Friday, January 03, 2020

Getting Caste Certificates would help Raval families in Harij to get the houses soon..

Mittal Patel distributes caste-certificate to nomadic
families
The warm and traditional welcome I received from the small girls of Harij ushered memories of the days when I too, as primary school student  be part of the welcome committee at most school functions.

The current living condition of nomadic families
There is a huge concentration of Raval families in Harij  living under pathetic conditions (as visible in the image). VSSM’s Mohanbhai filed residential plot applications for 46 of these families. On Patan District Collector Shri Anand Patel’s instructions his team was able to find land for these families.  As a result of this compassionate officer these families will soon receive papers to their little plots of land.

The efforts of district Social Welfare Officer Shri Vitthalbhai Patel enabled these families to acquire the very essential caste certificates. I had the good fortune of distributing these certificates to 40 families.

Mittal Patel receives warm welcome from the small girls of
Harij village
The issues relating to non-existence of sewage connections, basic roads to the settlement  in this thickly populated settlement shall be addressed soon was the promise given to us by the Vice President of  Town Corporation who was also present at the document distribution program.

We are grateful for the support we have received from friends and well-wishers of  VSSM.

May peace and happiness reign in lives of the poor an deprived…

હું મારા ગામની પ્રાથમિકશાળામાં ભણતી તે વખતે ગામમાં કોઈ પ્રસંગ હોય કે બહારથી મહેમાન આવવાના હોય ત્યારે ધડો લઈ તૈયાર થઈને અમે મહેમાનના સ્વાગત માટે જતા.

હારીજમાં રહેતા રાવળ પરિવારની દીકરીઓએ અમારુ સ્વાગત અદ્લ નાનપણમાં અમે કરતા એ રીતે કર્યું.
હારીજમાં રાવળ પરિવારો ખૂબ મોટી સંખ્યા રહે. પણ કટેલાક પરિવારોની હાલત ફોટોમાં દેખાય એ રીતની. અમારા કાર્યકર મોહનભાઈએ 46 પરિવારોની રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજી કરી અને કલેક્ટર શ્રી આનંદ પટેલે આ પરિવારો માટે જમીન શોધવાનો આદેશ કરી દીધો ને જમીન શોધાઈ પણ ગઈ. ટૂંક સમયમાં કલેક્ટર શ્રીની લાગણીના લીધે આ પરિવારોને પ્લોટ મળી જશે.

પ્લોટની દરખાસ્ત માટે જરૃરી જાતિ પ્રમાણપત્ર માટે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં અરજી કરેલી અને સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મદદથી 40 પરિવારોને પ્રમાણપત્રો મળી ગયા. જેનું વિતરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

જો કે હારીજમાં હાલમાં જે સ્થળે રાવળ સમુદાયના પરિવારો બહોળી સંખ્યામાં રહે છે ત્યાં ગટર લાઈન, રોડ રસ્તાની જબરી તકલીફો છે. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા એમણે આ પ્રશ્નનો નિવેડો ઝટ લાવવાની ખાત્રી આપી.

વંચિતોને સુખી કરવામાં નિમિત્ત બનનાર સૌનો આભાર.. અને અંતે ઈશ્વરને
'સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુખમાપ્ નુંયાત' ની પ્રાર્થના...

#MittalPatel #VSSM #Harij #Rava

VSSM has initiated planning and strategy building exercise with the villagers to address the severe water crisis in Banaskantha region...

Mittal Patel discusses Water Management
Water is life and yet we have chosen to care the least for this natural element that is so crucial to human existence.

VSSM co-ordinator Naran Raval discsses Water Management
with the villagers
The groundwater levels in most parts of our country are dwindling at an alarming rate. VSSM has initiated Participatory Water Management program to address the severe water crisis in the Banaskantha region. It has been working with the local communities to deepen the village lakes. In the past 3 years it has deepened 87 lakes in various villages of Banaskantha. We plan to take the program forward even in 2020. A planning and strategy building exercise has been initiated with the village leaders in this regard. A meeting with the Sarpanch and leaders of Savan village was organised. A thorough discussion on  why this concern for the current water scenario, joining hands with local communities, it was also decided to request the government to link and  fill up of lakes with the water from Sardar Sarovar’s main canal. The members pledged to look beyond personal interests and goals and work collectively for the greater good. Be true ‘sons of the soil’.

