Monday, January 08, 2018

VSSM Helped a Nomadic Community Member Govind Build hid Dream House

“You have done more than a family member, I can never thank you enough!!”

Govind with his current shanty
“I can never thank you enough, Ben. You are my guardian angel! You were kind enough to notice me and take care of my problems. Can you imagine Govind building a pucca house without the support you have provided? Even relatives wouldn’t care as much as you have...” Govind was overwhelmed by  the fact that he will now be living in a pucca house and his debt ridden life is a problem of past.

I happened to meet Govind or rather Govabhai Bajaniyaa, a resident of Totana village during 2017’s floods that devastated Banaskantha. Govind earned his living through selling balloons, hairclips, rubber bands, hairbands etc.  The death of his mother had required Govind to borrow Rs. 7,000 from a private money lender. The money was to be spent on the last rites of his mother. Govind kept paying the instalments but,  somehow the amount just did not decrease.  The interest and principle amount kept increasing and ballooned up to Rs. 70,000. VSSM helped him free from this debt.
Govind delightedly showing his new home to Mittal Patel

The floods had taken away his shanty and the dream of a house remained as shattered as his present. But, the kindness and support of the well-wishers of VSSM helped Govind realize his dream of a pucca house. Mumbai based Chainikabahen extended support of Rs. 25,000 to help build a house for Govind. Very soon Govind will move into his new home, a development that is still very surreal for him!!  

We will always remain grateful for your  support and kindness.  
 In the picture, an extremely delighted Govind showing the ongoing construction and the other picture is his current home.

ગુજરાતી અનુવાદ

‘તમે મારા #માવીતર સો બેન. તમે મને હોભળ્યો અન મારી હોમે તાચ્યુ. નકર આ ગોવિંદનું તે ઈમ કોય પાકુ ઘર થાય? હગાય ના રાખ એવી લાગણી તમે અમાર બલ્લે રાખી. તમાર તો ઓભાર મોનુ એટલો ઓસો..’
ગોવિંદ સાચુ નામ ગોવાભાઈ #બજાણિયા ટોટાણાનો વતની. બનાસકાંઠાના પુર વખતે તેને મળવાનું થયું.
મા મૃત્યુ પામીને એનું #કારજ કરવા ગોવિંદ વ્યાજવા સાત હજાર લાવેલો ને એ સાત હજારના એણે સીત્તેર હજાર ચુકવવાના આવ્યા. કમાઈ કમાઈને વ્યાજ ભર્યા જ કરે પણ મુદલ ઓછી ના થાય.. અમે મદદ કરીને એ વ્યાજમાંથી મુક્ત થયો. #ફુગ્ગા, બોરિયા, બકલ વગેરે વેચવાનું ગોવિંદ કરે.

પુરમાં છાપરુને બધુયે તણાઈ ગ્યું. પાકુ ઘર એતો સ્વપ્ન જેવું હતું પણ સંસ્થાને મદદ કરનાર દાતાઓના સહયોગથી ગોવિંદનું ઘર થયું. મુંબઈના ચૈનિકાબહેને પણ ગોવિંદને ઘર માટે 25,000ની મદદ કરીને. જુઓ ગોવિંદ હવે ટૂંક સમયમાં જ પોતાના અને એ પણ પાકા ઘરવાળો થવાનો...

આભાર પ્રિયજનો...

ગોવિંદ હાલ જ્યાં રહે છે એ છાપરુ તો જોવું જ રહ્યું ને બે મહિનામાં ગોવિંદ જે ઘરમાં રહેવા જવાનો એ પણ દેખાય.. 

‘તમે અંદરથી ઘરનું બોધકોમ જુઓ’ એવો હરખ ગોવિંદનો એટલે ગોવિંદનો એ સ્વપ્ન બંગલો ચણાતો અંદર બહારથી જોયો....