Thursday, September 26, 2019

The multiple challenges of surviving at the margins…..


Mittal Patel visits nomadic settlement of Morbi
“Ben, when would you visit our house? When you are in Morbi this time please come to our home else we will get upset!!”

Morbi’s Rameshbhai Saraniya has been insisting for years, but visiting their house never materialised.  
We had been requesting District Collector of Morbi to organise a joint meeting for redressing the pending matters of nomadic and de-notified communities. The meeting happened and we were in Morbi to attend the same.

Saraniya Community sharing their problems to Mittal Patel
VSSM’s Chayaben had arranged a visit to 2 settlements one of which happened to be Rameshbhai’s.


Rameshbhai and family were so enthused that a homemade scrumptious meal awaited us as we reached their home.

Surrounding environment outside nomadic
settlement of Morbi
“For years we have waited for this moment!!” Look at the house I was able to build for my family. It was because of you that we made this effort, you gave us that understanding to settle down. If it wasn’t for you we would still be wandering aimlessly.”


The living condition of nomads
It brings joy to listen and witness the progress these families make. But the living conditions and their surrounding environs really bother us at times. The road to Rameshbhai’s house was filled with rubbish and sewage drain. The refused water that gets  accumulated was a breeding ground for mosquitoes. Crossing that open sewage drain required some acrobatic skills. During monsoons the drain would overflow and flood the homes on its periphery. Once the water recede mosquitoes and flies would enjoy a gala time.  The house would keep getting littered with everyone who walked through the drain. The food had 100% chances of getting infected by the flies all around.     


“How can you stay here, Ramesbhai?”
“What can we do, ben? People like you can see our difficulties, who else is bothered to even think about us? You just help us settle down well!!”

We have requested the District Collector to expedite the process of land allotment to these families.

Let us see how it goes. We  for sure have pledged to not remove these families from here as soon as possible.

We are grateful for Chayaben and Kanubhai who reach and identify such families.

The pictures reveals all that is written above. Also gives you a glimpse into Rameshbhai’s house  and his family.  
'બેન મારે ઘીરે ક્યારે પધારશો? આલીખા મોરબી આવો તો અમારા ન્યાં આવવું જ પડશે નકર અમે નારાજ થઈ જાસું...'

મોરબીમાં રહેતા રમેશભાઈ સરાણિયા વર્ષોથી આગ્રહ કરે. પણ એમના ત્યાં જવાનું થાય નહીં.
મોરબી કલેક્ટર શ્રીને વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નો બાબતે બેઠક આયોજીત કરવા અમે વિનંતી કરી અને એમણે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી. એટલે મોરબી જવાનું થયું.

કાર્યકર છાયાબહેનને બે વસાહતોની સ્થિતિ જોઈશું તેમ કહેલું ને એમણે અનાયાસે રમેશભાઈની વસાહતમાં જ જવાનું ગોઠવ્યું.
રમેશભાઈએ તો સેવ ટમેટાનું શાક ને બીજુયે ઘણું ભાવતું બનાવી રાખ્યું..

'વર્ષોથી રાહ જોતો તો બેન તે હવે તમે પધાર્યા ખરા...
આ જુઓ મે થોડું પાકુ ઘર કઈર્યું.. તમે હજમાવ્યો ઈમ હજમ્યો ને આ કઈર્યું. બાકી અમારા નસીબમાં તો ગાડા લઈને ભટકવાનું જ હતું.'

રમેશભાઈને સાંભળીને ઘર થ્યાનો આનંદ થયો પણ આ ઘરમાં પ્રવેશતા પહેલાં મે ઓળંગેલું ગંદા પાણીનું નાળુ અને એ નાળાની પાળ પર બાંધેલા છાપરાં ને એમાં રમેશભાઈનું આ ઘર. જીવતા નર્ક જોવું હોય તો રમેશભાઈના આ રહેણાંકને જોઈ શકાય.

વરસાદ આવે ત્યારે નાળુ ઊભરાય ને ગંદકી ઘરમાં ભરાય.
પાણી ઉતરે એટલે શરૃ થાય માખી મચ્છરોનો ઉપદ્રવ.

ખાવાના રોટલાને ઘડીક ખુલ્લો રાખે તો માખીઓ કુંડાળે વળી વાતોએ વળગી હોય એવો નજારો જોવા મળે.

નાળામાં વહેતા ગંદા પાણીમાં પગ બોળાઈ ન જાય એ માટે ઈંટો મૂકેલી પણ બેલેન્સ ના રહે તો ગંદકી પગમાં એય પાછી ગંદી વાસ સાથે ભરાય.

'આવામાં તમે કેમના રહો છો રમેશભાઈ?'
'હું કરીએ બેન. આ તમારા જેવા અમારી ભાળ કાઢે બાકી કુને પડી હોય આંયા આવાની. હવે અમને થાળે પાડી દ્યો બસ..'

કલેક્ટર સાહેબને આ પરિવારોને ઝટ જમીન ફાળવવા વિનંતી કરી છે.
જોઈએ શું થાય છે
પણ આ પરિવારોને આવી ગંદકીમાં ઝાઝુ નહીં રહેવા દેવાનો નિર્ધાર પાક્કો...
છાયાબહેન અને કનુભાઈ અમારા કાર્યકરો આવા તકલીફમાં જીવતા માણસોને શોધી કાઢે છે.. એ બંનેને આભાર..
ફોટોમાં લખ્યું એ બધુંયે... રમેશભાઈને તેમનો પરિવાર પણ..

