Tuesday, December 19, 2017

What a lie and what false image people who do not know carry about Vadee community!!!

Vadee woman gives blessings to Mittal Patel
 Vadee women come dressed in black, they practice black magic, abduct children and engage them in begging!”

What a lie and what false image people who do not know carry about Vadee community. The black the Vadee women wear might scare the ignorant but, the Vadee have enough children of their own to feed lest they abduct children of others. Yes, people who abduct children do exist in our society but they aren’t these Vadee!!
Vadee women flanked Mittal Patel during her visit to
Juna Kakar settlement.

Recently, I had an opportunity to interact with the children of a school in Valsad. The teachers there asked this question, “Don’t Vadee abduct children?”

As a matter of fact, when I meet these women dressed in black, they shower me with tons of blessings, these women who beg as means to earn living give me the right to pick up a Rs. 5 coin from their begging plate.

They are humans to just like you and me, try to think empathetically and you wouldn’t be afraid of them!
Look at how these black dressed women flanked me when I visited their Juna Kakar settlement, they even blessed me … am so glad I am one of them!!

‘વાદીની બાઈયું છોકરાં ઉપાડી જાય. કેવા કાળા કપડાં પહેરે. એમને જાદુ ટોણા આવડે ને છોકરાં ઉપાડીને લઈ જાય પછી એમની પાસે ભીખ મંગાવે...’

લો બોલો કેવી વાહીયાત વાતો #વાદી અને #મદારી સમાજને જરાય ના જાણનારા કરે. ડર પેલા અંધારાના કલરનો (#કાળા કપડાં)નો લાગે.... બિચારા વાદીના ઘેર એના છોકરાં ઓછા છે તે આપણા ઉપાડીને લઈ જાય... બાળકોને ઉપાડીને લઈ જનારાય સમાજમાં પડ્યા છે પણ એ અમારા વાદી નહીં હો...

વલસાડ પાસેની એક નિશાળમાં બાળકો સાથે વાત કરવાનો મોકો મળ્યોને શિક્ષકોએ વાદી તો આપણા બાળકોને ઉપાડી ના જાય? તેવો ભય દર્શાવીને પ્રશ્ન પુછેલો...

મને તો આ કાળા #કપડાં પહેરેલી બહેનો મળે ત્યારે ઢગલો #આશિર્વાદ આપે ને ભીખ માંગનાર આ બહેનો પ્રેમથી એમની થાળીમાંથી પાંચ રૃપિયા ઉપાડી લેવાનો અધિકારેય આપે...

પોતાના માની વાત કરજો... પછી એમનાથી ડર નહીં લાગે... એય માણસ છે મારા તમારા જેવા ને સૌથી અગત્યનું પ્રમાળ પણ....
જુઓને કાકારની વાદી વસાહતમાં કાળા કપડાંવાળા આ બહેનો મને ઘેરી વળ્યા ને મારા દુઃખણા પણ લીધા... આનંદ આનંદ ને તેમનામાંના એક હોવાનું ગૌરવ

#મિત્તલપટેલ #વિચરતીજાતિ #Madari #Vadi #NomadicTribes #NomadsOfIndia #VSSM #Love #Snakecharmer #DNT #MittalPatel #HumanInterestNews #HumanApproach #BlackCloth #Blessings

Monday, December 18, 2017

Hamirbha Dafer has a heart of gold…..

Mittal Patel with Hamirbha Dafer and his wife Meghaba
Hamirbha has a heart of gold…..

“Benba, Jai Bhagwan!”

“How is everyone at our dear daughter’s home?”

“Every few days, Hamirbha calls up to inquire my wellbeing and begins his conversation with a ‘Jai Bhagwan’ and showers me with loads of blessings, if he happens to meet me in person.  During his calls, he makes numerous appeals for the wellbeing of the others, “Ben, please present XYZ before the police, fellow X is very ill, he has no money for treatment please find someone to support his treatment, please give Gulab a loan to buy a camel cart, he is very hard-working fellow I guarantee he will repay each and every penny of the loan!” Hamirbha advocates for each and every person who called him.

Hamirbha is a kind of human being who believes every individual is humble and good at heart hence, he advocates for all. When he recommends someone for a loan and if I raise my doubts on the repayment capacity he assures me saying, “He will repay for sure ben, you have my word for it. Also, not a single Dafer will ever default your money. You are our daughter and we all know we cannot keep daughter’s money!”

