Saturday, January 01, 2022

VSSM’s construction standards equal private construction levels, yet such response…

 Rajkot’s Rampara Beti settlement…


Rajkot's Rampara Beti settlement


‘Ben, can you help us with the gas stove and LPG cylinder for the beautiful homes you have helped us build. The shoot from the wood-fired chulas will blacken the walls of our brand new kitchens; also, it would look so much better if the settlement had pucca road passing through it. Can you put a request to the government?” Naviben, who for the first time in her life, will experience a pucca home.

VSSM, with the help of its well-wishing donors and government, has created one more settlement and built houses for 65 marginalised and homeless families. The thought that the families should have access to clean drinking water, made us write to WASMO. As a result, following the Chief Minister’s orders, the government has spent Rs. 19 lacs on building a fifty-thousand-litre tank at the settlement. Our well-wishing friend Shri Piyushbhai Kothari donated the community contribution for the tank. We are grateful to the government for the timely sanctions.

The construction of sanitation blocks is also underway in the settlement. We have sought government assistance and have written to the officials but are yet to receive any positive response. VSSM is spending around Rs. 25000 on each unit, yet we have not met the government guidelines, according to the officials. VSSM’s construction standards equal private construction levels, yet such response…

There is also the pending issues of construction of roads through the settlement; hopefully, the problems will be resolved soon, and we can provide a glorious housewarming to these 65 families of Sanjivani Society …

We want the families of this settlement to realise their potential by moving into a well-made house with basic amenities. Hopefully, the government expedites the pending issues of road and sanitation units.

વાત છે રાજકોટના રામપરાબેટીની..

'બેન અમારા ઘર તો સરસ બાંધ્યા પણ અમને ગેસનો બાટલો ને સગડી અપાવવામાં મદદ કરજો નહીં તો અમારા રસોડા કાળા પડી જશે.... અને આ આખી વસાહતમાં રોડ બની જાય તો આખી વસાહત કેવી સુંદર બની જાય તે એ માટે તમે સરકારમાં કેજો ને...'

જિંદગીમાં આમ તો પેઢીઓમાં પહેલીવાર પોતાનું ઘર જેમણે જોયું છે જેમાં એ રહેવા જવાના છે તેવા નવીબહેને આ કહ્યું..

65 પરિવારોના ઘર અમે સરકાર અને vssm સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી બાંધ્યા.. વસાહતમાં રહેવા આવનાર માણસોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વાસ્મો સંસ્થાને રજૂઆત કરાતા ને મુખ્યમંત્રી શ્રીના આદેશના કારણે પચાસ હજાર લીટરની ટાંકી 19 લાખના ખર્ચે સરકારે બાંધી. આ ટાંકી માટે લોકફાળો અમારા પિયુષભાઈ કોઠારીએ ભર્યો. સરકારનો આ માટે આભાર..

વસાહતમાં ટોયલેટનું કામ ચાલુ છે. અધિકારીને આ ટોયલેટ માટે સરકારી સહાય મળે તે માટે રજૂઆત કરી પણ એમનો જવાબ નથી મળ્યો. અમે એક ટોયલેટના બાંધકામ પાછળ ઓછામાં ઓછો 25000 થી વધુ ખર્ચ કર્યો છે. છતાં એમના કહેવા પ્રમાણે અમે સરકારના ધારાધોરણ પ્રમાણે કામ નથી કર્યું. 

કેટલું મજબૂત કામ કર્યું છે છતાં ધારાધોરણ?

વળી વસાહત વચ્ચે રોડ રસ્તાના પ્રશ્નો પણ છે.. એ બધુ સત્વરે ઠીક થાય તો આ સંજીવની સોસાયટીમાં રહેવા આવનાર 65 પરિવારોનો ભવ્ય ગૃહ પ્રવેશ કરાવી શકાય... 

આ વસાહત આ સમુદાયની આગવી ઓળખ બનવાની... સરકાર પણ વસાહતમાં રોડ રસ્તા બનાવવામાં આગળ આવે ને ટોયલેટ માટે મદદ કરે તેમ ઈચ્છીએ....

#MittalPatel #vssm

Ongoing construction at Rajkot's Rampara beti settlement
Ongoing construction at Rajkot's Rampara beti settlement
VSSM with the help of its well-wishing donors and government
built houses for 65 marginalised and homeless families


The Rotary Club of Palanpur honours Mittal Patel with the 'Banas Ratna Award'...

The Rotary Club of Palanpur honours Mittal Patel with
the 2021 Banas Ratna Award

“We have decided to present you the 2021 Banas Ratna Award. Will you accept?”

