Showing posts with label Tree Plantation. Show all posts
Showing posts with label Tree Plantation. Show all posts

Tuesday, December 16, 2025

Establishing a Tree Temple: Worshiping Each Tree...

મૂર્તિની સ્થાપના આપણે તેની પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરી કરીએ છીએ. બસ તેવી જ રીતે અમે અમારા વૃક્ષ મંદિરની સ્થાપના થાય ત્યારે હર એક ઝાડને અમે વિધિવત પૂજા કરીને સ્થાપીએ.

Just as we perform rituals and worship when installing an idol, in the same way, when establishing our tree temple, we ceremoniously worship and consecrate each tree.

Mittal Patel performs tree rituals

Mittal Patel performs vruksh pujan

Mittal Patel during tree worshiping ceremony

Mittal Patel performs puja 


Thursday, October 09, 2025

VSSM hope that villagers everywhere become aware and develop a sensitivity towards nature, just like the people of Sedla village...

Mittal Patel, KRSF founder Shri Pratulbhai Shroff at Sedla tree plantation ceremony


 "Have you ever been to a cremation ground?"

"Hey, bury me if I’ve ever been!"

"So today is your first time here?"

"Yes. Actually, someone at home said that trees are being planted in grandpa’s name. So I came... and then realized, for the first time ever, the whole family has gathered like this."

These were the words spoken by the women, who were planting trees with their heads covered in veils.

Even though the cremation ground is sacred, no one really wishes to come here while alive. But we come here, worship the trees, and plant them. Our hope is that women, men, and children from the village all participate in this event. It’s also a way to break the fear of the cremation ground.

In the cremation ground of Sedla village in Banaskantha, we planted 5,500 trees in partnership with Dr. K.R. Shroff Foundation (KRSF) and the village community.

When we arrived at the cremation ground, we saw more than 500 villagers sitting near the dug-up pits, each holding a sapling to plant.

It was a beautiful sight. Everyone welcomed us, and after a ritual, we established the Tree Deity. All present chanted “Victory to Tree Narayan Dev!”

After that, everyone gathered in one place. Respected Shri Pratulbhai, founder of KRSF, spoke about the importance of trees. The VSSM team facilitated the entire event. The people of Sedla also honored every member of the team.

After that, everyone had tea and snacks — for many women and children, not only was it their first time at a cremation ground, it was also their first time eating there.

Through the Tree Nurturing Program, not only is nature conserved, but social beliefs also begin to shift. Plus, this initiative creates livelihood opportunities for many.

After seeing trees being planted in Sedla’s cremation ground, people from neighboring communities also started cleaning their own cremation grounds. They too want to free their spaces from invasive mesquite (ganda bawal).

We hope that villagers everywhere become aware and develop a sensitivity towards nature.

Thank you, Pratulbhai, for being with us. We wish that nature blesses you abundantly, and may you continue to be an instrument of good in the lives of many.

તમે કોઈ દિ સ્મશાનમાં આવેલા?'

'ઓય હું દાટ્યું હોય તે આબ્બુ પડ.'

'તો આજે પહેલીવાર આવ્યા?'

'હોવ. આતો ઘરના એ કીધું ક ઝાડ વાબ્બાના હ. તે આયા પણ હારુ કીધુ આ આખું કટમ્બ, ગોમ ઓમ પેલીવાર કા આ રીતે ભેળુ થ્યું.'માથે ઘૂંઘટ ઓઢેલી વૃક્ષો વાવી રહેલી બહેનોએ આ કહ્યું. સ્મશાન પવિત્ર ભૂમી પણ કોઈને અહીંયા જીવતા આવવું તો ન જ ગમે. અમે સ્મશાનમાં વૃક્ષો પૂજન કરીને વાવીએ. ગામના સ્ત્રી, પુરુષ, બાળકો સૌ આ કાર્યક્રમમાં હાજર રહે એવી અમારી લાગણી. આ બહાને સમ્શાન માટેનો ભય પણ ભાંગે.

બનાસકાંઠાના સેદલાગામના સ્મશાન માં અમે 5500 વૃક્ષો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF) અને ગામની ભાગીદારીથી વાવ્યા. અમે સ્મશાનમાં પહોંચ્યા તો ગામના 500 કરતા વધારે વ્યક્તિઓ વૃક્ષો વાવવા માટે કરેલા ખાડા પાસે એક એક વૃક્ષ લઈને બેઠેલા જોયા.સરસ નજારો હતો. સૌએ અમને આવકાર્યા ને પછી પૂજન કરી અમે વૃક્ષદેવનું સ્થાપન કર્યું.  સૌએ વૃક્ષ નારાયણ દેવ કી જયના નામનો જયધોષ કર્યો. 

એ પછી સૌ એક જગ્યા પર એકત્રીત થયા. વૃક્ષોના મહત્વની વાત  KRSFના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈએ કરી. VSSM ટીમ  આ કાર્યમાં નિમિત્ત બની. સેદલાવાસીઓએ ટીમના તમામ સદસ્યોનું પણ સન્માન કર્યું. 

એ પછી સ્મશાનમાં સૌએ ચા નાસ્તો કર્યો. જેમ બહેનો અને બાળકોનું સ્મશાનમાં આવવાનું પહેલીવાર નું હતું અદલ એવું જ અહીંયા નાસ્તો કરવાનું પણ હતું.

વૃક્ષ ઉછેર કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિનું સંવર્ધન તો થાય છે સાથે સાથે સામાજીક માન્યતાઓ પણ બદલાય છે. વળી અનેકોને આ કાર્યમાંથી રોજી રોટી પણ મળે છે. 

સેદલાની એક સ્મશાનભૂમીમાં વૃક્ષો વવાતા જોઈને ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાની સ્મશાન ભૂમિ સાફ કરવાની શરૂઆત કરી દીધી. એમને પણ પોતાના સ્મશાનને ગાંડા બાવળ થી મુક્ત કરવું છે. 

