Tuesday, October 31, 2017

The nomadic and de-notified communities congregate at Palanpur to unanimously announce …. WE ALSO EXIST

Gangaram Raval congregate at Palanpur MahaSamelan
Karamshibhai Raval’s son Gangram was born with severe birth defects. The severity of these defects is such that Gangaram cannot manage to finish any of his personal tasks on his own. Karamshibhai works as labourer to fend for the family. They tried really hard to see if Gangaram’s physical condition could improve for better but, the doctors had announced that Gangaram will not improve and he will need to be carried like a small child his entire life!!

Gangaram studied till 3rd standard at Khakhal #primary #school but, bringing him to and from school every-day was a challenge because the parents had to be on work also our society is a difficult place for such differently abled children to lead a normal life…. the inquisitiveness and pranks he was subjected to made Gangaram drop out of school.


Ironically, Gangaram had a sharp mind compared to his weak body and Karamshibhai always took pride in him. In the recent floods the wall of his mud house came down, he made numerous appeals to the government for some assistance but no help came his way. The determined soul that he is Gangaram asked his father to carry him all the way to Gandhinagar. The action made the authorities ashamed of themselves who sanctioned Rs. 7,000 as cash dole.


The family is very poor and makes cement blocks at a plant in Thara. Gangaram is of no help so he remains home and keeps playing with mobile phone. He often sends us proposals for financial assistance under the #Swavlamban #program. We plan to support him in starting his own small business and aid him in re-building his house.

Nomadic communities gathered at
palanpur to be seen and noticied
“The #poor like us have no space in society, no one hears us neither is anyone interested in helping us out. This is the reason I have decided to participate in this convention and let everyone know ‘we also exist’” Since, his physical condition did not allow him visit everyone in person Gangaram, made a video asking people to participate in the convention and sent it on #whatsapp. He was amongst the first few to arrive early in the morning at the venue.

“Ben, we want to show the world, we also exist!!” said Rameshbhai #Vansfoda from Boratwala. And like Gangaram thousands congregated at Palanpur to be seen and noticed…”

કરમશીભાઈ #રાવળના ઘેર ગંગારામનો જન્મ થયો. જન્મથી જ શારીરિક રીતે #વિકલાંગ ગંગારામ પોતાનું એક પણ કામ જાતે ના કરી શકે. પિતા કરમશીભાઈ મજુરી કરે ને પરિવારનું પુરુ કરે. ગંગારામ ઠીક થાય તે માટે કોશીશેય ઘણી કરી પણ ડોકટરે કહી જ દીધેલું કે ગંગારામને આમ જ નાના છોકરાંની જેમ તેડીને જ આખી જીંદગી કાઢવાની છે ને કમરમશીભાઈએ આ વાત સ્વીકારી લીધી.

ધો.3 સુધી ગંગારામ ખાખલગામની નિશાળમાં ભણ્યો. પણ પછી લેવા મુકવા જવાનું રોજ કોણ કરે ને આપણી સમાજ વ્યવસ્થામાં આવા બાળકો હંમેશાં હાસ્ય કે કુતુહલનું પાત્ર બની રહે છે ગંગારામને અન્યોની નજર કોરી ખાતી એટલે એણે #નિશાળ જવાનું પડતુ મુક્યું.

શારિરીક અનેક ક્ષતીઓ સાથે જીવતા ગંગારામમાં હોંશિયારી ઘણી ને કરમશીભાઈને એનું ઘણું ગુમાન. 2017માં પુર આવ્યું ને ગંગારામના માટીથી ચણેલા ઘરનો અમુક ભાગ પડી ગયો. સરકાર દ્વારા કેસડોલ કે અન્ય મદદ ઘણી રજૂઆત છતાં ના મળી. કંટાળેલો ગંગારામ બાપાના હાથમાં બેસી ઠેઠ ગાંધીનગર સચિવાલયમાં પહોંચી ગયો. અધિકારીઓને શરમ આવી ને ગંગારામને સાત હજાર #કેસડોલ પેટે ચુકવ્યા.

