Wednesday, January 06, 2016

Application was made for identity card ( support or aadhar card) by Marwadi Devipoojak families through VSSM.

VSSM field coordinator Madhubhen Bajania preparing the applications
for the Aadhar card 
of the nomadic individuals...

A huge habitat of marvadi devipoojak is existing opposite to the vssm's head office in Ahmedabad. Most of the people living in this habitat do not have the identity cards. A camp was organised through vssm for obtaining identity cards for people of this habitat. In which apart from Nomadic tribes families residing in Ramdevnagar, also Nomadic tribes residing in Kamodgam, Guptanagar, and Kesvani-nagar families of total 449 people were registered for aadhar card.


After the application of 449 people, 400 more people residing in Ramdevnagar are existing who does not have the aadhar card. In near future,  the process of their application will be done also.

Observed in the photograph, are vssm's worker Madhuben helping to prepare application for obtaining Aadhar cards for the Nomadic tribes people, together with Nomadic Tribes people coming to get the Aadhar cards and also marwadi devipoojak  families with receipts after registration.

અમદાવાદમાં vssmની હેડ ઓફિસની સામે જ મારવાડી દેવીપૂજકની ખુબ મોટી વસાહત આવેલી છે. આ વસાહતમાં રહેતાં મોટાભાગના લોકો પાસે આધારકાર્ડ નથી. vssm દ્વારા આ વસાહતના લોકો માટે આધારકાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રામદેવનગરમાં રહેતાં વિચરતા પરિવારો સિવાય પણ કમોડગામ, ગુપ્તાનગર, કેશવાણી નગરમાં રહેતાં વિચરતા પરિવારના કુલ ૪૪૯ લોકોની આધારકાર્ડ માટે નોંધણી કરવામાં આવી.

૪૪૯ લોકોની અરજી કર્યા પછી પણ રામદેવનગરમાં હજુ બીજા ૪૦૦ ઉપરાંત વ્યક્તિ છે કે જેમની પાસે આધારકાર્ડ નથી આગામી દિવસોમાં એમની પણ અરજી કરવાનું કરીશું.

ફોટોમાં આધારકાર્ડ મેળવવા વિચરતા સમુદાયના લોકોના અરજી તૈયાર કરી આપવામાં મદદરૂપ થઇ રહેલાં vssmના કાર્યકર મધુબહેન અને આધારકાર્ડ મેળવવા આવેલાં વિચરતી જાતિના લોકો તથા નોંધણી થયા પછીની પહોંચો સાથે મારવાડી દેવીપુજક પરિવારો.

Sunday, January 03, 2016

Through vssm a petition was prepared for BPL list of the Bharthari families

VSSM field coordinator Naran preparing the applications
for the BPL list
 of the nomadic individuals...
Four families of Bharthari community live in villages like Sutharnesadi, of Banaskhanta District’s Bhabhar taluka. These families live in a very bad and pitiable state of life. They beg by playing the musical instrument like Ravanhaththa and have settled for a long period in this village. They roam for business and work, but come back to stay and live in this village. They did not have voter id card, ration card etc as proof of identity. Moreover, the village people had objection to give proof and identity of their village.

These families came into contact with vssm and worker Naran got them the voter id cards and the ration cards. Now they needed to be allotted plots for residence. But the government , rejected and filed their request and application for allotment of residential plots, to these ever moving and wandering families, being unstable, and these Bharthari families were not considered for enrollment in Nomadic Tribes and De-Notified Tribes (NT & DNT) category. 

Proposal and request is already made to government to include them in NT and DNT. Apart from this, all these families should be included in the BPL list so as to be eligible for plots and houses, which matter is also taken up by a suitable proposal.

The living conditions the Bharthari survive in...
As such, looking to the conditions in which the Bharthari families live now, they should and must have had been included in the BPL list. But nobody came into their contact and reached to inform and explain, or since they were not accepted as part of the village, they were excluded from the list. We desire and hope that these families, be included in the BPL list and be categorized in the NT & DNT list.

It can be seen in the photograph, that vssm’s worker Naran, is preparing the proposal of the BPL list for these families as well as in the other one the condition in which they live. 

vssm દ્વારા ભરથરી પરિવારોની BPL યાદી માટે દરખાસ્ત તૈયાર કરી.