બસ ગામે ગામ લોકો જાગે ને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બને તેવું ઈચ્છીએ. 

આભાર પ્રતુલભાઈ તમે સાથે છો એનો રાજીપો ને સાથે કુદરત તમને ખુબ આપે ને અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના..

Wednesday, October 08, 2025

VSSM planted over 2500 trees in Khimat village with the support from respected Shri Kishorbhai Patel...

Mittal Patel with others going to Khimat tree plantation site

Khimat, a prominent village in Dhanera, once had a significant Jain population.

To provide shelter for stray cows, a gaushala (cow shelter) was established here. The village invited us to plant over 2,500 trees on its premises.

More accurately, it was not just the village but the managers of the gaushala who extended the invitation.

Anilbhai Shah, originally from the village but now residing in Navsari, took the lead in organizing the tree plantation.

The Amritlal Dolani family, currently based in Bangalore, contributed funds for fencing the plantation area.

Then came the task of planting and nurturing the trees, for which they reached out to VSSM.

With the support of our respected Kishorbhai Patel (Uncle), we decided to assist in memory of dear Kushalbhai—providing funding for drip irrigation, pit digging, tree saplings, and appointing a "Vrukshmitra" (Tree Caretaker) to maintain the grove.

With this collective effort, the project took shape. As is our tradition, we began with a tree worship ceremony, and it was decided to do the same in Khimat.

We all arrived at the gaushala, where the plantation was to happen, accompanied by drums and the village community, celebrating as we went.

We worshipped the saplings and then planted them with love and care.

This Kush Gramvan, being developed in memory of dear Kushalbhai, will soon become home to countless living beings and will bring peace to all who dwell there.

Along with the support of respected Kishor Uncle, we extend heartfelt thanks to Amritlalbhai as well.

When such dedicated individuals come together, the work truly shines.

Special thanks to Anilbhai and our VSSM team members—Narayanbhai, Ratnabhai, Maheshbhai, Hareshbhai, Jorabhai, and Ashwinbhai.

Because of their tireless efforts, over 1.35 million trees are now growing across 240 Gramvans.

We pray that Nature continues to bless us, and that we may plant and nurture even more trees in the days to come.

ધાનેરાનું ખીમત મોટુ અને એક વખતે જૈનોની સારી એવી વસતિ ધરાવતું ગામ. આ ગામે રખડતી ગાયોને આશરો આપવા ગૌશાળા બનાવી. જેમાં 2500 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવા ગામે અમને આમંત્રણ આપ્યું.

આમ તો ગામ કહેવા કરતા ગૌશાળાના સંચાલકો કહેવું વધારે ઉચીત. ગામના અનીલભાઈ શાહ નવસારી રહે. એમણે વૃક્ષો વાવવા આગેવાની લીધી. ફ્રેન્સીંગ કરવા ગામના બેંગલોરમાં રહેતા અમૃતલાલ દોલાણી પરિવારે મદદ કરી.

હવે વાત હતી વૃક્ષો વાવી ઉછેરવાની. એ માટે એમણે VSSM નો સંપર્ક કર્યો. અમારા આદરણીય કિશોરભાઈ પટેલ (અંકલ)ની મદદથી પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અમે આ ગ્રામવનમાં ડ્રીપ, ખાડા, વૃક્ષો લાવી, વાવી ઉછેરવા વૃક્ષમિત્ર રાખવાના ખર્ચમાં મદદ કરવાનું નક્કી કર્યું.

આમ સહિયારા પ્રયાસથી આ કાર્ય પાર પાડવાનું નક્કી થયું. વૃક્ષો વાવવાનું શરૃ કરતા પહેલા અમે વૃક્ષપૂજન કરીએ. ખીમતમાં પણ એ રીતે કરવાનું નક્કી થયું ને ગામની ગૌશાળામાં અમે સૌ પહોંચ્યા. ગૌશાળાના મુખ્ય દ્વારથી વૃક્ષ રોપણ જ્યાં કરવાનું હતું ત્યાં ગામના સૌ સાથે અમે વાગતા ઢોલે પહોંચ્યા ને વૃક્ષોનું પૂજન કરીને વૃક્ષો વાવ્યા.

પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં તૈયાર થનાર આ કુશ ગ્રામવન જેમાં અનેક જીવો રહેશે ને સાતા પામશે.

આદરણીય કિશોર અંકલની મદદની સાથે સાથે અમૃતલાલભાઈનો પણ ઘણો ઘણો આભાર. આ રીતે અનેક સ્વજનો સાથે જોડાય તો કામ કેવું દીપી ઉઠે.

આભાર અનીલભાઈ અને અમારી ટીમના કાર્યકરો નારણભાઈ, રત્નાભાઈ, મહેશભાઈ, હરેશભાઈ, જોરાભાઈ, અશ્વિનભાઈ સૌ કાર્યકર્તાઓનો. એમની સતત જેહમતથી જ આજે 13.50 લાખથી વધારે વૃક્ષો 240 ગ્રામવનોમાં ઉછરી રહ્યા છે.  

વધારેમાં વધારે વૃક્ષો વાવી ઉછેરવામાં કુદરત નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના...

Khimat tree plantation site

Mittal Patel greeted by villagers of Khimat village

Mittal Patel performing vrukh pujan




VSSM planted 3000 trees in bhensana village with the help from Jewelex india Pvt. Ltd....

Mittal Patel performing rituals

“My father had a vision, and he dedicated three acres of land for voiceless animals.”

In Banaskantha, it's not uncommon to see privately owned land being donated for charitable or religious purposes.

In Bhensana village of Banaskantha, where we planted 3,000 trees, the land belongs to Pannalalbhai, whose father had dedicated it years ago as gauchar (grazing land).

