Friday, June 12, 2020

Selfless attitude towards nature seen in the people of Asodar...

Mittal Patel meets Padmabhai and Lalabhai at the banks of
the lake

To understand the kind of  progress and change selfless leaders at the realm can bring in, one should  pay a  visit Tharad’s Aasodar village. 


There have been some vested interest groups brewing up after we decided to link up our lake deepening works with Sujalam Suflam scheme by the government. A large number of VSSM well-wishers are donating for this initiative, we felt the government support will reduce the pressure on donations. 

Asodar WaterManagement site

Never has anyone asked for any favours in return or money from us in the past. However, when leadership in some villages got the sense that we will be working in partnership with the government “what is in for us?” they asked without any qualms. 


This attitude brought in shock and sadness. 

Ongoing lake deepening work

 Amidst this, Padmabhai from Asodar came forward, called in the village and told them firmly that the conservation efforts were for our benefit and not the organisation. VSSM is not gaining any financial rewards to form this work. “We have to bring in the tractors,” he shouted and everyone listened to him. 


 I was thrilled at the sight of countless tractors lined up at the site when I reached Asodar. As seen in the image, Padmabhai and Lalabhai met me at the banks of the lake. And all this is the result of the tenacious efforts Shardaben and Naran have poured in. 

નિસ્વાર્થ માણસો જ્યાં બેઠા હોય ત્યાં કાર્યો કેવા રૃડા થાય એનું ઉદાહરણ થરાદનું આસોદર ગામ

સરકારની સુજલામ સુફલામ યોજના અને સંસ્થા સાથે સંકળાયેલા સ્નેહીજનોની મદદથી તળાવ ગાળવાનું અમે નક્કી કર્યું કે, ગામોમાં રહેતા કેટલાકના સ્વાર્થ જાગ્રત થયા.
VSSM દ્વારા જળસંચયના કામો થતા એમાં કોઈ દિવસ કોઈએ અમારી પાસે પૈસોય માંગ્યો નહીં. પણ અમુક ગામોમાં જેવી ખબર પડી કે આ વખતે તળાવો સરકારની સહભાગીતાથી કરવાના છીએ એટલે તુરત બર્શમ થઈને અમારુ શું? એવું કેટલાકે કહ્યું.

દુઃખ થાય આવું સાંભળીએ ત્યારે..

ખેર આવામાં આસોદરમાં રહેતા પદમાભાઈ જેવા માણસો આગળ આવ્યા જેમણે આખા ગામને એક કર્યું અને આ કામ તો આપણા હીતનું છે. સંસ્થાનો આમાં કોઈ સવારથ નથી. આપણે ટ્રેક્ટર આપવા પડશે એવું મોટી બૂમ પાડી એમણે કહ્યું ને ગામે એમની વાત માન્ય રાખી.

હું આસોદર પહોંચી તો અધધધ કહી શકાય એટલા ટ્રેક્ટર જોઈને જ મજા પડી. પદમાભાઈ અને લાલાભાઈ તળાવની પાળે મને મળ્યા. જે ફોટોમાં જોઈ શકાય છે..
અમારા કાર્યકર શારદાબહેન અને નારણની આમાં ભારે જહેમત..



Water-wheels will help reduce women's efforts...

Water, the most undervalued resource. A priceless commodity that most care the least about. For many, it is always a struggle to access it whether it is for drinking or consumption. The nomadic communities are one of those many. These iterant communities always remain on the move in search of a living, their settlements assembled in the woods and wastelands on the outskirts of the villages. These communities face lots of hardship to access water for their use. 

Since ages the responsibility of fetching water has been enshrined upon the women, so what everyone uses it?? Fetching water has always been a women’s duty. They lug water over their head, rest water pots on their waist and walk for kilometres. Balancing 3-4 pots at a time is normal for them. It is an issue that has never been resolved. This constant lifting of heavyweight results in severe injury and permanent damage. There seems to be no radical solution to it.

Recently, thanks to our dear Shri Pravinbhai Mehta, 45 families in Banaskantha found liberation from lifting heavy pots over the heads. These families were gifted Water Wheels. They will no longer need to carry pots over their head.  

