Wednesday, July 19, 2023

Lets all together build Shambhu's home...

Mittal Patel with Shambhu's teacher Parasbhai 
visits Shambhu's home

 "Shambhu studies in my school. However he remains absent most of the days. He remains present just 5-6 days in a month. I went to see Shambhu at his house to find out the reason why he remains absent. What I saw was shocking" Parasbhai is a sympathetic & sensitive teacher in a medium school in Gutal Village in Kheda District. What Parasbhai described made us go to Shambhu's house.

Shambhu's father expired when he was just 3 months old. He was running a tyre puncture repair shop. He had cancer & was detected at a very last stage and there was no time left to treat him. Shambhu's mother was young so her father in law got her remarried to another person.  It was decided that after the mother is settled she will take Shambhu with her. Unfortunately that did not happen as even his mother expired when Shambhu was just 1.5 years old. Shambhu became an orphan when only 1.5 years old.

When Shambhu's father was detected with cancer, Shambhu fell ill. It was detected that he suffered from a disease which reduced his protein levels. It would take a long time to treat this illness. Shambhu's grandparents both worked as labourers on the farm. With their earnings they barely managed to survive. Also they had to keep some cash handy because Shambhu required to be taken to the hospital all of a sudden. Sometimes he even had to be admitted to the hospital.  Financially they were in a very precarious situation. The old couple stayed in a temporary structure with just a shed in Gutal. No vehicles even can reach there. They kept some goats with them in the shed. The shed got dark even during the day. 

Someone told the grandfather to take Shambhu to a kidney hospital in Ahmedabad. Shambhu's treatment is ongoing at that hospital. It is free but there are expenses of travelling & food. The money was spent in food and there was no saving to build a proper home.

The Grandparents were more than 65 years old. They could not work but yet had to take care of Shambhu. Shambhu is now 14 years old. For another 4 years till he is 18 , the grandparents will have to take care & run around for Shambhu.

The grandparents badly wanted a concrete home. It was their desire for so many years. We decided to construct a house for them. Also helped him (Dada) set up some work which he could do without running around. He said that he can do the work of puncture repairs which his son used to do but he doesn't have money to buy equipment to start the puncture repair shop. We decided to help him for that too. Even Shambhu wants to work in the puncture repair shop. Amazing family. Quite contended.  We also helped in getting the "Antyodaya" card for the family. Now they get more food grains from the ration shop. Our colleague Rajnibhai & Mamlatdar Smt Jaiminiben helped in getting the "Antyodaya" Card without delay. We also decided to give them a food kit so that they do not have to worry about food.  Once Dada's puncture business is set he may not even need a food kit from us.

We do not like to ask the caste of the person whom we help. However after I saw Dada , I somehow felt that I knew him. So when I asked him his caste, he said " Baraiya". It reminded me of Pandit Ravishankar Maharaj. Panditji has worked a lot for Baraiyas. When we were leaving, Dada offered us some dried spices.  We refused, telling him to keep them so that they could be sold for some money. He said that this is for school children but for the last couple of days he could not go to school.

What can we say ? Dada doesn't have much to donate but out of whatever little he had he was magnanimous to give to the society. Salute to him for this wonderful attitude.

Many thanks to Parasbhai. He was Shambhu's favourite teacher. Parasbhai was a perfect example of how an ideal teacher should be. I will write more about him later. I am sure every school in the country would love to have a teacher like him. 

Kheda is very prosperous. Can we not build a home for Shambhu ? Just Rs 1.5 lakhs will build a home for him. Dada's dream will also come true. Lets all together build Shambhu's home.

ખેડા વાસીઓ જોગ.... 

'શંભુ મારી નિશાળમાં ભણે પણ એ મહિનામાં માંડ પાંચ સાત દિવસ હાજર રહી શકે. સતત ગેરહાજર રહેવાનું કારણ જાણવા હું શંભુના ઘરે ગયો ને જે જોયું એનાથી હલી જવાયું..'

પારસભાઈ ખેડાના ગુતાલની માધ્યમીકશાળાના એકદમ સંવેદનશીલ શિક્ષક. એમણે શંભુની  જે સ્થિતિ જોઈ એ અમને વર્ણવી ને અમે પહોંચ્યા શંભુના ઘરે.

શંભુ ત્રણ મહિનાનો હતો ત્યારે એના પિતા ગુજરી ગયા. ગામમાં એ ટાયર પંક્ચરની દુકાન ચલાવતા. એમને કેન્સર થયેલું પણ ખબર છેલ્લી ઘડીએ પડી. શંભુના દાદા કહે, 'કુદરતે એની સારવાર કરાવવાનો પણ વખત ન આપ્યો.'