At the time, the land was overgrown with prosopis juliflora (known locally as ‘gando baval’) — so dense that even mute animals would find it hard to take shelter there.

Premjibhai and other village leaders took the initiative to clear the wild shrubs from the land and invited us to plant and nurture trees there.

With the generous support of respected Piyushbhai Kothari of the Jewellex family, we planted over 2,500 trees on this land. We’ve committed to nurturing these trees for the next three to four years.

At a time when people are encroaching on grazing lands or have already done so for years, the actions of Pannalalbhai’s father stand as an inspiring example.

Even today, though the land is in Pannalalbhai’s name, and its market value is in the lakhs, he has not succumbed to greed. Individuals like him truly deserve our salute.

The Jewelex family is also remarkable—respected Piyushbhai has been supporting the work of VSSM for many years.

We are deeply thankful for his contribution.

Our team was specially present for this activity and performed the tree plantation with proper rituals and respect.

We sincerely hope that more and more villages join in this effort to plant and nurture trees.

‘મારા પિતાને ભાવ થયો ને એમણે ત્રણ એકર જમીન અબોલ જીવો માટે કાઢી.’

માલીકીની જમીન ધર્માદા પેટે કાઢવી એ પરંપરા બનાસકાંઠામાં ઘણી જોવા મળે. બનાસકાંઠાના ભેંસાણામાં જ્યાં ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર અમે કર્યું તે જમીન ગામના પન્નાલાલભાઈની માલિકીની. જે વર્ષો પહેલા એમના પિતાએ ગૌચર પેટે કાઢેલી. આ જમીન ગાંડાબાવળથી ભરેલી એક રીતે તો મૂંગા જાનવરને બેસવું ભારે પડે એવી.

ગામના પ્રેમજીભાઈ અને અન્ય આગેવાનોએ આ જમીન પરથી ગાંડો બાવળ કઢાવ્યો અને અમને વૃક્ષો વાવી ઉછેરવા નિમંત્રણ આપ્યું.

આદરણીય પિયુષભાઈ કોઠારી – જવેલેક્ષ પરિવારની મદદથી અમે 2500 થી વધારે વૃક્ષોનું અહીંયા વાવેતર કર્યુ. ત્રણ થી ચાર વર્ષ અમે આ વૃક્ષોની જાળવણી કરીશું.  

પણ જ્યાં ગૌચર જમીન પર લોકો દબાણ કરી રહ્યા છે અથવા વર્ષોથી દબાણ કરી બેઠા છે ત્યાં પન્નાલાલભાઈના પિતા જેવા ઉદાહરણરૃપ કામ કરી ગયા. આજે પન્નાલાલભાઈના પિતા હાજર નથી. જમીન કિંમતી, વેચે તો લાખો રૃપિયા આવે પાછી જમીન આજેય પન્નાલાલભાઈના નામે પણ લાલચ તેમના પર હાવી નથી. આવા વ્યક્તિઓને સલામ.

જવેલેક્ષ પરિવાર તો બહુ નોખો, આદરણીય પિયુષભાઈ વર્ષોથી VSSM ના કાર્યોમાં મદદ કરે. તમારો ઘણો ઘણો આભાર.

અમારી ટીમ ખાસ આ કાર્યમાં હાજર રહી ને વૃક્ષોનું વાવેતર પૂજન સાથે કર્યું.. બસ ગામે ગામ અનેક વૃક્ષો વવાય તેમ ઈચ્છીએ..

#VSSM #MittalPatel #environment #ClimateCrisis #explore #trees #banaskantha

Mittal Patel with villagers of Bhensana village during
tree plnatation ceremony

Mittal Patel with Pannalabhai 

Mittal Patel and others planted tree saplings in bhensana
tree plantation site


VSSM planted 10,000 saplings in Makdala village with the help of Parikh Foundation...

Mittal Patel with the Parikh Foundation team, MLA of Diyodar-Lakhani,the village head,
former Sarpanch of Lavana village and other dignitaries for the tree plantation ceremony

We arrived at the cremation ground with drums beating and celebration.

You might wonder—who goes to a cremation ground like that! In a way, your doubt is valid. Usually, people go to the cremation ground with heavy hearts to bid a final farewell to the deceased.

But we, along with the entire village, arrived with drums and joy to give a permanent resting place to over 10,000 loved ones.

These loved ones will make the cremation ground their permanent home and will also provide shelter to many others.

You may be wondering, what is this all about? So let’s solve the riddle.

In Makdalla village of Banaskantha, we held a tree plantation ceremony at the cremation ground. With the help of Parikh Foundation, we planted 10,000 saplings there—with a commitment to nurture them.

During the tree worship ceremony, the team from Parikh Foundation was present. Milanbhai, one of the founders and a senior member of the Parikh family, was specially present at the event. Along with him, Vyomaben Parikh, who consistently supports the work of VSSM, also attended.

The MLA of Diyodar-Lakhani, Mr. Keshaji Chauhan, the village head, Mr. T.P. Rajput from Lavana, former Sarpanch Ramabhai Rajput of Lavana village, and other dignitaries were also present.

Our volunteer Naranbhai and his team worked very hard for this initiative. This year, we have pledged to plant and nurture 650,000 trees. Our goal is simple: plant as many trees as possible and ensure their survival.

In Makdalla, we have arranged drip irrigation to ensure the trees get regular water. We also appointed a paid caretaker, whom we call Vrukshmitra (Friend of the Trees), who will look after the trees for 3 to 4 years.

Posters of our Prime Minister’s slogan ‘Ek Ped Maa Ke Naam’ (One Tree in the Name of Mother) were also put up in Parikh Gramvan. A selfie point was created too, where everyone clicked selfies with the trees.

Our hope is that village after village wakes up and joins this movement—to plant and nurture trees this way.