Mittal Patel meets the villagers,Sarpanch and the leaders of
Savan village
This year too we hope to receive a positive and forward looking response to the water conservation efforts in Banaskantha. It is for the community to prove that though the earth has dried up in the region their hearts haven’t and they still care for the drying underbelly of this planet we call home. I am grateful to all who decided to remain present in the meeting and contribute for a better and greener future.

VSSM’s Naran and Ishwar are driving these efforts forward in Banaskantha.

To propose and carry out water conservation works in Banaskantha kindly contact Naran Raval on 9099936035 while for Tharad get in touch with  Shardaben Bhati on 9099936014.

VSSM organised meeting for Water Management in
Banaskantha
Kindly note – only those villages should get in touch who are willing to contribute and participate towards these efforts.

Mittal Patel with the VSSM team members ,
Community leaders, Sarpanch and villagers
જળ એ જીવન..
આપણે સૌ આ વાતને જાણીએ સમજીએ છતાં જળની જોઈએ એવી ચિંતા આપણે કરતા નથી તે હકીકત છે..
બનાસકાંઠામાં પાણીના તળની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ તળને સાબદા રાખવા આપણા પરંપરાગત જલ સ્ત્રોતોને સાચવવા અને તેને ફરીથી સાબદા- સરખા કરવા જરૃરી છે.

અમે છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠામાં 87 તળાવ ઊંડા કર્યા.
2020માં જલ અભીયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાનું પાછું શરૃ કરવું છે..
પણ એ પહેલાં જાગૃત સરપંચો, ગામના આગેવાનો સાથે એક બેઠક કરવાનું કર્યું અને દિયોદરના સણાવ ગામે એ બેઠક સંપન્ન થઈ.
જે ગામલોકો પોતાના ગામનું તળાવ ઊંડુ કરાવવા ઈચ્છે તે ગામના લોકોની ભાગીદારીથી તળાવો ઊંડા કરવાનું બેઠકમાં નક્કી થયું.
વળી બહુ વિસ્તારથી પાણીની ચિંતા શા માટે કરવી જોઈએ તેની પણ ચર્ચા થઈ.
આ સાથે જે તળાવો નર્મદા કેનાલ કે પાઈપલાઈનની આસપાસમાં છે તે ગામના તળાવો કેનાલના પાણીથી ભરવા માટેની રજૂઆત સરકારમાં કરવાનું પણ નક્કી થયું.

બેઠકમાં સૌ સ્વજનોને સ્વાર્થથી ઉપર ઊઠી ખરા ધરતીપુત્ર બનવા આહવાન પણ કરવામાં આવ્યું.
આશા રાખીએ આ વર્ષનું જલ અભીયાન સુંદર લોકભાગીદારીથી શરૃ અને પૂર્ણ થાય.
બનાસકાંઠો સૂક્કો પણ લોકોના મન સુક્કા નથી એ વાત પાણી અભીયાનથી આપણે સૌએ અન્યોને સાબિત કરી આપવાની છે. આશા રાખુ આખુ બનાસકાંઠા જાગે અને પાણીની પોતાના તળની ચિંતા કરે..
બેઠકમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો, આગેવાન સરપંચ સૌનો આભાર..
અમારા કાર્યકર નારણ અને ઈશ્વરની ભારે જેહમતથી આ બધુયે શક્ય બન્યું..
બનાસકાંઠામાં પાણીના કામો માટે કાર્યકર નારણ રાવળ - 9099936035 અને થરાદ માટે શારદાબહેન ભાટી -9099936014 પર સંપર્ક કરવા વિનંતી.
(ખાસ નોંધ - લોકભાગીદારી ખોદકામમાં કરી શકે તેવા ગામના લોકોએ જ સંપર્ક કરવા..)
#MittalPatel #VSSM #watermanagement #waterconservation #water #concernforwater #saveearth #earth #Banaskantha #NTDNT #nomadicdenotified #Denotifiedtribes #awarenesscampaign #environment #environmentconservation


VSSM files applications for obtaining residential plots for nomadic families...