પણ પરિવારની ગરીબાઈ ઘણી. થરામાં સીમેન્ટ બ્લોક પાડવાનું કામ આ પરિવાર કરે. ગંગારામથી કશી મદદ ના થાય એટલે ખાટલે બેસીને બસ બધુ જોયા કરે. #મોબાઈલ ઓપરેટ કરતા આવડે એટલે અમને ગરબડિયા અક્ષરોમાં ધંધા માટે લોન આપવાને અન્ય મદદ માટે લખ્યા કરે.

અમે લોન આપીશું ને ઘરને રીપેર કરવા મદદ પણ કરીશું. પણ ગંગારામનું કહેવું છે કે, ‘આપણા જેવા ગરીબોનું કોય હોભળતું નહીં, ન કોય ન આપણામોં રસ નહીં.’ એટલે ‘અમે પણ છીએ’ કહેવા માટે કરેલા સંમેલનમાં તે હોંશભેર આવ્યો. પોતાના સમાજને સંમેલનમાં આવવા જાતે જઈને સમજાવી શકે તેવી તેની હાલત નહોતી એટલે #વોટ્સઅપમાં ‘હુ પણ સંમેલનમાં જવાનો છુ તમે આવશો ને?’ એવા વિડિયો કરીને બધાને એણે મોકલ્યા. 14મી #ઓક્ટોબરે વહેલાસર આવીને એણે પોતાની જગ્યા રોકી લીધી..

‘બધોન દેખઈએ એવું જ કરવું સ બુની’ બોરતવાળાના રમેશભાઈ વાંસફોડાએ આ કહ્યું ને ગંગારામ જેવા અનેક સ્વજનો બધાને દેખાવવા પાલનપુરમાં ઉમટી પડ્યા.

ઉપસ્થિતિ સૌ સ્વજનો માટે હરખ...

#VSSM #MittalPatel #NomadicTribes #AmePanChhiye #ConditionOfNomads #NomadsOfIndia #Khakhal #Raval #Flood

Yes, we also exist…

Mittal Patel addressing the nomads for their rights
@ Mahasammelan 14th October 2017 Palanpur

“The #elections in #Gujarat are next year and you can sense it all around. The air is thick with #political #parties listing down their works and their plans at the gatherings they #organize. The parties cannot talk all of it within the four walls, they need to be heard hence, they organize rallies and gatherings. The party workers commit to #LPG connections, sponsoring #petrol expenses to the rally, organize an d sponsor transport to and from the rally etc. yet these gatherings hardly have any substantial presence. They also arrange chairs to give onlookers an #idea that the meeting was well attended (quite a revelation for me). If the images of scantily attended gatherings


are circulated on #social #media the political parties become restless and resort to roping in their star performers in these rallies. But, your convention was totally different from what we usually witness. Everyone has joined in spending their own money to reach the venue and they have been here without food for the entire day. This to us is the real story…” this was the impression shared by one of our journalist friends after he saw the vast presence of people #nomadic and #de-notified communities.


People from many districts & Nomadic communities
collectively voiced their demands at Palanpur Mahasammelan
We never participate in any political rallies thus, we do not know how it works in such gatherings. But, the nomadic and de-notified communities decided to remain present in huge-huge numbers. “If no one hears us now we are prepared to go all the way to #Gandhinagar.”

‘Yes, we also exist, we also exist…’, they repeated until their throats went sore!!

Am happy for all those who joined… a strong alliance will definitely succeed in making us heard…

‘હા અમે પણ છીએ...’

એક #પત્રકાર મિત્રએ જનમેદની જોઈને રમૂજમાં કહ્યું, હાજરી વધુ દેખાય એટલે ખુરશીની વ્યવસ્થા. (આ પહેલીવાર જાણ્યુ.) ટૂંકમાં માણસો ભેગા કરવામાં પક્ષો ઊણા ઊતર્યા ને ખાલી સભા મંડપના ફોટો સોસીયલ મીડિયામાં વાઈરલ થાય ને પક્ષોને માનસીક તણાવ થાય. મોટા ધૂરંધરોને ચૂંટણી પ્રચારમાં ઊતારવા છતાંય જનમેદની પોતમેળે ભેગી ના થાય. પણ તમારા સંમેલનમાં સ્વખર્ચે લોકો આવ્યા ને આખો દિવસ ભૂખ્યા બેસી રહ્યા. અમારા માટે તો આ પણ સ્ટોરી છે...’