સ્મશાનમાં અમે સૌ વાજતે ગાજતે પહોંચ્યા. તમને થશે સ્મશાનમાં આવી રીતે તે કોઈ જાય! તમારી વાત એક રીતે સાચી. સામાન્ય રીતે મૃતકને સદેહે વિદાય આપવા જ સૌ ગમગીન હૃદયે સ્મશાનમાં જાય. પણ અમે તો 10,000 થી વધારે સ્વજનોને કાયમી સ્થાનક આપવા ગામના સૌ સાથે વાગતે ઢોલે પહોંચ્યા.

પાછા આ સ્વજનો સ્મશાનમાં પોતાનું કાયમી સરનામુ કરશે ને અનેકને પોતાના ત્યાં આસરો આપશે.

તમને થશે આ શાની વાત કરે છે? તો ચાલો હવે કોયડો ઉકેલું. અમે બનાસકાંઠાના મકડાલા ગામમાં પૂજન સાથે વૃક્ષોનું સ્થાપન કર્યું. પરીખ ફાઉન્ડેશનની મદદથી અમે 10,000 બાલતરુઓ સ્મશાનમાં વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે.

વૃક્ષ પૂજન કાર્યક્રમમાં પરીખ ફાઉન્ડેશનની ટીમ ખાસ હાજર રહી. પરીખ ફાઉન્ડેશનના સ્થાપકોમાંના એક અને પરીખ પરિવારના મોભી મીલનભાઈ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ રહ્યા તેમની સાથે VSSM ના કામોમાં સદાય મદદ કરતા વ્યોમાબેન પરીખ પણ હાજર રહ્યા. દિયોદર-લાખણીના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, એ સિવાય ગામના સરપંચ શ્રી, લવાણાથી શ્રી ટી.પી. રાજપૂત, લવાણાગામના પૂર્વ સરપંચ શ્રી રામાભાઈ રાજપૂત અને અને અન્ય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા.

અમારા કાર્યકર નારણભાઈ અને એમની ટીમની આ કાર્યમાં ભારે જેહમત. આ વર્ષે 6.50 લાખ વૃક્ષો વાવી ઉછેરવાનો અમારો સંકલ્પ છે. બસ મહત્તમ વૃક્ષો વવાય અને વાવેલા મહત્તમ ઉછરે એવું ઈચ્છીએ.

અમે મકડાલામાં વાવેલા વૃક્ષોને કાયમ પાણી મળી રહે તે માટે ડ્રીપની વ્યવસ્થા, તેમજ પગારદાર માણસ જેને અમે વૃક્ષમિત્ર કહીએ તેની નિયુક્ત કરીએ જે ત્રણ થી ચાર વર્ષ વૃક્ષની જાળવણી કરે.

આપણા વડાપ્રધાન શ્રીની નેમ એક પેડ મા કે નામ ના પોસ્ટર પણ પરીખ ગ્રામવનમાં લાગ્યા. સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા તે સૌએ વૃક્ષો સાથે સેલ્ફી પણ પડાવી.

બસ ગામે ગામ સૌ જાગે ને આ રીતે વૃક્ષો વાવી ઉછેરે...

Tuesday, October 07, 2025

From Drought to Growth: Vatadau’s Remarkable Tree Plantation Story...

Mittal Patel visits Vatadau tree plantation site

We want to plant trees in our village.

We decided to hold a meeting with the villagers to discuss it. If the villagers are ready to take responsibility for this initiative, then we will certainly move forward with planting trees.

This conversation took place with Shri Bhemabhai Rabari, a respected leader from Vatadau village in Banaskantha, who then organized a meeting with the villagers.

During the meeting, many villagers expressed concern:

“We already struggle to get drinking water—how can we possibly take care of trees?”

Initially, even we were inclined to step back from the plan.

But then, the Sarpanch stepped in and said, “I will arrange water for the trees, no matter how difficult it is. Just place your trust in me.”

We trusted him.

With support from Ashwinbhai Kothari of Winro Commercial India Ltd., we planted 4,000 trees in the village.

We used to receive reports about the trees’ healthy growth, but hadn’t yet visited in person.

Recently, we had begun water conservation work in Rajasthan. On our way back from Barmer, our team member Narabhai suggested:

"Didi, let’s stop by Vatadau. Last year we planted 4,000 trees, and this year we’re planting another 10,000—let’s go see how it’s going."

So, we went to Vatadau.

To our delight, we saw that the trees planted during last Diwali had grown beautifully.

Thanks to the care taken by tree friends (village volunteers), the Sarpanch, and several aware villagers, the trees were thriving.

Despite the ongoing water shortage, the Sarpanch and the tree volunteers managed to strategically divide the village’s water resources so the trees could survive and grow.

This level of planning and commitment is something truly worth learning from.

If every village could grow at least 25,000 trees, the entire ecosystem of the region would begin to change—especially in terms of the environment.

We just hope more people wake up to this cause.

અમારા ગામમાં વૃક્ષો વાવવા છે

ગ્રામજનો સાથે એક બેઠક રાખી વાત કરીએ. ગ્રામજનો સૌ જવાબદારી સાથે આ કાર્ય કરવા તૈયાર થાય તો આપણે ચોક્કસ વૃક્ષો વાવીશું.

બનાસકાંઠાના વાતડાઉગામના આગેવાન શ્રી ભેમાભાઈ રબારી સાથે અમારી આ વાત થઈ ને એમણે ગ્રામજનો સાથે બેઠક આયોજીત કરી. બેઠકમાં સૌએ ગામમાં પીવાનું પાણી મેળવવામાં તકલીફ છે ત્યાં વૃક્ષો તો કેવી રીતે થાય એવી વાત કરી. 