શંભુની મા જુવાન એ આખી જિંદગી રંડાપો વેઠે એ શંભુના દાદાને ગમે એવું નહોતું. એમણે એને સમજાવીને બીજે વળાવી. પોતે પિતા તરીકે એનું કન્યાદાન કર્યું. વહુએ કહેલું કે, શંભુને એ એક વખત બધુ ગોઠવાઈ જશે પછી લઈ જશે. પણ એવું થયું નહીં. શંભુ દોઢેક વર્ષનો થયો હશે ત્યાં એની મા માંદગીમાં પટકાઈ પછી ઊભી જ ન થઈ.

આમ શંભુ મા-બાપ વગરનો થયો. 

શંભુના પિતા ગુજરી ગયા એ વખતે શંભુ ખુબ બિમાર પડ્યો. દવાખાને લઈ ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે એના શરીરમાંથી પ્રોટીન ઘટી જાય છે. વળી આ બિમારી લાંબી ચાલવાની. શંભુના દાદા અને દાદી બેય ખેતમજૂરી કરે. હખડડખળ ઘર ચાલે. એમાં શંભુને ગમે ત્યારે હોસ્પીટલ લઈને દોડવાનું થાય એટલે એ પૈસા સાથે જ રાખવા પડે. 

આર્થિક રીતે દાદા સાવ ઘસાઈ ગયા. હાલ એ છાપરાંમાં રહે. ગુતાલના કોઈ પરામાં એમનું આ છાપરુ.. વાહન પણ ત્યાં ન જાય. આ છાપરામાં દાદા થોડી બકરીઓ રાખે તે પણ બાંધેલી. આખુ છાપરુ સખત અંધારીયું. 

દાદા ને કોઈએ અમદાવાદ કીડની હોસ્પીટલમાં શંભુને લઈ જવા કહ્યું ને હાલ શંભુની ત્યાં સારવાર ચાલે. દર મહિને હોસ્પીટલ જવાનું. ક્યારેક દાખલ થવાનું પણ સ્થિતિ ગંભીર થાય તો કરવું પડે. 

સારવાર મફત થાય પણ ત્યાં જવા આવવાના ખર્ચા ને સારવાર પછી શંભુ લેવાઈ જાય તે એને થોડું સરખુ ખવડાવવું પણ પડે ને... આમાં બચત તો શક્ય જ નહોતી. એટલે ઘર પણ ન થયું. 

દાદા દાદીની ઉંમરેય 65 વર્ષથી વધુની થઈ. કામ થાય નહીં છતાં શંભુ માટે દોડવું પડે. 

શંભુ હાલ 14 વર્ષનો થયો.18 પછી એની સારવાર એ રીતે થશે કે પછી હોસ્પીટલના દોડા બંધ અથવા ઓછા થઈ જશે પણ ત્યાં સુધી દાદાના માથે ભાર..

દાદાની ઈચ્છા એક રૃમનું ઘર થાય એવી વર્ષોની. એમની સ્થિતિ જોઈને ઘર બાંધી આપવાનું તો નક્કી કર્યું જ. સાથે દાદા બેઠા બેઠા કાંઈ કામ આવડે તો એ કરવા મદદ કરીએનું પુછ્યું તો એમણે કહ્યું, 'ટાયર પંચરની દુકાન થઈ શકે. મારા દીકરો એ કરતો. એ મને ફાવે. પણ મારી પાસે એ શરૃ કરવા જે સાધનો લાવવા પડે એના પૈસા નથી.'

અમે એમાં પણ મદદ કરીશું.

શંભુને પણ મોટા થઈને ટાયર પંચરની દુકાન પર એના પિતા કામ કરતા એમ કરવું છે. 

ગજબ પરિવાર એકદમ સંતોષી.

આ પરિવારને અંત્યોદય કાર્ડ મળે તે માટે અમારા કાર્યકર રજનીભાઈએ નડિયાદ મામલતદાર શ્રી જૈમિનીબેનને વાત કરીને એમણે તુરત કાર્ડ કાઢી આપ્યું. હવે વધારે અનાજ મળશે. અમે પોતે પણ દર મહિને રાશનકીટ આપીશું જેથી એમને નિરાંત રહે. આમ તો ધંધો સેટ થઈ જશે પણ કદાચ અમારી કીટની એમને જરૃર નહીં રહે પણ ત્યાં સુધી કરીશું. 

