Thursday, September 24, 2020

Solar Lamp Distribution took place at Nomadic Settlement of Morbi with the Help 'Anybody Can Help'...

The nomadic families with their solar lamps

 It was the winter of 2006, I was visiting this Fulvadi settlement in Radhanpur.  It was around 4 p.m.,  pretty early but the lady at one of the houses was already cooking dinner on the wood-fired stove outside her shanty.

“Isn’t it too early to cook dinner?” I remember to have inquired.

“We do not have electricity/light, it gets difficult once it gets dark!” she had responded.

 Thousands of families belonging to nomadic, de-notified and other marginal communities continue to live similarly even today.

The families exposed to the elements survived in tethered shanties.

 Recently, the support we received from  ‘Anybody Can Help’ enabled us to provide solar-powered lanterns to these families.

 Sonalben and Maharshibhai became instrumental in connecting us.

 Saraniayaa families living in Morbi, Trajpar, Jambudiya and Bhojpur and Devipujak families of Kamadiya received the  solar lamps.

 The ability to navigate through the evening after it gets dark has brought a significant shift in the quality of their life. VSSM is trying to assist these families in acquiring residential plots and build a house of their dreams. Hoping to accomplish this soon.  But until that happens,  we must try and ease the turmoil of everyday living for these families.

 Our team members Kanubhai and Chayaben are like family to these communities, always part of their trials and tribulations. It is an honour to have team members as committed and compassionate as them.

 A lot of us are blessed to have more than we could have asked or if we choose to share even little of our good fortune with those in need the world would be a better place.

 ‘Anybody Can Help’ we thank you in joining hands towards the efforts of making this world a better place.

રાધનપુરની ફુલવાદી વસાહતમાં શિયાળામાં જવાનું થયેલું.. લગભગ સાંજના ચારેક વાગે એક બહેન ચુલા પર રાંધી રહ્યા હતા. મે કહ્યું આટલા વહેલાં કેમ રાંધો છો? ત્યારે એમણે કહ્યું, અમારી પાસે લાઈટ ક્યાં છે?

2006ની આ વાત..

ઉપર આભ ને નીચે ધરતીના સહારે રહેતા આ પરિવારોમાંથી 65 પરિવારોને એની બડી કેન હેલ્પની મદદથી સોલાર લેમ્પ આપવાનું કર્યું..

સોનલબહેન અને મહર્ષીભાઈ આમાં કડી રૃપ બન્યા.

મોરબી, ત્રાજપર, જાંબુડિયા અને ભોજપરામાં રહેતા સરાણિયા અને કામળિયા દેવીપૂજક પરિવારોને લેમ્પ આપ્યા.

ઝૂંપડાંમાં રહેતા પરિવારોની સ્થિતિ બદલાય.. તેમને ઝડપથી રહેવા પ્લોટ અને ઘર મળે તે માટે VSSM દ્વારા અમે મથી રહ્યા છીએ. આશા છે એ કાર્ય ઝટ પતશે..

પણ ત્યાં સુધી એમની તકલીફો થોડી હળવી કરવા કોશીશ તો કરવી રહી...

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન આ પરિવારોની વચમાં સ્વજનની જેમ ફરે. એમના સુખ દુઃખમાં સદાય સહભાગી બને.. તમારા જેવા કાર્યકર સાથે હોવાનું ગૌરવ છે..

ભગવાને કેટલાને ઘણું આપ્યું છે, આ આપેલામાંથી કેટલુંક જરૃરિયાત મંદોને વહેંચાય તો દુનિયાની સુંદરતા વધી જાય...

દુનિયાને સુંદર બનાવવાના પ્રયાસમાં એની બડી કેન હેલ્પે કરેલી મદદ માટે આભારી છીએ...

Nomadic families with their solar lamps

Nomadic families with their solar lamps

Nomadic families with their solar lamps

Nomadic families with their
solar lamps

Nomadic families with their solar lamps

Nomadic families with their solar lamps

Nomadic families with their solar lamps



The officials handed over ration cards to 113 nomadic families of Banaskantha district...

