Friday, July 01, 2022

We need your support to help us take care of these seniors who otherwise don't have anyone to care for them...

Mittal Patel meets Mafakaka outside his tiny shanty

Mafakaka dressed in a soiled dhoti was seated outside his tiny shanty under the shade of an extended tin roof. He worked as manual labour until he had the strength to do so, but his ability to work and earn a living has considerably diminished with age. Impoverished and lonely, Mafakaka has no one in the family to care for him.

It pains us to add such adjectives, but the truth is Mafakaka depends on others for his basic needs. For example, his neighbours and others bring him food. 

Kaka wants to look after himself, “I will not refuse if others come forward to help me, but I cannot ask others to suffice my needs; I am not a beggar.” Kaka said with a very polite smile. I was impressed by Kaka’s dignified approach.

VSSM’s Rizwan got in touch with Mafakaka after learning about his condition. Consequently, we began sending him our monthly ration kit. Although old, Mafakaka can manage to cook for himself, and there are some days when neighbours share food, and he does not require to cook. “I am at peace now; I don’t need to stretch my arms for begging.” Mafakaka shared about his current living conditions.

A small kiosk owner opposite Kaka’s home sells milk and groceries; sometimes, he gives Kaka supplies he might need. Kaka  loves to  drink tea and smoke pipe/ chillam. It would be worthless to lecture him to give up his addiction to chillum but had he been receiving the government’s elderly pension and ration over his ration card, life would have been little less stressful. We will keep trying to ensure kaka receives the elderly pension.

It pains us when we see elders like Kaka. They lead a lonely existence, with no electricity or a decent roof for shelter.   A proper roof is essential, especially during monsoons.

VSSM has been supporting 270 elderly individuals who otherwise don’t have anyone to care for them; we provide them ration and also take care of their medical needs

If you wish to sponsor an elder, call us on  9099936013 between 10 and 6 for further assistance. You can also Paytm your donations on 9099936013 .

મફાકાકા એક નાનકડી ઓરડીની બહાર પતરાનો થોડો છાંયડો પડે એમાં મેલું ઘેલું ધોતિયું પહેરી બેઠેલા. મજૂરી થતી હતી ત્યાં સુધી મજૂરી કરી. હવે કામ થઈ શકે તેવું શરીર અને ઉંમર નથી. પરિવારમાં કોઈ નથી જે એમની સંભાળ કરે. એ નોંધારા.. 

આ નોંધારા લખતા જ કાળજુ કંપી ઊઠે.. મફાકાકાને ગામના સૌ ખાવા આપે ક્યાંક પડોશી પણ સાચવી લે. પણ એ બધી ઓશિયાળી. 

કાકાની ઈચ્છા પોતાનું કાયમી કોઈ ધ્યાન રાખે એવી. પણ એ કહે એમ,  હું કોઈ પાસે કશું માંગુ નહીં. હું ભીખારી નથી. મન થાય ને લોકો મદદ કરે તો હું ના નહીં પાડુ પણ હું કોઈ પાસે માંગીશ નહીં...આટલું કહી કાકાએ સરસ સ્મીત આપ્યું જે ફોટોમાં જોઈ સકાય. મને કાકાની આ ખાનદાની બહુ ગમી. 

અમારા રીઝવાનને મફાકાકાની સ્થિતિનો ખ્યાલ આવ્યો ને એ પહોંચ્યો એમની પાસે. દર મહિને રાશન આપવાનું અમે શરૃ કર્યું. કાકા પોતાની મેળે પોતાના જોગુ રાંધી લે. ક્યારેક કોઈ આપી જાય તો રાંધે નહીં. પણ એમણે કહ્યું હવે શાંતિ છે કોઈ સામે હાથ લાંબો નથી કરવો પડતો. 

એમને ચા રોજ જોઈએ સાથે એ ચલમ પણ પીવે. ચલમ છોડો એવું ભાષણ કાકાને આ ઉંમરે ન અપાય. પણ એમને સરકારનું વૃદ્ધ પેન્શન મળતું હોત અને રાશનકાર્ડ પર રાશન મળતું હોત તો એમને ઘણી રાહત થાત. 

કાકાના ઘરની નજીક એક દુકાન છે તે દુકાનવાળા ભાઈ બહુ દયાવાળા તે એ કાકાને દૂધ ને ક્યારેય અન્ય જરૃરી ચીજો પણ આપે.. 

પણ વૃદ્ધ પેન્શન મળે તે જરૃરી..અમે એ માટે કોશીશ કરીશું.

પણ કાકા જેવા માવતરોને જોઈને જીવ બળી જાય. ઘરમાં લાઈટ નથી. પતરા ચુવે છે.. 

સાથે એમની ઓરડી આગળ પતરાનું ઢાળિયું કરવાની જરૃર છે. જેથી એમને તડકાથી રાહત મળે. 

હાલ VSSM થકી અમે આવા 270 માવતરોને સાચવીએ છીએ. દર મહિને રાશન આપીએ છીએ. તમે  પણ આવા માવતરના પાલક બની શકો.. 

એ માટે 9099936013 પર સવારે 10 થી 6માં સંપર્ક કરી શકાય

અને 9099936013 પર પેટીએમ કરી શકાય.