આમ તો ક્યારેય કોઈ વ્યક્તિને એમની જાતિ પુછવી ગમે નહીં પણ કાકાને મળ્યા પછી જાણે ઘણા વખતથી ઓળખતી હોવું એ લાગ્યું. છેવટે પુછ્યું દાદા તમારી જ્ઞાતિ કઈ ને દાદાએ કહ્યું,  'બારૈયા..'

પૂ. રવીશંકર મહારાજ(દાદા) યાદ આવ્યા. દાદાએ બારૈયાઓ માટે ઘણું કામ કરેલું... અમે એની વાત કરી નીકળી રહ્યા હતા ત્યાં દાદાએ અમને રોક્યા ને કહ્યું,

 'કોકડીઓ લેતા જાવ..'

રાયણની સુકવણીને કોકડી કહે, મે કહ્યું, 'રાખો દાદા તમે વેચશો તો પૈસા મળશે..'

એમણે કહ્યું, 'અરે હોય કાંઈ આ તો નેહાળમાં છોકરાંઓ ખાય એ માટે સુકવેલી. મારે નેહાળ આપવા જવાનું છે પણ સમય નતો મળ્યો. આ બે ચાર દાડામાં આપી આઈશ.'

શું કહેવું?

દાદા બહુ મોટા દાન કરી શકે એવી મૂડી એમની પાસે નથી પણ જે છે એમાંથી એ સમાજને આપવાનું કરે. એમની આ ભાવનાને પ્રણામ કરવા ઘટે..

પારસભાઈનો ઘણો આભાર. શંભુના એ પસંદીદા શિક્ષક.. શિક્ષક કેવા હોવા જોઈએ એનું એ ઉત્તમ ઉ.દા.. એમના વિષે વિગતે ફરી ક્યારેક લખીશ. પણ દેશની દરેક શાળા આવા શિક્ષક ઈચ્છે છે એવું ચોક્કસ કહી શકાય. 

ખેડા બહુ પૈસાદાર વર્ગનો પંથક. શું આપણે શંભુનું ઘર બાંધવામાં મદદ ન કરી શકીએ?

દોઢ લાખ જેટલી રકમ ભેગી કરીએ તો શંભુ ઘરવાળો થઈ જાય. ને શંભુના દાદાનું સ્વપ્ન પણ પૂર્ણ થાય. 

તો ચાલો સાથે મળી પ્રયત્ન કરીએ.. 

#MittalPatel #vssm #shambhu #helpingpeople #kheda #gujarat  #ONGC



Shambhu with her grandparents at his home

Grandparents could not work
but yet had to take care of Shambhu


The current living condtion of Shambhu

Shambhu suffered from a disease which reduced
his protein levels


We at VSSM excavated a lake in Paldi Village of Banaskantha...

Mittal Patel visits Paldi lake site 

Men fell in love with stones and made beautiful statues & carvings out of it. Men's attention should fall on a particular thing and he will see an opportunity to create something useful & beautiful out of it. There are sadists & distortionists too who have created objects that cause destruction & loss of life. But fortunately the vast majority are creators who made this world a better place to live.

This creation is often out of necessity & sometimes to attain satisfaction & peace of mind.

For centuries, recognising the importance of preserving water led mankind to build wells & lakes. We have been preserving this from time to time.

However, it feels that since last few years men have disrupted the water conservation arrangements. With the result the water levels have gone down and even from such low levels we have removed a lot of water.

To correct this, we have been working in North Gujarat to desilt and excavate the lakes. Since last 7 to 8 years we have been building & desilting lakes. Till now we have built 250 lakes. This was possible because several people joined hands with us.

We at VSSM excavated a lake in Paldi Village of Banaskantha. The entire responsibility of lifting the soil was taken by the villagers. Pralin Public Charitable Trust helped us to excavate. We are extremely grateful to Pralin Public Charitable Trust for helping us in this noble cause which helps preserve lives of people.

Many years ago villagers used lake water only for drinking purposes. Then borewell technology was invented and lakes became not so important. In Paldi village due to indiscriminate use of borewell, the water levels fell to 1100 feet. Villagers realised that water has to percolate inside the land. Else no farming or animal husbandry would be possible. With the support of villagers we desilted the lake. Fortunately raingods blessed and today the lake is full of water again. If there will be intermittent rain , the lake will fill thrice which will help the water levels to rise. 

In 2024 we intend to desilt and excavate 50 such lakes. For that villagers and donors support is required. 

Our team in Banaskantha is very active in locating the villages that need lakes.  We are thankful to Naranbhai, Hareshbhai, Maheshbhai, Ishwarbhai, Ratnabhai & others for their dedicated efforts.

