Showing posts with label Collector. Show all posts
Showing posts with label Collector. Show all posts

Thursday, October 19, 2023

In Surendranagar this year the nomadic and denotified families celebrated the day of freedom...

Event was graced by Shri Mahendrabhai Munjpara, MLA 
Shri Jagdishbhai Makwana, Collector and other 
District officers

The Day of Freedom.

The bonded labourers were tortured a lot during British rule.  There was an uprising by this community against the mighty Britishers. They were convicted and imprisoned in jail. Our country became independent on 15th Aug 1947  but these bonded labourers were freed from the jail on 31st August 1952. They celebrate this day as the Day of Freedom. In Surendranagar this year the families celebrated the day. Our associates Shri Harshad Vyas & Jalpa Vyas organised it. Member of Parliament Shri Mahendrabhai Munjpara, MLA Shri  Jagdishbhai Makwana , Collector & other officers of the District remained present. Social worker Truptiben Shukla & others also graced the event.

I am obliged to our respected Chief Minister Shri Bhupendrabhai Patel who was very responsive to the problems of this community. He directed all his officers to pro-actively help. We are proud to have such a Chief Minister. We are extremely thankful to him .

Whatever the shortcomings of this community, the MP & the MLA promised to resolve them quickly. We are much obliged to them. 

We are hopeful that very soon all the problems of this community will be reduced and their lives will improve.

We will shortly start building homes for the 65 families. There is a tremendous support of the government administration.

Our associates Harshad & Jalpa are dedicated VSSM volunteers. I am proud of both. I hope they both progress in their lives and benefit many more families in times to come.

મુક્તિદિન..

વિમુક્ત જાતિઓ પર અંગ્રેજોના વખતમાં ખુબ અત્યાચાર થયો. અંગ્રેજો સામે બંડ પોકારવાનું આ જાતિઓએ કરેલું માટે જ તેમને ગુન્હાહીત ઘોષિત કરીને, વાડામાં બંધ કરી. 15 ઓગષ્ટ 1947ના રોજ દેશ આખો આઝાદ થયો.પણ વાડામાં જેમને કેદ કરેલા તે વિમુક્ત સમુદાયોને 31 ઓગષ્ટ 1952ના રોજ વાડાબંધીમાંથી મુક્તિ મળે માટે આ દિવસને મુક્તિદિન તરીકે ઊજવે. 

સુરેન્દ્રનગરમાં આ વખતે મુક્તિ દિનની ઊજવણી અમારા પરિવારોએ કરી. કાર્યકર હર્ષદ વ્યાસ તેમજ જલપા વ્યાસે આયોજન કર્યું જેમાં સંસદ સભ્ય આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા ધારાસભ્ય અને વિધાનસભાના દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લાનું વહીવટીતંત્ર આદરણીય કલેક્ટર શ્રી થી લઈને અન્ય અધિકારીગણ ખાસ હાજર રહ્યા. અમારા તૃપ્તીબેન શુક્લ અને અન્ય સમાજીક કાર્યકરો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આભારી છું. સુરેન્દ્રનગરમાં વિચરતી જાતિઓના પ્રશ્નો ઘણા પડતર છે. આ બાબતે એમનું ધ્યાન દોર્યું ને એમણે લાગણીપૂર્વક સૌને આ કાર્યમાં મદદ કરવા સૂચના આપી. આવા મુખ્યમંત્રી મળ્યાનું ગૌરવ છે... આપની લાગણી માટે આભારી છું. 

કલેક્ટર શ્રી તેમજ ધારાસભ્ય શ્રી અને સંસદસભ્ય શ્રીએ વિચતરી જાતિઓના જે પણ પડતર પ્રશ્નો છે તેનું નિરાકારણ ઝડપથી લાવવાની પણ ખાત્રી આપી.. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.

આશા રાખીએ આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા અમારા પરિવારોની મુશ્કેલીઓ થોડી હળવી થાય.

65 પરિવારોની કોલોની તો અમે થોડા જ દિવસોમાં બાંધવાનું શરૃ કરીશું. તંત્રનો એમાં ઘણો સહયોગ..

અમારો હર્ષદ અને જલપા બેય હૃદયથી VSSM ને વરેલા એકદમ સંનિષ્ઠ કાર્યકરો.. તમારા બેઉ પર ગર્વ છે. ખુબ તરક્કી કરો ને કેટલાયના ભલામાં નિમિત્ત બનો તેવી શુભેચ્છા... 

