Tuesday, January 26, 2021

Water management work in Bhalicha receives great support from the youth...

Mittal Patel discusses Water Management with the villagers

 

Almost four years ago, VSSM initiated Participatory Water Management efforts in Banaskantha. 117 community lakes are deepened so far. Amitbhai Joshi is a well informed and aware citizen residing in Banaskantha’s Bhachli village. On learning of VSSM’s initiative, he invited us for the same in his village.

As the name of this initiative suggests, the first precondition to launching any lake deepening initiative is community participation. VSSM bears the cost of JCB expenses, rest all the costs including contributions by individual households, have to be borne by the village community. The funds collected from the families are to be used for the upkeeping of the deepened lakes. However, despite of the fact that these efforts obviously benefited the village,  many villages do not agree to this preconditions. Even if the village leadership agrees to raise Rs. 500 from each house, it will add up to be a substantial collection. But the leaders remain reluctant to do even that.

But not the village of Bhalicha.

A joint meeting with village elders and youth was organised at the Ram temple premises. To our surprise, there were no questions raised when we shared the preconditions and the need to collect contribution. “It will be done!!” Amitbhai and other youth spoke in unison. We were elated to find such young men who are prepared to work proactively for the development of their village.

The Sardar Sarovar Canal remains in the vicinity to Bhalicha, it the canal overflows the water may spill over into the lake, but as a result of neglect of years the lake has become extremely shallow, there is no scope for water to accumulate. If efforts were made to deepen it, there was the potential of collecting more water and benefiting the farmers. It would enable the farmers to take all three seasons. Like everywhere else in Banaskantha, water scarcity has triggered migration from Bhalicha too. Since the arrival of Sardar Sarovar canal, many have returned and agriculture is flourishing. If all three lakes of Bhalicha were to deepened, the village is bound to prosper.

 The Gando Bawal/Prosopis juliflora or the Mad ZTree dominates the landscape around Bhalicha, we also proposed tree plantation drive in the village. The youth is prepared but that needs to be firmed up well. The lake will be deepened for sure.

The images share glimpses of the meeting we had at Bhalicha and the village lake we plan to deepen.

બનાસકાંઠાનું ભાચલીગામ..

ગામના યુવાન અમીતભાઈ જોષી બહુ જાગૃત..

બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું અભીયાન અમે છેલ્લા ચાર વર્ષથી ચલાવીએ. અત્યાર સુધી 117 તળાવો અમે ઊંડા કર્યા. આ અંગે અમીતભાઈને ખ્યાલ આવ્યો ને એમણે ભાચલીમાં આ કાર્ય માટે અમને નિમંત્રણ આપ્યું.

અમારી શરત લોકભાગીદારીની..

તળાવ ખોદકામ માટે જેસીબી અમારુ, બાકી માટી ગામલોકો ઉપાડે ને શક્ય નાનકડો ફાળો પણ ગામલોકો આપે જે તળાવ ખોદવામાં જ વપરાય. પણ ઘણા ગામો આ ફાળા માટે તૈયાર ન થાય.. મને ખુબ નવાઈ લાગે.. શું કામ આપણા પોતાના ભલા માટે આમ તો ચોખ્ખા દેખાતા ફાયદા માટે ગામલોકો તૈયાર નથી થતી? ગામ આખુ ભેગુ થઈને ઘર દીઠ 500 ઉધરાવે તોય સારી એવી રકમ એકત્રીત થઈ જાય.. પણ આ દિશામાં આપણે બધા બહુ મોળા છીએ...

પણ ભાચલી નોખુ..

ગામના રામજીમંદિરમાં ગામના યુવાનો ને વડિલો સાથે બેઠક થઈ ને એમાં ભાગીદારીની વાત કરી. અમારા આશ્ચર્ય વચ્ચે કોઈએ સામે એકેય સવાલ કર્યો નહીં. એ થઈ જશે બેન... એવો અમીતભાઈ ને અન્ય મિત્રોનો સૂર.. પોતાના ગામના વિકાસ માટે આવો ઉત્સાહ દાખવનાર આવા મિત્રોને મળીને રાજીપો થયો..

ભાચલીની નજીક નર્મદા કેનાલ જાય. કેનાલ ઓવરફ્લો થાય એટલે એક તળાવમાં પાણી ભરાય પણ આ તળાવ ગળાયે વર્ષો થઈ ગઈ ગયેલા. તળાવ તદન છીછરુ. જો ગળાય તો વધુ પાણી સમાય ને લોકો ખેતીની ત્રણેય સીઝન લઈ શકે..

એક વખતે પાણીના અભાવે ગામના મહત્તમ લોકોએ સ્થળાંતર કરેલું. પણ પાણી આવતા ઘણા લોકો ગામમાં પરત આવ્યા ને ખેતી અને પુશપાલન કરવા માંડ્યા. ગામના ત્રણેક તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો ગામની સમૃદ્ધીમાં ઘણો વધારો થાય.

આમ તો ગામમાં ને ગામના ચરામાં મહત્તમ બાવળ જોઈ શકાય. અમે આ બાવળની જગ્યાએ બીજા ઝાડ વાવવા માટેનું આયોજન પણ ગામની ભાગીદારીથી કરવા ગામના યુવાનોને કહ્યું. એ લોકોએ હાલ તો એ માટે પણ તૈયારી દર્શાવી છે. બાકી તળાવ તો સાથે મળીને ગાળીશું એ નક્કી...

ગામલોકો સાથે કરેલી બેઠક ને જે તળાવ ગાળવાના છે તેના ફોટો સમજવા ખાતર...

#MittalPatel #vssm #water

#watermanagement #savewater

#traditionalwater #groundwater

#rechargewater #Banaskantha



Mittal Patel visits Water Management site for lake
deepening with the villagers

Lake before digging

Water Management site