Hamirbha has unbelievable confidence in his tribe and till now that trust has never broken. “No one believes or trusts us, no one has chosen to stand by us but you have put tremendous faith in us, have made us human…” and he would just continue talking……

Yesterday they were in Ahmedabad, “Ben, this old couple has turned old yet the old age pension remains a distant dream. Please help us with this!” he said with a gentle laughter. I saw a white patch on his palms and asked if he has had tobacco…..and before I could complete the question, “Ben, look it is just some spot I assure we do not do anything that you wouldn’t approve!” and showed me both his palms.

This is the kind of affectionate relationship we share. Megha Ba was accompanying Hamirbha that day. “Megha Ba is such a modern name…..” and we all had a hearty laughter. “She wanted to see Ahmedabad, so I brought her along.”

And you know what, this 70 plus Hamirbha is very fond of dancing, he can easily defeat us… want to bet?

‘એ જય ભગવાન બેનબા..
કીમ સે અમાર ભાણી બા ને ઘરના બધા?’
હમીરભા દર થોડા દિવસે ખબર અંતર પૂછવા ફોન કરે ને શરૃઆત જય ભગવાનથી કરે. રૃબરૃ મળે તો સૌથી પહેલાં માથે હાથ ફેરવે ને ઢગલો #આશિર્વાદ આપે. હંમેશાં ‘બેન ફલાણાને #પોલીસમાં હાજર કરાવી દયો ને, ફલાણો બહુ બીમાર સે ઈની કને ફદિયોય નથ દવા કીમ કરાવશે તે તમારાથી થાય ઈ મદદ કરો, ગુલાબને હાંઢિયા ગાડુ હાટુ લોન દયો ને ઈ મેનતુ સે એક એક પાઈ ભરી દે સે.’ જેટલા માણસો એમને ફોન કરે એ બધાની જ વકીલાત હમીરભા કરે.

આખી દુનિયાના માણસો નેકદીલ એવું હમીરભા માને. ને એટલે જ નિસંકોચ ને જરાય શંકા રાખ્યા વગર ભલામણ કરે. ઘણીવાર કોઈકને લોન આપવાની #વકિલાત કરે ત્યારે હું કહુ પણ ખરાં કે, એ નઈ ભરે તો? ત્યારે દૃઢ વિશ્વાસથી કહે, ‘ઈતો ભરી દેશે બેન મે જીભાન આલી સે ને અને અમારા #ડફેરનો એકેય બચ્ચો તમારો પૈસો નો રાખે. તમે અમારા દીકરી. ને દીકરીનું નો લેવાય એતો અમને હંધાયને ખબર પડે સે.’ 
કેવો અદભૂત વિશ્વાસ ને એ વિશ્વાસ આજ સુધી તૂટ્યો નથી. ‘અમારો ભરોષો કોણ કરે અમને કોણ રૃપિયો ધીરે બેન? પણ તમે અમને સુધાર્યા અમને મનેખ(માણસ) બનાયા...’

આવું તો કાંઈક કેટલુંય બસ બોલ્યા કરે.

‘ગઈ કાલે #અમદાવાદ આવ્યા, બેન ડોહો હોડી ઘૈઈઢા થ્યા પણ પેલું સરકારનું પેલશલ(પેન્શન) નઈ મળતું. તે ઈનું કાંક કરી દયો ન.’ એવું હસતા હસતા કહ્યું. મે કહ્યું હાથમાં સફેદ તમાકુ ઘસ્યા જેવું દેખાય છે તમાકુ ખાધુ છે? એકેય કામ નઈ કરુ તમારું જો તમાકુ.... વાક્ય પરુ થતા પહેલાં જ ‘આ જોઈલો બાપલા આતો ક્યાંકથી ધોળો ડાધો લાગી ગ્યો સે બાકી તમને ના ગમે એવું એકેય કામ નો કરુ.’ એમ કહીને હથેળી બતાવી...

આવો અદભૂત પ્રેમ હમીરભા ને અમારી વચ્ચે. કાલે મેઘા બા એમના પત્નીને લઈને હમીરભા અમદાવાદ આવ્યા હતા. મે કહ્યું, બાનું નામ મોર્ડન છે.. મેધા બા ને હમીર ભા બેય જોરથી હસી પડ્યા.. હા ઈને અમદાવાદ જોવું તું એટલે લઈ આયો તો...

સીતેર વટાવેલા હમીરભા નાચવાના જબરા શોખીન. તમને ને મનેય હરાવી દે.. સાચે... શરત લગાવવી હોય તો લગાડીએ...

#VSSM, #Dafer #DenotifiedTribes, #NomadsOfIndia #NomadsOfGujarat #HumanInterestNews #HumanApproach #ConditionOfDenotifiedTribes #InterestFreeLoan #MittalPatel #Advocacy