Thursday, September 26, 2019

The efforts pays off as investigations initiate against Junagadh’s C Division policemen...

The coverage of the incident in one of the
newspaper

 An incident of physical abuse of 12 Bajaniya men by Junagadh  police and eventual custodial death of an elderly Hirabapa has shaken all of us. As much as we try and wish to reduce such instances of police  atrocities they simply refuse to abate. Following the incident we met State Home Minister, DGP Gujarat, Range IGP Junagadh, SP Junagadh and others with a demand for a legal inquiry into the incident.
Eventually, with regards to our demand a case of custodial death has been registered against 10 to 12 police officials stationed at C Division Police Station in Junagadh.
The Bajaniya men are under severe physical and metal trauma. During the investigation when called by Shri Damor Saheb for recording a statement, the men were terrified. However, Range IGP comforted them, asking them to fear nothing.
“The Saheb in there is so good, he gave me strength to speak up,” Shankarbhai tells us after he recorded his statement.
During this entire episode, the Bajaniya men and all of us got to experience two kinds of policemen of Junagadh, one who were extremely ruthless and few others who provided strength to the victims by telling them to not fear any policemen. 
All we hope for is justice for these poor men.
We are hoping for early release of one of the 12 men still in police custody who has also been forced to confess  to robberies he has never committed.

The coverage of the incident in Navgujarat Newspaper
Hope these relentless and untiring pursuit for justice results into something positive so that the men in uniform who take their powers for granted and act as if they have a right to beat up anyone, anywhere they wish,  get to learn a lesson.

After this entire episode I also spoke to Additional DGP Shri Vinod Mal Sir,  someone whom I respect a lot.  Currently, he heads Department of Police Reforms. I have requested him to include this instances and the communities of NT-DNT in their training programs. I am sure under his leadership this too shall happen pretty soon.

The pictures are of the coverage of the incident in various newspapers.

મહેનત રંગ લાવી...જુનાગઢ સી ડીવીઝનના પોલીસકર્મીઓ સામે તપાસ સોંપાઈ....

જુનાગઢમાં પોલીસ દ્વારા બાર બજાણિયા વ્યક્તિઓને બેરેહમીથી ઢોર માર મારવા તેમજ બારમાંથી એક હીરાબાપાનું કસ્ટડીમાં મોત થવા બાબતે અમે રાજ્યના ગૃહમંત્રી, ડીજીપી ગુજરાત, રેન્જ આઈજીપી જુનાગઢ, એસપી જુનાગઢ વગેરેને રજૂઆત કરી. આ આખી ઘટનાની ન્યાયીક તપાસ માટેની માંગ અમે કરી હતી.

આ માંગના પગલે જુનાગઢ સી ડીવીઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 10 થી 12 પોલીસ કર્મી સામે કસ્ટોડીયલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો.
સાથે જ આ ઘટનાની ન્યાયીક તપાસ રેન્જ આઈજીપી અને એસપી દ્વારા ડીવાયએસપી આર.વી. ડામોરને સોંપવામાં આવી.

પોલીસ અત્યાચારનો ભોગ બનેલા બજાણિયા વ્યક્તિઓને જ્યારે તેમના સ્ટેટમેન્ટ લેવા માટે ડામોર સાહેબે બોલાવ્યા ત્યારે પ્રથમ તો તેઓ ગભરાયા. પણ રેન્જ આઈઈજીપીએ તેમને કોઈનાથી ડરવાની જરૃર નથી. એમ કહીને હૈયાધારણા આપી.

શંકરભાઈએ પ્રથમ પોતાનું નિવેદન નોંધાવ્યું. એ પછી એ ડામોર સાહેબ પાસેથી બહાર આવ્યા અને કહ્યું,
'આ સાહેબ તો બહુ ભલા છે.. એમણે મને હિંમત આપી..'

વર્દી પહેરીને રક્ષક હોવાનું ભૂલી જનારાએ બજાણિયા ઉપર કાળો કેર વર્તાવ્યો તો બીજી બાજુ જુનાગઢના જ કેટલાક પોલીસ અધિકારીઓએ આ પરિવારોને પોલીસથી જરાય બીક રાખશો મા એમ કહીને તેમને હીંમત આપી..

ખેર સારા નરસા બધે હોવાના..
અમને તો ન્યાય મળે એમાં રસ છે

વળી હજુ ન કરેલા ગુના જેને પરાણે કબૂલાવ્યા છે તે એક વ્યક્તિ જેલમાંથી ઝટ છૂટે એવું ઈચ્છીયે છીએ..

થાક્યા વગર લડતા રહ્યાનું પરિણામ હકારાત્મક આવે એમ ઈચ્છીએ જેથી પોલીસની વર્દીમાં તુમાખીથી જીવતા અન્યોને શીખ મળે..

અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિનોદ મલ્લ સર જેઓ માટે મને વિષેશ આદર અને પ્રેમ છે. હાલમા તેઓ પોલીસ સુધારણાનો વિભાગ જુએ છે તેમને પણ પોલીસ તાલીમમાં આ વિષયને ઉમેરવા રજૂ કરઆત કરી છે.. મલ્લ સર એકદમ હકારાત્મક નિર્ણય લેવાના એમાં કોઈ શંકા નથી..

સૌનું શુભ થાય તેવી ભાવના...
વિવિધ માધ્યમોમાં આવેલા સમાચાર ફોટોમાં

#MittalPatel #VSSM #NomadicTribes #Nomads #Violation_of_Human #Police_Authorities #Death_in_police_custody #Torture #Atrocities_against_Nomads #Atrocities_against_DNT



No comments:

Post a Comment