Showing posts with label ma vatsalya card for nomadic tribes. Show all posts
Showing posts with label ma vatsalya card for nomadic tribes. Show all posts

Wednesday, January 24, 2018

The application to provide the plot is lying in the Collector’s office. Hope that the application may be granted, so that the Allarakhabhai Dafer may get his own house...

Aaisaben Dafer sharing her problems with Mittal Patel 
Allarkhabhai Dafer’s family lives in Shiyani village of Surendranagar District of Gujarat, since many years. From whatever he got from the village boundary, the boundary-keeper Allarakhabhai built his ‘home’ which we call ‘shanty’ in our words. The material to construct the house was twigs, sticks of cotton tree, sesame plants and some plastic sheet to make a roof. Some plastic banners discarded by Ad Agencies like Chitra become the roof for free for the house of this Dafer. People can see the advertisement on hoardings but who bothers to see his entire household beneath that ad? 

Allarkhbhai Dafer's children 
VSSM fieldworker Harshad got tired running to get the Voter’s ID, Ration Card, Aadhar Card issued for these people. He also worked hard to open the bank accounts. “We don’t have that much money to deposit in the bank. Please drop the idea of opening a bank account”, said Allarakhabhai. 

Allarakhabhai was happy when he got his Ration card. He thought that he would get grains and food now but when he went to the government ration shop, he came to know that he was given the APL card which is a mark of prosperous and rich, Above Poverty Line people. 

Dafer family with thier APL Ration card
What do I do with this Kerosene? Earlier there was no light in my hamlet, now I can light a lamp in my hamlet by this Kerosene, otherwise there is no use of this card.”

You can see the plight in the photograph. If they get BPL or Antyoday Ration card, Allarakhabhai’s children can go to school instead of going to collect the cow dung cakes in the morning. 

Allarkhabhai had taken a loan of Rs. 10,000 in order to open the Tea Shop but his wife Aaisaben had some problem in uterus so those money he spent for her treatment. Their poverty is conspicuous but they don’t have the ‘MA’ Card or ‘Vatsalya Card’ to get the medical treatment for free.  

If he may be given the plot, he may built a house for him but if he doesn’t fit in the criteria of the government ‘Below Poverty Line’, he is not getting plot as well.  

The living condition of Dafer families
The application to provide the plot is lying in the Collector’s office. Hope that the application may be granted, so that the Allarakhabhai may get his own house. 

I was sitting with Aaisaben. She asked, “When will I get the house?” I did not have an answer…
Else, we can see their house and APL Ration cards in their hands…  


સુરેન્દ્રનગરના શિયાણીમાં વર્ષોથી અલ્લારખા #ડફેર નો પરિવાર રહે. સીમરખા અલ્લારખાને સીમમાંથી જે સંશાધનો મળ્યા એનાથી અમણે ઘર આપણી ભાષામાં કહીએ તો છાપરુ બનાવ્યું. કપાસની સાંઠી, તલના છોડના સાંઠીકડા એ ઘર બાંધવાનો સામાન ને એની ઉપર પ્લાસ્ટીક. ક્યારેક તો ચિત્રા કે એવી કોઈ જાહેરાતની એજન્સીએ ઉતારી કાઢેલા પ્લાસ્ટીક આ છપરાં માથે ઢંકાય ને સાવ મફતમાં જે તે કંપનીની જાહેરાત ડફેરનું છાપરુ કરે. જો કે આ જાહેરાત આભમાં ઉડવાવાળાને જ દેખાય. બાકી એમના છાપરે કોને કામ હોય તે જાય?

#મતદારકાર્ડ, #રેશનકાર્ડ, #આધારકાર્ડ અને બેકમાં ખાતા #VSSM ના કાર્યકર હર્ષદ થકી થયા. 
‘અમાર પાહે એવા પૈસા ક્યાં સે તે બેકમાં મુકવા જાઉં પડે. રેવા દયોને ખાતા ખોલાવાનું.’ એવું અલ્લારખાભાઈએ કહેલું. 
રેશનકાર્ડ મળ્યું ત્યારે રાજી થઈ ગયેલા. હતું કે હવે #અનાજ મળવાનું. પણ જ્યારે દુકાને ગ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે, સરકારની સુખી લોકોની પરિભાષામાં તેમનો સમાવેશ થયો છે એટલે એપીએલ રેશનકાર્ડ મળ્યા છે.
‘બેન નકરુ ઘાસતેલ મળે ઈને હું ધોઈ પીવાનું. હા અમાર ડંગામાં પેલા લાઈટ નોતી તે હવે આ ઘાસતેલથી દીવો તો જગાવી હકાય સે. બાકી આ કેડ કાંય કામનું નથ..’
ફોટોમાં સ્થિતિ તો જોઈ જ શકાય છે. બી.પી.એલ. કે #અંત્યોદય રેશનકાર્ડ મળે તો અલ્લારખાભાઈના ટાબરિયા સીમમાં સવારથી છાણ વિણવા નીકળી જાય છે એની જગ્યાએ નિશાળ જવાનું કરે. 
દસ હજારની #લોન ચાની લારી કરવા અલ્લારખાએ લીધી પણ પત્ની આઈસાબેનને ગર્ભાશયની તકલીફ થઈ તે બધા પૈસા એમાં ખર્ચાઈ ગ્યા. ગરીબી તો નજરે ચડે છે પણ એમની પાસે ક્યાં ‘મા’ કાર્ડ કે ‘વાત્સલ્ય’ કાર્ડ હતા તે મફતમાં સારવાર થાય...
રહેવા પ્લોટ મળે તો ઘર બાંધી આપીશું. પણ જુઓને સરકારે જાહેર કરેલી ગરીબી રેખા નીચે આમનો સમાવેશ નથી તે એનોય મેળ પડતો નથી.. 
પ્લોટની માંગ સાથેની અરજી કલેક્ટર કચેરીમાં વર્ષોથી પડી છે.. આશા છે એ અરજીનો હકારાત્મક નિકાલ આવે ને અલ્લારખાભાઈનો પરિવાર ઘરવાળો થાય...
આઈસાબેન સાથે બેસી. એમણે પુછ્યું, ‘ઘર ક્યારે થાશે?’મારી પાસે જવાબ નહોતો ...
બાકી મળેલા #એપીએલ રેશનકાર્ડ સાથે એમના #ઘર તો આપણે જોઈએ જ છીએ.