અમે રાજકીયપક્ષોની સભામાં જતા નથી. પત્રકાર મિત્રની આ બધી બાબતો અંગે કશું કહેવાનું પણ નથી. પણ હા વિચરતી વિમુક્ત જાતિઓ અધધ કહી શકાય એટલી સંખ્યામાં પાલનપુરમાં આવી. ને ‘હજુ અમારુ કોઈ નઈ હોભળે તો ઠેઠ ગાંધીનગર ને દિલ્હી જવાની’ તૈયારી દાખવી.

ગળુ બેસી જાય ત્યાં સુધી સૌએ બોલ્યા કર્યું, ‘હા અમે પણ છીએ...’

આવનાર સૌ સ્વજનો માટે હરખ... મજબૂત સંગઠન આપણને સફળ બનાવશે તે વાત ચોક્કસ...

#VSSM #MittalPatel #NomadicTribes #DenotifiedTribes #NomadsOfIndia #Amepanchhiye #Samelan #ConditionOfNomads

This election, let the nomads decide what they want from the political parties

The assembly #elections have been declared in #Gujarat and as always it is with each election, loads of promises are made by political party to pull the electorate towards them but, as we all know most of which are never delivered.

Mittal Patel proclaiming demands of Nomads
at Mahasammelan "We Do Exist" on 14th October 2017
This year however we want it to be a bit different rather, the other way around. We want the you/political parties to promise us what we ask for. Trust us, none of our demands will challenge any of these parties!!

Only if you/politicians bring our demands on your election #manifesto will we think about voting for your party #candidate.

We have come to understand that we would be able to question you only if our demands are on the manifesto. If you choose to ignore us even this time we promise to show our might in the next election.
Appointment Letter to meet the
State President of BJP

We are seeking appointments to meet the State Presidents of #BJP and #Congress. Once we are given an appointment we will be meeting both these leaders with all the community leaders of #nomadic and de-notified communities from across Gujarat.

We will also go and handover our demands to the regional heads of these political parties. If the political parties are preparing themselves to come to power, how can people be left behind!!

આજે ભાજ્પ અને કોંગ્રેસ બંને પક્ષના પ્રમુખો પાસે વિચરતી વિમુક્તજાતિઓના પ્રશ્નો બાબતે મળવાનો સમય માંગ્યો છે. આ સાથે સમય માંગવા માટે લખેલા પત્રો સામેલ છે. જે બંને પક્ષના કાર્યાલય દ્વારા સ્વીકારાયા છે
વિચરતી જાતિઓની બંને પક્ષોને કેટલી પડી છે એ પણ સમય આપવાની સાથે ખબર પડશે...

નાના સમાજોની કેટલી ચિંતા પક્ષોને છે તે સમય કેટલો વહેલા આપે છે તેના ઉપરથી ખ્યાલ આવશે.
Appointment Letter to meet the
State President of Congress 
સમય આપે એટલે વિચરતી વિમુક્ત જાતિના બસોથીએ વધારે આગેવાનો અમદાવાદમાં ભેગા થઈશું ને પાર્ટીની ઓફીસમાં જઈશું ને પ્રદેશ પ્રમુખોને મળીને આપણી અપેક્ષાઓની વાત કરીશું...

પ્રદેશપ્રમુખને મળવા આવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓની યાદી તૈયાર કરવા માંડો....

ફોટોમાં અપેક્ષાઓની વાત અમે પણ છીએ એ સંમેલનમાં કરી તે વેળાની તસવીર પ્રતિકરૃપે... ને પ્રદેશ પ્રમુખોને આપેલા પત્રો...

#NomadicTribes #VSSM #Election #GujaratElection2017 #GujaratAssemblyElections #Manifesto #MittalPatel #DenotifiedTribes #Amepanchhiye

It took nine years for water connection to reach #Devipujak settlement situated right in the middle of Vijapur town!!

Vishnubhai Devipujak narrating the whole episode of their
water connection to Mittal Patel 
 “Ben, help us get water connection to the #settlement, how long can we sustain by purchasing water? People like me can still afford it but there are others who find it difficult to buy food how are they to buy water and for how long? Please do something Ben!! They should have sanctioned water connection when we were building the settlement, we could have saved so much on our construction cost!!!