Nomadic families with their Antyoday Ration Card

Antyoday, which means uplifting the weakest sections of society. John Ruskin’s ‘Unto this Last’ was paraphrased by Gandhiji as ‘Sarvodaya’ meaning rising of all, both of which talk about reaching to the farthest sections of the society. It is an act that needs some definitive support, care and nurturing from the Government.

The communities VSSM works with the feature as poorest of the poor even on the government’s list. Often we try to rope in government support whereever and whenever there is an opportunity.

 A major credit of the accomplished works where ever there was government intervention goes to the proactive officials and authorities. Under the leadership of such officers, the works get done swiftly, without encountering much challenges.

 It would be apt to mention that our Chief Minister Shri Vijaybhai Rupani and the Minister for Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar, many a times are the wind under the wings of these officials. They monitor and follow-up the pending issues, enabling the administrators to accomplish these tasks with ease.

 VSSM in all the districts it works continuously advocates for the need to issue Antyoday ration cards to the nomadic families who find it hard to earn two meals a day. Banaskantha’s Public Supplies department and it’s official Shri Chavda Saheb and Abhishekbhai are extremely compassionate officials. And it is here that we see prompt action on the applications.

As VSSM’s Naranbhai recalls, ‘It does come as a surprise but I would receive a call from Abhishekbhai (whom everyone addresses as Gohil Saheb) requesting us to draw their attention on any pending applications for issuance of Antyoday or any ration card.” There never is a need to draw their attention yet they never forget their responsibilities. As soon as an application reaches them the team under the guidance of District Collector promptly process it and issue a card within no time. Such swiftness does cheer us up. And it is not just the seniors but even the local administrators work with great care. 

 Recently Mamlatdar of Vav block Shri K. K. Thakor, Additional Mamlatdar Shri Ishwarsinh Barad and Suigaum’s Additional Mamlatdar Shri Pravindan Gadhvi insisted on visiting the nomadic settlements and personally hand over the ration cards to the Antyoday families. The officials handed over ration cards to 113 families of Suigaum, Bepan, Uchosan, Garambdi, Limbodi, Vav, Bukna, Madka, Dhima., Achuaa, Tithgaum etc.

During my innumerable dialogues with the government officials, I often tell them, “It is in your capacity to utilize the powers enshrined upon you, it is up to you to make the best use of it. It is when you step out of the comforts and confines of the office and engage with the people you work for will help you better understand their struggles and challenges. The ‘Saheb’ practice is British gift to us whereas our Kings and courtiers always roamed amidst their subjects and learn about their troubles and complaints first-hand. The reforms were designed basis of these understanding. Kings of the states of Gondal, Vadodara, Bhavnagar worked marvellously for the upliftment and progress of their subjects.

 A person might be rich, may have an outreach to lakhs of people, but he/she does not have the power to issue a Ration Card. That power is enshrined upon the officials. And it is upto the authorities and officials to see how they use the power that lies in their hands.  

Our team members Bhagwanbhai and Naranbhai, undergo great efforts to identify the correct families in need of support and bring them to the respective government offices. 

We will always remain grateful for your encouragement and support always. 

The above narrative in pictures. 

અંત્યોદય... જે સૌથી વધુ તકલીફમાં છે જેને સમાજ અને સરકારની હૂંફની વધારે જરૃર છે. ગાંધીજીએ જેમને અંત્યોદય અને રસ્કીને અન ટુ ધી લાસ્ટ કહ્યા. આવા છેવાડે રહેતા પરિવારોને મદદરૃપ થવાનું VSSM થકી અમે કરીએ. ને સરકારને પણ એમાં જોડવા કોશીશ કરીએ...

પણ અધિકારી જ્યાં સારા હોય ત્યાં કશુંયે કહ્યા વગર કામો પોત મેળે કોઈ જ દલીલબાજી વગર થાય.. આવા તમામ અધિકારીગણને પ્રણામ...

મૂળ તો આપણા મુખ્યમંત્રી શ્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારનું પીઠબળ પણ અધિકારીગણને. વળી પોતે ફોલોઅપ પણ લે.. આમ પ્રજાના સેવક જાગતા તો બધુયે જાગતું...

