Thursday, December 19, 2019

VSSM receives and values contribution it receives from its compassionate and caring patrons...


Mittal Patel with Ravjibhai Kangsiya

VSSM receives and values contribution it receives from its compassionate and caring  patrons. However,  when donations are made by individuals of the communities it works for, the joy increases many folds. We recently experienced the same joy.

Rqavjibhai Kangsiya giving socks to our VSSM
co-ordinator Kanubhai and Chhayaben
Rajkot’s RavjibhaiKangasiya  assists his wife with her business of selling scrunchies, combs, fancy hair accessories, cosmetics, imitation jewellery etc. She is one of the many women retailers you might have seen selling their stuff along  the roadsides, each item neatly lined-up on the floor-spread. The mobile-shops are set up  each day on the urban streets.

VSSM’s team members Kanubhai, Chayaben help them and other numerous families with the tasks relating to application with government offices and likes. Kanubhai had asked Ravjibhai to expand their business with some aid from VSSM’s interest free loan program.

Ravjibhai Kangsiya in his shop 
“That would be great!!” Ravjibhai readily  welcomed the idea.

“What will you plan to do with the loaned amount?” Kanubhai inquired.

“Increase the items on our spread!” Ravjibhai replied.

“No, not on the spread. You have to plan a shop to sell these items on wholesale rates.” Kanubhai recommended.

“That is beyond my capacity. Who will buy from me?”

 “The members of your community!”

“No, no!!”

“There is no time for your “no-no”, you have to do it!!” Kanubhai insisted.

Khodhubhai, the Kangasiya community leader and others extended their support and a shop happened. Enough stock was stored in the shop. The amount of loan in rotation increased gradually. Today Ravjibhai stocks goods worth Rs. 2.5 lacs. The members of Kangasiya community buy goods from him and Ravjibhai sells it at rates that are lower than the wholesale prices. It is happy days for Ravjibhai now. He never forgets to send some amount as donation to the organisation. “Help those who are poorer than me with this amount!” he would say while handing us the amount. He also never forgets the girls studying at our hostel. “The socks for these girls during winters will be from me always,” he would say. This year he not only remembered the girls but offered to buy socks for the boys as well. Kanubhai curtailed him from doing so, Ravjibhai felt offended but all was well later.

It brings us immense pride and joy to see names of individuals from nomadic community feature on the list of our donors, Ravjibhai you contribution holds great value for us.

You are a real hero for us and we are grateful for your being part of our VSSM family.

Of course there should be a picture of us and your wholesale shop!!

નિષ્ઠા અને શુદ્ધભાવથી વંચિતોના કલ્યાણ અર્થે દાન દેવા સંસ્થામાં ઘણા આવે. સંસ્થામાં આવનાર આ બધાય અમારા માટે શીરમોર..
પણ આ બધામાં જેમના કલ્યાણ અર્થે કામ થાય છે તે સમાજમાંથી કોઈ આવીને શક્તિ એવી ભક્તિ કરે તો વધુ રાજી થવાય.આજે એવો જ પ્રસંગ બન્યો.

રાજકોટમાં રહેતા રવજીભાઈ કાંગસિયા. એમના પત્ની કાંસકી, બંગડી, બોરિયા, બકલ વેચવા રાજકોટ શહેરમાં પથારો પાથરીને બેસે. તમે પણ નાના શહેરોમાં પથારો પાથરીને શૃંગાર પ્રસાધનો વેચતી આ બહેનોને જોઈ હશે. રવજીભાઈના પત્ની આ બધુ વેચે અને રવજીભાઈ તેમને મદદ કરે.

અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેન આ પરિવારોને નાના મોટા સરકારી કામોમાં મદદ કરે. કનુભાઈએ એક વખત રવજીભાઈને સંસ્થામાંથી વગર વ્યાજે લોન લઈને ધંધો વધારવા કહ્યું.
રવજીભાઈએ પણ 'તો તો બહુ હારુ' એમ કરીને વાતને વધાવી લીધી. કનુભાઈએ પૂછ્યું,
'લોનની રકમથી શું કરશો?'
'પથારામાં સામાનનો વધારો કરીશ'
'ના પથારો નહીં. પણ શૃંગારપ્રસાધનો વેચવા હોલસેલની દુકાન
કરવાની'
'મારી એ કેપેસીટી નહીં અને સામાન લાવું તો પણ મારી પાહેથી લે કોણ?'
'આપણા સમાજના લોકો'
'ના ના..'
'નાનાના નહીં એ કરવાનું છે'
પછી તો કાંગસિયા સમાજના ખોડુભાઈ અને અન્ય આગેવાનોએ પણ હામ આપી. છેવટે દુકાન થઈ અને એમાં સામાન ભરાયો. લોનનું રોટેશન વધ્યું આજે લગભગ બે થી અઢી લાખનો સામાન એમની દુકાનમાં ભર્યો છે અને કાંગસિયા સમાજના ફેરિયા તેમની પાસેથી સામાન લે છે. તે બજાર કરતા થોડા ઓછાભાવે સામાન આપે. આમ હવે રવજીભાઈ બં પાંદડે થયા.

સંસ્થાને દર મહિને લોનના હપ્તા સાથે અનુદાન તો ભૂલ્યા વગર મારાથીયે ગરીબ કોઈને મદદ કરજોનું કહીને આપી જાય. સાથે શિયાળો આવતા હોસ્ટેલમાં ભણતા દીકરીઓને પગના માંજા તો યાદ કરીને મારા તરફથી જ એમ કહીને કનુભાઈ છાયાબહેનને બોલાવીને આપી દે. જે ફોટોમાં જોઈ શકાય છે.

આ વખતે તો એમણે એકલી દીકરીઓને નહીં પણ આપણી હોસ્ટેલમાં ભણતા દીકરાઓને પણ મોજા દેવાની વાત કરી. કનુભાઈએ એમના આ હરખને અટકાવ્યો. થોડા નારાજ થયા પણ પછી સમજ્યા.

રવજીભાઈ તમારુ આ અનુદાન અણમોલ છે..
દાતા તરીકે વિચરતી જાતિના એક વ્યક્તિનું નામ અમારા મેગેઝીનમાં છપાતું જોઈને રાજી થવાય..
આભાર રવજીભાઈ. તમારી સાથે એક ફોટો તો બનતા હૈ.. અમારે મન તમે રીયલ હીરો છો..
ફોટોમાં તેમની હોલસેલની દુકાન પણ જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #MittalPatel #VSSM #NomadsOfIndia #Patan #humanrights #raval #denotifiedtribes #noamdictribes #society #community #Ravalcommunity #rights #entitlements #gujarat #empathy #raiseyourvoice #education #housing #livelihood #NTDNT #Social #help




Monday, December 16, 2019

Mittal Patel meets landless Devipujak and Raval families of Mitha Dharva village...

Kokilaben Raval of Mitha Dharva greets Mittal Patel
“Ben, it has been decades  yet a decent house remained a distant dream. Thank God for Mohanbhai who showed us the way and the very empathetic  Collector Saheb who thought about our well-being. You know how we have survived without power, water and other basics!!” Kokilaben Raval of Chanasma block’s Mitha Dharva village shared this honest narrative.

Mittal Patel visited nomadic families of Mitha Dharva
 Many Raval families have made Mitha Dharva their home, most of these families had managed to construct houses with government support or through their own hard work. However, there were 20 families whose mud walled houses were in crumbling state (as seen in the picture). Also, the location of these houses was government wasteland and not their own plots. VSSM’s Mohanbhai had submitted applications for allotment of plots to these families. Collector Shri. Anand Patel is a very empathetic and compassionate officer. He instantly processed the applications and  granted plots to these 20 families.

