Monday, August 13, 2018

Getting Caste Certificates would help Sabarmati residence get the houses soon...


Caste  certificates distributed to the Nomadic Families living at Sabarmati
If you go to any village and meet anyone, then the first question is asked, 'What are you?'

One doesn’t like people who ask such questions. Isn’t it enough to be a human?  But no. It is as if you are nobody without the label of the caste you belong to.

The Government also provides various provisions on the basis of such tag of caste. So whether you like it or not, you have to put in efforts to get such tags.

In the past, the officers were afraid to issue the Caste Certificate lest a wrong Caste Certificate is given, then their (officers’) pension will be stopped. This is true. But due to our greed to get ineligible benefits, these false certifications are issued.

Mittal Patel giving a caste certificate to a resident of Sabarmati settlement
The government has made it mandatory to attach father's or uncle’s School Leaving Certificate with the application for Caste Certificate. Our communities were in trouble due to this requirement. How to get the father’s School Leaving Certificate, when they themselves had never been to school? All this was difficult.

We repeatedly put forth this issue to the state government and asked for the relaxation in rules for Nomadic and De-Notified communities. We demanded to issue the Caste Certificates on the basis of their dress, dialect, community panchayat (naat panch) and after checking their residence. After a long time, eventually, the Government has agreed to this demand, and now it is easy to get the certificates.

We are working hard to get houses to those people whose houses were demolished in Sabarmati area of Ahmedabad. The new commissioner has asked us to make a detailed application to provide the houses to these people. For this application, the beneficiaries filed an application for Caste Certificate. They all got the caste certificates at one go.

Mittal Patel addressing the people of Sabarmati settleement
We are happy for this. But there is also a question… when will we get rid of the tags of caste?

All this became possible due to co-operation and affection of some helpful persons. Our sincere thanks to Shri Ishwarbhai Parmar, the minister who gave instructions to Shri Vadhvana Saheb from Gandhinagar, and to the officers such as Shri Vanzara Saheb, and Shri Joshi Saheb and Shri Vijay Parikh Saheb.


ગુજરાતી અનુવાદ 

કોઈ પણ ગામમાં જઈએ ને કોઈને મળીએ તો પહેલો પુછાતો પ્રશ્ન, 'તમે કેવા? ' 

આ પુછનારા જરાય ગમે નહીં. માણસ છીએ આટલું પુરતુ નથી?પણ ના એ પુરતુ નથી જાતિગત લટકણિયા વગર જાણે તમે કાંઈ છો જ નહીં.

સરકારેય આ લટકણિયાના આધારે જ વિવિધ સહાય આપે. એટલે ગમે કે ના ગમે આ લટકણિયા માટે મથવું પડે. 

Programme Co-Ordinator at VSSM giving Caste Certificate
પહેલાં તો અધિકારી બિચારા પ્રમાણપત્ર આપતા ડરતા રખેને ક્યાંક કોઈને ખોટુ જાતિપ્રમાણપત્ર અપાઈ જશે તો પેન્શન રોકાઈ જશે. એમની વાત સાવ સાચી. પણ અણહકનું મેળવવાની આપણી લાલચોના કારણે જ આવા જુઠ્ઠા પ્રમાણપત્રો બને.

જાતિપ્રમાણપત્ર આપવા માટે સરકારે કડક કાયદો કર્યો પિતાનું કે કાકાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું કર્યું. આમાં અમારી આ જાતિઓ બિચારી હેરાન થઈ ગઈ. શાળાનું એકેય પગથિયું એ 
પોતેય ચડ્યા નથી ત્યાં બાપાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કેવી રીતે લાવવું? આ બધું અઘરુ હતું. 

પણ ગાંધીનગર સતત રજૂઆત ને આ જાતિઓને પ્રમાણપત્ર આપવાના નિયમને ઢીલો કરવાની માંગ કરીને પહેરવેશ, બોલી, નાતપંચ તેમનું રહેણાંક તપાસીને જાતિપ્રમાણપત્ર આપવાની માંગણી કરી. આખરે ઘણા લાંબા સમયે સરકારે આ માંગણી ગ્રાહક રાખીને હવે સરળતાથી પ્રમાણપત્રો મળવા માંડ્યા. 

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં જેમના છાપરાં તોડ્યા એમને ઘર મળે તે માટે મહેનત કરીએ છીએ. નવા કમીશનરે મકાન આપવા દરખાસ્ત કરવા કહ્યું છે જેના ભાગરૃપ તેમના જાતિપ્રમાણપત્ર માટે અરજી કરી હતી ને આ જુઓ એક સાથે આટલા બધા પરિવારોને જાતિ પ્રમાણપત્ર નામનું લટકણિયું મળ્યું.

આનંદ છે પણ સાથે સાથે આપણે આ જાતિના લટકણિયામાંથી મુક્ત ક્યારે થઈશું તે પ્રશ્ન પણ છે....

ખેર વઢવાણા સાહેબ ને ગાંધીનગરથી સૂચના આપનાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, અધિકારી શ્રી વણઝારા 
સાહેબ, જોષી સાહેબ ને વિજયભાઈ પરીખનો આભાર તેમની લાગણીના કારણે જ આ બધુ શક્ય બન્યું.