બનાસકાંઠાનો પૂરવઠા વિભાગ અને વિભાગના અધિકારી ચાવડાસાહેબ, અભીષેકભાઈ ખૂબ સંવેદનશીલ..

જેમને ને બે ટંકાના રોટલાને ક્યારેક ક્યારેક છેટુ થઈ જાય એવા પરિવારોને અંત્યોદય રાશનકાર્ડ આપવાની અમે દરેક જિલ્લામાં રજૂઆત કરીએ. પણ રજૂઆત પર ત્વરીત કાર્યવાહી બનાસકાંઠામાં દેખાય.. 

અભીષેકભાઈ જેમને સૌ ગોહીલભાઈ કહે એ તો ફોન કરીને અમારા કાર્યકર નારણને કહે, અમારા જિલ્લામાં રેશનકાર્ડ માટેની કોઈ અરજી પડતર રહી ગઈ હોય તો ધ્યાન દોરજો.. આમ તો ધ્યાન દોરવું જ ન પડે. જેવી અરજી જાય કે પૂરવઠા અધિકારી અને કલેક્ટર શ્રીની નિશ્રામાં તુરત એ અરજી પર કામ થાય ને લોકોને કાર્ડ મળી જાય.. 

કામ કરવાની આવી જીજ્ઞાષા રાજી થવાય. વળી આ જીજ્ઞાષા ખાલી ઉપલા સ્તરે નહીં. નીચેના સ્તરે પણ અધિકારીઓમાં જોવા મળે..

એટલે જ વાવ મામલતદાર શ્રી કે કે ઠાકોર તેમજ નાયબ મામલતદાર શ્રી ઈશ્વર સિંહ બરાડ અને સૂઈગામ નાયબ મામલતદાર શ્રી પ્રવિણદાન ગઢવી સામે ચાલીને અમારે આ અંત્યોદય પરિવારોની વચમાં આવવું છે એમ કહીને વિચરતી જાતિઓની વસાહતોમાં આવ્યા ને સૂઈગામ, બેણપ, ઉચોસણ,ગરાંબડી, લીંબોળી, વાવ, બુકણા, માડકા, ઢિમા, આછુઆ, તીથગામ વગેરે ગામોમાં રહેતા 113 પરિવારોને અંત્યોદય રાશનકાર્ડ પોતાના હસ્તે આપ્યા..

હું અધિકારીઓને કહેતી હોવું છું.. તમને મળેલી સત્તાનો સદઉપયોગ કરવાનું તમારા પોતાના હાથમાં છે.. ઓફીસમાંથી બહાર નીકળીને સામાન્ય પ્રજા પાસે જઈશું તો તેમની સ્થિતિ સારી રીતે સમજી શકીશું. સાહેબ વાળી પ્રથા તો અંગ્રેજોએ દીધેલી. બાકી આપણે ત્યાં તો રાજા અને તેના કર્મચારીઓ પ્રજાની વચમાં ફરતા રહેતા, એમના હાલચાલ જાણતા ને પરિસ્થિતિ સમજી મદદ કરતા. ગોંડલ, વડોદરા, ભાવનગર સ્ટેટને આવા રાજાઓ મળ્યા ને એટલે એ પ્રદેશે પ્રગતિ પણ કરી. 

કોઈ પણ વ્યક્તિ પાસે લાખો રૃપિયા હોય, એની પહોંચ લાખો લોકો સુધી હોય પણ એ વ્યક્તિના હાથમાં રેશનકાર્ડ કાઢી આપવાની સત્તા નથી. એ સત્તા અધિકારીના હાથમાં છે. બસ એ સત્તાનો ઉપયોગ કેમ કરવો એ અધિકારીએ જોવાનું છે..

અમારા કાર્યકર ભગવાનભાઈ અને નારણભાઈ ગામોમાંથી આ પરિવારોને શોધી તેમને કચેરી સુધી પહોંચાડવા જબરી મહેમત ઉઠાવે.. 