The Devipujak Community member showing the common
tap to Mittal Patel that had been recently installed
Since 2008, Vishnubhai Devipujak has been struggling to get #water_connection to his settlement. 40 families had been asked to vacate the space they were living on for years. The department had mowed down a bulldozer on half of the settlement during a mid-night drive. The intense efforts led to allotment of plots to 16 families who later constructed homes on it as well. Yes, they never received water connection to the settlement.

The #Vijapur #municipal corporation and Govindpura group panchayat kept refusing to our repeated appeals, stating they could not help because the area where the settlement is located does not belong to them. We kept arguing that the area is part of the town, city, state, country, so why not do the needful and supply water!! But our appeals fell on deaf years!!

The communication between 2008 to 2017 right from the #Collector to #Chief_Minister is a pile high stack of papers!! Eventually, the strict instructions by #Human_Rights_Commission resulted in installation of water pipeline to the settlement. Thank you to all those who chose to listen to these strict instructions and install water connection.

“At last, our efforts paid off. The attitude of officials was really depressing we had begun to feel that water might never reach the settlement. But, the consistent appeals done by the organization and all the running around that Tohidbhai did paid off. If it had not been for you all we would never acquire water connection in the settlement. Otherwise, who listens to the poor?

The community members were delighted to show me the common tap that had been recently installed. They also asked to pose for a picture with it!! How precious such simple things are to those who have never had access to it!!

પાણીની એક લાઈન વિજાપુર શહેરની વચ્ચોવચ રહેતા દેવીપૂજકોની વસાહતમાં લાવતા નવ વર્ષનો સમય લાગ્યો.. લો બોલો... શું કહેવું આને....

‘બેન વસાવટમોં પોણીની સુવિધા થાય ઈમ કરોન. ચો હુધી વેચાતુ પોણી લાબ્બાનું અન મું વેચાતુ પોણી લાઈ હકુ પણ બીજા કને એવા ફદિયા નહીં. તે તમે કોક કરોન. ઓમ તો ઘર બનાબ્બાના થ્યા તાર જ પોણી આલી દીધુ હોત તો ઘર બોંધવા વખતેય પોણીમોં નોખ્યા એ પૈસા ના નોખવા પડત...’

વિજાપુરમાં રહેતા વિષ્ણુભાઈ #દેવીપૂજક ની 2008થી પાણી માટે રાડ. વર્ષોથી જ્યાં રહેતા હતા તે જગ્યા પર ‘તમે #દબાણ કર્યું છે’ એમ કહીને 40 પરિવારોના ઘરો ઉપર અડધી રાતે બુલડોઝર ફેરવી દીધેલું. ખુબ મહેનત પછી સરકારે 16 પરિવારોને પ્લોટ ફાળવ્યા ને એના માથે ઘરોય બંધાયા. પણ ઘર બંધાયા પછીએ #પાણી ની #રામાયણ ઊભી જ હતી.

વિજાપુર #નગરપાલિકા અને ગોવિંદપુરા જુથ પંચાયત કહે, ‘આ વિસ્તાર અમારો નહીં.’ અમે કહીએ ભલે તમારો ના હોય પણ છે તો આ દેશનો, રાજ્યનો જ હિસ્સોને? પાણી આપો. પણ કોઈ સાંભળે નહીં.
એક થોક્કો જેટલા કાગળિયા 2008થી 2017 સુધી કલેક્ટર થી લઈને #મુખ્યમંત્રી શ્રીને લખ્યા. છેવટે #માનવ_અધિકાર_પંચની કડક સૂચનાથી હમણાં વસાહતમાં પાણી આવ્યું. માનવ અધિકાર પંચના ને ભલે ડરથીએ પણ જેમણે પાણી આપ્યું તે સૌનો આભાર...

વિષ્ણુભાઈ કહે, ‘ખરે બેન આપણે જે ધોડા કર્યા એ હવે લેખે લાગ્યા. વચમોં તો નેરાશ થઈ જ્યાતા અન કોઈ દાડો વસાહતમો પોણી નહીં આવ ઈમ મોનેલું પણ સંસ્થા(VSSM)એ કરેલી લખાપટ્ટી ને તોહીદભઈએ કરેલી ધોડાધોડી કોમ આઈ નકર અમન ગરીબોન ઓમ પોણી બોણી કોય ના મલ?’