#mittalPatel

Tuesday, February 25, 2020

Mission Antyodaya by Shri K Rajesh, Surendranagar District Collector…


Shri K Rajesh giving Antyodaya  Ration Card to nomadic
woman
 Antyodaya signifies working for the economic upliftment of the poorest of the poor families. India chose to be a welfare state, means it protects and promotes the economic and social well-being of its citizens. There are hundreds of government policies and schemes for the upliftment of the marginalised. One of which is allotment of Antyodaya Ration card for the poorest of the poor. The Antyoday Ration Card ensures enough grains for the very poor families who need government support to break free from deprivation. However, the complex government procedures and requirements make it an inaccessible document for the ever people who need it the most. VSSM has been writing to the government about this for many years now. Ultimately our Chief Minister Shri Vijaybhai showed interest and instructed concerned officials about the same. The task became easy wherever we came across sensitive and concerned officials. But it wasn’t happening as frequently as we would like to.

Shri K Rajesh identified each Antyoday worthy family
and provide them with Antyoday Ration Card

  We have often written about Surendranagar District Collector’s Shri K Rajesh’s commendable work for the deprived and needy. This compassionate officer believes that his job provides him with the best opportunity to work for the poor so why not make the best use of it!! He has taken upon him to identify each Antyoday worthy family and provide them with Antyodaya card.

Our Harshad’s joy is hard to contain because of this development. “Ben, I haven’t seen such generous and righteous human being. The fate of the nomadic communities of Surendranagar has changed for the better. The files that have not moved for years are rapidly moving and finding positive outcomes.

Nomadic Community with their Antyodaya Ration Cards
 We are grateful to Shri K Rajesh for his tremendous support. We hope others learn from his inspirational work.

May Almighty grant you good health and happiness. May you continue to remain instrumental in the  Antyoday of the needy…




Nomadic Community with their Antyodaya Ration Cards


અંત્યોદયની વ્યાખ્યા - અંત્યત છેવાડે રહેતા જેને તકવંચિત કહીએ તેનો ઉદય કે વિકાસ એવી થાય...

આપણે કલ્યાણકારી રાજ્યની વિભાવના સ્વીકારી અને આપણું બંધારણ પણ એ વિભાવનાના આધારે ઘડાયું.
વંચિત કહી શકાય તેવા જનસમૂહ માટે ઢગલો કલ્યાણ કારી યોજનાઓ પણ બની..આવી જ એક યોજના અંત્યોદય રેશનકાર્ડની..
ગરીબ માણસ જેની અન્ન સુરક્ષાની જળવાતી ન હોય તેને આ યોજના અંતર્ગત રાશન મળે. પણ સરકારી આંટીઘૂંટીના કારણે તકવંચિતોને ક્યાંક આ યોજનાની મદદ મળવાનું થાય નહીં.
છેલ્લા ઘણા વખતથી સરકારમાં આ બાબતે સતત રજૂઆત કરતા.
છેવટે આપણા મુખ્યમંત્રી શ્રીએ પોતે આ બાબતે રસ લીધો અને પૂરવઠા વિભાગને સૂચના પણ આપી.
પણ અમલવારી કરવાનું અધિકારીઓના હાથમાં હોય. ક્યાંક સંવેદનશીલ અધિકારી હોય તો બધુ ચપટીમાં થાય અને ક્યાંક...

સુરેન્દ્રનગરમાં અંત્યોદય રાશનકાર્ડ આપવાના મુદ્દે કલેક્ટર શ્રીને રજૂઆત કરી. કલેક્ટર શ્રી કે. રાજેશ તો એકદમ ભલા અને ઉમદા અધિકારી. તેમના મતે ગરબોની સેવા કરવાની તક આ પદ પર બેસીને મળી છે તો એમાં પાછા કેમ શું કામ પડવું?
એમણે પોતાના જિલ્લામાં રહેતા વંચિત પરિવારોને વીણી વીણીને અંત્યોદય કાર્ડ આપવાની શરૃઆત કરી.
કાર્યકર હર્ષદનો હરખ સમાતો નથી. બેન આવા સમાહર્તા મે જોયા નથી. આપણો સમય ફર્યો છે ( હકારાત્મક રીતે) સુરેન્દ્રનગરની વિચરતી જાતિઓનું ભાગ્ય ખુલ્યું છે એટલે જ વર્ષોના પડતર કામોનો નિકાલ ફટાફટ થઈ રહ્યો છે.

આભાર કે.રાજેશ જેવા યુવા અને ઉત્સાહી કલેક્ટર શ્રીનો. તમને જોઈને અન્ય શીખે એમ ઈચ્છીએ...
વંચિતો કહે, એમ ભગવાન તમને સાજા નરવા રાખે...અને હજારો લાખો માણસોના અંત્યોદયમાં નિમિત્ત બનાવે..
Collector Office,surendranagar
CMO Gujarat
Ishwar Parmar

#vssm #nomadic #denotified #gujarat #surendranagar #humanrights #વિચરતા #વિમુક્ત #ગુજરાત #સુરેન્દ્રનગર #માનવઅધિકાર #india #nomadicofgujarat #nomadicofindia
#community