આવા સતકાર્યોમાં મદદરૃપ થનાર સૌ પ્રિયજનોને મારા હૃદયના પ્રણામ...

લખ્યું એ બધુંયે ફોટોમાં....

#MittalPatel #VSSM #Nomadictribe

#Denotifiedtribe #nomadicfamilies

#govermentsupport #rationcard

#antyodaycard #rationfornomadic

#Foodandcivilsupplies #goverment

Mamlatdar Shri handed over antyoday ration card to 
nomadic families

The officiala visited nomadic settlements and personally
handed over antyoday ration card to these families

Mamlatdar Shri handed over Antyoday ration card to nomadic
families

Mamlatdar Shri handed over Antyoday Ration card to 
nomadic families

VSSM Co-ordinator Naranbhai Raval and Bhagwanbhai Raval
undergo great efforts to identify the correct families

The nomadic families with their Antyoday Ration Card



Wednesday, September 23, 2020

Seeking your support...

Mittal Patel with Chaampabhai and his wife Jamnaben Bawri

Chaampabhai and his wife Jamnaben Bawri reside in Rajkot’s Vavdi area in a tethered hut that you see in the image shared here. There is a belief in Gujarati that the cat moves her kittens to seven homes/confines (so that they remain safe from the predators). The cats do so to protect their young, the homeless nomadic and de-notified communities need to be on the constant move because they have no choice. 

Chaampabhai too has moved his shanty to many places, maybe more than any cat would. They are a family of five brothers but none had any identity proof. After coming into contact with VSSM, they were assisted by Kanubhai and Chayaben in obtaining various documents of identity. However, their aspiration has always been to settle down. 

Responding to VSSM’s repeated appeals to the government to provide residential plots to numerous such families in Rajkot, the Chief Minister allotted 116 plots, Chaampabhai and Jamanaben are super happy with this development. The happiness and peace one achieves at the hope of moving into a pucca, decent house radiates on their face.

The families have been allotted plots at Rajkot’s Rampara Beti. The families shared their imagination of how their houses should look-like. Shri Ujamshibhai Khondla, who has always been the expert whose technical advice we seek designed a cost-effective yet charming home to perfectly meet the needs of these families. The design is also sent to our very dear Shri Rashminbhai who shall further advise us on the details we might have missed. VSSM plans to support not just the design aspect of these houses but also the actual construction and if required will assist them with interest-free loans. All of it to enable them to build a house of their dreams. 

VSSM has also written to the government for water connection to the plots where construction shall soon commence. When the water is supplied by the government the families save on the cost they incur on buying water for construction. I happen to visit Ramparabeti recently, the families are planning to move to the allotted plots so that they can provide labour for the construction of their homes. 

I appeal for support towards the construction of these homes, we shall begin with 58 homes in the first phase of construction. 

The families are the first generation homeowners, none of their previous generations has ever lived in a pacca house. The construction of each house will cost approximately Rs. 2.20 lakhs each, the government assistance will be of Rs. 1.40 lakhs for each house while rest of the amount needs to be contributed by the families.

I have always said, helping these poorest of the poor families attain a life of dignity is true religion. When we proclaim to follow ‘Vasudhaiva Kutumba/The world is one family,’ there are these members of our family who need our support, our help. It is only when society supports us, we can continue to support these families. I request you to join hands in this mission. 

 Our Paytm number is 9099936013 .

VSSM’s Bank Account Details are:

Bank Name : Dena Bank

Branch Name : Ambawadi , Ahmedabad

Account Name : Vicharta Samuday Samarthan Manch

Account Number : 085710024266

RTGS/IFSC Code : BKDN0110857

You may speak to Dimpleben on 9099936019 for further assistance and details. 

The images shared are of families who soon hope to begin construction of their homes and the plots allotted to them.\

Every drop of matters, be it Rs. 100 or Rs. 500 they sure will help liven up someone else’s life. 

We shall keep you posted on all future developments on the subject. 

