We first had the opportunity of meeting Nagjibhai during a farmer congregation organized to address the issue of non-removal of flood waters from the villages of Khanpur, Nagla and Doda. This was about the water that had flooded these villages in 2015. Nagjibhai, a lively and positive individual had participated in the gathering. The boundaries of these villages were under 10 feet water for last 8 months and the government had payed to attention to their repeated requests.
After the meeting was over, Nagjibhai invited us for tea. “I cannot invite you to my home, so have had to bring you to this tea joint... Oh yes but I can offer you a joy ride over my raft!!” said Nagjibhai. We could not comprehend his statement. Why would he offer us a raft-ride, what was raft doing here?? But later when he showed us his house on the other side of the water it all made sense. He had made a make-shift raft to pay a daily visit to his house. The waters that had refused to flow away and which the government had made no efforts to drain had stopped the access to his house.
“How much losses have you suffered?” we inquired as we chatted.
“Close to a crore!” we were shocked on hearing the figure. How can someone be so calm after suffering such huge financial blow? “I must have had some dues remaining to be paid to nature...!” he had laughed it off.
![]() |
Flood Water gallop every bit of Khanpur Village leaving no one to escape |


We had to find courage to call up Nagjibhai, his condition was a foregone conclusion but, four days later we spoke to him, “I have told our Chief Minister, how long can we live on charity, think about some long-term plans to resolve this condition because, we cannot live through these frequent losses!!”
There was a news in the local dailies yesterday of our Chief Minister ordering removal of water within next 24 hours. We all know how things work in government, concrete results should be expected once there are concrete actions in this direction, otherwise…
![]() |
The pictures are about the water clogged during 2015 floods |
This is not just about Nagjibhai here. Most farmers in the region are suffering the same plight. This time Nagjibhai himself feels it is going to be difficult for him to bear the losses.
The nomadic families can survive on charity but farmers like Nagjibhai… what will they do??
If the government cannot work out a permanent solution the only option left is rehabilitating these families to some other place!!
The pictures are about the water clogged during 2015 floods while the video is about the recent flooding. The farmers will be ruined if the government does not take action as-soon-as-possible. Hope the recent orders turn in to actions soon…
નાગજીભાઈ પટેલ ખાનપુરના જિંદાદીલ ખેડુત. પહેલીવાર ડોડોગામમાં આયોજીત ખાનપુર,નાગલા અને ડોડોગામના ખેડૂતોની સભામાં તેમને મળવાનું થયેલું. મૂળ તો 2015માં પડેલા વરસાદનું પાણી આ ત્રણે ગામની સીમમાં બે બે માથોડા ભરાયેલું પડ્યું હતું ને ચોમાસાના આઠ આઠ મહિના વિત્યા પછીએ એ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નહોતી. એ સંદર્ભેની એ બેઠક હતી.
બેઠક પછી નાગજીભાઈએ પોતાના ત્યાં આવવા આમંત્રણ આપ્યું. અમે ગયા. ચા પીધી. પછી એમણે કહ્યું, ‘બારોબાર ચા પીવડાવી હો. મારા ઘેર પીવડાવી હકુ એવી હાલત નથી પણ હા તરાપાની શેર ચોક્કસ કરાવી શકુ.’ એમનું આવું બોલવું પહેલાં તો સમજાયું નહીં. વળી પાછો તરાપો અને એય આ વિસ્તારમાં? પણ પછી દૂર પાણીમાં ગરકાવ થયેલું ઘર બતાવ્યું ને એ ઘરે રોજ આંટો મારવા બનાવેલો તરાપો બતાવ્યો ત્યારે તરાપાનો ભેદ ખ્યાલ આવ્યો.
વાત વાતમાં પુછ્યું કે, કેટલું નુકશાન થયું? ને એમણે કહ્યું લગભગ કરોડનું !
સાંભળીને અમે અવાક થઈ ગયા. કરોડનું નુકશાન પામેલો માણસ હસી શકે એજ આશ્ચર્યજનક. ‘હશે કુદરતના ઘેર ભરવાનું કોકો બાકી હશે’ એવું એમણે એ વખતે કહેલું.
તે પછી સરકારમાં પાણી ઉલેચાવા ખુબ રજૂઆત કરી, લોકો ઉપવાસ પર બેઠા ટૂંકમાં ઘણા વાના કર્યા ત્યારે જતાં પાણી ઉલેચાયું.
2017માં પુરના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા તેના આગલા દિવસે અમે પાણી નિકાલની ચિંતા માટે થરાદમાં મળ્યા હતા અને આ માટે ગાંધીનગર ભેગા થવાની વાત કરી ને બીજા દિવસે નાગલા, ખાનપુર અને ડોડગામ પાણીમાં હોવાના સમાચાર મળ્યા.
નાગજીભાઈને તો ફોન કરવાનોય જીવ ના ચાલ્યો. ખબર જ હતી તેમની દશાની. ચાર દિવસે વાત કરી. એમણે કહ્યું, મુખ્યમંત્રીને મે કહ્યું કે, ‘આમ મફતનું ક્યાં સુધી ખાઈશું. પાણી નિકાલનો કાયમી ઉકેલ લાવો. વારે ઘડીએ બેઠા થવાનું અમારાથી નથી થવાનું.’
ગઈ કાલે છાપામાં મુખ્યમંત્રી શ્રીએ આ ત્રણે ગામમાંથી ચોવીસ કલાકમાં પાણી ઉલેચવાની સૂચના આપ્યાનું વાંચ્યું. પણ આતો સરકાર કહેવાય.. મશીનરી ગોઠવાય અને કામ સરૃ થાય ત્યારે સાચુ બાકી... હરી હરી...
અહીંયા નાગજીભાઈની વાત મુકી છે પણ એમના જેવા ઘણાય ખેડુતોની દશા આ જ છે. નાગજીભાઈ ખુદ કહે એમ આ ફેરા બેઠા થવું અઘરુ છે...
અમે જેમની સાથે કામ કરીએ તે વિચરતી જાતિના કેટલાક માણસો તો લોકો સામે હાથ લાંબો કરી લેશે પણ નાગજીભાઈ જેવા તો ............
પાણી નિકાલની કાયમી વ્યવસ્થા નહીં તો બીજે પુનઃવસન એ એક માત્ર જ ઉકેલ...
2015માં તેમના તરાપામાં બેઠા અને પછી ફોટો પણ પડાવેલો આજે એ બધુ પાછુ યાદ કરીને મુક્યું....
(2015માં ભરાયેલું પાણી- લીલારંગનું ફોટોમાં જોઈ શકાય ને 2017માં એજ જગ્યાએ ભરાયેલું પાણી વિડીયોમાં સમજવા ખાતર મુક્યું છે. હવે જાગો, નહીં તો બિચારા આ ખેડૂતોને મરવા વારો આવશે. સૂચના તો આપી છે બસ અમલ ઝટ થાય તો બધુ યોગ્ય નહીં તો...)