The current living condition of the nomadic families
While we were working on applications of these 20 families we came in contact with the Devipujak and other Raval families staying in vicinity where the plots have been allotted. We have also initiated the process of filing applications for these new found families as well.
It would have been impossible to process the applications without the support of Sarpanch Shri Hargovanbhai, who showed empathy for these families and helped us, remained by our side during  the entire effort.
Mohanbhai, our senior team member, remained constantly at it to ensure the families find a place to have a home. VSSM is blessed and proud to have team members like Mohanbhai who strive constantly for the welfare of the marginalised.

Mitha Dharva’s nomadic families was struggling with issues of sewage line, road etc. for which I was amidst them as always the welcome to these settlements feels like a warm embrace.  

'બેન વર્ષો નેહરી જ્યાં પણ રહેવા બલ્લે પાકુ ઘર નસીબ નતુ થતું. ભલુ થજો મોહનભઈનું તે ઈમને રસ્તો વતાડ્યો અન કલેટર સાહેબે અમારા ગરીબો હોમુ તાચ્યુ. નકર લાઈટ, પોણી વના અંધારામોં ચેવા પડ્યા સીએ તમે જોયુન?'
ચાણસ્મા તાલુકાના મીઠા ધરવા ગામમાં રેહતા કોકીલાબહેન #રાવળે આ વાત કરી.
રાવળ સમુદાયના ઘણા પરિવારો ગામમાં રહે. મોટાભાગના પરિવારોના ઘરો સરકારની મદદથી બન્યા તો ક્યાંક વ્યક્તિએ પોતાની મહેનતથી ઘર ઊભા કર્યા. પણ 20 પરિવારો એવા હતા જેઓના ઘરોની માટીની ભીંતો પડુ પડુ થઈ રહી છે. જે ફોટોમાં દેખાય છે. વળી તેમનું રહેવાનું પણ સરકારી ખરાબાની જમીનમાં. કાર્યકર મોહનભાઈએ આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય તે માટે અરજી કરેલી.
કલેક્ટર શ્રી આનંદ પટેલ બહુ ભલા અને ગરીબો પ્રત્યે લાગણી રાખનારા એકદમ અચ્છા અધિકારી. તેમણે 20 પરિવારોને તુરત પ્લોટ ફાળવ્યા.
જો કે આ પરિવારોને પ્લોટ ફાળવાતા ત્યાં વસતા #દેવીપૂજક અને રાવળ સમાજના રહેણાંક અર્થે પ્લોટ ન ધરાવતા અન્ય પરિવારો પણ સંપર્કમાં આવ્યા. તેમની પ્લોટની માંગણી કરતી દરખાસ્તો પણ કરી દીધી છે.
આ આખુ કામ ગામના સરપંચના સહયોગ વગર શક્ય નહોતું. હરગોવનભાઈની લાગણી આ પરિવારો માટે ઘણી તેમણે સતત સાથે રહીને આ કામ પાર પાડ્યું.
મોહનભાઈની દોડધામ વગર તો આ બધુ ક્યાં શક્ય હતું.. આવા સંનિષ્ઠ કાર્યકર અમારી સાથે છે એનો અમને ગર્વ છે.
સૌનો આભાર..
મીઠા ધરવાના આ પરિવારોની વસાહતમાં ગટર લાઈન, રોડ વગેરેના પ્રશ્નો હતા એ માટે તેઓ ઘણા વખતથી વસાહતમાં આવવા આગ્રહ કરતા હતા એટલે જવાનું થયું. તેમણે સરસ ફુલ આપીને સ્વાગત કર્યું.
#MittalPatel #VSSM #NomadsOfIndia #Patan #humanrights #raval #denotifiedtribes #noamdictribes #society #community #Ravalcommunity #rights #entitlements #gujarat #empathy #raiseyourvoice #education #housing #livelihood #NTDNT