Around 20 days after this eventful meeting a few members came to us with a list and details of 20 children and pledged to financially contribute to the effort as much as possible. We took it from there. 'Sarvoday Arogya Nidhi Trust’ in Radhanpur agreed to give their hall to board these children. They also agreed to provide meals to these children on concessional rates. Somabhai Bajaniya, a young teacher from the community took up the responsibility to ensure that these kids study properly.
We have committed to educating 25 children for now. The total cost of this effort comes to around Rs. 2,04,000/- per annum of which Rs. 40,000/- will be come from the community. The rest of the amount has been pledged by Shri. Chandrakantbhai Gogri of ‘Aarti Foundation.’
The rays of hope have just begun to show but it is a long easy to go especially for the girl child education in these communities.
ગુજરાતીમાં અનુવાદ....
રાધનપુરમાં આયોજિત વિચરતા સમુદાયોની બેઠકમાં પાટણ જીલ્લામાં રહેતા બજાણિયા પરિવારોએ પોતાના બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવામાં મદદ કરવા કહ્યું. એમણે કહ્યું, ‘અમારી પેઢીતો બંગડી, બોરિયા વેચીને કે નાક- કાન વીંધીને ગુજરાન ચલાવ્યું, અમારામાંના ઘણા માથું ઓળતા કાંસકામાં ઉતરી આવે એ વાળ ભેગા કરીને વેચવાનું કરે છે પણ આ બધામાં માંડ પૂરું થાય છે. બાપ –દાદાની એવી કોઈ જમીન જાગીરેય અમારી પાસે નથી. સમય અનુસાર હવે ગામે ગામ વિચરણ કરતા એ પણ ઓછું કરી સ્થાઈ થયા છીએ પણ હજુ છોકરાના ભણતરમાં અમે પાછળ છીએ. અમારે અમારા છોકરાંઓને ભણાવવા છે. સરકાર સ્થાપિત આશ્રમશાળા ખૂબ સારી છે પણ એમાં અમારા છોકરાં ફીટ થતા નથી. આ બાબતમાં સંસ્થા(વિચરતા સમુદાય સમર્થન મંચ) અમને મદદ કરે એમ અમે ઈચ્છીએ છીએ.’
વિચરતા સમુદાયો પોતાના બાળકોના શિક્ષણ માટે આ રીતે વાત કરે તે માનવામાં નહોતું આવતું. અમે કહ્યું, ‘સંસ્થા મદદ કરશે પણ તમારું યોગદાન શું રેહશે એ નક્કી કરો પછી આગળ વિચારીએ. અમારી મીટીંગના દસમાં દિવસે ૨૦ બાળકોના પ્રવેશની વિગતો સાથે તેઓ મળવા આવ્યા. રાધનપુરમાં કાર્યરત ‘સર્વોદય આરોગ્ય નિધિ ટ્રસ્ટે’ પોતાનો હોલ આ બાળકો માટે ભાડે આપ્યો. સાથે સાથે રાહત દરે બાળકોને જમાડવાનું સ્વીકાર્યું. બજાણીયા સમાજના અને યુવા શિક્ષક સોમાભાઈ અને એમના મિત્રએ આ બાળકોને ભણાવવાની અને દેખરેખ રાખવાની જવાબદારી સ્વીકારી.
આપણે તેમને શરૂઆતમાં ૨૫ બાળકોની વ્યવસ્થા કરવા કહ્યું. જેમનો વાર્ષિક ખર્ચ ૨,૦૪,૦૦૦ થશે. જેમાંથી ૪૦,૦૦૦ બજાણિયા સમાજ પોતે આપશે. બાકીના ખર્ચ માટે ‘આરતી ફાઉન્ડેશન’ના આદરણીય શ્રી ચંદ્રકાન્તભાઈ ગોગરી સાથે વાત કરી એમણે બજાણિયા સમાજની આ વાતને વધાવી લીધી અને બાકીના ખર્ચ માટે મદદરૂપ થવાની સહમતી દર્શાવી છે.
છોકરાઓના ભણતર માટે વિચરતી જાતિની બે -ચાર જાતિઓ જાગૃત થઇ છે પણ દીકરીઓના શિક્ષણ બાબતે તો આખો સમાજ પાછળ છે. વળી આ બે- ચાર જાતિઓને બાકાત કરો તો બાકીનો સમુદાય તો છોકરાંના શિક્ષણમાં પણ પાછળ છે... બજાણિયા સમાજની જેમ ઝડપથી વિચરતી તમામ જાતિઓ બાળકોના શિક્ષણ માટે જાગૃત થાય એવી આશા સાથે ...