અમે પણ નથી કરવું એમ નક્કી કર્યું. પણ સરપંચ શ્રીએ કહ્યું, હું ગમે રીતે પાણીની વ્યવસ્થા કરીશ, એક વખત ભરોષો કરો. અમે વિશ્વાસ કર્યો. 4000 વૃક્ષો આદરણીય અશ્વિનભાઈ કોઠારી વિનરો કોર્મશિયલ ઈન્ડિયા લિ.અ કંપનીની મદદથી વાવ્યા. વૃક્ષો વવાયા પછી વૃક્ષો સરસ થયા છે એના રીપોર્ટ મળ્યા કરે પણ રૃબરૃ જવાનું નહોતું થયું.

હમણાં રાજસ્થાનમાં અમે જળસંચયના કાર્યો શરૃ કર્યા. બાડમેરથી પરત ફરતા હતા ત્યાં અમારા કાર્યકર નારણભાઈએ કહ્યું, દીદી આપણે વાતડાઉ જઈ આવ્યા. 4000 વૃક્ષો ગયા વર્ષે વાવ્યા હતા તે અને આ વર્ષે બીજા 10,000 વૃક્ષો વાવી રહ્યા છીએ એ જોઈ લઈએ.

એ પછી વાતડાઉ પહોંચ્યા ને ગયા વર્ષે છેક દિવાળી ઉપર વાવેલા વૃક્ષોનો ઉછેર જોઈને રાજી થયો. વૃક્ષમિત્ર તેમજ સરપંચ શ્રી અને ગામના કેટલાક જાગૃત વ્યક્તિઓની કાળજીના કારણે વૃક્ષો સરસ ઉછરી રહ્યા હતા. 

પાણીની તકલીફ છે પણ વૃક્ષમિત્ર અને સરપંચ શ્રીએ સૂઝબૂઝથી ગામના પાણીનું વિભાજન કર્યું જેના કારણે વૃક્ષો ઉછરી શક્યા. મારા ખ્યાલથી આ શીખવા જેવી વાત. 

દરેક ગામમાં ઓછામાં ઓછા 25,000 વૃક્ષો ઉછરે તો વિસ્તારની આખી તાસીર ખાસ કરીને પર્યાવરણને લઈને બદલાઈ જાય. બસ સૌ જાગે એમ ઈચ્છીએ..

#vssm #mittalpatel #gujarat #viral #tree #environment

With the help from our well-wisher VSSM planted 4000 trees
in Vatadau village



Mittal Patel was delighted to see the growth of trees

Winro Commercial India Ltd. helped VSSM to plant trees in
Vatadau Village


Monday, March 24, 2025

Tree planted by VSSM bloom in Banaskantha's Totana village...

Mittal Patel with Shweta from Vashi Parivaar
at Totana tree plantation site

 "I was sitting in the presence of nature when suddenly a voice came, 'Do you want to save it?' There was no one in sight. I wondered, who said this? When I looked around, the voice came again, 'Do you want to save it?' Now I asked, 'Who are you?' And the answer came, 'I am Nature.' I was greatly surprised... Nature can speak? Then it said, 'You can hear, so I will tell you... I want to save it...' Now I asked, 'What do you want to save, Mother?' And Nature replied, 'I want to save this Earth from turning into a barren desert...' I asked, 'How will you save it?' And it said, 'I cannot do anything alone, but I will tell those who listen that they should do a little, and I will help them...'

There was no more to ask. I understood what I had to do...

Wherever the desert appeared, I had to spread greenery. I had to plant trees and place people to nurture them. The rest would be taken care of by Nature itself...

In 2019, we heard the voice of Nature and began planting and nurturing trees in North Gujarat. We planted trees in 240 villages, and a total of 14.5 million trees were planted, of which today 13.5 million are growing. The land where we planted trees stopped turning into a desert.

In the photos of Banaskantha, you can see the cemetery of Totana. With the help of the Vashi Parivaar Foundation, we planted trees here. The trees that were planted have grown wonderfully, as can be seen... From the Vashi Parivaar, Shweta, who must have also heard Nature's voice, helped with the planting. She came to see how the trees were growing. Seeing that the trees were growing well, she was happy.

We hope that every human being becomes sensitive enough to hear the voice of Nature and of our Earth..."

હું પ્રકૃતિના સાનિધ્યમાં બેઠી હતી ત્યાં અચાનક એક અવાજ આવ્યો, ‘બચાવવું છે?’

પડખે કોઈ માણસ નહોતો. સવાલ થયો તો આ બોલ્યું કોણ?

મે પાછુ આમ તેમ જોયું તો પાછો અવાજ આવ્યો, ‘બચાવવું છે.’

હવે મે પુછ્યું, ‘તમે કોણ છો?’

અને સામેથી જવાબ આવ્યો, ‘હું પ્રકૃતિ.’

મને ભારે આશ્ચર્ય થયું..પ્રકૃતિ વળી બોલે?

ત્યાં એણે કહ્યું, ‘તુ સાંભળે છે એટલે તને કહું છુ.. મારે બચાવવું છે..’

હવે મે પુછ્યું ‘મા તારે શું બચાવવું છે?’ ને પ્રકૃતિએ કહ્યું, ‘આ ધરતીને રણ જેવી વેરાન થતી બચાવવી છે...’

મે પુછ્યું, ‘કેવી રીતે બચાવીશ..’

તો કહે, ‘હું જાતે તો કશું ન કરી શકુ પણ મને સાંભળે એને કહીશ કે તુ થોડું કર બાકી હું મદદ કરીશ..’

વધારે હવે કશું પુછવાનું નહોતું.. મારે શું કરવાનું હતું એ સમજી..

મરુભૂમી જ્યાં દેખાય ત્યાં હરિયાળી પાથરવાની હતી. બાલ તરુઓ વાવવાના હતા ને ઉછેરવા માણસ મુકવાના હતા. બાકીનું ધ્યાન તો પ્રકૃતિ પોતે રાખવાની હતી..