ચાંપાભાઈ અને તેમના પત્ની જમનાબહેન બાવરી રાજકોટમાં વાવડી વિસ્તારમાં ફોટોમાં દેખાય એમ ઝૂંપ઼ડું બાંધીને રહે.  બિલાડી બચ્ચાને જન્મ આપે પછી બચ્ચાને લઈને સાત ઘર ફરે એવી માન્યતા આપણે ત્યાં પ્રચલિત. પણ બિલાડી તો સ્વેચ્છાએ સાત ઘર ફરે પણ ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારો તો વખાના માર્યા લબાચા લઈને રઝળ્યા કરે. 

ચાંપાભાઈએ પણ બિલાડી બદલે એના કરતા વધારે જગ્યા પોતાના ઝૂંપડાં માટે બદલી. પરિવારમાં પાંચ ભાઈ પણ આમાંના એકેય પાસે ઓળખનો આધાર નહીં. અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેનના સંપર્કમાં આવ્યા પછી ઓળખનો આધાર તો બન્યો પણ ઝંખના હતી કાયમી સરનામાંની - ઠરી ઠામ થવાની..

રાજકોટમાં આવી અસ્થાયી વ્યવસ્થા કરીને રહેતા ઘણા પરિવારોને  સરકાર પ્લોટ ફાળવે એ માટે અમે રજૂઆત કરી ને માનનીય મુખ્યમંત્ર શ્રીના હસ્તે 116 પરિવારોને પ્લોટ ફાળવાયા. ચાંપાભાઈ ને જમનાબેન તો રાજી રાજી.. 

હવે ઝટ ઘરવાળા થાશુનો રાજીપો એમને મળી ત્યારે મોંઢા પર વર્તાયો. 

રાજકોટ પાસેના રામપરા બેટીમાં આ પરિવારોને જગ્યા ફાળવાઈ. અમે આ પરિવારોને પુછ્યું કેવું ઘર બાંધવું છે તો બધાએ પોતાની કલ્પના જણાવી એ પ્રમાણે અમારા કાર્યોમાં બાંધકામમાં તકનીકી સહાય કરતા, ખૂબ સેવાભાઈ ઊજમશીભાઈ ખોંદલાને વાત કરી. ને એમણે સરસ ડીઝાઈન આ પરિવારોને ગમે એવી તૈયાર કરી આપી. ડીઝાઈન અમારા રશ્મીનભાઈને મોકલીશું. એમની નજર બહુ ઝીણી અમે ન જોઈ શકીએ એ બધી ચીજ એ જોઈ શકે ને માર્ગદર્શન આપે..ટૂંકમાં ઘરની ડીઝાઈન સિવાય મકાન બાંધકામમાં સહાય પણ કરીશું ને થોડી ઘણી વગર વ્યાજે લોન પણ આપીશું. તાકી આ પરિવારો પોતાની કલ્પના મુજબનું સુંદર ઘર તૈયાર કરી શકે. 

જ્યાં ઘર બાંધવાનું છે તે જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવા પણ સરકારમાં લખ્યું છે. જેથી પાણી વેચાતું લાવવું ન પડે ને બાંધકામનો ખર્ચ થોડો ઓછો આવે. રામપરાબેટીમાં ફાળવાયેલી જગ્યા જોવા જવાનું થયું. આ પરિવારો પણ છાપરાં બાંધીને રહેવા આવવાની ગોઠવણ કરી રહ્યા છે. જેથી ઘર બાંધકામમાં પોતે મજૂરી કરી શકે..

આ પરિવારોના ઘર બાંધકામમાં આપને મદદરૃપ થવા અપીલ કરુ છુ...શરૃઆતમાં 58 ઘરો બાંધીશું પછી આગળનું આયોજન.

આ સમુદાયની આ પહેલી પેઢી છે જે પોતાના પાકા ઘરમાં રહેવા જવાની. ઘર બાંધકામનો ખર્ચ અંદાજે રૃા.2.20 લાખ થવાનો. સરકારમાંથી 1.40 મળશે. બાકીની વ્યવસ્થા ગોઠવવાની છે. આવા વંચિતોને મદદ કરવી એ ખરો માનવ ધર્મ એવું મારુ માનવું છે. 

