This is not an isolated case but a common scenario when it comes to accepting nomadic families as neighbours or fellow villagers.. as much as we try for acceptance of the nomads in the mainstream the resistance still persist.
ગુજરાતીમાં અનુવાદ..
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં રહેતા વાંસફોડા પરિવારોને vssmની મદદથી ત્રણ વર્ષની મહેનત પછી ૨૭ નવેમ્બર ૨૦૧૩ ના રોજ રહેણાંક અર્થે પ્લોટ આપવાની કલેકટર શ્રીએ જાહેરાત કરી અને એ માટેના હુકમ પણ આપ્યા.
આ પરિવારોને જે જગ્યાએ પ્લોટ મળ્યા છે એ જગ્યા ગામથી દુર આમતો સીમમાં છે. ગામના સરપંચ અને અન્ય આ પરિવારોને વસાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે પણ આ પરિવારોને જ્યાં પ્લોટ ફળવાયા છે એ જગ્યાની આસપાસના ખેડૂતો વાંસફોડા પરિવારો આ જગ્યા પર ના રહે એ માટે કોશિશ કરી રહ્યા છે. જેવા પ્લોટના હુકમ પછી સનદ મળવાની તૈયારી થવા માંડી એટલે આ ખેડૂતોએ આ પરિવારોને તેમની વસાહતમાં આવવા – જવાનો રસ્તો કાંટા નાખી બંધ કરી દીધો અને કહ્યું, ‘અમારા ખેતરમાંથી તમારે નહિ નીકળવાનું.’ અમે ખેડૂતોને કહ્યું, ‘આ પરંપરાગત રસ્તો છે. એ આ રીતે બંધ ના થઇ શકે.’ પણ એ કંઈ સંભાળવા તૈયાર નહિ. આપણે સ્થાનિક મામલતદાર શ્રી, પ્રાંત કલેકટર શ્રી સૌને રજૂઆત કરી પણ કંઈ કાર્યવાહી ના થઇ. એટલે છેવટે જીલ્લા કલેકટર શ્રી એચ.એન.ઠક્કરને રજૂઆત કરી. તેમણે મામલતદાર શ્રીને આ મુદ્દે લેખિતમાં કાર્યવાહી કરવા અને કાર્યવાહી સંદર્ભે જાણ કરવા લખ્યું અને ફોન થી સુચના પણ આપી તેમની સુચનાથી મામલતદાર શ્રી સ્થળ તપાસ માટે આવ્યા અને ખેડૂતોને રસ્તા પરનું દબાણ હટાવવા નોટીસ આપી. બે ખેડૂતોએ દબાણ દુર કરી દીધું છે હજુ બીજા ખેડૂતોનું બાકી છે સરપંચ આ ખેડૂતોને સમજાવી રહ્યા છે.. આશા રાખીએ આ મુદ્દો ઝડપથી ઉકલે.
વિચરતા સમુદાયોના સંદર્ભે વારંવાર એક જ પ્રશ્ન થાય કે, આ પરિવારોનો વસવાટ કેમ કોઈને ગમતો નથી? અત્યાર સુધી ખુલ્લો રહેતો રસ્તો ફક્ત આ પરિવારો વસવાના છે પણ એ ના વસે એ માટે બંધ કરી દેવામાં આવે એ કેવી માનસિકતા છે??