Mafakaka shared about his current living condition to 
Mittal Patel

Mittal Patel meets Mafakaka surviving under pathetic condition


Like Nesda village, other villages must take up the task of repairing water-holding reservoirs...


Mittal Patel visits Nesda Water Management site

Water shrines!

We had pledged to deepen and dredge 40 lakes this year; thanks to our team's hard work, we have fulfilled the pledge. Apart from Banaskantha, we have dredged three lakes in Sabarkantha and 1 in Patan.

Thankfully, the rural communities are waking up to the looming water crisis. They do not try to escape the responsibility of lifting the excavated soil; instead, they voluntarily come forward to ferry the soil in their tractors. Apart from it, they also contribute to deepening their lakes further.

A transition we can attribute to the ongoing water conservation and tree plantation campaigns VSSM has carried out since 2015. In the beginning, no one tried to understand or played heed to our appeals. The groundwater tables are dropping to an alarmingly low level, but because they continued to receive water by digging borewells and emptying the earth's belly, the communities felt no need to take measures for water conservation. However, there is an increased awareness of the looming water crisis, which is why people have begun recharging their wells, lakes, farm ponds, borewells and other water sources.

It is always better late than never, and the changing scenario makes us happy, nonetheless.

I was in Bhabhar's Nesda village recently. The lake in the village was dredged in partnership with Unidesign Jewellery Private Limited. The community, too, was responding with great enthusiasm. However, a minor canal of Sardar Sarovar passes 2.5 kilometres from the lake; the community has been requesting a connection to fill up the lake with Narmada waters. If the lake gets filled a couple of times a year, the depleted water tables may rise. 

We will be appealing to the government regarding the same.

However, like Nesda village, villages must take up the task of repairing water-holding reservoirs.

And we are grateful to all who have contributed to and supported the deepening of this and other lakes.

જલમંદિરો...

આ વર્ષે 40 તળાવો કરવાનો લક્ષાંક નક્કી કરેલો અને અમારી ટીમની મહેનતથી આ લક્ષાંક પૂર્ણ કર્યો. 

આ વર્ષે બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં ત્રણ અને પાટણમાં એક તળાવ કર્યું...

ગામલોકો તળાવ ઊંડા કરવા બાબત હવે જાગૃત થયા છે. પહેલાંની જેમ માટી ઉપાડવા ટ્રેકટર અને ખોદકામ માટે જેસીબી તમે મુકો એમ હવે નથી કહેતા. માટી ઉપાડવાનું ગામલોકો સ્વયંમ ભૂ કરતા થયા છે. વળી આ ઉપરાંત ફાળો પણ પોતાનું તળાવ વધારે ઊંડુ કરવા આપતા થયા છે. 

બનાસકાંઠામાં પાણીની પારાયણ 2015માં શરૃ કરી એ પછીનું આ પરિણામ.. પહેલાં આ વિસ્તારમાં કોઈ આ વાત સમજવા જ તૈયાર નહોતું. મૂળ બોરવેલથી પાણી મળતું તળ ઊંડા જઈ રહ્યા હતા પણ તોય પાણી મળતું પણ હવે લોકોને સમજાઈ રહ્યું છે કે આપણે આપણી પાણીની બેંક ખાલી કરી નાખી છે.એટલે જ તળાવ, ખેતતલાવડી, કૂવા, બોરવેલ રિચાર્જના કાર્યો થવા માંડ્યા છે. 

બનાસકાંઠા પાણી માટે જાગૃત બન્યું એનો રાજીપો..

હમણાં ભાભરના નેસડાગામમાં જવાનું થયું. ત્યાંનું ગામતળાવ VSSM એ ગામની ભાગીદારીથી અને યુનીડીઝાઈન જ્વેલરી ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી ઊંડુ કર્યું. ગામલોકોનો ઉત્સાહ પણ જબરો... તળાવમાં પાણીનો આવરો તો છે. સાથે અઢી કી.મી. દૂરથી નર્મદાની માઈનોર કેનાલ જાય છે. લોકોની માંગણી આ કેનાલમાંથી તળાવમાં કનેક્શન આપવાની પણ ખરી. મૂળ કનેક્શન હોય તો ચોમાસા સિવાય પણ તળાવમાં પાણી ભરાય ને આવું વર્ષમાં ત્રણેક વખત થાય તો પાણીના તળ જે 800 થી 1000 ફૂટે પહોંચ્યા છે તે ઉપર આવે..

સરકાર ગામની આ માંગણી પૂરી કરે તે માટે અમે પણ રજૂઆત કરીશું...

પણ નેસડાગામની જેમ દરેક ગામ પોતાના તળાવો- પાણી ભરવાના વાસણો સાબદા કરે તે આજની જરૃર.... 

આ તળાવ ઊંડુ કરવામાં મદદ કરનાર સૌનો આભાર...

#mittalpatel #vssm



Mittal Patel with the enthusiatic villagers of Nesda 

 The community has been requesting a connection
to fill up the lake with Narmada waters.

Mittal Patel visits Nesda Water Management site with villagers
and supporters

Nesda Water Management site after digging lake