Showing posts with label marriage vssm. Show all posts
Showing posts with label marriage vssm. Show all posts

Friday, June 22, 2018

Two Daughters from Vadia village are happily getting married with the help of VSSM...

Ceremonies being performed at Vadia wedding
The wedding of two daughters from Vadia village has been arranged with the help of you all.   
We wish that all the daughters from this village get married. There are thousand obstacles but the moment family of any girl thinks doing that then there will be wedding ceremonies definitely at her place. 
We decided to collect Rs. 1,75,000 for one daughter and 3,50,000/- for two daughters and we did could collect that much amount. But looking at the circumstances, we feel the need to increase this help amount. 
Basically, gifting the buffalo would increase the expenditure. So, the budget has gone off the track. 
The things to be gifted at the
time of Ganesh Sthapan
But we are not giving the buffalo right now. Dear Nagjibhai from Khanpur heard about gifting the buffaloes to the daughters. He said, if you want to gift the good buffalo then the expenditure will go beyond Rs. 70,000/-. So, he suggested to get the buffaloe in August- September. Nagjibhai is a farmer himself so, we have given him the responsibility to buy the buffaloes. He will select the best buffaloes and let us know.  
In this entire work, Shardaben was with Bababhai during the shopping and other things. Salute to her services.
The things to be gifted at the time of Ganesh Sthapan (excluding buffaloes) can be seen in the photo. Bride’s father Bababhai feels that he won’t be able to spend so much. But we are confident about everything going good. 

વાડિયાગામની બે દીકરીઓના આંગણે આપ સૌ સ્વજનોની મદદથી માંડવો બંધાયો. 
આ ગામની તમામ દીકરીઓ પરણે એવા મનોરથ અમે સેવ્યા છે. વિધ્નો હજાર છે પણ જે દીકરીઓના પરિવારના મનમાં રામ વસી જાય એના ત્યાં ઢોલ ઢુક્યા વિના નહીં રહે એય નક્કી છે.

Ceremonies being performed at Vadia
Wedding
એક દીકરીના લગ્ન માટે 1,75,000 એમ બેય દીકરી માટે 3,50,000ની મદદ કરવાનું નક્કી કર્યું ને આટલી રકમ ભેગીએ થઈ ગઈ. જો કે હાલના સંજોગોમાં મદદની રકમ થોડી વધારવીએ પડે એવું લાગે છે.
મૂળ તો દીકરીઓને ભેટમાં ભેંસ આપવી છે ને એનો ખર્ચ થોડો વધારે થાય છે એટલે બજેટ થોડું ખોરવાયુ છે...

જો કે ભેંસ હાલ નહીં આપીએ. થરાદના ખાનપુરના પ્રિય સ્વજન એવા નાગજીભાઈ પટેલે દીકરીઓને ભેંસો આપવાની વાત જાણી. એમણે કહ્યું, સારી ભેંસ લેવી હોય તો 70,000 થી વધુ ખર્ચ થાય ને હાલ ભેંસ મોંધી પડે. એટલે ભાદરવા મહિનામાં ભેંસ લેવાનું તેમણે કહ્યું. નાગજીભાઈ પોતે ખેડુત છે આથી ભેંસો ખરીદવાની જવાબદારી નાગજીભાઈના સીરે નાખી છે. તે સારામાં સારી ભેંસો જોઈને આપણને કહેશે. 

આ કાર્યમાં અમારા કાર્યકર શારદાબેન સતત બાબાભાઈ ની સાથે ખરીદી ને અન્ય બાબતોમાં રહ્યા. એમની સેવાને સલામ

ગણેશ બેસાડ્યા ત્યારની ને જે વસ્તુઓ દીકરીઓને ભેટમાં આપવાની છે. (ભેંસ સિવાયની) ફોટોમાં જોઈ શકાય છે. દીકરીના પિતા બાબાભાઈને લાગે છે કે, ખર્ચમાં પહોંચી નહીં વળાય. પણ જોઈએ સારુ જ થશે એવો વિશ્વાસ છે.
#MittalPatel #VSSM #NomadsOfIndia #Vadia

The things to be gifted during Ganesh Sthapan





The things to be gifted during Ganesh Sthapan

The things to be gifted during Ganesh Sthapan

The things to be gifted during Ganesh Sthapan

The things to be gifted during Ganesh Sthapan
The things to be gifted during Ganesh
Sthapan

Saturday, March 31, 2018

Wonderful Marriage of Nat Community...

We got a chance to attend a marriage of Nat Community and the experience was very wonderful and thought provoking.

Rituals of Nat Community
No rounds of fire (agni), poojas and chanting of mantras by brahmins god and altar as witness, neither a priest to chant!

God is witnessing everything!

Put for pots in square tied with cotton thread; the sacred altar/Mandap (chori) is ready! Bride groom and bride enter this thread careful of not touching it and take four circles (fera) and exit.

Marriages in Nat Community
 If they touch the thread then the panch will punish them with small fine. It will be a small fine but everyone present will enjoy the act.

Lacs of rupees are spent after destination weddings but the amount is adequate for marrying many daughters of our Nat Community. Now a days mass marriages have become a trend, but our Nat community has been following this practice since ages.  There is less expense in Nat mass marriages than in other mass marriages.

Nuptials in Nat Community of Gujarat
Alcohol was a part of the event but now it is stopped.  
“Though people call us backward; we know this doesn’t look good so we quit it. “

On the other hand, now it is a trend to consume alcohol by so called cultured people of Dry State of Gandhi’s Gujarat. 

Now the question is who should learn from whom- small and so called “backward” Nat community from the ‘cultured’ lot or vice versa? 
ગુજરાતી અનુવાદ

અમારા નટ સમાજના અદભુત લગ્ન.

ના અગ્નિની સાક્ષી ના બ્રાહ્મણ ના કોઈ મંત્ર તંત્ર.

બધું જ ઈશ્વરની સાક્ષીયે.

ચારે બાજુ ચાર ઘડા મુકાય ને એને સુતરથી બાંધો એટલે લગ્નની પવિત્ર ચોરી તૈયાર. વર વધુ આ ચોરીમાં સુતરના દોરા ને અડકાય નહિ એમ સાવધાનીથી પ્રવેશે ને જાતે ચાર ફેરા ફરી લઈને પાછા એજ રીતે બહાર નીકળે. 

સુતરને અડી જવાય તો નાતપંચ દંડ કરે. દંડ નાનોજ હોય સાવધાની પૂરતો બાકી બધાને હરખ જ હોય.
ડેસ્ટિનેશન વેડિંગ પાછળ ખર્ચાતા લાખો રૂપિયામાં અમારા નટની ઘણી દીકરીઓ પરણી જાય. વળી સમુહલગ્નો આપણે હમણાં કરતા થયા અહીંયા તો સમૂહમાં જ દીકરીઓ પરણે છે ને આ પ્રસંગે અન્ય સમાજમાં થતા સમુહલગ્નો જેવા ખર્ચ પણ નથી થતા. 

હા પહેલા થોડો દારૂ પીવાતો પણ એ એમણે બંધ કરાવ્યો.
'લોકો પછાત કહે છે ને એટલે આ ના શોભે બેન એટલે બંધ.'
ત્યારે અન્ય કહેવાતા ભદ્ર સમાજોમાં પહેલા નહોતું એ દારૂનું ચલણ શરુ થયું દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં.

નાનો અને અન્યોની નજરમાં પછાત નટ સમાજ પાસેથી ખરેખર કોણે શીખવાનું એ અંગે આપણે વિચારવું રહ્યું...