વસુંદેવ કુટુંબકમઃ બોલીએ ત્યારે આપણા આ કુટુંબમાં આ પરિવારો પણ છે જેને આપણા ટેકાની જરૃર છે..   

અમે મદદ કરવાનું સમાજના ટેકાથી જ કરી શકીએ. આપને પણ આ કાર્યમાં સહભાગી થવા વિનંતી. 

અમારો પેટીએમ નંબર 9099936013 છે. સંસ્થાનો બેંક એકાઉન્ટ નંબર.. 

Bank Name : Dena Bank

Branch Name : Ambawadi , Ahmedabad

Account Name : Vicharta Samuday Samarthan Manch

Account Number : 085710024266

RTGS/IFSC Code : BKDN0110857

વધુ વિગત માટે 9099936019 પર ડીમ્પલબેન સાથે વાત પણ કરી શકાય. 

ટીપે ટીપે સરોવર ભરાય એમ 100 કે 500ની મદદ  કોઈના જીવનમાં અજવાળુ પાથરવામાં નિમિત્ત બની શકે... જેમના ઘરો બાંધવાનું કરીશું એ પરિવારો જે હાલમાં રહે છે એ ફોટોમાં છે.. જ્યાં જગ્યા ફળવાઈ એ પણ ફોટોમાં છે.. ઘર બાંધકામ શરૃ થશે કે અપડેટ અહીંયા જણાવતા રહીશું.

#MittalPatel #VSSM #nomadictribe

#nomadicfamilies #housingprogramme

#denotifiedfamilies #Dreamhouse

#plotalloting #govermentsupport

#settelmentofnomadic #rajkot

Chaampabhai and his wife Jamnaben Bawri 

The Chief Minister Vijaybhau Rupani alloting the plot
documents to nomadic families

Mittal Patel visited Rampara beti where the construction
plots are alloted

The current living condition of nomadic families

The alloted plot where nomadic families will
built their dream house


Sunday, September 20, 2020

We hope these families soon have a proper roof over their head, that they move to socially and legally acceptable livelihoods...

Mittal Patel visited devipujak families of Dahisrda village

 8 Devipujak families reside in Dahisrda village in Rajkot’s Paddhari in miserable living conditions. The jute and tarpaulin tucked together makeup as their house. VSSM’s Kanubhai and Chayaben visit them often once after they complained of functioning once the sun goes down. We provided them with solar lanterns along with helping them apply for power connection.

“We don’t need a power connection,” they declared when the officials paid a visit to their settlement.

“Why did you refuse?” we asked.

“What if our hands get stuck in the fan?” they opined. The fear of sustaining injury made them refuse electricity connection to their homes. 

“We can have a table-fan, the power connection you’ll bring light to your hut. The light will help in making the evenings safer and productive.” We explained.

“Oh yes, You are right!” Jagabhai realised his mistake of denying electricity connection.

The families are very naïve and gullible. At times they take up the making alcohol. The Sarpanch and revenue officer are eager to settle these families in the village, provide them with the best available location. But the precondition was that they take up legit means of earning a livelihood and give up all the illegal occupations. The community was worried about the future of the children of these families.

Jagabhai requested for some time and assured to give up unlawful occupations. We have also pledged our support to them.

VSSM has helped these families file applications for allotment of residential plots, but they would never turn up to procure the missing documents. Kanubhai and Chayaben also got tired of this negligent behaviour. I have always maintained that it is VSSM’s moral responsibility to support these families. The educated and informed will always find their way,  but these humans need hand-holding to navigate through the nitty-gritties of life, VSSM should be that person to walk them through.  

The Sarpanch and Revenue Officer of this village are  dedicated and enthusiastic. They requested these families to mend their ways and helped them with their proofs of income. The Sarpanch himself handed the documents to them.

Not all villages offer a red-carpet welcome the nomadic communities, but the Panchayat of Dahisarda is an exception we all need to applaud.  

We hope these families soon have a proper roof over their head, that they move to socially and legally acceptable livelihoods.

Kanubhai and Chayaben persevere tirelessly for the betterment of these families. May God give them strength. We couldn’t be prouder to have them with us.