Mittal Patel meets the nomadic families
Patan, on banks of river Saraswati has been the erstwhile capital of Gujarat has remained etched in our memory for its illustrious past, its royals King Siddhraj Jaisinh and Queen Meenal Devi.


Nomadic families rear small cattle to sustain themselves
The government later went on to declare a block named Saraswati. 19 Vedva Devipujak families reside in Ablua village of this block. I recently happened to be in this village and meet these families who stay of wasteland located midst wild bushes. Their  abject poverty pained my heart.
The current living condition of nomadic families
These families have made this government wasteland their home for many years now. Recently, the High Court of Gujarat ordered removal of encroachments from government wastelands, sadly though the court  failed to provide instructions to the administration to make arrangements for alternate residential facilities. The families have survived on the government wasteland because  neither do they have land of their own nor are they equipped to buy even a small plot of land.




Nomadic Families with their Caste-Certificate
After the officials bulldozed their shanties, the surrounding bushes that fenced for their houses were also burnt to ashes so as to prevent them from rebuilding the houses. The nature Gods also looked the other way,  as unseasonal rains of couple of days drenched all their belongings. The families are now at mercy of us all, spending days under the sky in this bone chilling cold.


These extremely poor families are surviving under very difficult conditions. They rear small cattle to sustain themselves.

We have filed applications for allotment of residential plots. They received their caste certificates as a result of the efforts of a very compassionate social welfare official.  It is expected that the extremely supportive District Collector of Patan will help us with the early processing of these applications.  

We salute the persistent efforts of our team members Mohanbhai, Shankarbhai, Sureshbhai and Dharamshibhai who have been constantly at the side of these families.

 As evident in the attached images the families survive under abject poverty and that is the reason I felt the need to share their plight.

આપણે સૌ પાટણની પ્રભુતા, સિદ્ધરાજ જયસીંહ, મીનળદેવી વગેરે નામોથી પાટણને જાણીએ,સમજીએ. વળી ગુજરાતની જુદી ઓળખ થઈ અને તેનું પહેલું પાટનગર પાટણ થયેલાનું પણ આપણે જાણીએ..

ભવ્ય ઈતિહાસની ધરોહર ધરાવતું પાટણ સરસ્વતી નદીના તટે વસ્યુ છે. સરસ્વતી નામે સરકારે જુદો તાલુકો જાહેર કર્યો. આ સરસ્વતી તાલુકાના અબ્લુઆગામના છેવાડે રહેતા 19 વેડવા દેવીપૂજક પરિવારોની વસાહતમાં જવાનું થયું.

ગામના મુખ્ય રોડને છોડીને ઝાડી ઝાંખરાની વચમાં થઈને આ પરિવારોની વસાહતમાં પહોંચવાનું. દરિદ્ર અવસ્થામાં રહેતા આ પરિવારોની સ્થિતિ જોઈને હૃદય હચમચી ગયું છે.

વર્ષોથી સરકારી ખરાબાની જમીનમાં પતરાંની આડાશો કરીને રહેતા આ પરિવારોને જમીન પરનું દબાણ દૂર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો. હાઈકોર્ટ આદેશ કરતા પહેલાં આ પરિવારોને અન્ય જગ્યાએ કાયમી વસવાટ કરવા જમીન આપવાની સૂચના તંત્રને આપી નહીં એ દુઃખદ છે.આમની પાસે પોતાની જમીન નથી અને એ ખરીદવાની ક્ષમતા પણ નથી એટલે સરકાર માઈ બાપ કહેવાય એમ માની સરકારી પડતર જગ્યામાં રહેવાનું એમણે કરેલું પણ....

