Mittal Patel try her hands on Ravan Hattha with a bharthari man |
Bharthari
We have been singing lullabies for centuries, families host us to sing to their new born children. We bless each child with lullabies that talk about cradles made of gold and strings studded with diamonds but, our children aren’t fortunate enough for even a wooden cradle, to them an old saree tied to the ends of a cot or to tree trunks is the best cradle they can have.
Our hosts give us old sarees and grains in return for the lullabies we sang to their children. The sarees tied around few frail branches become our home on some government wastelands.
Mittal Patel planning for upcoming Maha Sammelan with nomads |
Our livelihood requires us to lead itinerant life. We have been living like that for centuries and yet we are not recognized as nomadic community. The official list of the nomadic communities does not feature our name. All this time we never knew we were not on the list, it was only after when we went to get our caste certificates that the official made this shocking revelation that we were not on the list. Our forefathers have always wandered for work. With this Ravanhatta in our hands, we have been wandering all our lives. Yet, we are not considered to be nomadic!!
We will be in Palanpur on October 14th to let the world know, ‘we exist’….
VSSM supports the Bharthair’s call for inclusion in the official list of nomadic communities.
‘ભરથરી’
સોનાનું પારણીયું ને હીરાની સે દોરી..
મોમા ઈમના હોંશિલા તે હાલરડું ગવરાવે...
હાલુલુ હાલ બેબીબેન તમે હો વરના થાજો...
આવા #હાલરડાં અમે બધાયના છોકરાં માટે ગાઈએ. ને દરેક બાળક સોનાના પારણીએ ઝુલે એવો હરખ ને આશિર્વાદ અમે આલીએ પણ અમારે તો લાકડાંનુંય પારણીયું નસીબમાં નહીં. લાકડાંના બે દાંડા વચ્ચે સાડી બાંધીએ એજ અમારાં બાળકોનાં સોનાના પારણિયા.
આવા હાલરડાં ને #ભજનોના બદલામાં જુની સાડી ને દાણા અમને દાનમાં મળે.
દાનમાં મળેલી આજ જુની સાડીઓની આડાશો કરીને અમે સરકારી ખરાબામાં પડ્યા રહીએ.
ભજન અને હાલરડાં ગાવા ગામે ગામ ફરીએ તોય અમે વિચરતી જાતિની યાદીમાં નહીં. યાદીમાં નહીંની અત્યાર લગી તો ખબરેય નહોતી. આ તો જાતિ પ્રમાણપત્ર માંગવા ગ્યાને તમે વિચરતીમાં નથી એવું અધિકારીએ કહ્યું. ધ્રાસકો પડ્યો. અમારા બાપ દાદા ને અમે ખભે રાવણહથ્થા સાથે આખી જીંદગી રઝળ્યા તો અમે યાદીમાં કેમ નહીં?
વિચરતી જાતિની યાદીમાં અમારો સમાવેશ કરોની માંગ ભરથરી સમાજની ને અમારો એને ટેકો...
14મીએ અમે બધા ભરથરી આવીશું ને કહીશું કે ‘અમે પણ છીએ’
No comments:
Post a Comment