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડીગામમાં ભરથરી સમુદાયના ચાર પરિવારો રહે છે.  આ પરિવારો ખુબ ખરાબ સ્થિતિમાં રહે છે.  રાવણહથ્થો વગાડીને ભીખ માંગવાનું કરતાં આ પરિવારો છેલ્લા ઘણા સમયથી આ ગામમાં આવીને રહ્યાં છે. કામ ધંધા માટે વિચરણ કરે પણ પાછા આવીને આજ ગામમાં રહે. મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે આધાર પુરાવા એમની પાસે નહોતા. વળી ગામલોકોનો પણ પોતાના ગામના આધાર પુરાવા આપવા સામે વિરોધ. 

vssmના સંપર્કમાં આ પરિવારો આવ્યાં અને કાર્યકર નારણે ભરથરી પરિવારોને મતદારકાર્ડ અને રેશનકાર્ડ અપાવ્યા. હવે એમને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા એ જરૂરી હતું. પણ સરકાર દ્વારા સદાય વીચરતું જીવન જીવતા ભરથરી પરિવારોનો વિચરતી જાતિમાં સમાવેશ થતો નથી એમ કહીને એમની પ્લોટ માટેની દરખાસ્ત ખારીજ કરી દીધી.

વિચરતી જાતિમાં એમનો સમાવેશ થાય એ માટે અમે સરકારમાં રજૂઆત કરી છે. આ સિવાય આ પરિવારોના નામ BPL યાદીમાં આવી જાય તો પણ એમને પ્લોટ અને ઘર મળી શકે એટલે એ માટેની દરખાસ્ત કરવાનું પણ કર્યું છે. 

આમ તો ભરથરી પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોતા એમનો સમાવેશ BPL યાદીમાં થવો જ જોઈતો હતો પણ એમના સુધી કોઈ પહોચ્યું જ નહિ અથવા એમને ગામનો હિસ્સો ના ગણ્યા હોવાના કારણે એ લોકો યાદીમાં આવ્યાં નહિ. અમે ઇચ્છીએ કે આ પરિવારો BPL યાદીમાં તો આવે સાથે સાથે એમનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં પણ થાય. 


vssmના કાર્યકર નારણ આ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત તૈયાર જોઈ શકાય છે. જયારે અન્યમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે.

Through vssm, voting-card forms of Devipoojak families were filled up

Devipoojak (de-notified) families with their Aadhar  cards
Three Devipoojak families lived in Bhachau village of Kutch District, and they prepared broomsticks from palm trees and Indholis (head support for resting the earthen-pots), and sold them by moving from village to village. These families roamed around, Bhachau and Rapar, but did not have any legal proof of their own identity. Devipoojk  Vasrambhai knew about this issue could be resolved by VSSM working for Nomadic and DE-notified tribes in Bhachau and he contacted vssm’s field coordinator Ishwer Raval.  Application for voter id cards was made  for 10 adult people through Ishwer. These families live in houses made from leaves of palm trees, which are not cold and rain proof.  In our country, there are such thousands of families who live in this inhuman condition and worst state of life. We hope that all such families get all the rights to live with pride as a true citizen of the country.

We can see in the photograph  the Devipoojk families with their voter id card forms in Bhachau, and vssm’s field coordinator Ishwar Raval, filling their forms.

vssm દ્વારા દેવીપૂજક પરિવારોના મતદારકાર્ડ માટેના ફોર્મ ભરાયા

કચ્છના ભચાઉમાં ૩ દેવીપૂજક પરિવાર રહે અને ખજૂરીમાંથી સાવરણી અને ઈંઢોણી બનાવી ગામે ગામ ફરીને વેચે. આ પરિવારો ભચાઉ ને રાપર આસપાસ ફર્યા કરે પણ એમની પાસે પોતાની ઓળખના કોઈ આધારો નહોતા.

