિકરીઓને સુખી થાવની શુભેચ્છા..

આ કાર્યમાં મદદ કરનાર અમારા પ્રિયજન એવા  આદરણીય શ્રી ચંદ્રકાન્તભાઈ ગોગરી(આરતી ફાઉન્ડેશન), શ્રી ક્રિષ્ણકાંત અને ઈન્દિરા મહેતા, શ્રી રશ્મીનભાઈ સંઘવી, શ્રી અભય ભગત, શ્રી મીનાબહેન શાહ, શ્રી બી મંજુનાથજી, શ્રી ગીરીશ સાંઈવે, શ્રી અતુલ અંબાવત, શ્રી નિતીન સીંગાલા, શ્રી સરોર ચૌધરીના અમે આભારી છીએ. 

#MittalPatel #vssm



VSSM were blessed with the opportunity to
marry 5 daughters of Vadia

VSSM helped their families with wedding expenses and also
contributed towards the trousseau

VSSM have been able to gift buffalo to daughters we married
off recently

VSSM gift a buffalo to the daughter.

VSSM were blessed with the opportunity to
marry 5 daughters of Vadia


Friday, April 26, 2019

Once again the air in Vadia plumps up to the beat of dhols …

Mittal Patel attends wedding ceremony in Vadia
“Ben, by marrying off two of my daughters today and assigning one in your care, I have fulfilled my promise given to you. I have no worries. Even death  does not scare me now.”  Rameshbhai’s eyes welled up as he talked to me today at his daughter Krishna’s marriage ceremony.

Vadia, a village whose traditional occupation is absolutely unaccepted seldom treats its daughters with respect and care, but once the daughter is married or engaged she is never forced into the hellish traditional occupation of prostitution.

Mittal Patel with groom bride and their family members
Rameshbhai had promised me to never force his daughters into prostitution when he first met me in 2005. I had the right to correct him because he considers me  his sister.

The Kitchenware items has been giftedby Shri Somabhai Patel
The pimps active in Vadia tried their level best to lure Rameshbhai into the trap, but he remained undeterred like a  rock. Both his kidneys failed, the medications pushed him to the brink of survival. VSSM’s Shardaben and his elder brother Bababhai worked tirelessly to bring him to Ahmedabad’s Civil Hospital and get his kidney transplanted. Right now, he is on medication that is taken managed  by VSSM’s President Shri Madhavbhai  Ramanuj.

Apart from the physical trauma due to such life threatening ailment Rameshbhai also passed through severe mental trauma, but even under such dire circumstances he remained undeterred in his commitment to protect his daughters and ensured they get  married.

The ceremony wouldn’t have been possible without the support of VSSM’s largehearted family. The entire expense of the wedding ceremony was supported by respected Shri Morari Bapu. The kitchenware in the trousseau has been gifted by Shri Somabhai Patel. We have provided all that you can see in the pictures to Krishna and Kalpana. Apart from this,  to help them earn and live with dignity we have committed a buffalo each to both of them.

Rameshbhai Saraniya's daughter
Krishna performing wedding
rituals
The Sarpanch of Khanpur Shri Nagjibhai has been assigned with the responsibility of finding a good buffalos. The costs of buffalo are very high currently hence, we plan to purchase them once the prices come down.

I am grateful to all those who stood with us and have wished well for Vadia.

Respected Bapu, all of these wouldn’t have been possible without your support. I am grateful for your support.

Shardaben, our backbone for Vadia who constantly worries for the community needs to be commended for her untiring efforts in Vadia.

Rameshbhai, I respect your commitment to fulfil the promise you gave me. I wish that each girl in Vadia is blessed with a father who shares your sentiments!!

વાડિયા માં એકવાર ફેર ઢોલ ઢમક્યાં.....

'બેન મે આપેલું વચન આજે પૂરું કર્યું. મારી બે દીકરી પરણાવી અને એક તમને સોંપી. હવે હાલ મોત આવે તોય મને ચિંતા નથી '

વાડિયાના રમેશભાઈ સરાણિયાની આંખો આજે દીકરી ક્રિષ્ના ના લગન વખતે આ કહેતા કહેતા ભરાઈ આવી.

વાડિયા જ્યાની પરંપરા દીકરીઓ માટે ક્યારેક ના સ્વીકારાય એવી. દેહવ્યાપારના કલંક ગામની દીકરીઓના માથે લખાતા હોય એવા વાડિયામાં જે દીકરીની એક વખત લગ્ન કે સગાઈ થાય એ ક્યારેય આવા નર્કમાં ધકેલાતી નથી.

રમેશભાઈને ૨૦૦૫ માં મળેલી અને એ વખતે જ એમણે પોતાની દીકરીઓને આ નર્કાગાર માં નહિ ધકેલવાનું વચન આપેલું. મને બહેન માને એટલે થોડા વિશેષ અધિકાર ભાવ પણ બંને તરફ હોય... પણ છેવટે તો બધુંયે હકારાત્મક.

કેવી લાલચો સામે આવી પણ એ બધાને એમણે ઠોકર મારી.