માણસને પથ્થર સાથે પ્રેેમ થયો એટલે એણે શીલ્પનું નિર્માણ કર્યું. બસ માણસનું કોઈ ચીજ પર ધ્યાન પડવું જોઈએ. એમાંથી એ સંભાવનાઓ શોધી કાઢે છે અને કાંઈક નવીનતમ ચીજોનું નિર્માણ કરે છે. હા વિકૃતીવાળા માણસો પણ આ દુનિયામાં છે જેનું ધ્યાન પડે તો વિનાશ સર્જે એવી ચીજોનું નિર્માણ પણ કરે.. જો કે મોટાભાગના તો સર્જન જ કરે. 

આ સર્જન ક્યાંક જરૃરિયાત પ્રમાણે હોય ક્યાં મનને ટાઢક થાય એ માટે પણ હોય. 

માણસે પાણીની જરૃરિયાતને ધ્યાનમાં લઈને તળાવ, કૂવા, વાવ વગેરેનું નિર્માણ સદીઓ પહેલાં કર્યું. આપણે એ બધુ જાળવવાનું પણ વખતો વખત કરતા આવ્યા.

પણ છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના બચાવ માટેની આ પરંપરાગત વ્યવસ્થાઓ ખોરવાઈ હોય એવું લાગે. એટલે જ પાણીના તળ દિવસે દિવસે નીચે ગયા.

વળી અમાપ પાણી કાઢવાનું આપણે ઘણું કર્યું. 

ઉત્તર ગુજરાતમાં અમે તળાવો ઊંડા કરવાનું કરીએ. છેલ્લા સાત આઠ વર્ષથી અમે જલમંદિર નિર્માણ કાર્યમાં પ્રવૃત. અત્યાર સુધી 250 તળાવો પૂર્ણ કર્યા. આ બધુ ઘણા સ્વજનો સાથે આવ્યા માટે થઈ શક્યું.

બનાસકાંઠાના પાલડીનું તળાવ VSSM ગાળ્યું. માટી ઉપાડવાનું કામ ગામલોકોએ કર્યું અને ખોદકામ માટે અમને પ્રાલીન પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટે મદદ કરી. સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર પાણીના કાર્યમાં મદદ કરનાર ટ્રસ્ટના અમે સૌ ઋણી રહીશું.

વર્ષો પહેલાં પાલડીના આ તળાવનું પાણી ગામલોકો પીવા માટે આબાધીત રાખતા. પછી બોરવેલની ટેકનોલોજી આવી અને તળાવની જરૃરિયાત ન રહી. બોરવેલથી તળમાંથી સતત પાણી ખેંચવાના લીધે આજે પાલડીના તળ 1100 ફૂટથી વધુ ઊંડે ગયા. હવે ગામલોકોને સમજાયું કે પાણીને જમીનમાં ઉતારવું પડશે નહીં તો ખેતી કે પશુપાલન કશું નહીં થાય અને બસ ગામના સહયોગથી આ તળાવ ગાળવાનું થયું. મેઘરાજાએ મહેર કરીને તળાવ સરસ ભરાયું. હજુ વરસાદ પોરો ખાતો ખાતો આવે તો તળાવ આ સીઝનમાં ત્રણેક વખત ભરાય તો ભૂર્ગભજળમાં ઘણો ફાયદો થાય. 

આવતા વર્ષે  એટલે 2024માં 50 તળાવો ગાળવાની ભાવના છે. બસ સમાજ સાથે આવે એમ ઈચ્છીએ..

અમારી બનાસકાંઠાની ટીમ આ કાર્યમાં સખત સક્રિય આ ગામો શોધવાનું તેમના થકી જ થાય. આભાર નારણભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, ઈશ્વરભાઈ, રત્નાભાઈ ને અન્ય સૌ ટીમનો..

#MittalPatel #vssm #watermanagement #lakedeep #savewater #savewatersavefuture #savewatersaveearth

Mittal Patel with VSSM team and others at Paldi water
management site

Lake before deepening

Raingods blessed and today the lake is full of water again.

Mittal Patel at Paldi Water management site


Tuesday, July 18, 2023

VSSM provides monthly ration kit to Hiraba and Buddhakaka through its Mavjat initiative...

Mittal Patel meets Hiraba and asked her what we could do
for us

Hiraba as such was a very lucky lady. Since childhood she never had to work in the kitchen because of her elder sister. After marriage, Budhakaka took care of the kitchen.

Hiraba has been visually impaired since birth. So she got sympathy. Her elder sister, out of love, never taught Hiraba any work. She was married off to Budhakaka who was short of normal thinking. He was a happy go lucky person but took good care of his wife Hiraba.