અમે 2019માં પ્રકૃતિનો અવાજ સાંભળી ઉત્તર ગુજરાતમાં વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું. 240 ગ્રામવનો અમે ઊભા કર્યા. જેમાં 14.50 લાખ વૃક્ષો વાવ્યા જેમાંથી આજે 13.50 લાખ ઉછરી રહ્યા છે. જ્યાં અમે વૃક્ષો વાવ્યા એ ધરતી રણ બનતી અટકી..

બનાસકાંઠાનું ફોટોમાં દેખાય એ ટોટાણાનું કબ્રસ્તાન. અમે વાશી પરિવાર ફાઉન્ડેશનની મદદથી અહીંયા વૃક્ષો વાવ્યા. વાવેલા વૃક્ષો કેવા સરસ ઉછર્યા એ જોઈ શકાય.. વાશી પરિવારમાંથી શ્વેતા આમ તો એમનેય પ્રકૃતિનો અવાજ સંભળાયો હશે માટે જ એમણે મદદ કરી તે એ વાવેલા વૃક્ષો જોવા આવ્યા..વાવેલા વૃક્ષો બરાબર ઉછરી રહ્યાનું જોઈ એ રાજી..

આશા રાખીએ દરેક મનુષ્ય એવો સંવેદનશીલ બને કે પ્રકૃતિનો અને આપણી આ ધરતીમાનો અવાજ એને સંભળાય....

#vssm #mittalpatel #greenearth #saveourplanet #Environment #ClimateAction

With the help from Vashi Parivaar Foundation VSSM planted
trees in totana cementary

Totana tree plantation site

Totana  tree plantation site


Monday, March 17, 2025

As we continue to read the teachings of Kabir Sahib, we begin to understand the true essence of life...

Mittal Patel

આદિ નામ પારસ અહૈ મન હૈ મૈલા લોહ,

પરસત હી કંચન ભયા છુટા બંધન મોહ.

The name of the Lord is like the touch of a divine stone (Paras); my mind is impure like iron. When touched by it, it turns into gold, and the bondage of attachment is broken.

The mind should constantly remember the Lord's name with understanding. Gradually, the mind becomes pure and calm, and when it becomes like gold, the experience of the divine happens instantly...

The ultimate goal is to detach oneself from attachment. The more one moves in that direction, the better it becomes...

It is difficult to be free from anger and attachment, but if we keep making constant efforts, perhaps by the end of our life, we can shed at least a little of it...

As we continue to read the teachings of Kabir Sahib, we begin to understand the true essence of life... The devotion to God should deepen, and one should strive to see the divine in everything, with God's grace and vision upon all. This is the prayer...

#mittalpatel #vssm

આદિ નામ પારસ અહૈ મન હૈ મૈલા લોહ,

પરસત હી કંચન ભયા છુટા બંધન મોહ.

મન પ્રભુ નામનું સ્મરણ સતત એ પણ એક સમજણ સાથે કરે. ધીમે ધીમે મન નિર્મળ અને શાંત થાય અને પછી કંચન જેવું થાય તો એને ઈશ્વરની અનુભૂતિ ઝટ થાય… 

સૌનો આખર પ્રયત્ન તો મોહમાંથી વિમુખ થવાનો.. એ તરફ પગરણ જેટલા ઝટ મંડાય એટલું સારું…

મુશ્કેલ છે કામ, ક્રોધ અને મોહમાંથી છૂટવું પણ પ્રયત્ન સતત કર્યા કરીએ તો કદાચ જીવનના અંત સુધીમાં થોડુંક તો છોડી જ શકીશું..

કબીર સાહેબને જેમ જેમ એમને વાંચતા જઈએ જીવનો સાચો મર્મ જાણે સમજતો જાય..

ઈશ્વર પ્રત્યેની ભક્તિ બસ ગાઢ બને ને સર્વમાં ઈશ્વરના દર્શન કરવા મથતા સૌ પર એની કૃપા દ્રષ્ટિ બની રહે એ પ્રાર્થના…

#mittalpatel #vssm

Monday, February 24, 2025

Teamwork is essential for the success of any task...

Mittal Patel and VSSM team members during training

Teamwork is essential for the success of any task. A person can accomplish limited work alone, but together as a team, one can overcome the most difficult challenges. When we started working with wandering communities in 2006, there was no such team. The strong team and VSSM were established in 2010.

Even though there were ups and downs in the team, whenever it was needed, the whole team stood together like a wall and worked. Our team has grown a lot today. This team sets its goals every year and works hard to achieve them.

Each member of the team is trained from time to time. There is a lot to learn in this training. Continuous training and setting goals, along with the efforts needed to achieve them, is something that the respected Shri Pratulbhai Shroff constantly guides us on. In fact, his life and success teach us so much.

His financial support in the work of  VSSM is also immense. With his help and guidance, today VSSM has reached great heights, for which we are deeply grateful to Shri Pratulbhai.

The importance of sports in building strong teamwork is immense. The KRSF team teaches the spirit of strong teamwork through sports as well. Thank you, KRSF.

ટીમવર્ક કોઈ પણ કાર્યની સફળતા માટે ખુબ જરૃરી.

વ્યક્તિ એકલું મર્યાદીત કામ કરી શકે પણ ટીમ સાથે મળીને એ મુશ્કેલમાં મુશ્કેલ લાગતા પડાવ પાર કરી શકે. વિચરતા સમુદાયો સાથે 2006માં કામ શરૃ કર્યું ત્યારે એવી ટીમ નહોતી. મજબૂત ટીમ અને VSSM બેયની સ્થાપના 2010થી થઈ. 

ટીમમાં ચડાવ ઉતારો આવ્યા કરે છતાં જ્યાં જરૃર પડી ત્યાં ટીમ આખી ભીંતની જેમ સાથે ઊભી રહીને કામ કરે.

અમારી ટીમ પણ આજે ઘણી મોટી થઈ. આ ટીમ દર વર્ષે પોતાના લક્ષ નિર્ધારીત કરે અને આ લક્ષને પુરા કરવા મથે.

