Thursday, February 20, 2020

Letter From Gujarat Chief Minister Shri Vijaybhai Rupani...

Letter From CM Shri Vijay Rupani
Chief Minister of Gujarat,
Respected Shri Vijaybhai Rupani hails VSSM’s water conservation efforts especially the deepening of lakes in Banaskantha.
We are extremely grateful for this recognition.
Appreciation like such lifts our spirits and enthuses organisations and workers like us to do our best.
We are also thankful to our well-wishers and supporters as well as people of Banaskantha for welcoming the cause.

So are we also grateful for the support of Banaskantha administration for their relentless support whenever required to ensure that the works did not run into any administrative hurdles!!

We have a dream of making Banaskantha green, all we need is support from you all to succeed in that direction.

Once again, thank you so much for the recognition and appreciation.

Vada Village Join Hand With VSSM for Protection Of Its Sources


Summer is just around the corner, the scorching heat and record-breaking temperatures will once again trigger our seasonal concern for water, trees, environment and all that results in rising temperatures.
However, even after back to back years of record heat we haven’t learnt to live the proverb, ‘a stitch in time saves nine’. We will continue to wait for others to address the issue. We worry about our home, our savings, bank balance and likes because it is not the government’s responsibility. Had it been their concern we would have stopped caring about that too!! Correct?


                      Meeting at Vada Village
The environment is a shared legacy, protecting it is everyone’s concern. The summer heat will make all of us shout and make a noise of the efforts required to curtail those but once the rains arrive, the temperatures cool down and the downpour also cools down our tempo.


Since the past three years, VSSM has taken up the responsibility of doing its bit for environment protection, focusing on water conservation and restoration of traditional water sources.




The efforts to repair the community lakes in the villages was initiated in January and not May-June when summer is at its peak. We have been meeting the village leaders. In a recent meeting at Banaskantha’s Vada village in Kankrej block, we had a detailed discussion on why is it essential to contribute to these efforts of lake deepening. The JCB expenses are borne by VSSM, the excavated mud is picked up by the village community and the villagers contribute in cash for the maintenance of water sources. And it is not a very nominal amount of accumulated corpus we are seeking. The amount has to be considered so that the maintenance happens regularly and efficiently.



With Village Sarpanch
The communities in rural areas will benefit only when the lakes will deepen, and hold the rainwater into it. Why depend on government for all such needs. Yes, if it happens nothing like it but consider it an added benefit. Do what we have to do, whatever is our responsibility.

When one fails to protect common property resources they become history. There are numerous examples of lakes encroached upon and being used to farm. ‘once upon a time there was a lake here…’ we have heard this at countless places.


We are driving our efforts to include the villagers to take responsibility for their resources. We are reaching out to villagers, organising meetings to evoke this sense of responsibility and duty in them.

Lake before Deeping work


We are hopeful that the response is going to be better than the previous 3 years.

It is time we return to mother earth all that we have taken from her for all these years.
Vada village has taken up the responsibility to do its part for the protection of its water sources. Have you??


Images of our meetings and discussions…



Lake Deeping Work
ઉનાળો શરૃ થશે એટલે આપણે સૌ ઝાડ, પાણી ટૂંકમાં પર્યાવરણની ચિંતા સેવવાનું શરૃ કરીશું.

પણ આપણી પેલી કહેવત પાણી પહેલાં પાળ બાંધવાનું આપણાથી બહુ થતું નથી. ઘર, બચત વગેરેનું આયોજન આપણે કરવું પડે એટલે એ કરીએ જો કે મને ક્યારેક થાય જો આ આયોજન પણ સરકાર કરી દેતી હોત તો આપણે એય કરવાની દરકાર કરીએ નહીં.