#BPL #APL #Mittalpatel #Commitment, #ConditionOfNomads, #HumanApproach, #MittalPatelWithNomads, #nomadsofGujarat, #DaferFamilies, #DenotifiedTiebs #Livingconditions

Friday, September 30, 2016

A camp to process applications for Ma Vatsalya Cards organised at a Dafer settlement…

Ma Vatsalya Card camp under progress...
The Government of Gujarat has launched Ma Vatsalya health scheme for the benefit of the population living below poverty line.  It is a scheme that  provides tertiary care treatment to Below Poverty Line (BPL) population & to the families having an annual income Rs. 1.20 lakh or below Rs.1.20 lakh per annum. But a prerequisite to avail benefits of these scheme is the Vatsalaya Card. It is a QR coded card (Quick Response Coded Card) issued to each family. 

In the times of rising inflation and more so the rising costs of medical treatments, such support from the government proves to be a boon for the extremely poor families who most of the time, because of lack of funds,   do not have access to even the bare minimum  treatment. VSSM has been trying to ensure that maximum number of nomadic families receive the Ma Vatsalya Cards. After our repeated requests for issuance of Ma Vatsalya Cards to the families from Dafer, Salat and many other communities living in Vijapur the Health Officer organised a camp in Dafer settlement  on 9th of September to file applications and finish the required formalities for the issuance of cards. Unfortunately, printer was out-of-order that day or else the cards would have been issued to these families. 

The compassionate attitude of Mamlatdar Shri. Tank has resulted in the officials even considering and processing the applications of Dafer. We are grateful to the authorities for their sensitivity towards these families. 


ગરીબ પરિવારમાં કોઈ વ્યક્તિ બિમારીનો ભોગ બને ત્યારે તે પરિવાર આર્થિક રીતે ખુવાર થઈ જતો હોય છે. ઘણી વખત તો પૈસાના અભાવે વ્યક્તિ દવાખાને જવાનું પણ ટાળે છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા 2 લાખની આવક મર્યાદાવાળા પરિવારોને મફત તબીબી સહાય મળે તે માટે મા કાર્ડ તથા વાત્સલ્ય કાર્ડ આપે છે. આ કાર્ડઘારક પરિવારને કોઈ પણ બિમારીમાં પોતાની પાસે કાર્ડ હોવાના કારણે ઘણી રાહત થઈ જાય છે.
વિચરતી – વિમુક્ત જાતિના પરિવારોને મા કાર્ડ કે વાત્સલ્ય કાર્ડ મળે તે માટે vssm સતત કોશીશ કરે છે. વિજાપુરમાં રહેતા ડફેર, સલાટ વગેરે પરિવારોને કાર્ડ મળે તેમાટે છેલ્લા કેટલાય વખતની રજૂઆતના અંતે તા.9 સપ્ટેમ્બરના રોજ બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા ડફેર વસાહતમાં કેમ્પ કરીને 46 પરિવારોને કાર્ડ મળે તે માટેના અરજી ફોર્મ ભરી કાર્ડ મળે તે માટેની અન્ય ગતિવીધી કરી. તે દિવસે જોગાનુંજોગ પ્રિન્ટરબંધ હતું નહીં તો તેમને ત્તત્કાલ કાર્ડ પણ મળી ગયા હોત.

મૂળ તો મામલતદાર શ્રી ટાંક સાહેબની આ પરિવારો માટેની લાગણીના કારણે આ પરિવારોને તત્કાલ કાર્ડ મળવાનું સંભવ બન્યું. જે માટે ટાંક સાહેબ ઉપરાંત સમગ્ર વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ.

ફોટોમાં વસાહતમાં આયોજીત વાત્સલ્ય કાર્ડ માટેનો કેમ્પ