બે કિડની બગડી. દવામાં ખૂબ ખર્ચ થયો. Vssm ના કાર્યકર શારદાબેન અને મોટાભાઈ બાબા ભાઈ સાથે રમેશભાઈ ને માંડ કિડની હોસ્પિટલ લાવ્યા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. હાલે દવા ચાલે પણ દવાનું બધું vssm ના પ્રમુખ માધવભાઇ રામાનુજ સાચવે. 
આર્થિક રીતે કમર તૂટી ગયેલી. ત્યારેય આવેલી લાલચોથી એ પર રહ્યા અને ખરા અર્થમાં એમણે દીકરીના બાપને છાજે એમ દીકરીઓને સંસાર મંડાવ્યા.

લગ્ન ખર્ચમાં સહયોગ પૂજ્ય મોરારી બાપુ એ આપ્યો. દીકરીને ભેટમાં વાસણ માટે સોમાભાઈ પટેલ સહયોગ આપ્યો. તેમનો આભાર વ્યક્ત કરું છું. દીકરી ક્રિષ્ના અને કલ્પનાને લગનમાં ફોટોમાં દેખાય છે એ સાધન સામગ્રી તો આપી. સાથે બેય દીકરીઓ સાસરીમાં સ્વમાનભેર જીવી શકે એ માટે બેયને ભેંસ આપવાનું વચન પણ આપ્યું.

ખાનપુરના સરપંચ નાગજી ભાઈને ભેંસ લાવવાની જવાબદારી સોંપી. હાલ ભેંસોની કિંમત વધારે છે ઓછી થતાં જ બેય દીકરીના ઘરે ભેંસ બંધાશે.
વાડિયા માં બદલાવ માટે મથતા સૌ સ્વજનો પાસે આજે રાજીપો વ્યક્ત કરું છું.
પૂજય બાપુ નો આભાર માનું છું એમની મદદ વગર આ બધું અસંભવ હતું...
અમારા કાર્યકર શારદાબેન સતત વાડિયા માં રહેતા માણસોની ચિંતા સેવે અને એમને મદદ કરે એમની લાગણી ને પ્રણામ.

અને રમેશભાઈ તમે ભાઈ તરીકે આપેલું વચન નિભાવ્યું એનો આનંદ.. સાથે વાડિયા ની તમામ દીકરીના બાપ તમારા જેવા થાય એવી આશા રાખું છું.

#mittalpatel #vssm #Sarania #vadiya #Nomadsofindia

Tuesday, November 27, 2018

A gift that proved to be a great source of income at Vadia

Mittal Patel with the newly married couple at Vadia
A few months Vadia - a village, married two more daughters and VSSM made the arrangements for the same. We had decided to gift these girls buffaloes in their trousseau/weeding gift (કરિયાવર) along with other house-hold things. Plans were made to buy and gift the buffaloes at the weeding itself, but a considerate farmer Nagjibhai informed us that the rates of buffaloes drop during  Bhadarvo/September-October. He advised us to buy the buffaloes at that time. We listened to his advice and waited for couple of months. Once the rates dropped in the month of Bhadarvo we went ahead and gifted the buffaloes.

The buffaloes have helped elevate the income in the family. The girls keep small portion of milk for personal consumption and bring rest to the cooperative dairy in the village. The family has begun experiencing benefits of added income.

Wedding Gifts at Vadia
These weddings received lots of gifts from our well-wishing friends and I had not found time to write to you all on how the girls are doing after marriage. Last week I was in Vadia and happened to meet these daughters who proudly showed me their cattle while sharing about their life post marriage!!

We are all set to marry two more girls in next couple of months. They too will be married with all the rituals and likes.



ગુજરાતીમાં રૂપાંતર

વાડીયામાં બે દીકરીઓના લગ્ન થોડા મહિના પહેલા કર્યા. દીકરીઓને કરિયાવર માં ઘરનો સામાન અને અન્ય વસ્તુની સાથે સાથે ભેંસો આપવાનું નક્કી કરેલું.

A newly wedded bride with the buffaloes gifted to her
લગ્ન વખતે ભેંસો આપવી હતી પણ થરાદના ખાનપુરના ખેડૂત નાગજીભાઈ એ કહ્યું, 'બેન ભાદરવા મહિનામાં ભેંસ આપીએ થોડી સસ્તી મળશે.' બસ નાગજીભાઈની વાત માની. ને ભાદરવો શરૂ થાય એ પહેલા દીકરીઓને ભેંસો આપી.

બેય દીકરીઓ ભેંસોનું દૂધ ખાવા પૂરતું પાસે રાખી બાકી ડેરીમાં ભરાવે છે. 
ઘરમાં સમૃદ્ધિ વધી છે.

લગ્ન વખતે ઘણા મિત્રો એ મદદ કરેલી એમને દીકરીઓને આપવાની આ ભેટ વિશે જણાવવાનું રહી ગયેલું એટલે આજે લખી રહી છું.

ગયા અઠવાડિયે વાડિયા ગઈ ત્યારે દીકરીઓને એમના ઘર સંસાર વિશે પૂછ્યું અને એમની ભેંસોને એમણે બતાવી. તે તમનેય બતાવું છું.

The woman showed the buffaloes gifted to her
આગામી મહિના દોઢ મહિનામાં બીજી બે દીકરીઓના લગ્ન પણ ગોઠવવાના છે.

એ દીકરીઓને પણ ઘામ ધૂમથી પરણાવીશું.