Dr Shri Jayesh Bavishi who resides in Palanpur and remains actively associated with the welfare activities in the region called to share the news. The Rotary Club of Palanpur City has been involved in numerous welfare and charity pursuits, since 2005 they have been conferring the Banas Ratna Awards to individuals working for the betterment of Banaskantha.

The awards are presented to individuals residing in Banaskantha, I had assumed. I went ahead and asked Jayeshbhai the same to which he replied, “We confirm the honor upon individuals who have considered Banaskantha their own and have worked for the development of the region, they need not be residents of this district.”

The indeed was a joyous moment.

Our neighbour, Dama Uncle (Vasnat Dama) jokingly calls me Miss Banaskantha, and many have inquired  whether my native is Banaskantha. And it is an obvious inquiry. We have been working with the nomadic and de-notified communities in 22 districts of Gujarat but the environment related pursuits remain concentrated to Banaskantha only. Hence, one feels we only work in Banaskantha.

I am grateful to Rotary Club of Palanpur City for the honour. I hope along with this award you also connect with us to work on many other noble causes the region requires.

Most importantly, the award does not honour one individual, therefore the true recipients of this award are individuals who help  us chase our dreams, the team of VSSM and the Board of Trustees. The Board of Trustees for giving me the space to work with a strong team, to our well-wishers for trusting us always… you are the true recipients of these awards. And many thanks to Maulik, Kiara and my parents who have made it possible for me to continue on this path. 

'2021નો બનાસ રત્ન એવોર્ડ તમને આપવાનું નક્કી કર્યું છે. તમે સ્વીકારશો?'

પાલનપુરમાં રહેતા ને સેવાકાર્યો સાથે સંકળાયેલા ડો. જયેશભાઈ બાવીશીનો આ સબબે ફોન આવ્યો. 

રોટરી ક્લબ પાલનપુર સીટી ઘણા સેવાકાર્યો સાથે સંકળાયેલી ને 2005થી બનાસ રત્ન એવોર્ડ તેઓ બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રે કાર્ય કરતા લોકોને આપે..

જયેશભાઈના મોંઢે એવોર્ડનું નામ સાંભળી પ્રથમ તો બનાસકાંઠાવાસીને આ એવોર્ડ અપાતો હોય તેમ લાગેલું ને જયેશભાઈને મે એ પુછી પણ લીધું. જવાબમાં જયેશભાઈએ કહ્યું, 

બનાસકાંઠાના વતની ન હોય પણ જેમણે બનાસકાંઠાને પોતાનું માન્યું હોય અને જિલ્લાના વિકાસના કાર્યોમાં રસ દાખવ્યો હોય તેને એ સન્માન અમે આપીએ...

આમ આ ધન્યતાની ઘડી તો ખરી જ...

અમારા પડોશી દામા અંકલ(વસંત દામા) મને રમૂજમાં મીસ બનાસકાંઠા કહે.. તો ઘણા લોકો મને તમે બનાસકાંઠાના વતની એમ પુછે... એમનું આવું પુછવું - કહેવું સ્વાભાવીક મૂળ વિચરતી વિમુક્ત જાતિઓ સાથેનું અમારુ કાર્ય ગુજરાતના 22 જિલ્લામાં પણ પર્યાવરણલક્ષી કાર્યો ફક્ત બનાસકાંઠામાં કરીએ એટલે સૌને અમે બનાસકાંઠામાં જ કાર્ય કરીએ એમ વધુ લાગે...

રોટરી કલ્બ પાલનપુર સીટીનો આ સન્માન માટે ઘણો આભાર.. એવોર્ડ સાથે તમે અમારી સાથે જોડાવ અને આપણે સાથે મળીને વધારે સતકાર્યોમાં નિમિત્ત બનીએ એમ ઈચ્છુ..

છેલ્લે ખાસ મહત્વની વાત.. એવોર્ડ કે સન્માનનું કોઈ વ્યક્તિ ક્યારેય હકદાર ન ગણાય એટલે આ એવોર્ડ આ કાર્યમાં મદદ કરનાર સ્વજનોથી લઈને VSSM ટીમ અને ટ્રસ્ટીમંડળના સૌનો.. 

મજબૂત ટીમ સાથે કાર્યો કરવાની મોકળાશ આપનાર ટ્રસ્ટી મંડળ અને અમારામાં શ્રદ્ધા મુકી મદદ કરનાર સ્વજનો આના સાચા હકદાર... 

અને હા મારો પરિવાર મૌલિક, કિઆરા અને મારા માતા-પિતાનો પણ આભાર.. તેમને મને આ કાર્યો કરવાની અનુકુળતા કરી આપી...