ટીમના દરેક વ્યક્તિની વખતો વખત તાલીમ થાય. આ તાલીમમાં શીખવાનું ઘણું. સતત તાલીમ અને લક્ષ નિર્ધારીત કરી એને પહોંચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ એ બાબતે આદરણીય પ્રતુલભાઈ શ્રોફ સતત માર્ગદર્શન કરે.  આમ તો એમના જીવનનો, સફળતાનો નિચોડ અમને શીખવે..

VSSM ના કામોમાં એમનો આર્થિક સહયોગ પણ એટલો જ મોટો. આમ મદદ અને માર્ગદર્શનથી આજે VSSM એક ઊંચાઈ પર પહોંચ્યું છે જે માટે અમે પ્રતુલભાઈના આભારી છીએ. 

મજબૂત ટીમવર્ક માટે રમતોનું મહત્વ ઘણું. KRSF ની ટીમ રમતો થકી પણ મજબૂત ટીમવર્કની ભાવના શીખવે.. આભાર KRSF


VSSM team

VSSM team during training

Respected Shri Pratulbhai Shroff constantly guides us 

KRSF team teaches us strong teamwork through
sports games

KRSF teaches the spirit of strong teamwork thorugh sports 
games

VSSM team played different sports games during training 

KRSF teaches the spirit of strong teamwork through sports
games

Mittal Patel playing games with VSSM team members

Mittal Patel with VSSM team members



Tuesday, February 11, 2025

VSSM planted 8,300 trees in Achchvadiya village with the help from our well-wisher Shri Krishnakant Mehta and Smt. Indira Mehta...

Achchvadiya Tree Plantation site

Trees resonate the beauty of earth. As we feel happy seeing our own children grow , Mother Earth also feels happy seeing the trees flourishing  .

Being the cause of bringing a smile to someone’s face is, in my opinion, a very virtuous act. We are working to bring smiles to the faces of underprivileged families through various services. Similarly, we are working to make Mother Earth and other living beings happy by planting trees and working on water and environmental conservation.

In North Gujarat, water levels have reached a critical stage. Through water conservation efforts, we must work to make Mother Earth abundant with water, and for that, we should seek the mercy of the rain god by planting trees. Additionally, trees provide homes for many creatures. When they become homes for mute and speechless creatures, their lives are sustained, and all beings find happiness. This is also a blessing, and through their blessings, the welfare of the entire creation occurs.

This is why we believe in planting trees. We have planted 1.45 million trees in 240 village forests in North Gujarat, out of which more than 1.35 million are now flourishing.

In the uninhabited area of Banaskantha, we created Sanjiv Gramvan with the help of the village people and the esteemed Shri KrishnaKant Mehta and Smt. Indira Mehta. We are thankful to them. Today, more than 8,300 trees are flourishing in this village forest.

We request everyone to carry out such excellent work through village forests in your own villages to keep Mother Earth happy.

વૃક્ષ થકી જાણે ધરતીનું રૃપ દેખાય... 

જેમ પોતાના સંતાનોની પ્રગતિ જોઈને આપણે રાજી થઈએ એમ, રૃપાળા વૃક્ષોને લહેરાતા જોઈને મા ધરા રાજી થાય. 

કોઈના ચહેરા પર સ્મિત લાવવામાં નિમિત્ત બનવું મારા મતે ઘણું પુણ્યકાર્ય.

અમે તકવંચિત પરિવારોના ચહેરા પર સ્મિત લાવાવનું કાર્ય એમના માટે વિવિધ સેવાકાર્યો કરીને કરી રહ્યા છીએ.. મા ધરાની સાથે અન્ય જીવો પણ રાજી થાય એવું કાર્ય પાણી અને પર્યાવરણ- વૃક્ષ વાવી ઉછેરીને કરી રહ્યા છીએ.

ઉત્તર ગુજરાતમાં પાણીના તળ જોખમી સ્થિતિએ પહોંચ્યા છે. જળસંચયના કાર્યો થકી મા ધરાને પાણીદાર કરવા મથીએ અને એ માટે મેઘરાજાને મહેરબાન થવું ગમે એ માટે વૃક્ષો વાવી ઉછેરીએ. વળી વૃક્ષો અનેક જીવોનું ઘર. મૂંગા, અબોલ જીવોના ઘર બને તો એમનો જીવ પણ સાતા પામે ને સૌ સુખી થાયના એ પણ આશી બોલ અને એમના આશીર્વાદથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય..

બસ આ વાત અમે માનીએ એટલે વૃક્ષો વાવી ઉછેરીએ. અમે ઉત્તર ગુજરાતમાં 14.50 લાખ વૃક્ષો 240 ગ્રામવનમાં વાવ્યા. જેમાંથી 13.50 લાખથી વધારે આજે ઉછરી રહ્યા છે.

બનાસકાંઠાના અછવાડિયામાં સંજીવ ગ્રામવન અમે ગામલોકો અને આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ઈન્દિરા મહેતાની મદદથી બનાવ્યું. આપના અમે આભારી છીએ. આજે 8300 થી  વધારે વૃક્ષો આ ગ્રામવનમાં લહેરાઈ રહ્યા છે. તમારા ગામમાં આવા ગ્રામવનો થકી મા ધરાને રાજી રાખવાનું ઉત્તમ કાર્ય કરવા સૌને વિનંતી..

#mittalpatel #vssm #ClimateCrisis #forest #india #banaskantha #Gujarat



Achchvadiya Tree plantation site

Achchvadiya Tree plantation site

VSSM created Sanjiv Gramvan with the help
 of the villagers and our well-wisher Shri
KrishnaKant Mehta and Smt. Indira Mehta



Wednesday, January 01, 2025

We are grateful to our well-wishers for supporting the tree plantation drive in Anawada village of Patan...