શરીર થીજી જાય એવી ઠંડીમાં આ પરિવારોને ખુલ્લામાં પડ્યા રહેવાનો વારો આવ્યો. દબાણ દૂર થયા પછી એમના છાપરાં આસપાસની વાડ બાળી દેવાઈ જેથી એ ફરી બનાવી શકે નહીં. તદન ખુલ્લામાં આવી ગયેલા આ પરિવારો પર કુદરતેય રૃઢી બે દિવસ આછો વરસાદ પડ્યો ને બધું ભીની થઈ ગયું.

બહુ જ કપરી સ્થિતિમાં આ પરિવારો જીવી રહ્યા છે. બકરીઓ પાળીને જીંદગી ગુજારે છે.
જાતિ પ્રમાણપત્રો તો એમને એકદમ ભલા સમાજ કલ્યાણ અધિકારીની મદદથી મળી ગયા.
જ્યારે રહેણાંક અર્થે પ્લોટ માટે કલેક્ટર શ્રીને અરજી કરી દીધી છે. કલેક્ટર શ્રી બહુ ઉમદા વ્યક્તિ છે એટલે આ પરિવારોને ઝટ રહેવા પોતાની જગ્યા મળશે તેવું ચોક્કસ થશે.
આ વસાહતની સ્થિતિ જોઈને બહુ દુઃખ થાય છે.. આજે એટલે જ આ લખ્યું છે. અમારા કાર્યકર મોહનભાઈ, શંકરભાઈ, સુરેશ અને ધરમશીભાઈ આ પરિવારોને સતત મદદ કરી રહ્યા છે.. તેમની લાગણીને પ્રણામ..

ફોટોમાં તેમની સ્થિતિ, જાતિ પ્રમાણપત્ર આપ્યાના તથા તેમની સાથેની બેઠકના ફોટો સ્થિતિ સમજાય તે ખાતર મુક્યા....

#MittalPatel #VSSM #NomadsOfIndia #Devipoojak #NomadicTribes #DNT #Denotified_Triebs #caste_certificate #residential_plots #human_rights #citizenship #citizen_rights #patan #colletor_patan



VSSM enables nomadic families acquire their caste certificates…..


Nomadic women gave traditional and warm welcome to
Mittal Patel
Mittal Patel meets Vedva Devipujak families of  Vagdor 
Recently, I happen to be in Patan’s Vagdor where some  Vedva Devipujak families have called their home for many years. As always we were  given a warm and traditional welcome to their settlement. The issue is of finding residential plots for these families who have been living under dire conditions. We have presented the case to the District Collector and are hopeful for an early resolution to the matter.


One of the prerequisites to acquiring the plots is possessing a caste certificate. The caste certificates for  these families were swiftly processed by the social welfare officer which we distributed on this day. VSSM’s Mohanbhai has been working really hard to assure these families find piece of land to build a house of their own. His support has instilled confidence and hope amongst these families.


Here’s hoping that their hope soon turns into reality !!

Mittal Patel with the nomadic families of Vagdor
પાટણના વાગડોદ માં વેડવા #દેવીપૂજક પરિવારો વર્ષોથી રહે. એમની વસાહતમાં જવાનું થયું.. લોકોએ આપણી પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું..

ખૂબ તકલીફમાં જીવતા આ પરિવારોને રહેવા પોતાની જગ્યા મળે એ માટે કલેકટર શ્રીને રજૂઆત કરી છે. આશા છે પ્લોટ ઝટ મળશે. આ પ્લોટ મેળવવા જરૂરી દસ્તાવેજો માના એક #જાતિ_પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારશ્રી એ કાઢી આપ્યા જેનું વિતરણ કર્યું.

કાર્યકર મોહનભાઈ અને સુરેશની સખત મહેનતથી આજે આ પરિવારોને એક હુંફ અનુભવાઈ રહી છે. અમારું કામ થવાનું એવો વિશ્વાસ પણ એમને થઈ રહ્યો છે.
VSSM helps to acquire Caste-Certificate for Nomadic families

સૌનું શુભ થવોની ભાવના..

#Mittalpatel #Vssm #Nomadic_tribes #dnt #devipoojak
The current residence of the nomadic families
Mittal Patel visits Vedva Devipujak settlement