#MittalPatel #vssm #બનાસરત્નએવોર્ડ #બનાસકાંઠા

The Rotary Club Of Palanpur

Mittal Patel with Dr. Shri Jayeshbhai Bavishi

Mittal Patel with the members of the rotary club of Palanpur



Sunday, December 26, 2021

Purvi had a successful surgery under the Sanjivani Aarogya Setu program of VSSM ...

Mittal Patel with Purvi

Purvi !!

She fought a tough battle and miraculously survived her ailment.

Purvi and her parents live in Rajkot. Few months ago, a little short of her 7th birthday, Purvi fell ill and the condition did not improve. Manojbhai, her father too her to many local clinics but to no respite. The clinics could not diagnose her condition. Finally, a doctor in Chotila tells them that Purvi has a hole in her heart and treatment would cost a fortune at any private hospital.

Manojbhai was confused on further course of action. VSSM’s Kanubhai learnt about the situation and advised Manojbhai to proceed to Ahmedabad’s UN Mehta Cardiology Institute.

“How will I find my way through Ahmedabad and the hospital!”

Kanubhai assured that Kiranbhai will be there to take care of him through the treatment once he reaches Ahmedabad with Purvi.

There were a few hiccups due to sheer volume of patients, but Purvi had a successful surgery.

Manojbhai and Purvi were at our office to meet us all after discharge from the hospital. Purvi is a charmer, her father’s daughter. I asked her to stay back at the hostel, “I cannot live without my father!” she was quick to reply.

“I will send her here after she is a little older. Education will make her life better.” Manojbhai replied.

He thanked Kiran and Kanubhai for their support and guidance.

“In absence of the guidance I received, I would be deep into debt!” Manojbhhai tells me before leaving.

If you know anyone in need of treatment but cannot afford to have one call Kiran on 8401726987. We will help them under our Sanjivani Arogya Setu program.

May almighty grant everyone good health and happiness.  

નામ એનું પૂર્વી..

દવાખાનામાંથી લાંબો જંગ જીતી એ આબાદ બહાર આવી.

રાજકોટમાં રહેતા મનોજભાઈની એ દીકરી. સાત વર્ષની એ હમણાં થઈ પણ થોડા મહિના પહેલાં અચાનક બિમાર પડી ને માંદગી લાંબી ચાલી. સ્થાનીક દવાખાના ઘણા ફર્યા પણ નિદાન ન થયું.

આખરે ચોટીલાના એક ડોક્ટરે કહ્યું કે પૂર્વીના હૃદયમાં કાણુ છે. જેની સારવાર માટે ખાનગી દવાખાનામાં મસમોટો ખર્ચ થાય.

શું કરવું? મનોજભાઈને મૂંઝવે. અમારા કાર્યકર કનુભાઈને આ ખ્યાલ આવ્યો ને એમણે મનોજભાઈને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પીટલમાંં જવા કહ્યું. 

'પણ કનુભાઈ અમદાવાદમાં અમને આ બધુ જડે નહીં...'

મનોજભાઈને દિલાસાની સાથે સિવીલ હોસ્પીટલમાં પહોંચશો તો મદદ માટે મારા જેવો જ કિરણ તૈયાર હશેનું કનુભાઈએ કહ્યું ને મનોજભાઈ પહોંચી આવ્યા અમદાવાદ.

થોડા ધક્કા થયા મૂળ દર્દીઓ વધારે પણ આખરે પૂર્વીનું ઓપરેશન સફળતાપૂર્વક થયું.

આજે એ પૂર્વીને લઈને ખાસ મળવા આવ્યા. પૂર્વી એકદમ મીઠડી. સફરજન આપ્યું તો કહે, મને ના ભાવે. પપ્પાની એ વહાલુડી દીકરી. મે એને અમદાવાદ ભણવા રહીજાનું કહ્યું તો હસીને કહે, 'પપ્પા વગર મને નો હોરવે...'

પણ મનોજભાઈએ કહ્યું, 'બેન થોડી મોટી થાય પછી અહીંયા જ મુકી દઈશ. ભણશે તો જીંદગી સુધરશે...'

કિરણ અને કનુભાઈનો એમણે ઘણો આભાર માન્યો. 

'સાચુ માર્ગદર્શન મળ્યું નકર દેવામાં ડુબી ગ્યો હોત બેન..' એવું એમણે જતા જતા કહ્યું...

તમારા આસપાસમાં પણ ગંભીર બિમારીમાં પિડાતા માણસો હોય ને સારવાર થતી ન હોય તો કિરણ - 8401726987 નો સંપર્ક કરજો. અમારા સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત બનતી તમામ મદદ કરીશું...

બાકી ભગવાન સૌને તંદુરસ્ત જીનવ બક્ષે એવી અભ્યર્થના...

#MittalPatel #vssm