રાજકોટના પડધરીના દહીસરડાગામમાં 8 વેડુ દેવીપૂજક પરિવારો રહે..

સ્થિતિ દયનીય.. કંતાનની આડાશો કરીને રહે.. અમારા કાર્યકર કનુભાઈ ને છાયાબહેન એમની પાસે અવાર નવાર જાય. એક વખતે અંધારામાં ઘણી તકલીફ પડે છે ની ફરિયાદ વસાહતના જગાભાઈએ કરી. સોલાર લાઈટ અમે આપી. સાથે વીજ કનેક્શન માટે અરજી પણ કરી.

વીજ કનેક્શન માટે અધિકારી તપાસમાં ગયા તો અમારે લાઈટ નથી જોઈતું એવું એમણે કહી દીધું, કારણ તપાસ્યું તો ખબર પડી કે અમારા ઝૂંપડામાં પંખો નાખીએ ને ક્યાંક હાથ બાથ આવી જાય તો?

અમે વસાહતમાં ગયા તે વખતે આ બાબતે વાત થઈ અમે કહ્યું, ઝીણી જાળી વાળો ટેબલ પંખો પણ લાવી શકાય ને વળી લાઈટમાં ખાલી પંખો ન હોય. બલ્બ પણ હોય. જેનાથી ઝૂંપડામાં ને બહાર રાતના અજવાળુ રહે..

વાત સાંભળી જગાભાઈ કાન પકડીને એ હાસુ કીધું એવું બોલ્યા. આવા હૃદયના ભોળા વ્યક્તિઓએ વખાના માર્યા ક્યાંક આડા રસ્તા લઈ લીધેલા. દારૃ પણ ગાળવાનું કરી લે.. તે ગામના સરપંચ ને તલાટીએ કહ્યું અમારે આમને ગામમાં સારામાં સારી જગ્યા દેવી છે. પણ આ દારૃને બીજુ બંધ કરે તો. મૂળ તો એમની ચિંતા એમના બાળકો ક્યાંક આ બધુ ન શીખે તેને લઈને હતી.

આખરે જગાભાઈએ કહ્યું એમને વખત આપો અમે બદલાશું. અમે પણ એ માટે જે જોઈએ એ મદદ માટે કહ્યું.

આ પરિવારોને રહેવા પ્લોટ મળે એ માટે કલેક્ટરને અરજી કરેલી પણ ખૂટતાં પુરાવા તેઓ કઢાવવા આવે જ નહીં. કનુભાઈ તો કહે બેન થાકી ગ્યો..

પણ હું હંમેશાં કહુ આ પરિવારોને મદદ કરવી એ આપણો ખરો ધર્મ. સમજે એની પાસે તો સૌ જાય પણ જે નાસમજ છે તેમની પાસે જઈને કાર્ય કરવું એ VSSMનું કામ.

ગામના સરપંચ અને તલાટી બેઉં બહુ ઉત્સાહી એમણે પણ આ પરિવારોને અમારી સાથે કદમ મિલાવવા કહ્યું ને બીજા દિવસે પંચાયતમાં બોલાવીને સૌને આવકના દાખલા સરપંચ શ્રીએ પોતાના હસ્તે આપી દીધા.

વિચરતી જાતિઓના વસવાટ માટે દરેક ગામ લાલ જાજમ પાથરીને તૈયાર નથી હોતું. ત્યારે દહીસરડાના આ પરિવારોને પંચાયત મદદ કરવા ઈચ્છે છે તે સરાહનીય..

બસ આ પરિવારો ઝટ પોતાના ઘરવાળા થાય.. અને સમાજને સ્વીકૃત હોય તેવા કાર્યોમાં લાગી જાય એવું ઈચ્છીએ..

કનુભાઈ અને છાયાબહેનને દાદ દેવી પડે.. થાક્યા વગર લાગ્યા છે.. ઈશ્વર એમને વધુ તાકાત આપે...

The current  living condition of devipujak families
Mittal Patel meets nomadic families


The Sarpanch of the village handed documents to
these nomadic families