સાર્વજનીક સંપતિ એવા પર્યાવરણના જતનથી લઈને માવજત અંગે ઉનાળો શરૃ થતા વિચાર આવે અને બે ચાર મહિના તો ચારે બાજુ કુકવા કરીએ મુકીએ. પણ પછી વરસાદ પડે અને એના નીર ભેગી આપણી રાડારાડ વહી જાય. ટૂંકમાં ટાઢુ પાણી ફરી વળે.
અમે પર્યાવરણ જતન સંદર્ભે કેટલુંક નક્કર કરવાનું છેલ્લા ત્રણેક વર્ષથી અમારી નૈતિક જવાબદારી સમજીને કરી રહ્યા છીએ. જેમાંનું મુખ્ય જળ સંગ્રાહાલયોને પુનર્જીવીત કરવાનું છે.
ગામના તળાવો સાબદા કરવાનું અભિયાન મે – જુન મહિનામાં નહીં પણ જાન્યુઆરીથી આરંભવાનું નક્કી કર્યું અને તે સંદર્ભે ગ્રામજનો સાથે બેઠકો કરવાનું શરૃ કર્યું છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડામાં આવી બેઠક આયોજીત કરી અને ગામલોકોએ પોતાનું યોગદાન તળાવ ગાળવા કેમ આપવું એની વિસ્તારથી ચર્ચા થઈ.
તળાવ ગાળવા જેસીબી VSSM આપે, માટી ઉપાડવાનું કામ ગામલોકો પોતાના ટ્રેકટરોથી કરે આ ઉપરાંત ગામલોકો ફાળો ભેગો કરે. વળી આ ફાળો પાંચ પચીસ કે પચાસ હજાર નહીં પણ માતબર થાય એ માટે અમે કોશીશ કરી રહ્યા છીએ.
મૂળ તો તળાવ ગળાશે, પાણી ભરાશે તો ગામને જ ફાયદો થશે. વળી દરેક કામ સરકાર કરી આપે એવી આશા શું કામ રાખવાની. આપણી પોતાનીએ જવાબદારી છે. સરકાર કરે તો એ નફાનું એમ સમજવું પણ મારી જવાબદારી સમજી હું એમાં યોગદાન આપું તે થાય તે જરૃરી.
વળી આ થાય તો જ જાહેર સંપતિ એવા તળાવો સચવાશે બાકી તળાવ પુરીને ખેતી કરનારાના દાખલા ક્યાં ઓછા છે..
એક હતું તળાવ જેવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે અમે ગામલોકોની ભાગીદારી મહત્તમ તળાવ ખોદકામમાં આવે તે માટે પ્રયત્નશીલ છીએ અને એના જ ભાગરૃપે ગામલોકો સાથે બેઠકો તેમનો માંહ્યલો જગડાવા માટે કરી રહ્યા છીએ.
ત્રણ વર્ષ કરતા આ વર્ષે લોકભાગીદારીમાં સારો સહયોગ મળશે તેવું જણાઈ રહ્યું છે..
‘તારુ દીધેલું તુજને વળાવું’ ધરતી માને આવું કહેવાનો વખત આવી ગયો છે..
ઉપરોક્ત લખ્યા મુજબની અને એ સિવાયની ઘણી લાંબી પારાયણો ગામલોકો સાથે કરીએ એ અને વડાનું જે તળાવ ગાળવાનું છે એ બધુયે કેમેરામાં કેદ..
કાંકરેજનું વડાગામ તો જાગી ગયું પણ તમે જાગ્યા ????
#gujarat #banaskantha #watermanagement #જળસંચય #વિચરતા #વિમુક્ત #ગામ #participatorywatermanagement #લોકભાગીદારી #saveearth #savewater #environment #savetheplanet #nature #climate #mittalpatel #મીતલપટેલ

Monday, February 17, 2020

Kudos to commendable entrepreneurial skill of Fulabhai Vansfoda

“I may be living in a shanty but my dreams are sky-high. We work with bamboo, but bamboos are becoming expensive with each day. People ask the price before deciding to buy the bamboo baskets we make. They are not prepared to pay higher prices for these simple-looking baskets. During the potato season in Deesa the demand for these baskets shoots up as farmers and personnel owning cold-storage need these baskets. Vansfoda like us bring bamboo according to their buying capacity bring the raw material to make the baskets and sell in Deesa. “How far do you wish to continue making baskets, instead start a wholesale business of these baskets,” suggested a fellow Vansfoda who worked at one such place. The idea was wonderful but how to start without the initial capital?”
Mittal Patel With Fulabhai Vansfoda

“VSSM’s Mahesbhai had helped us obtain our citizenry documents. I was aware that the organization gave interest-free loans. I requested Maheshbhai for the same and I was given Rs. 25,000 initially and Rs. 40,000 after I finished my first loan. The loan helped me procure material and I purchased baskets from all my relatives. They also found a ready market at their doorstep and I benefited from the bulk purchase. I also make baskets hence the benefit was much fold.”



Deesa’s Kulabhai approached and shared with me his success story while I was at the community meeting in the town. “I need more loan. I now want to buy bamboo directly from Assam!!” Fulabhai requested.

“According to him, they pay a very high price for the bamboo they buy from the local market. Same quantity if procured from Assam comes out to be very cheap. The Vansfoda families buy bamboo when they have money on hand. Eventually, when I am going to buy from them it is wise if I only provide them the bamboo as well.” Fulabhai shared.

It was a very enterprising thought. Thought of creating their cooperative has also crossed our minds. The loans have helped him immensely. However, to be able to move to a decent house from a shanty the family stays in he will have to work hard. Economic stability has helped him obtain solar-powered lights and sending kids to school.

We pray that Fulabhai is blessed with a beautiful future.