Mittal Patel discusses tree plantation

In Anawada of Patan, on the banks of the Saraswati River, there is a gaushala (cow shelter). The shelter has separate enclosures for cows, bulls, calves, and young calves. Although the number of sick cows is high, it is clear that all of them are being well cared for.

We are planting and growing trees in the Anawada Gaushala.

We planted 2,300 trees in one plot and 1,500 trees in another plot of the gaushala. The trees are growing beautifully. The land is sandy, so there was some concern about whether they would grow, but the sacred feelings behind this work seem to be playing a role. These two local forests are supported by two very sacred individuals.

Respected Bipinbhai Shah – from the AnuhPharma family, originally from Patan, a family with noble intentions. With their help, we planted 2,300 trees. With the help of another respected individual, Viralbhai Vyas and his wife Heena Vyas, we planted 1,500 trees. The trees were provided by Jaybhai Shah from Mehsana. The arrangements for drip irrigation, digging the pits, and maintaining the trees were made through the help of these two dear friends associated with VSSM.

All three individuals are wonderful. They help with great love and care, which is why the planted trees are growing so well. We are grateful to all of you.

The individuals managing the gaushala, especially Respected Dineshbhai and other friends, are equally hardworking. Our tree friend, and the one who continuously supervises these sites, is our worker, Hiteshbhai. The effort of our workers Narayanbhai and Mohanbhai also plays a crucial role as they constantly visit and take care of the trees.

When we take care and supervise the trees, they grow well. The affection and attention are also important. When someone cares for them and asks about them, the trees thrive.

Together with VSSM and KRSF, we have planted more than 1.4 million trees, and they are growing magnificently. Many relatives have supported this work, and we are grateful to all.

We are pleased to have played a part in decorating Mother Earth with greenery.

પાટણના અનાવાડામાં સરસ્વતી નદીના કાંઠે ગૌશાળા. ગૌશાળામાં ગાયો, નંદી, આખલા અને વાછરડાના નોખા નોખા વાડા. બિમાર ગાયોની સંખ્યા ઘણી પણ આ બધાની સરસ માવજત લેવાઈ રહ્યાનું જોઈ શકાય.

અમે અનાવાડાની ગૌશાળામાં વૃક્ષો વાવી ઉછેરવાનું કરી રહ્યા છીએ.

ગૌશાળાના બે પ્લોટમાં ક્રમશઃ 2300 અને 1500 વૃક્ષો અમે વાવ્યા. વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. આમ તો જમીન રેતાળ એટલે થોડી ચિંતા પણ થાય કે ઉગશે કે કેમ પણ ક્યાંક પવિત્ર ભાવનાઓ પણ કામ કરે. આ બે ગ્રામ વન માટે અમને જેમણે મદદ કરી એ બેય બહુ પવિત્ર વ્યક્તિઓ.

આદરણીય બિપીનભાઈ શાહ – અનુહફાર્મા પરિવાર. મૂળ પાટણના વતની ને એકદમ ઉમદા ભાવનાવાળો પરિવાર. એમની મદદથી 2300 વૃક્ષો વાવ્યા ને બીજા આદરણીય વિરલભાઈ વ્યાસ અને તેમના પત્ની હીના વ્યાસની મદદથી 1500 વૃક્ષો વાવ્યા. વૃક્ષો વાવવા આપ્યા મહેસાણાના જયભાઈ શાહે. ડ્રીપ, ખાડા, વૃક્ષની દેખરેખ માટે વૃક્ષ મિત્ર આ બધી ગોઠવણ VSSM સાથે સંકળાયેલા આ બેય સ્વજન મારફત કરી.

ત્રણે વ્યક્તિ મજાના. ખુબ ભાવથી મદદ કરે એટલે વાવેલા વૃક્ષો સરસ ઉછરે. આપ સૌના અમે આભારી છીએ.

ગૌશાળાનું સંચાલન કરનાર સ્વજનો આદરણીય દિનેશભાઈ ને અન્ય મિત્રો પણ એવા જ ખંતીલા. અમારા વૃક્ષ મિત્ર અને સતત આ સાઈટોનું સુપરવિઝન કરે તે અમારા કાર્યકર હરેશભાઈની પણ મહેનત એટલે વૃક્ષો સરસ થાય. અમારા કાર્યકર નારણભાઈ અને મોહનભાઈ પણ સતત આવતા જતા રહે.

માવજત અને દેખરેખ રાખીએ તો વૃક્ષો સરસ ઉછરે. વળી ભાવ પણ અગત્યનો. એનું જતન કરનાર, ખબર પુછનાર કોઈક છે એ વાતથી વૃક્ષ પણ રાજી થાય.

VSSM, KRSF સાથે મળીને 14 લાખથી વધારે વૃક્ષો વાવ્યા જે મજાની રીતે ઉછરી રહ્યા છે. આ કાર્યમાં અનેક સ્વજનોની મદદ મળી છે. સૌના આભારી છીએ. 

મા ધરતીને લીલુડો શણગાર ચડાવવામાં નિમિત્ત બન્યાનો અમને રાજીપો.. #vssm #mittalpatel #patan #treelantation #greenearth

Mittal Patel and VSSM coordinator was greeted by
community members of Anawada village



Anawada tree plantation site

Anawada tree plantation site

We planted 1,500 trees in one plot which was supported by
our well-wisher Shri Viralbhai Vyas and Smt. Heenaben Vyas

Anawada Tree Plantation site

Anawada Tree Plantation site

We planted 2,300 trees in another plot which was supported
by Shri Bipinbhai Shah – from the AnuhPharma family


VSSM is planting and growing trees in the Anawada Gaushala

Anawada Tree Plantation site

Mittal Patel discusses tree plantation with the community 
members

Mittal Patel and others with the Donor Plaque

Anawada Tree Plantation site