વિજાપુર ગઈ ત્યારે પાણી માટે નાખેલો કોમન નળ આખી વસાહતના લોકોએ હરખથી બતાવ્યો ને એની સાથે અમારો ફોટો લો એમ કહ્યું ને લીધેલો ફોટો. સાથે વિષ્ણુભાઈએ બધી વાત કરી તે કેમેરામાં

#Devipoojak #HumanRights #ResidentialplotsfornomadicCommunity, #NomadsOfIndia #ConditionOfNomads, #MittalPatel #VSSM #Vijapur #humanrightcommission

Nomadic and De-notified communities are sure the government will pay attention to their plight and struggle to survive.

Valiben Bajaniya reached the venue of the 'We also Exist'
Convention
Vali Ma #Bajaniya, lives by the roadside near Viramgaum’s Handalpur cross-roads. Her abode is open to sky and her few belongings strewn across where she sits and sleeps near the roadside. Vali Ma is a #widow and physically challenged but she, has never received any assistance from any of the government schemes. Recently the efforts of #VSSM’s Kanubhai helped her obtain a ration card. However, a residential plot for which we have been trying since years, seems a distant dream!

Vali Ma has been staying on wasteland near this crossroads for years but the villagers have had some issues and made her leave the place hence, she now lives next to the road. She came all the way to Palanpur from Viramgaam she walks with her hands and that is what she did. “Can anyone think of giving my hands some rest, I have spent my entire life like so but a house remains out of reach.”

The people of #nomadic and de-notified communities have always believed that the government is their #guardian angel and will work to provide them better life since that has not happened these communities are now getting restless are asking #government to look at them, know that they also exist. They are sure the government will pay attention to their plight and struggle to #survive. Like Vali Ma, they are prepared to endure challenges to put their message across. If the government does not pay attention now, we will walk all the way to #Gandhinagar even with these hands but, will make them notice, ‘we also exist’.

Look how with great difficulty, Vali Ma reached the venue of the ‘We also Exist’ convention.

વિરમગામમાં હાંસલપુર ચોકડી પાસે આભનું ઓઢવાનું ને ધરતીનું પાથરણુ પાથરીને વાલીમા બજાણિયા રહે. વિધવા ને વિકલાંગ વાલી માને ના જડી વિધવા કે વિકલાંગ સહાય. રેશનકાર્ડેએ હમણાં VSSMના કાર્યકર કનુભાઈની મદદથી મળ્યું. બાકી પ્લોટ માટે તો વર્ષોની દોડાદોડી પણ તેનો અંત ના આવ્યો.

ચોકડી પાસેની ખરાબાની જગ્યામાં વર્ષોથી રેતા પણ હમણાં હમણાં ગામના લોકોને કાંઈક વાંધો પડ્યો તે ત્યાંથી કાઢી મુક્યા. હાલ તો રોડની બાજુમાં બે ચાર ગાભા ને ગોદડાં લઈને રહે છે.

અમે પણ છીએ કહેવા એ ઠેઠ વિરમગામથી પગે નહીં પણ હાથે ચાલીને આવ્યા. વાલી માં કે છે એમ ‘ભઈ સાબ હવે મારા હાથને વિશ્રોમ આલો. ઘર આલો. આખી જીંદગી ઓમ જતી રહી પણ ઘર નસીબ ના થ્યું.’
સરકાર અમારી માઈ- બાપ એવું માનનાર તમામ વિચરતી વિમુક્ત જાતિના લોકો હવે સરકાર પાસે જઈને ‘અમે પણ છીએ’ અમારી સામે જુઓની વાત કરવા માંડ્યા છે. વાલીમા જેવી લગન વિચરતી જાતિઓને થઈ છે. એટલે સરકાર અમારી હોમુ તાકશે જ ઈમો બે મત નહીં. ન ના તાક તો ઠેઠ ગોંધીનગર પગે ને પગ ના હોય 

તો હાથે હેડીન જઈશું પણ હવે તો અમાર કઈ જ દેવું સક અમે સીએ...

સંમેલનમાં કેવી મુશ્કેલી વેઠીને વાલી માં પહોંચ્યા એ જાતે જ જુઓ...

#VSSM #MittalPatel #NomadsOfIndia #NomadicTribes #Ba
janiya #AMePanChhiye #Samelan