The images share the glimpses of the above story.


‘મુ સાંપરાંમોં જ રઉ સુ પણ મારા સપનાં બહુ ઊંચા સે. અમારો ધંધો વોંસનો પણ વોંસ દાડે દાડે મુઘો થઈ રયો સ. લોકોન વોસની ટોપલી પેલા લેતા એજ ભાવે જોવ, પૈસા વધુ આલવા ગમતા નહી. એટલ અમે ટોપલીઓ ગોમમો જઈન વેચવાનું બંધ કીધી. ડીસામોં બટાકા બહુ થાય. બટાકાની સીઝન આવ એટલ કોલ્ડ સ્ટોરેજ વાળા અને ખેડૂતોન વોંસની ટોપલીઓ જોવ. અમારા વોંસફોડો બધા જીમ સગવડ થાય ઈમ વોંસ લાવ અને ટોપલીઓ બનાઈન ડીસા બજારમોં જઈન વેપારીઓન વેચ.

અમારા નાતનો એક સોકરો આવી દુકોનમોં નોકરી કર એક દાડો ઈને કીધુ ક. ‘તુ ઓમ ટોપલીઓ ચો હુદી બનાયા કરે? ઈના કરતા ટોપલીઓ હોલસેલમાં વેચવાનો ધંધો કર’

વિચાર હારો હતો પણ પાહેણ પૈસા ચો હતા?

મહેશભાઈએ (VSSMના કાર્યકર) અમન અમારા ઓળખના આધારો બાધારો કાઢી આલવામાં ઘણી મદદ કરેલી. પાસુ સંસ્થા લોન આલ એવી મન ખબરેય. મે ઈનમ કીધુ અન ઈમને પહેલીવારની વીસ અન પસી ચાલીની લોન આલી.

મે મારા હગાવાલાએ બનાયેલી ટોપલીઓ લોનની રકમમોથી ખરીદી. એ લોકોન બજાર વેચવા જવાનુ મટ્યું અને મુ હોલસેલમાં એક હારે હો બસો નંગ વેચું એટલ મનય વકરો હારો થવા માંડ્યો એક ટોપલીએ મન દસ થી વીહ રૃપિયાનો ફાયદો થાય.

પાસુ મુયે ટોપલીઓ તો બનાવું જ. ઓંમ હારમ હારો ફાયદો થ્યો’

ડીસામાં રહેતા ફુલાભાઈ ડીસામાં આયોજીત અમારી લોકસંગઠનની બેઠકમાં અચાનક મારી સામે આવ્યા અને પોતાની સાફલ્યગાથા વર્ણવી અને કહ્યું, મારે હજુ લોન જોઈએ છે. અત્યાર સુધી પોતાના સગાવહાલા પાસેથી ટોપલીઓ ખરીદતા ફુલાભાઈને એક વિચાર આવ્યો છે વાંસ ખરીદવાનો અને એ પણ સીધા આસામથી.

તેમના કહેવા પ્રમાણે, વાંસફોડાવાદી સ્થાનીક લાટીમાંથી વાંસ ખરીદે તો મોંધો પડે. પણ આસામથી ગાડી મંગાવે તો સસ્તો પડે. વળી અહીંયા લોકો આર્થિક સગવડ થાય એમ વાંસ લાવે.

તેઓ કહે, ‘મુ ટોપલીઓ એમની પાહેથી લઉ સુ ઈમ વોંસ ઈમન આલુ એ પણ સસ્તા ભાવે તો ઈમન ન મન બેયનો ઘણો ફાયદો થાય’

વિચાર ઉત્તમ છે. આ લોકોની નાનકડી મંડળી બનાવવાનો પણ વિચાર આવ્યો છે. ફુલાભાઈની લોનથી તરક્કી ઘણી થઈ છે. હા છાપરામાંથી પાક્કા ઘરમાં જવા માટે મોટો ધંધો કરવો પડશે એવું એ કહે છે.

આર્થિક સદ્ધરતા આવી તો ઘરમાં સોલાર લાઈટ આવી અને બાળકો નિશાળ જતા પણ થયા.

ફુલાભાઈને ભવિષ્ય સુંદર બને તેની શુભેચ્છા..

લખ્યું છે એ બધુયે એ વિડીયોમાં બોલ્યા છે. તેમની સાથેના ફોટો તેમની સ્થિતિ સમજવા ખાતર..

વીડિયો જોવા યુટ્યુબની લિંક પર જઈ શકો છો અને યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિન્નતી

#vssm #mittalpatel #મિતલપટેલ #વિચરતા #વિમુક્ત #ગુજરાત #મીર #બનાસકાંઠા #Nomadic #Denotified #gujarat #mir #banaskantha #ngo #social #mir #family #nomad