Budhakaka worked on the farm & earned just enough for both to survive. After some time , Budhakaka found it difficult to do manual work on the farm. He had to beg for his living. Hiraba would continuously advise him. 

Budhakaka would often forget his way when he went out. In a very bad state our colleague Rajnibhai accidentally met him. He brought Budhakaka home & understood the situation.  We decided to give them a ration kit. Along with that we also applied and got him Government's "Antyoday Card" which entitled him for old age pension. Alongwith our ration kit, life became little comfortable for the old couple. Both lived with each other's support & love. 

When we went to their house, they were very happy & welcomed us & asked what they could do for us. 

Such 490 old & unsupported elders are taken care of by VSSM. We request you to support us in this deserving cause.

Many help us in this cause, but special mention of Dr K R Shroff Foundation is not out of place & for that we are thankful to Shri Pratulbhai Shroff & special gratitude for his constant support.


હીરાબા આમ બહુ નસીબવાળા. નાનપણથી એમના મોટાબહેને એમને ક્યારેય ચુલે રસોઈ કરવા બેસવા ન દીધા ને લગ્ન પછી બુધાકાકાએ પણ એ કામ ન કરવા દીધું.

હીરાબાની આંખોના દિવા જન્મથી જ બુઝાયેલા. એટલે આમ એ થોડું દયાને પાત્ર રહ્યા. પણ બહેને તો પ્રેમવશ જ કામ ન શીખવ્યું. બુધાકાકા થોડા નિજાનંદી. બહુ સુઝબુઝ ન પડે. પણ એમની આંખોમાં રોશની નહોતી એટલે હીરાબા સાથે પરણનાર કોઈ ન મળ્યું. છેવટે થોડી ઓછી સુઝબુઝવાળા બુધાકાકા સાથે એમને પરણાવી દીધા. જો કે બુધાકાકા ભલે નિજાનંદ રહ્યા પણ હીરાબાનું એ ધ્યાન ખુબ રાખે.

બા ક્યાંય મજૂરીએ જઈ ન શકે તે કાકા ખેતરમાં મજૂરી કરે અને બેઉનું પુરુ કરે. એક વખત પછી કાકાથી કામ થવાનું ઓછુ થયું. એટલે કાકા ભીખ માંગવા જાય ને જે લાવે તેમાંથી રસોઈ કરી બાને ખવડાવે. જો કે બાનું માર્ગદર્શન સતતનું.

હવે બુધાકાકા બહાર જાય તો રસ્તો ભૂલી જાય. આવી જ રીતે એક દિવસ બસસ્ટેશને ખુબ ખરાબ હાલતમાં બુધાકાકા અમારા કાર્યકર રજનીભાઈને મળી ગયા. રજનીભાઈ એમને ઘરે લઈ આવ્યા. ને સ્થિતિ સમજ્યા પછી રાશનકીટ આપવાનું નક્કી કર્યું.

અમે રાશનકીટ તો આપીયે સાથે સરકાર અંત્યોદય કાર્ડ આપે તે માટે પણ પ્રયત્નો આદર્યા ને કાર્ડ મળ્યું. બાકી વૃદ્ધ પેન્શન એમને મળે. આવામાં રાશનકીટ મળતા હવે તેમને ઘણી રાહત છે. 

બેઉં એકબીજાના સહારે જીવે. એકબીજા માટે હેત વર્ષાવે. 

અમે જ્યારે ઘરે ગયા ત્યારે  તમારી શું મનવાર કરુ એવી એમની લાગણી હતી. 

આવા 490 બા દાદાઓ કે જેઓ નિરાધાર છે તેમની ચાકરી કરનાર કોઈ નથી તેમને દર મહિને રાશન આપવાનું આપ સૌ સ્વજનોની મદદથી અમે કરીએ. તમે પણ આ કાર્યમાં મદદ કરી શકો એમના પાલક બની શકો..

આ કાર્યમાં ઘણા સ્વજનો મદદ કરે પણ ડો, કે.આર.શ્રોફ ફાઉન્ડેશન એક સાથે 154 માવતરોને રાશન આપે. આદરણીય પ્રતુલભાઈ શ્રોફનો એ માટે ઘણો આભાર. એ સિવાય ઘણા સ્વજનો મદદ કરે બધાના નામો નથી લખી શકતી પણ પ્રતુલભાઈની હૂંફ મોટી. તેમના પ્રત્યે કૃતજ્ઞતા..

#MittalPatel #VSSM #Dr. K. R. Shroff Foundation



Hiraba with her husband Buddhakaka welcomed Mittal Patel
to their home

Hiraba and Buddhakaka gets ration kit every month from
VSSM under its Mavjat Karyakram intiative