The water wheel has found acceptance in our neighbouring state of Rajasthan and some African countries. 

It is an experiment that we have launched, if these 45 families find it useful and can embrace it we plan to bring in and distribute more of these water wheels. 

Bharthari women with their Water Wheels. 

પાણી એ પીવાનું હોય કે વાપરવાનું એ મેળવવા ઘણાને ઘણો સંઘર્ષ કરવો પડે..
વિચરતી જાતિના પરિવારો પોતાના કામ ધંધા માટે વિચરણ કરે. તેમના પડાવો પણ ગામથી દૂર વગડાંમાં હોય. આમ અસ્થાયી વસાહતો બાંધીને રહેતા આ પરિવારોને પાણી માટે ઘણી હાલાકી વેઠવાની થાય..

આમ તો પાણી વાપરે બધા પણ એ ભરવાની જવાબદારી મોટા ભાગે બહેનોના શીરે હોય.. બેડા ભરીને ભરીને થાકી ગ્યાનું ઘણી બહેનોના સાંભળે નાની હતી ત્યારે સાંભળતી. આજેય વિચરતી જાતિઓની ઘણી વસાહતોમાં આ સાંભળુ છુ ત્યારે થાય કે આનો ઉકેલ કેવી રીતે લાવવો?
બહેનો કહેતી બેન બેડાં ઉપાડી ઉપાડીને માથાના વાળ જતા રહ્યા..

મુંબઈમાં રહેતા અમારા પ્રિય સ્વજન પ્રવિણભાઈ મહેતાની મદદથી અમે બનાસકાંઠામાં રહેતા 45 પરિવારોની બહેનોને માથે પાણી લાવવામાંથી મુક્તિ અપાવી.
વોટર વ્હીલ.. માથે બેડા ઉચકવા કરતા પાણી લાવવાનું સહેલું માધ્યમ..

આફ્રિકામાં અને રાજસ્થાનમાં આનો ઉપયોગ ઠીક ઠીક થવા માંડ્યો છે.

અમે 45 વોટર વ્હીલ બનાસકાંઠાના ગામોમાં પાણી માટે જેમને ઘણું ચાલવું પડે છે એવી બહેનોને આપ્યા. એક પ્રયોગાત્મક રીતે આ સાધન આપ્યા છે. જો સફળ રહ્યું બહેનોને આ ગમશે તો આગળનું કામ સહેલું બનશે..

ફોટોમાં ઘાણામાં ભરથરી બહેનો પોતાના વોટર વ્હીલ સાથે..

Monday, June 08, 2020

Remarkable attitude of the Sarpanch of Lavana village towards environment...

Mittal patel was hosted by Lavana village Sarpanch
About Lavana

Progress and development of any village depend on the attitude and sensitivity of its leadership, especially the Sarpanch. 



Mittal Patel visits Lavana Water Management site
The participatory water management works have allowed me to meet and interact with numerous Sarpanchs, while some sarpanches portrayed appalling attitude there was Sarpanch like that of Lavana who assured there was hope for a better future. 



Mittal Patel meets Sarpanch of Lavana village
Shri Ramabhai Rajput is a proactive sarpanch of Lavana. Equally enthusiastic is Shri T. P Rajput, a BJP leader from Banaskantha. I happened to meet both these selfless humans recently while I was in the region to monitor the lake deepening works and evaluate the places identified for tree plantation program for this year. There is not a single widow or dependent in the village who has not received the benefits of appropriate Government schemes. Ramabhai has ensured that their forms are filled and applications processed to positive conclusions.

Shri T. P. Rajput very rightly said, “Ben, when it comes to the progress of a village we have to put aside all our numerous differences including the political ones!!”  

Lavana Water Management site


 The village has a functional library where youth prepare for various competitive examinations. 

When the reins of village administration are in hands of an understanding individual who also has the required cooperation of a regional leader like T. P. Rajput, Lavana sure is on the path of progress. 

Mittal Patel with the sarpanch of Lavana village 
Lavana is one of the 25 villages we plan to select to develop them as model villages. 