#Empathy #Collector_Morbi #Pathetic #OneSolution #PolicyMaking #ResidentialPlots #MittalPatel #VSSM #NomadicTribes #Sarania #વિચરતીજાતિ #સરાણિયા



The efforts pays off as investigations initiate against Junagadh’s C Division policemen...

The coverage of the incident in one of the
newspaper

 An incident of physical abuse of 12 Bajaniya men by Junagadh  police and eventual custodial death of an elderly Hirabapa has shaken all of us. As much as we try and wish to reduce such instances of police  atrocities they simply refuse to abate. Following the incident we met State Home Minister, DGP Gujarat, Range IGP Junagadh, SP Junagadh and others with a demand for a legal inquiry into the incident.
Eventually, with regards to our demand a case of custodial death has been registered against 10 to 12 police officials stationed at C Division Police Station in Junagadh.
The Bajaniya men are under severe physical and metal trauma. During the investigation when called by Shri Damor Saheb for recording a statement, the men were terrified. However, Range IGP comforted them, asking them to fear nothing.
“The Saheb in there is so good, he gave me strength to speak up,” Shankarbhai tells us after he recorded his statement.
During this entire episode, the Bajaniya men and all of us got to experience two kinds of policemen of Junagadh, one who were extremely ruthless and few others who provided strength to the victims by telling them to not fear any policemen. 
All we hope for is justice for these poor men.
We are hoping for early release of one of the 12 men still in police custody who has also been forced to confess  to robberies he has never committed.

The coverage of the incident in Navgujarat Newspaper
Hope these relentless and untiring pursuit for justice results into something positive so that the men in uniform who take their powers for granted and act as if they have a right to beat up anyone, anywhere they wish,  get to learn a lesson.

After this entire episode I also spoke to Additional DGP Shri Vinod Mal Sir,  someone whom I respect a lot.  Currently, he heads Department of Police Reforms. I have requested him to include this instances and the communities of NT-DNT in their training programs. I am sure under his leadership this too shall happen pretty soon.

The pictures are of the coverage of the incident in various newspapers.

મહેનત રંગ લાવી...જુનાગઢ સી ડીવીઝનના પોલીસકર્મીઓ સામે તપાસ સોંપાઈ....

જુનાગઢમાં પોલીસ દ્વારા બાર બજાણિયા વ્યક્તિઓને બેરેહમીથી ઢોર માર મારવા તેમજ બારમાંથી એક હીરાબાપાનું કસ્ટડીમાં મોત થવા બાબતે અમે રાજ્યના ગૃહમંત્રી, ડીજીપી ગુજરાત, રેન્જ આઈજીપી જુનાગઢ, એસપી જુનાગઢ વગેરેને રજૂઆત કરી. આ આખી ઘટનાની ન્યાયીક તપાસ માટેની માંગ અમે કરી હતી.

આ માંગના પગલે જુનાગઢ સી ડીવીઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 10 થી 12 પોલીસ કર્મી સામે કસ્ટોડીયલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો.
સાથે જ આ ઘટનાની ન્યાયીક તપાસ રેન્જ આઈજીપી અને એસપી દ્વારા ડીવાયએસપી આર.વી. ડામોરને સોંપવામાં આવી.

પોલીસ અત્યાચારનો ભોગ બનેલા બજાણિયા વ્યક્તિઓને જ્યારે તેમના સ્ટેટમેન્ટ લેવા માટે ડામોર સાહેબે બોલાવ્યા ત્યારે પ્રથમ તો તેઓ ગભરાયા. પણ રેન્જ આઈઈજીપીએ તેમને કોઈનાથી ડરવાની જરૃર નથી. એમ કહીને હૈયાધારણા આપી.

શંકરભાઈએ પ્રથમ પોતાનું નિવેદન નોંધાવ્યું. એ પછી એ ડામોર સાહેબ પાસેથી બહાર આવ્યા અને કહ્યું,
'આ સાહેબ તો બહુ ભલા છે.. એમણે મને હિંમત આપી..'

વર્દી પહેરીને રક્ષક હોવાનું ભૂલી જનારાએ બજાણિયા ઉપર કાળો કેર વર્તાવ્યો તો બીજી બાજુ જુનાગઢના જ કેટલાક પોલીસ અધિકારીઓએ આ પરિવારોને પોલીસથી જરાય બીક રાખશો મા એમ કહીને તેમને હીંમત આપી..

ખેર સારા નરસા બધે હોવાના..
અમને તો ન્યાય મળે એમાં રસ છે

વળી હજુ ન કરેલા ગુના જેને પરાણે કબૂલાવ્યા છે તે એક વ્યક્તિ જેલમાંથી ઝટ છૂટે એવું ઈચ્છીયે છીએ..

થાક્યા વગર લડતા રહ્યાનું પરિણામ હકારાત્મક આવે એમ ઈચ્છીએ જેથી પોલીસની વર્દીમાં તુમાખીથી જીવતા અન્યોને શીખ મળે..

અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિનોદ મલ્લ સર જેઓ માટે મને વિષેશ આદર અને પ્રેમ છે. હાલમા તેઓ પોલીસ સુધારણાનો વિભાગ જુએ છે તેમને પણ પોલીસ તાલીમમાં આ વિષયને ઉમેરવા રજૂ કરઆત કરી છે.. મલ્લ સર એકદમ હકારાત્મક નિર્ણય લેવાના એમાં કોઈ શંકા નથી..

સૌનું શુભ થાય તેવી ભાવના...
વિવિધ માધ્યમોમાં આવેલા સમાચાર ફોટોમાં

#MittalPatel #VSSM #NomadicTribes #Nomads #Violation_of_Human #Police_Authorities #Death_in_police_custody #Torture #Atrocities_against_Nomads #Atrocities_against_DNT