VSSM field coordinator Ishwar preparing the applications
for the Voter ID 
cards of the nomadic individuals...
vssm ભચાઉમાં વિચરતા પરિવારો સાથે કામ કરે એ અંગે દેવીપૂજક વશરામભાઈને ખબર પડી અને એમણે vssmના કાર્યકર ઈશ્વર રાવળનો સંપર્ક કર્યો. ઈશ્વર દ્વારા ૧૦ પુખ્તવયના વ્યક્તિઓની મતદારકાર્ડ માટે અરજી કરી.

આ પરિવારો ખજૂરીના પાનમાંથી બનાવેલા ઘરમાં રહે છે. જેમાં ટાઢ અને વરસાદ રોકાતો નથી. આપણા દેશમાં આવા હજારો પરિવારો છે જે અમાનવીય કહી શકાય એવી સ્થિતિમાં રહે છે. આશા કરીએ આવા તમામ પરિવારોને આ દેશના નાગરિક તરીકેના તમામ અધિકારો મળે.

ફોટોમાં મતદારકાર્ડના ફોર્મ સાથે ભચાઉમાં રહેતાં દેવીપૂજક પરિવારો અને એમનાં ફોર્મ ભરતા vssmના કાર્યકર ઈશ્વર રાવળ

Forms for BPL ration cards were filled for Sarania families through vssm

Forms for BPL ration cards were filled for Sarania
families through VSSM
Sarania families living in the area of Nagalpur, of Mehsana District, are staying in a very poor dreadful condition. These families carry on their livelihood mainly by preparing sharp edges of knives-big and small, of various kinds, as well as additionally doing miscellaneous labour. These families obtained voting cards and APL ration cards with help of vssm. Looking to their economic condition, if they get BPL ration cards, they can obtain huge quantity of grains also, ultimately giving relief to them.

Nomadic and Denotified tribes residing in Mehsana District, had some problems to solve, for which a meeting was held with deputy collector shree Ramesh Merja Saheb, of Mehsana District. At that occasion, a request was made to him for allotting BPL ration cards to Sarania families of Nagalpur. He advised to apply to the Mamlatdar shree for obtaining the BPL ration cards for these families and together recommended Mamlatdar shree to allot BPL ration cards to them considering their bad situation and poor conditions of living.

A memorandum for BPL ration card was prepared  through vssm’s worker Mohanbhai for 15 families, as seen in the photograph. We hope that these families are issued the BPL ration cards, as soon as possible. 

vssm દ્વારા સરાણીયા પારીવારોના BPL રેશનકાર્ડ માટે ફોર્મ ભરાયા.

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતાં સરાણીયા પરિવારો ખુબ જ ખરાબ હાલતમાં રહી રહ્યાં છે. આ પરિવારો છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ ઉપરાંત છૂટક મજૂરી કરીને ગુજારો કરે છે. આ પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ અને APL રેશનકાર્ડ મળ્યા, એમની આર્થીક હાલત જોતા એમને BPL રેશનકાર્ડ મળે તો અનાજનો જથ્થો પણ મળે અને એમને થોડી રાહત પણ થાય.

મહેસાણા જીલ્લાના નાયબ કલેકટર શ્રી રમેશ મેરજા સાહેબને મહેસાણા જીલ્લામાં રહેતાં વિચરતા પરિવારોના કેટલાક પ્રશ્નો સંદર્ભે મળવાનું થયું એ વખતે નાગલપુરના સરાણીયા પરિવારોને BPL રેશનકાર્ડ ફાળવવા વિનંતી કરી અને એમણે આ પરિવારોને BPL રેશનકાર્ડ મળે એ માટે મામલતદારશ્રીને અરજી કરવા કહ્યું સાથે સાથે મામલતદારશ્રીને આ પરિવારોની સ્થિતિ ખરાબ છે એને ધ્યાનમાં લઈને BPL રેશનકાર્ડ ફાળવવા ભલામણ પણ કરી. 

vssmના કાર્યકર મોહનભાઈ દ્વારા ૧૫ પરિવારોની BPL રેશનકાર્ડ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી જે ફોટોમાં જોઈ શકાય છે. આ પરિવારોને ઝડપથી BPL રેશનકાર્ડ ફાળવાય એવી અમે આશા કરીએ છીએ.