 Our Naran has been successful in establishing VSSM’s correct image, he works extremely hard for the development of poor and marginalised. Along with Naran is our Chirag who even under blazing sun monitors the works under progress. As I always claim, it is a blessing to have such a hard-working team. 

Mittal Patel discusses water management
I am grateful to Lavana Sarpanch Ramabhai and Shri T. P Rajput for hosting me in their village. Both these gentlemen aspire not just for the economic progress of their region but also to make the region water-rich and green once again. Hope the farmers of the region decide to join hands to make these dreams a reality. 

The above narrative in images…  

 વાત લવાણાની..

ગામનો વિકાસ સરપંચ કેવી લાગણીવાળા આમ તો લાગણીવાળા કરતાં વૃતિવાળા છે એના ઉપર આધારીત..

વિચરતી જાતિઓ સાથેના તેમજ જળસંચયના કાર્યો દરમ્યાન ઘણા ગામોના સરપંચોને મળવાનું થાય જેમાં કેટલાકની વૃતિને જોઈને ભારે દુઃખ થાય તો ક્યાંક લવાણા ગામના સરપંચ જેવા ને જોઈને દેશ પ્રગતિ કરી શકશેનો ભરોષો થાય.

લવાણાના સરપંચ રામાભાઈ રાજપૂજ અને એમના જેવા જ ઉત્સાહી ટી.પી. રાજપૂત જેઓ બનાસકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણી..

આ બેય પરગજુ માણસોને મળવાનું થયું. લવાણાનું તળાવ સરકાર તેમજ સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનની મદદથી ખોદી રહ્યા છીએ એ જોવા તેમજ આ ચોમાસે ગામની કેટલીક જગ્યામાં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવું છે તે જોવા જવાનું થયું.

ગામમાં એક પણ વિધવા કે નિરાધાર વ્યક્તિ એવા નથી કે જેમને સરકારની મદદ ન મળતી હોય. આ માટે સરપંચે પોતે સામે ચાલીને આવા વ્યક્તિઓની અરજીઓ કરાવેલી અને ઠેઠ પરિણામ સુધી કાર્યને પહોંચાડ્યું.

ટી.પી. રાજપુતે તો કહ્યું, બેન ગામના વિકાસના કામોમાં અન્ય તમામ ભેદ એ પછી રાજકીય હોય કે અન્ય એ બધાયે બાજુમાં મૂકીને વિચારવાનું..

ગામમાં એક પુસ્તકાલય ચાલે જેમાં ગામના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે.

સમજદાર વ્યક્તિઓના હાથમાં ગામની સત્તા હોય અને ટીપી રાજપૂજ જેવા અગ્રણીઓનો સહયોગ હોય તો લવાણાની પ્રગતિ ઝડપથી થવાની જ.

બનાસકાંઠામાં 25 ગામો પસંદ કરવા છે જેને આદર્શ બનાવવા છે લવાણા એમાંનું એક છે.
કાર્યકર નારણે આ વિસ્તારમાં VSSMની સાચી ઓળખને પ્રસ્થાપીત કરી છે. ગ્રામ વિકાસ અને વંચિતો માટે કંઈક કરી છૂટવાની તેની ભાવના જબરજસ્ત છે.
અમારા કાર્યકર ચીરાગ તળાવના કામોમાં ખરા તડકામાં નારણ સાથે ખભેખભા મીલાવી દોડી રહ્યા છે. આવી સુંદર ટીમ સાથે હોવી એ નસીબની વાત છે.
લવાણા સરપંચ અને જાગૃત આગેવાન ટી.પી. રાજપૂતે પોતાના ગામમાં આવકાર આપ્યો, સત્કાર કર્યો એ માટે આભારી છું.
આ બેય પ્રગતીશીલ વ્યક્તિઓનું સ્વપ્ન લવાણાની સાથે સાથે પોતાના પ્રદેશને પાણીવાળો કરવા માટેનું છે..આ વિસ્તારના ખેડૂતો સાથે આવે તો આ બધુયે શક્ય...
જે લખ્યું એ બધુંયે ફોટોમાં....